________________
ધાન
૧૫
ઈ.સ. ૧૬૫૬ની સાલ.
છત્રપતિ શિવાજીએ રાયગઢથી આવી સતારાના કિલ્લામાં નિવાસ કર્યો હતો.
જય જય રઘુવીર સમર્થ” આવો મંત્ર મહારાજને કાને પડ્યો. તુરત તેઓએ તપાસ કરાવી તો માલુમ પડ્યું કે સ્વામી રામદાસ પોતે જ ભિક્ષાર્થે આવ્યા હતા. શિવાજીએ વિચાર કર્યો કે શું આપવું ? હીરા-માણેક, સોનું-ચાંદી, અન્ન-વસ્ત્ર કે બીજું કાંઈ ? તેમનું મન ક્યાંય માન્યું નહીં. એટલામાં તેમને વિચાર સૂઝયો અને તરત એક ચિઠ્ઠી લખી તે ચિઠ્ઠી રામદાસ સ્વામીની ઝોળીમાં નાખી. સ્વામી રામદાસે કહ્યું : “શિવાજી ! કાગળના ટુકડામાં તે શું આપ્યું ? કાંઈ લોટ આપ્યો હોત તો ભોજન પણ બનત.” શિવાજીએ કહ્યું: ‘ગુરુદેવ ! મેં યોગ્ય ભિક્ષા જ આપી છે. સમર્થે ઉદ્ધવને ચિઠ્ઠી વાંચવા કહ્યું. તેમાં લખ્યું હતું ?
‘આજ સુધી જે કાંઈ મેળવ્યું તે બધું ગુરુજીના ચરણે, સાથે શિવાજી અને તેમની રાજ્યમુદ્રા પણ.”
રામદાસ : ‘શિવાજી ! હવે તું શું કરીશ ?” ‘આપની સેવા.' શિવાજીએ ઉત્તર આપ્યો. “તો ઉઠાવ ઝોળી અને ચાલ અમારી સાથે ભિક્ષા માટે.”
શિવાજીએ ભિક્ષુક થઈને ગામમાં ભીખ માગી, નદીકિનારે રસોઈ બનાવી અને બધા જમ્યા.
રામદાસઃ શિવાજી ! અમે તો રહ્યા વૈરાગી. અમારે રાજ્યને શું કરવું છે ? તું જ તે પાછું લઈ લે.”
શિવાજી તૈયાર તો ન થયા, પરંતુ આશીવદપૂર્વક પોતાની પાદુકા અને ભગવું વસ્ત્ર આપી જ્યારે રામદાસે આજ્ઞા કરી ત્યારે ગુરુઆજ્ઞા માનવા સિવાય શિવાજીને બીજો છૂટકો નહોતો. શિવાજીએ જીવનભર ગુરુઆજ્ઞા પ્રમાણે ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કર્યું.
સર્વસ્વનું દાન આપનાર શિષ્ય અને પરમ નિઃસ્પૃહી ગુરુનો કેવો સોના-સુગંધ જેવો સુમેળ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org