________________
૧૭૪
સાધક-સાથી
માર્યો છે તે સંસારસમુદ્રને નિર્વિઘ્નપણે તરી જાય છે.
(૧૨) વૈરાગ્યનું ફળ બોધ છે, બોધનું ફળ ઉપશમ છે અને ઉપશમનું ફળ પોતાના આત્માના આનંદના અનુભવથી ઊપજતી શાંતિ છે. (૧૩) ઊંચ-નીચ અવતારમેં; વિષય કોટિ વિધ કિન્ડ,
કહે પ્રીતમ વૈરાગ્યવિણ રહા દીનકા દીન. સુખ નહિ સંસારમાં; રાજા, પ્રજા ને રેક,
કહે પ્રીતમ વૈરાગ્યવિણ, નર નહિ હોય નિઃશંક. (૧૪) સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનરૂપ આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. (૧૫) વિષયત્યાગ વૈરાગ્ય છે; સમતા કહિયે જ્ઞાન, સુખદાઈ સૌ જીવને એવી જ ભક્તિ પ્રમાણ. વૈરાગ્યનાં જીવંત દૃષ્ટાંતો
[૧] લગભગ સિત્તેર વર્ષ પહેલાંની આ વાત. અંગ્રેજોના રાજ્યમાં કેળવણી ખાતામાં એક ભાઈ શિક્ષક તરીકે મુંબઈ મુકામે નોકરી કરતા હતા. બદલીના નિયમો મુજબ પાલનપુર રાજ્યના ડીસા મુકામે તેમની બદલી થઈ. તે પ્રદેશની તદ્દન સૂકી આબોહવા તેમને માફક ન આવી. ધીમે ધીમે તેમની તબિયત વધારે બગડી. તેમણે તે વખતના રાજ્યના મોટા અંગ્રેજ ડૉક્ટરને તબિયત બતાવી. અન્ય ઉપચાર સાથે જો તેઓ લિવરનો સૂપ લે તો જ તેમની તબિયત સુધરે એવી સલાહ ડૉક્ટરે આપી.
“સાહેબ, મારા દયાધર્મને છોડીને હું તેમ કરવા તૈયાર નથી. જો રોગ મટવો હોય તો મટે અને ન મટે તો ભલે શરીર પડી જાય.”
સાહેબ ખિજાઈને બોલ્યા : મારા કહ્યા મુજબ ન વ તો હું સારવાર નહિ કરું. .
શિક્ષક : સાહેબ, જેવી આપની મરજી, પણ મારા રોગનું સર્ટિફિકેટ તો આપશો ને ?
ડૉક્ટર ઃ મારી સારવાર ન કરો તો મારું સર્ટિફિકેટ પણ નહિ મળે.
શિક્ષકને તો સર્ટિફિકેટ વિના નોકરી છોડવાનો વારો આવ્યો પણ આ દૃઢનિશ્ચયી શિક્ષકે તે પણ સ્વીકારી લીધું. ભાગ્યવશાત્ તેમની તબિયત ધીમે ધીમે સુધરી ગઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org