________________
સાસ્ત્રોના ઉપકાર
૧૭૯
પચાવવા માટે જે યોગ્યતા જોઈએ તે નવ્વાણું ટકા વર્તમાન સાધકોમાં હોતી નથી. આ વાર્તા મહાન ઉપકારી હોવાથી તે સહજપણે સૂચિત કરી છે તે આસન્નભવ્ય જીવોને પ્રમોદ અને પ્રેરણા પમાડી ઉપકારક થાઓ !
(૧) સત્સંગ, સાસ્ત્ર અને સદાચારમાં દૃઢ નિવાસ આત્મદશા પ્રગટ થવાનાં પ્રબળ અવલંબન છે.
(૨) અનેક સંશયોને છેદનાર, પરોક્ષ પદાર્થોને દર્શાવનાર અને સૌનાં નેત્ર (સમાન) શાસ્ત્ર છે. જેને તે (શાસ્ત્રરૂપી નેત્ર) નથી તે અંધ જ છે.
(૩) શાસ્ત્ર પાપરૂપી રોગનું ઔષધ છે, શાસ્ત્ર પુણ્ય ઉપાર્જન થવાનું કારણ છે, શાસ્ત્ર સર્વને જણાવનાર ઉત્તમ ચક્ષુ છે, શાસ્ત્ર સર્વ હતુઓને સિદ્ધ કરનાર સાધન છે, માટે ધર્મી જીવે શાસ્ત્રમાં નિરંતર પ્રયત્ન કરવો શ્રેયસ્કર છે. મોહરૂપી અંધકારવાળા આ લોકમાં શાસ્ત્રરૂપી પ્રકાશ જ પથપ્રદર્શક છે. (૪) શ્રમણ્ય જ્યાં ઐકાગ્ય ને ઐકાગ્ય વસ્તુનિશ્ચયે,
નિશ્ચય બને આગમ થકી આગમ પ્રવર્તન મુખ્ય છે. (૫) શાસ્ત્રોમાં અપાયેલ બોધમાં મનીષીઓનાં ચિંતન, અનુભવ, પરીક્ષણ અને નિચોડનાં તત્ત્વો સમાયેલાં હોય છે. તેમાંથી આપણને જીવનયાત્રામાં સ્કૂતિ, પ્રોત્સાહન અને માનસિક બળ પ્રાપ્ત થાય છે. જીવનની અંધકારપૂર્ણ ક્ષણોમાં પ્રકાશ કિરણો તરીકે કામ કરવાનું સૌભાગ્ય આવા ઉત્તમ બોધને જ પ્રાપ્ત થયેલું છે. (૬) શાસ્ત્રો વડે પ્રત્યક્ષ આદિથી જાણતો જે અર્થને,
તસુ મોહ પામે નાશ નિશ્ચય, શાસ્ત્ર સમધ્યયનીય છે. (૭) મુનિરાજ આગમચક્ષુ ને સૌ ભૂત ઇન્દ્રિયચક્ષુ છે,
છે દેવ અવધિ ચક્ષુ ને સર્વત્ર ચક્ષુ સિદ્ધ છે. (૮) પ્રત્યક્ષ સત્પરષોનો સમાગમ કવચિત્ કવચિત્ જીવને પ્રાપ્ત થાય છે. તેવા યોગના અભાવે સદ્ભુતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંત રસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંત રસગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવાં શાસ્ત્રોનો પરિચય તે સત્કૃતનો પરિચય છે.
(૯) સત્કૃતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, કેમ કે દીર્ઘકાળથી પરિચિત છે, પણ જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમ થઈ શકે છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org