________________
૫૦
પંચમહાવ્રતની આરાધના
આ કર્તવ્ય છે અને આ કર્તવ્ય નથી એમ સમજણપૂર્વક અને બુદ્ધિપૂર્વિક કરેલો નિર્ણય તે વ્રત કહેવાય છે. આવાં વ્રતને જ્યારે સંપૂર્ણપણે પાળવામાં આવે ત્યારે તે વ્રત મહાવ્રત કહેવાય છે અને જ્યારે તેવાં મહાવ્રતને પાળવાનો પ્રામાણિક અને પ્રયત્નરૂપ અભ્યાસ કરવામાં આવે ત્યારે તે મહાવ્રતની આરાધના બને છે. આ વ્રતના મુખ્ય પાંચ પ્રકારો છે. તેથી અહિંસા, સત્ય અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ નામનાં પાંચ મહાવ્રતોની આરાધનામાં સાધકો નિરંતર ઉદ્યમવંત વર્તે છે.
મહાવ્રતની આરાધનાની યોગ્યતા
જે વ્રતો પોતે જ મહાન હોવાથી માત્ર મહત્તાવાન પુરુષો દ્વારા ધારણ કરી શકવા યોગ્ય છે, પરમ પવિત્ર હોવાથી સર્વ જીવો વડે જે પૂજનીય છે અને આનંદપરંપરાનું કારણ હોવાથી જે પ્રબુદ્ધ સત્પુરુષો વડે પણ આચરવામાં આવે છે તેવાં મહાવ્રતોનો મહિમા કહી શકવાને કોણ સમર્થ છે ? પરંતુ આવાં વ્રતો ધારણ કરવા માટેની યોગ્યતા પણ સાધકોને ક્રમથી જ પ્રાપ્ત થાય છે.
જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રગટ્યું ન હોય, જ્યાં સુધી અંતરમાં માયાચારનો ભાવ હોય અને જ્યાં સુધી ધર્મસાધના વડે આ લોકમાં કે પરલોકમાં સાંસારિક ફળની ઇચ્છા હોય ત્યાં સુધી વ્રતોનું પાલન તાત્ત્વિક દૃષ્ટિથી થઈ શકતું નથી. આ કારણોને લીધે સમ્યક્દષ્ટિથી પ્રાપ્તિ કરીને અને ક્રમથી અણવ્રતોની આરાધનાનો અભ્યાસ કર્યા પછી જ સામાન્ય સાધકમાં મહાવ્રતોની આરાધના કરવાનું બળ ખરેખર પ્રગટે છે. કોઈ પરમ વૈરાગ્યવાન પુરુષો કે પૂર્વભવના આરાધક વિશિષ્ટ વીર્યવાન પુરુષો લઘુવયમાં કે અલ્પપ્રયત્નોથી મહાવ્રતોના પાલનમાં સમર્થ બને તો તે બિના અલ્પસંખ્યક અને અપવાદરૂપ જાણવા યોગ્ય છે.
મહાવ્રતોની આરાધનાનું સંક્ષિપ્ત સામાન્ય સ્વરૂપ* (* ફૂટનોટ માટે જુઓ પૃષ્ઠ-૨૫૮)
અહિંસાઃ સર્વ જીવોને સર્વ પ્રકારે દુઃખ દેવાના ભાવથી આત્મજાગૃતિપૂર્વક નિવર્તવું તેનું નામ અહિંસાવ્રત છે. માત્ર સ્થૂળ જ નહિ, પણ સૂક્ષ્મ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International