________________
૧૮૨
ઢીલા કરી નાખવાના છે. આમ, જો કુસંસ્કારો અને કુટેવોના બળનો પરાજ્ય કરવો હોય તો સ્વાભાવિકપણે જ નિયમિત રીતે તેનાથી વિરુદ્ધ ભાવોનું (સુસંસ્કારોની સાધનાનું) ઠીક ઠીક કાળ સુધી સેવન કરવું જોઈએ. વળી વિશેષ એમ છે કે આત્મસાધનાની સફળતા આત્માનુભવથી છે, તેની પ્રાપ્તિ મનોજયથી છે અને તેની પ્રાપ્તિ સમસ્ત જીવનની પ્રક્રિયાઓને એક સુનિશ્ચિત ઢાંચામાં ઢાળવારૂપ નિયમિતતાથી છે. જો મનને જીતવું હોય તો નિયમિતતાપૂર્વક પાડેલી સારી ટેવોમાં નિષ્ઠાવાન થવું પડશે. ટૂંકમાં, સાધનાની ચરમ સીમા જે સમાધિ, તેની પ્રાપ્તિ અર્થેની બે સૌથી અગત્યની બાબતો જે સદ્બોધ અને આત્મસ્થિરતા તે બન્ને માટે નિયમિતતા આવશ્યક છે, પરંતુ તેમાં પણ આત્મસ્થિરતાનો તો આધારસ્તંભ જ નિયમિતતા છે એમ આપણે ઉપર જોયું. આ ઉપરથી સાધકે નિયમિતતાને કેટલી અગત્ય પોતાના જીવનમાં આપવી જોઈએ તે સહેજે સમજી શકાય છે. જ્ઞાનીઓ કહે છે ઃ નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે, આનંદના કારણરૂપ થઈ પડે છે. માટે પાઠ, સ્તવન, ધ્યાન, સ્વાધ્યાય તથા ગુરુભક્તિ યથાસમયે કરવાં જોઈએ.'
નિયમિતતાની સાધના
આ પ્રમાણે કુસંસ્કારોના પરાજય અર્થે અને ધ્યાનમાં સ્થિરતાની પ્રાપ્તિ કરવા માટે નિયમિત આહારવિહાર, નિયમિત નિદ્રા, નિયમિત સત્સંગ, નિયમિત શાસ્ત્રાધ્યયન, નિયમિત પ્રભુભક્તિ, નિયમિત સ્મરણ-મનન, નિયમિત આસન, નિયમિત વાચા ઇત્યાદિનો અભ્યાસ કરીશું ત્યારે જ ધ્યાન દરમિયાન મન નિયમિત થશે અને ઉત્તમ ધ્યાનની પ્રાપ્તિ થતાં આત્મશાંતિ, પ્રસન્નતા અને આત્મસમાધિની પ્રાપ્તિ થશે.
સાધક–સાથી
નિયમિતતાની સિદ્ધિ માટે ત્રણ ઉપયોગી બાબતો અનુભવી પુરુષોએ આપણને બતાવી છે :
પ્રથમ તો નિયમિતતાની મહાન અગત્ય જીવનમાં સ્વીકારીને તેને પ્રાપ્ત કરવાનો અત્યંત દૃઢ નિર્ણય કરવો જોઈએ. બીજું, આ નિર્ણયને સાકાર કરવા માટે અભ્યાસની પ્રારંભિક અને મધ્યમ ભૂમિકાઓમાં કોઈ સુસંચાલિત આશ્રમ, પરમાર્થસંસ્થા કે ગુરુકુળમાં રહેવું જોઈએ. આવી સંસ્થાઓમાં સાધનાનો સમય નિયત કરેલો હોય છે અને તે માટે ઘણુંખરું ઘંટ વગાડી સૌને જાગ્રત કરવામાં આવે છે. સવારે, બપોરે, સાંજે અને રાત્રે સમયે નિયમિતપણે સત્સંગ-ભક્તિ-પ્રવચન-ધ્યાન વગેરેમાં જવાથી એક
એમ બધાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org