________________
મહા
(૪) જેણે વિષયોની આશા છોડી દીધી છે, જે દુન્યવી આરંભ અને પરિગ્રહથી નિવર્યો છે અને જે સાચાં જ્ઞાન-ધ્યાન અને તપમાં પ્રસન્નતાપૂર્વક પ્રવર્તે છે તે પુરુષ જગદ્ય છે.
૨૧૫
(૫) જે જગતના સર્વ જીવોનો સહજપણે મિત્ર છે, જે કોઈ પણ અન્ય જીવનું બૂરું ઇચ્છતો નથી, બૂરું બોલતો નથી કે બૂરું કરતો નથી તે પ્રજ્ઞાવાન પરોપકારી મહાપુરુષના પદાવિંદને પૃથ્વીના પુણ્યશાળી પુરુષો પણ પરમ પ્રેમથી ઉપાસે છે અને તે વડે પવિત્રતાને પામે છે.
(૬) સામાન્ય કક્ષાના મનુષ્યો સાથેના ઉત્તમ વ્યવહાર વડે મહાન પુરુષોની મહત્તા પ્રગટપણે દેખાઈ આવે છે.
(૭) અભિપ્રાયમાં ઉદારતાનો દૃષ્ટિકોણ, કાર્યસંપાદનમાં માનવતાનો દૃષ્ટિકોણ અને વિજયપ્રાપ્તિમાં સમતુલિત દૃષ્ટિકોણ આ ત્રણ ચિહ્નોથી મહાન પુરુષની ઓળખાણ થઈ શકે છે.
-
(૮) આત્માની મહત્તા તો સત્યવચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. શુદ્ધ પંચમહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી એમ મારું માનવું છે.
મહત્તાનાં જીવંત દૃષ્ટાંતો [૧]
આ સદીના એક મહાપુરુષના જીવનની આ ઘટના છે. નાની ઉંમરથી જ જ્ઞાન-વૈરાગ્યની આરાધનામાં લાગેલ હોવાથી અને આદર્શ સાધકનું જીવન ગાળતા હોવાને લીધે તેમનું શિષ્યમંડળ પણ વિસ્તૃત હતું. એક વાર સૌ શિષ્યોને આ મહાપુરુષની જન્મજયંતી ઊજવવાનો ભાવ થયો. તેથી સૌએ તેમની પાસે જઈ વિનંતી કરી, ગુરુજી ! અમારી એક પ્રાર્થના સ્વીકારશો ?’ ગુરુજીએ સંમતિ આપતાં તેઓએ કહ્યું, થોડા દિવસમાં આપની જન્મજયંતી આવે છે તો તે ઊજવવાની સંમતિ માગવા અમે સૌ આવ્યા છીએ.'
Jain Education International
કંઈક અણધારી બિના બની હોય તેમ તે મહાપુરુષ બોલ્યા, “જુઓ ભાઈઓ ! આપની પ્રાર્થનાનો હું નીચેનાં કારણોસર સ્વીકાર કરી શકતો નથી. પ્રથમ તો જન્મદિવસ તે આનંદનો વિષય નથી, કારણ કે આત્મશ્રેય પ્રાપ્ત કરવા મળેલા આ મનુષ્ય અવતારમાંથી એક વર્ષ ઓછું થયું, એવું તે દિવસે આપણને ભાન થવું જોઈએ. બીજું, જે મહાત્માએ અધ્યાત્મજીવનની ચરમસીમા પ્રાપ્ત કરી જીવનમુક્ત દશા પ્રગટ કરી હોય કે જેથી ફરી
For Private & Personal Use Only
www.jainelibrary.org