________________
આત્મજાગૃતિ
ભૂમિકા
આત્મજાગૃતિ એટલે પ્રમાદરહિતપણું. આ ગુણને યત્ના, સાવધાની કે અપ્રમત્તતા પણ કહેવામાં આવે છે.
સાધનાના કાળ દરમિયાન કે બીજે સમયે પણ આત્મશુદ્ધિનો લક્ષ કે પ્રતીતિ રહેવી તે પણ કોઈ અપેક્ષાએ આત્મજાગૃતિ છે. સંપૂર્ણ આત્મજાગૃતિમાં તો જે કાર્ય કરવામાં આવે તે કાર્યમાં દત્તચિત્તતા (મનનું-ઉપયોગનું સજાગપણું) હોય છે. આત્મજાગૃતિનું સામાન્ય સ્વરૂપ
એક દૃષ્ટાંતથી આ સ્વરૂપ સ્પષ્ટ થઈ શકશે. જ્યારે પ્રવચન સાંભળતા હોઈએ ત્યારે પ્રવચનમાં શું કહેવાય છે તે ધ્યાનમાં રહે તો જાગૃતિ સંપૂર્ણ કહેવાય. જો કે સ્મૃતિની મંદતા હોય તો યાદ ન રહે પણ જે કહેવાયું હોય તેનું સામાન્ય તાત્પર્ય તો સમજાય. જો અજાગૃતિને આધીન થઈ જવાય તો પ્રવચનમાં શું કહેવાયું તેનું કાંઈ પણ જાણપણું કે સાર લક્ષમાં રહે નહિ. જેમ પ્રવચનમાં બને છે તેમ સ્વાધ્યાયમાં, ભક્તિમાં, સત્સંગમાં, ભાવનામાં, કીર્તનમાં કે ધ્યાનમાં પણ સમજી લેવું.
હવે, સાવધાનીનો એક બીજો પ્રકાર વિચારીએ જે સાધકને અત્યંત ઉપયોગી છે. સાધનાકાળ ન હોય તેવા સમયે પણ સાવધાન રહેવું જરૂરી છે. જેમ કે ફરવા જઈએ ત્યારે આપણા પગ નીચે કોઈ જીવજંતુ ચગદાઈ જતાં નથી તેવી સાવધાની રાખવી જોઈએ. નાહતાં-ધોતાં, પાણી ઢોળતાં, કચરો વાળતાં, સગડી સળગાવતાં, વસ્તુઓ લેતાં-મૂકતાં જો આપણે યત્નાપૂર્વક વર્તીશું તો ધીમે ધીમે સર્વ સમયે યત્નાપૂર્વક વર્તવાની આપણને ટેવ પડી જશે અને થોડા કાળમાં ઉચ્ચ સાધકદશા પ્રગટ થઈ શકશે, કારણ કે હવે સતત જાગ્રત જીવનની સંપ્રાપ્તિ થઈ છે. પારમાર્થિક આત્મજાગૃતિ
હવે ઉત્તમ અને સફળ સાધકના એટલે કે સંતના જીવન સમીપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org