________________
સંતોષ
-
-
-
-
-
-
-
-
-
ભૂમિકા
જીવનના અનેક પ્રસંગોમાં ઉત્પન્ન થતી વિધવિધ લાલસાઓને આધીન ન થવું અને પોતામાં જ તૃતિનો અનુભવ કરવો તેને સંતોષ નામનું ધર્મનું મહાન અંગ કહે છે. આગળ ક્ષમાના પાઠમાં જણાવ્યું હતું તેમ અહીં પણ સમજવું કે સંતોષ એ આત્માનો સહજ સ્વભાવ છે અને લોભને ઉત્પન્ન કરવો કે થવા દેવો તે અધ્યાત્મદૃષ્ટિમાં અસ્વાભાવિક છે, મલિનતા ઉત્પન્ન કરનાર છે અને દુઃખ ઉપજાવનાર છે. સંતોષની સાધના અને તેનું ફળ
પૂર્વભવોની સાધના જેને વર્તતી હોય અને તત્ત્વદૃષ્ટિથી આત્મસ્વરૂપનું અને કર્મસિદ્ધાંતનું જેણે સાચું શ્રદ્ધાન કર્યું હોય તેવો મહાભાગ્યવાન અને પરાક્રમી પુરુષ સંતોષરૂપી ધર્મને ધારણ કરવામાં સમર્થ થાય છે. ધન, સત્તા, સ્વજન, કીતિ વગેરે દુનિયાની વસ્તુઓની પ્રાપ્તિ લાલસાપૂર્વક તેમની પાછળ દોટ મૂકવાથી થતી નથી, પણ જો સગુણો વડે પોતે યોગ્યતા પ્રાપ્ત કરે અને પુણ્યનો યોગ હોય તો તેવી વસ્તુઓની પ્રાપ્તિ સહજપણે થાય છે. આવી સાચી સમજણ અને શ્રદ્ધા ઉત્પન્ન થયે સાધકના જીવનમાં ક્રમે કરીને ઉત્તમ સંતોષગુણ પ્રગટે છે.
સંતોષ જેના જીવનમાં ઉત્પન્ન થાય છે તેને વર્તમાનમાં જ શાંતિ, નિરાંત અને નિશ્ચિતતાનો અનુભવ થાય છે. મોટા મોટા આરંભ-સમારંભોમાં તેની વૃત્તિ જતી નથી. આમ ક્રમે કરીને અંતર્મુખ અને સ્થિરતા થતાં, ચિત્તની સાધના વડે ઉત્તમ અતીન્દ્રિય આનંદને ઉપજાવનારી નિર્વિકલ્પ સમાધિ તે મનુષ્યને પ્રાપ્ત થાય છે, આ સ્થિતિની પ્રાપ્તિ તે જ આધ્યાત્મિક જીવનની સફળતાની ચરમ સીમા છે, તે જ યોગીઓનું ધ્યાન, ભક્તોની પરાભક્તિ અને જ્ઞાનીઓનું આત્મજ્ઞાન છે. જેટલા પ્રમાણમાં સંતોષ પ્રગટે તેટલા પ્રમાણમાં નિસ્પૃહતા પ્રગટે છે અને નિઃસ્પૃહતા પ્રગટવાથી એકાંત આત્મસાધનામાં જલદીથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. લોભ ઘટવાની પ્રક્રિયામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org