________________
સંતોષ
૮૩
(૩) સંતોષ સ્વાભાવિક ધન છે, વિલાસિતા કૃત્રિમ દરિદ્રતા છે.
(૪) શાંત સ્વભાવ જેવું તપ નથી, સંતોષથી મોટું સુખ નથી, તૃષ્ણાથી મોટો રોગ નથી અને દયાથી મોટો ધર્મ નથી.
(૫) જેની ચાહ ગઈ તેની ચિંતા ગઈ. જેની ચિંતા ગઈ તે નિશ્ચિત છે. જેને કોઈ વસ્તુની ચાહ નથી તે જ દુનિયાનો બેતાજ બાદશાહ છે.
(૬) ધનાદિની સ્પૃહાને છોડવી વિકટ છે. વિવેકી પુરુષો પણ લોભરૂપી કાદવમાં ઘણી વાર ફસાયેલા જોવામાં આવે છે. માટે જેમ બને તેમ લોભ ઘટવાનાં સર્વ કારણોનો નિરંતર અભ્યાસ કરવો જોઈએ.
(૭) મોટા મોટા ઇન્દ્રાદિ દેવો અને ચક્રવર્તી રાજાઓ પણ આશાતૃષ્ણાના પૂરમાં તણાયેલા હોવાથી વધતા પરિગ્રહને ઇચ્છે છે. જેમણે સંતોષરૂપી ધર્મને ધારણ કરવાથી તૃષ્ણાનો ત્યાગ કર્યો છે તેવા જ્ઞાનીમુનિજનો પોતાના આત્મામાં તૃપ્ત થઈ આત્માનંદના ભોગી બને છે. આવા મહાપુરુષો કોને વંદ્ય નથી? અર્થાત્ સૌ જીવો વડે તેઓ પૂજ્ય છે.
(૮) હે જીવ ક્યા ઇચ્છતા અત્રે, હૈ ઇચ્છા દુઃખમૂલ,
જબ ઇચ્છાકા નાશ હૈ, મિટે અનાદિ ભૂલ. (૯) તબ તક જોગી જગદ્ગુરુ, જગસે રહે ઉદાસ,
જબ જગસે આશા કરે, જગ ગુરુ, જોગી દાસ. (૧૦) જે સમ્યગુ જ્ઞાનના પ્રભાવથી આશાને છોડી દે છે તેનું મન ક્રમે કરીને ચપળતાને છોડી દે છે. ચપળતા જવાથી મન અને ઇન્દ્રિયોનો જય થાય છે, મનોજયથી સંકલ્પવિકલ્પોની જાળ તૂટી જાય છે અને સાધકને પરમ નિર્વિકલ્પ સમાધિના આનંદની પ્રાપ્તિ થાય છે. (૧૧) સંતોષી તે સદા સુખી, સદા સુધારસ લીન,
ઇન્દ્રાદિક તસ આગળ, દીસે દુઃખિયા દીન. (૧૨) પૂર્ણ સત્યની પ્રાપ્તિ માટે સર્વ પ્રકારની સાંસારિક તૃષ્ણાઓને છોડવી આવશ્યક છે. જો આશાને રોકવામાં ન આવે તો તે વધતી જ જાય છે અને ભવસાગરને તરવો દુસ્તર બની જાય છે, કારણ કે આ આશાતૃષ્ણારૂપી ખાડો અનંત હોવાથી તે કદાપિ પૂરી શકાતો નથી. માટે ધીર, વીર અને વિવેકી પુરુષો સંતોષ વડે આશા-તૃષ્ણાને જીતીને સ્વપરકલ્યાણના માર્ગમાં પોતાના જીવનને લગાવી દે છે. ધન્ય છે તે ધર્મવીરોને ! ધન્ય છે તે અસંગ મુનીશ્વરોને !!
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org