________________
મૈત્રી
ભૂમિકા
જેવો મારો આત્મા છે તેવો જ મૂળ દૃષ્ટિએ જોતાં સર્વનો આત્મા છે, એવું જેને ખરેખર સમજાય છે તે જીવને પછી જગતના બધાય જીવો પ્રત્યે નિર્વેરબુદ્ધિ પ્રગટે છે. સાધકના જીવનમાં અન્ય જીવો પ્રત્યે થયેલો આવો કોમળ સ્વાત્મતુલ્ય ભાવ તે મૈત્રીભાવ છે.
સાધનાની સફળતા સમાધિથી છે, સમાધિની પ્રાપ્તિ સાચા ધ્યાનથી છે અને ધ્યાન-પ્રાપ્તિનું એક મહત્ત્વનું અંગ સર્વ જીવો પ્રત્યે સમતાભાવ ઉત્પન્ન થવો તે છે. આ જીવો મારા દુશ્મન છે, મને દુઃખ દેનારા છે, મારો વિરોધ કરનારા છે, મારું અપમાન કરનારા છે, તેથી મારા પક્ષના નથી એ આદિ પ્રકારના ભાવો વિષમતાવાળા છે. આવા ભાવો જે સાધકમાં હોય અથવા આવા ભાવોને જ સીધી કે આડકતરી રીતે પોષે તેને મૈત્રીભાવ કેવી રીતે સંભવી શકે ? મૈત્રીભાવની સત્તા જ્યાં સુધી ચિત્ત પર જામી નથી ત્યાં સુધી. તે ચિત્ત, સાચા પ્રભુસ્મરણમાં કે સાચા ધ્યાનમાં પ્રવર્તી શકતું નથી. મૈત્રીભાવની આરાધના
મૈત્રીભાવની સાચી સાધના કરવા માટે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને પ્રાપ્ત થયેલા જ્ઞાનનો વ્યવહાર – જીવનના દૈનિક પ્રસંગોમાં પ્રયોગ કરવો જોઈએ. સાચા જ્ઞાનથી સર્વ જીવોને જો પોતા સમાન જાણ્યા છે તો તે વેપારી ક્યા ગ્રાહકને છેતરીને હલકો માલ આપશે ? તે ડૉક્ટર ક્યા દરદીને ભળતી દવા આપશે ? તે શિક્ષક ક્યા વિદ્યાર્થી પ્રત્યે પક્ષપાત દાખવશે ? તે વકીલ ક્યા અસીલને ઊંધી સલાહ આપશે ? તે સાધક ક્યા બીજા સાધકની નિંદા કરશે ? આમ, જો સાચો મૈત્રીભાવ પ્રગટે તો દૈનિક જીવનના પ્રસંગોમાં પણ વિષમતાવાળો વ્યવહાર ન બની શકે અને ક્રમે કરીને સાધકના જીવનમાં સામાન્ય સમતાભાવની સાધના ચાલુ થઈ જાય.
આ તો વાત થઈ સામાન્ય સજ્જન કે મધ્યમ સાધકના મૈત્રીભાવની. ઉત્તમોત્તમ મૈત્રીભાવ તો પરમસંયમધર મુનીશ્વરોને હોય છે, કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org