________________
૩૧૦
સાધક–સાથી
અવલોકનની લોકોત્તર કળામાં તેને પ્રવીણ બનાવવામાં આવે છે. આ કળાની સતત સાધના દ્વારા થોડા કાળમાં તે સત્યસાધક સાધનાની વિવિધ ભૂમિકાઓનું સફળતા-પૂર્વક આરોહણ કરી આત્મસાક્ષાત્કાર દશાને પામવાથી સંત બની જાય છે. આ સામાન્ય ક્રમની આરાધનાથી તે હવે આત્મબોધ અને આત્મશાંતિનો સ્વામી થાય છે.
પ્રશ્ન ૧૪ : તો શું સંતનો સમાગમ અને આશ્રય ન મળે તો આત્મબોધની પ્રાપ્તિ ન થાય ?
ઉત્તર ૧૪ :સામાન્યપણે તો તેમ જ છે, પરંતુ અહીં અપવાદ પણ છે. પૂર્વભવના કોઈક વિરલ, સંસ્કારી અને આરાધક જીવને સત્શાસ્ત્રના સુયોગ દ્વારા અથવા દુઃખના સંયોગ દ્વારા અથવા અન્ય કારણથી સન્માર્ગ પ્રત્યે વળવાનું બની શકે છે અને તે પણ માર્ગારૂઢ થઈ શકે છે.
પ્રશ્ન ૧૫ : આત્મસાધનાની બીજી ભૂમિકા કઈ છે ?
ઉત્તર ૧૫ ઃપ્રાપ્ત થયેલા આત્મબોધનું રક્ષણ કરવું, તેને વર્ધમાન કરવો અને સંયમની સાધના દ્વારા આત્મચિરતાનો અભ્યાસ સિદ્ધ કરવો તે આત્મસાધનાની બીજી ભૂમિકા છે.
પ્રશ્ન ૧૬ : તે આત્મસાધનાની પદ્ધતિ કંઈક વિસ્તારથી કહો.
ઉત્તર ૧૬ ઃસાચું જ્ઞાન પ્રગટ થવાથી સાધકને તાત્ત્વિક આત્મપ્રતીતિ પ્રગટે છે. તેનાં બળ-ઉલ્લાસ-ઉત્સાહ અને ધગશ વધી જાય છે. પરમાત્મતત્ત્વ પ્રત્યે તેને અપૂર્વ પ્રેમ પ્રગટે છે. પ્રાપ્ત થયેલા આત્માના આંશિક અનુભવના બળે તે નિઃશંક અને મહદ્ અંશે નિર્ભય બની જાય છે.
તેના જીવનમાં ક્રમે કરીને અનેક પરિવર્તન આવે છે. પહેલાં તેને દુનિયાની વાતોમાં અને પ્રસંગોમાં જેવો રસ હતો તેવો રસ હવે રહેતો નથી, કારણ કે તેના રસની અને પુરુષાર્થની ઘોતક એવાં ક્ષમા, વિનય, શાંત સ્વભાવ, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ અને તેથી નિષ્પન્ન થતો કરુણાભાવ, નિવૃત્તિક્ષેત્રોમાં સત્સંગની આરાધનામાં વિશેષ રસ, એકાંતમાં મૌન અને ધ્યાન-સ્મરણ-ચિંતન, સૂક્ષ્મદૃષ્ટિસહિતની અધ્યયનશીલતા, કોઈની પણ નિંદાનો અભાવ, સાદો-સાત્ત્વિક મિતાહાર, હિતકારી, સૌમ્ય-સત્ય-પ્રિય વાણી, અયાચકપણું તથા ધર્મલોભી જીવોને સત્યધર્મની પ્રાપ્તિનું કારણ બને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International