________________
૩૧૪
ઉત્તર ૫ : કોઈ પણ ઉત્તમ કાર્ય કરવું હોય તો અલ્પ કષ્ટ તો વેઠવું પડે, તો આ સર્વોત્કૃષ્ટ કાર્ય વિશિષ્ટ પરિશ્રમ વિના કેવી રીતે સંપાદન કરી શકાય ? સાચી નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવાથી પૂર્વ-સંસ્કારનું બળ ઘટી જાય છે, આત્મબળ વધી જાય છે અને પ્રાપ્ત થયેલો બોધ સતત સ્મરણમાં રહેવાથી મોહદશાનું જોર ચાલતું નથી અર્થાિત્ યથાર્થ આત્મજ્ઞાનનો ઉદય થાય છે. આ કારણને લીધે શાસ્ત્રોમાં અભ્યાસ અને વૈરાગ્યથી મનોજય કરી આત્મસિદ્ધિ માટે પ્રેરણા કરી છે. અભ્યાસ વિના સાધકદશા હોય નહિ અને સાધકદશા વિના સિદ્ધદશા પ્રગટે નહિ, માટે શાસ્ત્રોમાં કહ્યો તેવો અભ્યાસ કરવો ઇષ્ટ છે, હિતકારી છે, અનિવાર્ય છે. અધ્યાત્મની ભાવના કેવી રીતે ભાવવી ?
સાધક–સાથી
પ્રશ્ન ૬ :
ઉત્તર ૬ : અધ્યાત્મની પ્રાપ્તિ તે ધર્મજીવનની સાચી સફળતા છે. જેણે સાચા અધ્યાત્મજ્ઞાની બનવું હોય તેણે અવશ્ય પોતાના જીવનમાં અનેક સદ્ગુણો પ્રગટ કરી ઉત્તમ પાત્રતા પ્રગટ કરવી જોઈએ. પાત્રતાની પ્રાપ્તિની સાથે સાથે આવી ભાવનાઓ ભાવવાથી પોતાના આત્માની શુદ્ધિ થઈને અધ્યાત્મમાર્ગમાં વિકાસ થઈ શકશે.
(અ) હું મારા સ્વરૂપમાં છું કે નહિ ? સદ્ઉપયોગમાં છું કે નહિ ? ધર્મધ્યાનમાં છું કે નહિ ? મારામાં વીતરાગતા, માર્દવ, સંતોષ, પવિત્રતા, કરુણા આદિ ઉત્તમ ભાવો છે કે નહિ ? ઇત્યાદિ. (બ) સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ, ગુણવાન પુરુષોને જોઈને સહર્ષ તેમના ગુણો ગ્રહણ કરવાનો ભાવ, દુઃખી જીવો જોઈને કરુણાથી તેમના દુઃખ દૂર કરવાનો ભાવ તથા ક્રૂર, નાસ્તિક અને દુર્જન પુરુષો પ્રત્યે મધ્યસ્થભાવ રાખવાનો અભ્યાસ હું કરી રહ્યો છું કે નહિ ? પોતાનામાં પ્રગટ થયેલા ગુણો ગૌણ કરું છું કે નહિ અને પોતાના દોષો જોવામાં અપક્ષપાતી થઈ તેમને દૂર કરવાના પ્રયત્નમાં છું કે નહિ ? ઇત્યાદિ.
(ક) પરમ શાંતરસમાં નિમગ્ન પરમાત્મા, આત્મજ્ઞાની સમાધિનિષ્ઠ પ્રબુદ્ધ સદ્ગુરુ અને દયામય ધર્મની આરાધનામાં વારંવાર મારું ચિત્ત લાગી રહ્યું છે કે નહિ અને તેમ કરવામાં પ્રતિબંધક કારણો હું છોડી રહ્યો છું કે નહિ ? ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org