________________
૧૪૨
સાધક-સાથી
જ્ઞાન (પૂર્વભવનું સ્મરણ), શીઘ્રકવિત્વ અને શતાવધાનથી વિભૂષિત હોવા છતાં પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેના પુરુષાર્થને જ જીવનમાં મુખ્ય ગણતા અને તેમ વર્તતા. જો કે તેઓને મુંબઈમાં ઝવેરાતનો ધંધો હતો છતાં ન્યાયનીતિથી તેમાં રહીને પણ પોતે તો વિશેષ સમય શાસ્ત્રાધ્યયન અને આત્મચિંતનમાં જ ગાળતા અને પ્રસંગોપાત્ત સત્સંગ અર્થે બહાર પણ જતા. - મહાત્મા ગાંધીજી તેમના વિશે કહે છે :
દેખાવ શાંતમૂતિનો હતો. ખાતાં, બેસતાં. સૂતાં – પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિશે તેમને મોહ થયો હોય એમ મેં જોયું નથી. બાહ્ય આડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી.
જેને આત્મકલેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે. તેને શ્રીમનાં લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે. મેં ઘણાંનાં જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે શ્રીકવિના જીવનમાંથી છે. એમના જીવનમાંથી ચાર ચીજો શીખીએ : (૧) શાશ્વત વસ્તુમાં તન્મયતા, (૨) જીવનની સરળતા, આખા સંસાર સાથે એકવૃત્તિથી વ્યવહાર, (૭) સત્ય, અને (૪) અહિંસામય જીવન.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પ્રકારના પુરુષાર્થને યથાસ્થાને સ્વીકારી, અપક્ષપાતપણે આત્મજ્ઞાનપ્રાપ્તિને જ જીવનનું મુખ્ય ધ્યેય બનાવી, અનેકવિધ સદ્દગુણોને પોતાના જીવનમાં પ્રગટાવી અને ઉત્તમ અધ્યાત્મસાહિત્યની રચના કરી શ્રીમદ્ રાજચન્દ્રજીએ એક સુંદર સાધકજીવનનું દૃષ્ટાંત વર્તમાન કાળમાં આપણને પૂરું પાડ્યું છે. આમ, ધર્મમય જીવન જીવીને જીવનની સાચી સફળતાનો રાહ તેમણે આપણને દેખાડ્યો છે તે આપણા સાધક-જીવનને ખૂબ જ પ્રેરક બની રહો.”
[૨]
અમેરિકાના પ્રથમ પ્રમુખ જૉર્જ વૉશિંગ્ટને પોતાના દેશ માટે જીવન સમર્પણ કર્યું હતું અને તેના મુખ્ય સેનાપતિપદે રહ્યા પછી સૌએ તેમને પોતાના દેશના પ્રથમ પ્રમુખ નીમીને તેમનું યોગ્ય બહુમાન પણ કર્યું હતું.
દેશને વ્યવસ્થિત કર્યા પછી તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી હતી અને એક સાધારણ બંગલામાં રહી સાદાઈ, સુખ અને શાંતિપૂર્વક પોતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org