________________
૩૮
પરમપદ-વિચાર
ઉત્તમ ભાવોમાં રહે તેને ૫૨મ કહે છે અને એવા ઉત્તમ ભાવોવાળું પદ (સ્થિતિ) જેમણે પ્રાપ્ત કર્યું છે તેઓને પરમપદસ્થિત પુરુષો અથવા પરમગુરુ કહે છે.
આ જગતમાં આવું ઉત્તમ પદ કર્યું છે અને કેવું છે તેનો વિચક્ષણ પુરુષોએ વિચાર કરવા યોગ્ય છે. જુદાં જુદાં લોકોની તે અંગેની જુદી જુદી માન્યતા ‘મહત્તા' નામના પ્રકરણમાં વર્ણવી છે અને તે અંગેનું જ્ઞાની અને પ્રતાપી પુરુષોનું જે વકતવ્ય તે પણ ત્યાં રજૂ કર્યું છે. આત્માને શાશ્વત આનંદ અને સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય એવું જે પદ છે તે પરમ પદ છે, એમ ઉત્તમ પુરુષોએ જે સત્યાર્થ પ્રતિપાદન કર્યું છે, તે ત્યાં આપણે જોયું હતું.
પરમપદરૂપ આત્માની જે સર્વથા શુદ્ધ દશા છે તે સાચી સાધના દ્વારા સાધક ક્રમે કરીને પ્રગટાવે છે અને તેથી તે પરમપદના વિકાસની પણ શ્રેણીઓ પડે છે. આર્યદર્શનોમાં તે પદનો સંત, સદ્ગુરુ અને પ૨માત્મા એવા ત્રણ વિભાગમાં સામાન્ય રીતે સમાવેશ કરવામાં આવે છે. આ પદનું વર્ણન જો કે અનેક દર્શનકારોએ સારી રીતે કર્યું છે, તો પણ સ્વ-પર ઉપકારની દૃષ્ટિએ, દ્રવ્યથી અને ભાવથી તથા વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિથી જો કોઈએ કર્યું હોય તો તે વીતરાગદર્શનકારોએ કર્યું છે અને તે પદની ભક્તિનો યથાયોગ્ય અને સાતિશય એવો મહિમા પણ તેમણે ગાયો છે.
આત્માના વધતા જતા વિકાસની જે વિભિન્ન શ્રેણીઓ છે તેમાં પરમાત્માના પદના બે અને શ્રી સદ્ગુરુના પદના ત્રણ એમ કુલ પાંચ વિભાગો પાડવામાં આવ્યા છે.
આત્માના જ્ઞાન આનંદ-વીર્ય આદિ ગુણોને રોકનારા એવાં (ઘાતી) કર્મોનો સભ્યયોગની આરાધનાથી જેમણે સંપૂર્ણ નાશ કર્યો છે અને તેથી તે ગુણો પૂર્ણપણે અનુભવ્યા છે એવા દેહસહિત પરમાત્માને અરિહંત કહેવામાં આવે છે. તેઓને પરમ આપ્ત પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓએ સર્વ દોષોનો નાશ કરી સર્વ ગુણો પ્રગટ કર્યા છે અને તેથી મોક્ષસાધક પુરુષો વડે તેઓ સર્વથા વિશ્વાસ કરવા યોગ્ય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org