Book Title: Jagatsheth
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/002065/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઈજ ગશેઠ adall I WARS BRUI - H US. Page #2 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - જગશેઠ : લેખ..ક... : સુ શીલ : પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા - અમદાવાદ. ( 0 ) Page #3 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ લેખક : પ્રકાશક પ્રતિ મૂલ્ય પૃષ્ઠસંખ્યા : પુનઃમુદ્રણ : સુશીલ શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા - અમદાવાદ. ૧૨૫૦ રૂા. ૫૦ ૧૬ + ૧૬૯ સં. ૨૦૬૪ (ઈ. સ. ૨૦૦૮) : પ્રાપ્તિસ્થાન : જિતેન્દ્રભાઇ કાપડિયા C/o. અજંતા પ્રિન્ટર્સ ૧૪-બી, સત્તર તાલુકા સોસાયટી, પોષ્ટ : નવજીવન, અમદાવાદ-૧૪. ફોન : (ઓ) ૨૭૫૪૫૫૫૭, (રહે.) ૨૬૬૦0૯૨૬ શરદભાઇ શાહ ૧૦૨, વી.ટી. એપાર્ટમેન્ટ, દાદાસાહેબ પાસે, કાળાનાળા, ભાવનગર-૩૬૪૦૦૧. ફોન : ૨૪૨૬૭૯૭ | વિજયભાઇ બી. દોશી સી-૬૦૨, દત્તાણીનગર, બિલ્ડીંગ નં.-૩, એસ.વી. રોડ, બોરીવલ્લી (વેસ્ટ) મુંબઈ-૯૨ મો. ૯૩૨૦૪૭૫૨૨૨ મુદ્રકઃ કિરીટ ગ્રાફીક્સ - અમદાવાદ. ફોન : ૨૫૩૫૨૬૦૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિનું નિવેદન રાજકીય ક્ષેત્રમાં જે વખતે મહાક્રાંતિના પડઘા ગુંજી રહ્યા હોય, અને દશે દિશામાં ઘેરાયેલાં વાદળ વચ્ચે આઘે આઘે મુક્તિની વિદ્યુત રેખા પ્રજાના જીવનમાં આશા અને આલાદ ભરી રહી હોય, એવા વિકટ અને માંગલિક અવસરમાં, જૈન પ્રભાવકો અને રાજનીતિનિપુણ ધુરંધરોની સ્મૃતિ થઈ આવે એ સ્વાભાવિક છે. જૈન જગતના તપસ્વીઓ, સાહિત્યસેવીઓ અને ઉપદેશકો જેમ વિશ્વવિખ્યાત છે, તેમ જૈન જગતના મુસદીઓ હજી વિશ્વના પ્રકાશમાં બહાર આવ્યા નથી. કાળબળ આજે અનુકૂળ બનતું જાય છે. અને ધીમે ધીમે જૈન સમાજના ઇતિહાસસ્રષ્ટાઓ સાહિત્યમાં સ્થાન મેળવે એવું વાતાવરણ સરજાય એ દૃષ્ટિએ વર્તમાન પરિસ્થિતિમાં જગતુશેઠનો ઈતિહાસ વધારે બંધબેસતો થઈ પડશે. બંગાળની અઢારમી સદી એ ખરેખર એક ભીષણ ક્રાંતિકાળ હતો. પ્રપંચો અને સ્વાર્થોધતાને લીધે આખું રાજદ્વારી ક્ષેત્ર કંટકમય બન્યું હતું. સગાં-સ્નેહીઓ અને સ્વામી-સેવકો વચ્ચે સ્વાર્થ-લોભ-લોલુપતા અને વાસનાઓનાં કન્વયુદ્ધ ચાલતાં હતાં. એવા વિકટ સંયોગોમાં બંગાળને બચાવી લેનાર જગશેઠનો વ્યવસ્થિત ઇતિહાસ આજે આપણી પાસે નથી. માત્ર સરકારી ખાનગી દસ્તાવેજો, છુટાછવાયા પત્રવ્યવહારો અને પટ્ટાઓમાંથી એ જૈને જ્યોતિર્ધરની કાર્યકુશળતા, પ્રજાહિતસ્વિતા ઝળકી રહે છે. લોર્ડ ક્લાઈવના શબ્દોમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ કહીએ તો એ એક એવો પ્રભાવી માણસ છે કે દેશની સહીસલામતી અને ભલાને માટે તે તમને ઉચિત સલાહ જ આપશે.’’ બંગાળના આ મહાપુરુષની યશગાથા વ્યવસ્થિત પ્રકાશ પામે અને એ ગૌરવભર્યા ઇતિહાસને ઉકેલતાં જૈન જગતની ઉજ્જ્વળ રાષ્ટ્રસેવાનો જનતાને પરિચય થાય, એ માટે ‘જગતશેઠ'ની નવલિકા જનતા સમક્ષ મૂકવાની ઇચ્છા વ્યક્ત કરતાં, ભાઈ સુશીલે, છ માસની જેલ-યાત્રા અને તે પછીની નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ઊંડા ઊતરીને બનતી ત્વરાએ આ કથાનક તૈયાર કરવામાં જે જહેમત ઉઠાવી છે અને ઐતિહાસિક સાહિત્યની અપૂર્ણતા છતાં પરિણામે આજના રાષ્ટ્રીય નવસર્જનમાં જે પ્રાભાવિક સાધન પૂરું પાડ્યું છે, તે માટે તેમને અભિનંદન ઘટે છે. પ્રાભાવિક પુરુષોના જીવનપ્રસંગોને સંસ્કારી રોચક ભાષામાં તૈયાર કરી ‘જૈન'ના વાચકોને ઐતિહાસિક ભેટ આપવાની અમારી ચાલુ પ્રણાલિકા આ પુસ્તકથી વધુ બર આવે છે, તે માટે હર્ષ વ્યક્ત કરતાં એટલી ઉમેદ રાખીશ કે જગત્શેઠની ભળતી ટોપી નીચે ઓળખાતા અમીચંદો અને માણેકચંદો સાથે જૈન-જગત્શેઠની વંશવેલાને કાંઈ નિસ્બત નથી; એ સ્પષ્ટ વસ્તુ આ સાહિત્યમાંથી જનતા સમજે અને પ્રભાવશાળી વૈભવ અને મુસદ્દીપણાથી બંગાળના ઇતિહાસમાં એક મહત્તાભરી નોંધ લેવરાવનાર જગત્શેઠની યશગાથાને ઉકેલી તેમાંથી નવું ચેતન પ્રાપ્ત કરે. જૈન ઓફીસ-ભાવનગર તા. ૧-૩-૧૯૩૧ દેવચંદ Page #6 -------------------------------------------------------------------------- ________________ લે..ખક નું......નિ..વે..દ.... અનાવશ્યક (અનાવશ્યક એટલે બિનજરૂરી. ઘણીવાર વૃદ્ધો, વડીલો અને વધુ સુજ્ઞો ફરિયાદ કરે છે કે આ જમાનામાં હવે “આવશ્યક'નો કોઈ ભાવ પૂછતું નથી. મને થયું કે આવશ્યકોના ભાવ બેસી ગયા હોય તો એકવાર “અનાવશ્યક”ને એના આસને બેસાડી ભાગ્ય અજમાવવાની તક કેમ ન આપવી ? “અનાવશ્યક” ધીમે ધીમે બળવાન બને તો આવશ્યક”નો ગર્વ ગાળી દે ! અનાવશ્યકનું એક મોટું સુખ એ કે તે આવશ્યકની જેમ જહાંગીરી હુકમ ન કરે ! એ બિચારું શરમાળની જેમ એક કોરે સંકોચાઈને બેસી રહે ! વાંચો તોય ઠીક અને ન વાંચો તોય ઠીક, અનાવશ્યક તો છે જ. ભાગ્યયોગે વાચકની નજરે ચડે અને પોતાનાં રૂપ-ગુણથી વાચકને મુગ્ધ કરે તો તે પોતાની લજા, નમ્રતા અને રંજકતાને લીધે કદાચ આવશ્યક કરતાં ય વધુ વ્હાલું થઈ પડે!) “જગતુશેઠ” લખવાનો વિચાર કર્યો ત્યારે તો “નવલકથા” જ લખાશે એમ માની લીધેલું અને ઐતિહાસિક આધારને લીધે કથા પણ ઐતિહાસિક જ બનશે, એ પણ લગભગ ચોક્કસ હતું. એ બંનેનો સુભાગ્યે મેળ મળી જાય તો “એક રસભરી ઐતિહાસિક નવલકથા” આપોઆપ ઊગી નીકળે, એમાં કાંઈ પૂછવાપણું જ ન હોય. જગડુશેઠ”ની આ કથા એ રીતે જો કોઈ માસિકમાં ક્રમે ક્રમે લખીને છપાવવી શરૂ કરી હોત અને ઉપર કહ્યા તેવા મનોરથોથી દોરવાયો Page #7 -------------------------------------------------------------------------- ________________ હોત તો હું કદાચ વાર્તાના મથાળે, હંમેશાં સ્થાપિત નિયમ તરીકે છપાતાં વાક્યો લખી નાખત કે, “જગત્ શેઠ” (એક રસભરી ઐતિહાસિક નવલકથા) અને તંત્રી સાહેબ, મને ખાતરી છે કે, ‘રસભરી' પાસે “અતિ’ શબ્દ ઉમેરી ‘અતિ રસભરી' બનાવી વાંચનારને ઘડીભર ભ્રમમાં નાખી શકત. પણ મારા ભાગ્યમાં પુસ્તક લખવાનું સર્જાયું હશે અને એટલેથી છૂટકો થવાનો ન હોય તેમ છપાયેલું પુસ્તક વાંચી પાછું પ્રસ્તાવના લખવાનું પણ નિર્માયું હશે; એટલે જ મને મારું છપાયેલું પુસ્તક વાંચવાની ફરીથી ફરજ પડી. દરેક લેખક જેમ પોતે પોતાનો સમાલોચક હોય તે દૃષ્ટિએ વાંચવાની ફરજ પડી અને મારો મોહ “કમળપત્ર પરના જળબિંદુ''ની જેમ સરી ગયો. ભારે ભવ્ય સ્વપ્ન નિહાળનાર દર્દીન દરિદ્રી સ્વપ્નદ્રષ્ટાની જેમ મને થયું કે આ ‘“જગત્શેઠ” નથી શુદ્ધ ઇતિહાસ કે નથી નરી કથા અને એ બેમાંનું કંઈ ન હોય, છતાં રસભરી ઐતિહાસિક કથા કહેવા જાઉં તો બીજીવાર થાણાની બીજી જેલને જ લાયક ગણાઉં ને ? એટલું છતાં મને એક આશ્વાસન મળી રહે છે, “પૃથ્વી વિશાળ છે અને કાળ નિરવધિ છે.'' ગમે ત્યારે ગમે ત્યાં પણ કોઈક સમાનધર્મી ઉદ્ભવશે અને કહેશે કે ‘જગત્શેઠ’ના લેખકે ઇતિહાસની સાથે રમત નથી કરી, ‘રસ’ આણવાની ખાતર મોટેરાઓની મર્યાદા નથી મૂકી ! ઐતિહાસિક પ્રસંગોને કથા ખાતર સહેજ આઘાપાછા કર્યા હશે, પણ છેક વિકૃત નથી કર્યા. મારો સમાનધર્મી આટલું કહે તોપણ મારે મન Page #8 -------------------------------------------------------------------------- ________________ બસ છે. વિરોધી કે વિધર્મીની કોઈ દરકાર નથી રાખતું, તો પછી મારે એકલાએ શા સારૂ રાખવી ? જગડુશેઠ વાંચતાં પહેલાં કોઈ કોઈને એમ લાગશે કે- “અંગ્રેજી રાજ્ય સ્થાપવામાં જેણે સહાય કરી, તેની વાતમાં માલ શું હોય ? અને માલ હોય તોપણ જેના પાપે દોઢસો વર્ષ થયાં ગુલામી ભોગવવી પડતી હોય તેની કથા કાને પડવા દેવી એ પણ પાતક નથી ?” જગતુશેઠ” ઈસ્ટ-ઈન્ડિયા કંપનીના અંગભૂત બન્યા હતા, એમ કહેનારાઓ જગતુશેઠને ખરેખર ભારે અન્યાય આપે છે અને એટલું પણ ઉમેરવું જોઈએ કે દરેક ઐતિહાસિક નાયક એના જમાનાથી પરઅતિ પર હોવો જોઈએ, એમ માની લેનારાઓ પોતાને વધારે પડતો ન્યાય આપી દે છે. અંગ્રેજો અથવા અંગ્રેજની રાજપદ્ધતિ આપણને આજે આકરી થઈ પડી છે. પણ ઇસ્ટ-ઈન્ડિયા કંપનીના સમયનો નવાબી-મોગલાઈ અમલ જેમણે વિચાર્યો છે, તેમને તો સોળે સોળ આના ખાતરી થઈ ચૂકી હશે કે વિવિધ રીતે પીડાતી-દળાતી અને વૃંદાતી પ્રજાને, અંગ્રેજ વેપારીઓ-અમલદારો તારણહાર રૂપ જ લાગ્યા હશે. એ વખતે પણ અંગ્રેજ વેપારીઓ કંઈ ઓછા ખેપાની ન હતા, પરંતુ રિબાતી રૈયતે એમનું બહારનું રૂપ જ જોયું. બે અનિષ્ટોમાંથી એકની પસંદગી કરવાની અનિવાર્ય ફરજ આવી પડી, ત્યારે પ્રજાએ અને પ્રજાના નેતાઓએ અંગ્રેજ વેપારીઓ સામે આંસુભરી આંખે નિહાળ્યું. અંગ્રેજોએ આંસુ લૂછત્યાં તો ખરા, પણ સમય જતાં એમનું શુદ્ધ કે અશુદ્ધ પણ ખરું રૂપ પ્રગટ્યું, અજાણી બાજુ હતી, તે આંખ સામે આવી અને હિંદી પ્રજાને થયું કે નદીથી બચવા આપણે “વાવ'ના પાંજરામાં ભરાઈ પડ્યા હતા. " કેમ કે માન છે કે, St & © Page #9 -------------------------------------------------------------------------- ________________ પણ આ ઉપરથી હું જગત્શેઠનો બચાવ કરું છું, એમ કોઈ ન માને. અંગ્રેજોની કૂટનીતિનો બચાવ કરી શકું તો જ તેમના કંઈકે સહાયક-ઉત્તેજક કે સલાહકાર ગણાતા જગત્શેઠનો બચાવ કરી શકું. ખરી વાત તો એથી જૂદી જ છે અને હું માનું છું કે ‘જગત્શેઠ’ એકવાર વાંચશે, તેને એ સમજાયા વિના નહીં રહે. છતાં વાચક અને વાર્તા વચ્ચે અંતરાયરૂપે ન છૂટકે આવીને ઊભો છું, ત્યારે તો કહી જ લઉં કે જગત્શેઠ અંગ્રેજોને આમંત્રણ આપવા નથી ગયા અથવા તો વેર વાળવાની દુરાશાએ કે રાજપાટ પડાવી લેવાની દુર્બુદ્ધિએ તેમને કદી નથી પ્રેર્યા. વેપારી તરીકે તેમને અંગ્રેજ પેઢી સાથે સંબંધ હોય એ સ્વાભાવિક છે. આજે પણ અંગ્રેજ અમલદારોના હાથનો મરણતોલ લાઠીમાર બાળકો અને બૈરાઓ ઉપર પડતો વેપારીઓ જુએ છે. યુવકો અને દેશનેતાઓને કારાવાસની સખત સજાઓ વેઠતા સાંભળે છે અને જગતના એક મહાપુરુષને કારાવાસની દિવાલો પાછળ ‘જીવતા દફનાવવા' જેવું કરુણ દૃશ્ય સૌનાં દિલને વ્યથિત બનાવે છે, છતાં આ દેશના વેપારીઓ, રાજીખુશીથી અક્કલહોશિયારીથી પોતાની મેળે વિલાયત સાથેનો વેપારી સંબંધ તોડી શક્યા છે ? વેપારી સંબધથી જોડાવા છતાં જગત્શેઠે અંગ્રેજ વેપારીઓની ખુશામત નથી કરી, પણ જ્યારે જ્યારે અન્યાય થતો લાગ્યો છે ત્યારે ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કઠોર સત્ય સંભળાવ્યું છે. સિરાજ-ઉદ્દૌલા જ્યારે કલકત્તાના અંગ્રેજો ઉપર ક્રોધે ભરાયો અને મુઠ્ઠીભર અંગ્રેજોના માથે યુદ્ધનાં નગારાં વાગતાં હતાં, ત્યારે બરાબર સિરાજઉદ્-દૌલાની જેમ જ જગત્શેઠે પણ અંગ્રેજોને લખેલું કે Page #10 -------------------------------------------------------------------------- ________________ “તમે જે જોરજુલમ વાપરી કલકત્તા પચાવી બેઠા છો અને હુગલી શહેરનું સત્યાનાશ વાળ્યું છે, તે જોતાં તો લડવા સિવાય તમારી બીજી કાંઈ દાનત હોય એમ જણાતું નથી...’’ ‘‘એ જાતની ચાલચલગત બંધ કરો, તમારી માગણીઓ લખી મોકલો. મારા ઉપર શ્રદ્ધા રાખજો. હું આ ખુનામરકી અટકાવી મારાથી બનતું કરીશ. “બાકી તમે અમારા રાજા-મહારાજા અને નવાબો સામે બંદુક તાકી ઊભા રહો અને અમારા નવાબ અદબ વાળીને બેસી રહે એ કેમ બને? તમે જ તમારા મનમાં આ બાબતનો વિચાર કરી જોશો.* *11 એટલું જ નહીં, પણ યુદ્ધના અવસરે જગત્શેઠને તેમના સૈન્ય સાથે સિરાજની પાસે અંગ્રેજોની સામે લડાયક વહાણમાં ઊભેલા આપણે જોઈએ છીએ. 99 જૂનાં દફતરો અને કાગળોમાંથી, ઝીણી તપાસ કરીએ, તો આવા અનેક પુરાવા મળી આવે. પણ વળી પાછું મનમાં એમ થાય છે કે જગત્શેઠનો આટલો ય બચાવ શા સારૂ કરવો ? જે સમયે દિલ્હીના મોટા શહેનશાહથી માંડી નાનામાં નાનો જમાદાર, લોભ કે લાલચનો માર્યો કંપની સરકારની સોડમાં ભરાતો હોય તે વખતે કદાચ જગત્શેઠ * You have acted the very reverse part and possessed yourselves of Calcutta by force, after which you have taken and destroyed the City of Hugly and by all appearances, you seem to have no design but that of fighting. In what manner, then, can I introduce an application for accomodating matters between Nabob and you? What your intentions are it is impossible to find out by these acts of hostility. "Put a stop to this conduct and let me know what your demands are. You may then depend upon it. I will use my interest with the Nabob to finish these troubles. How can you expect that the Nabob will pass by or over look your conduct in pretending to take up arms against the princes or Subah of the country. Weigh this within yourself." 14-1-1757 Indian Records Series, Bengal-in 1756-57 Page #11 -------------------------------------------------------------------------- ________________ Mr. Sત . ધ જેવા બે-ચાર પુરુષો અને રાણી ભવાની જેવી એકાદ દેવી, એ ચેપથી પોતાની જાતને થોડી બચાવી શક્યાં હોય તો પણ શું થયું ? એમ ન બને કે આજે અત્યારના રાજશાસન સામે હું અને તમે અસંતુષ્ટ બન્યા છીએ, એને લીધે જગતુશેઠ પણ આપણી અત્યારની નજરે આપણા જેવા જ આપણને ગમતા હોય ? ધારો કે એમ હોય અને ધારો કે કેટલાકોએ ઉતાવળમાં કહી નાખ્યું છે, તેમ જગતુશેઠ અંગ્રેજ રાજ્યસ્થાપનામાં ભાગીદાર હોય, તો એટલું ચોક્કસ કે જગતુશેઠ વસ્તુતઃ આ તરફે નહીં અને પેલી તરફે નહીં, ક્યાંક મધ્યમાં હોવા જોઈએ. અભણ માણસના સાદી-સીધા તોડ જેવું તો નથી થતું ? દુનિયામાં બધા આપણા જેવા વિચારના નથી હોતા. કેટલાક એવા પણ હશે કે જેને આ બધી રાજનીતિની છણાવટ, નકામી કડાકૂટ લાગશે. કેટલાક તો મુસલમાની નામોની પરંપરા જોઈને બોલી ઊઠશે કે આ તો જૈન જગતુશેઠની કથા છે કે આમદભાઈ ને મામદભાઈની જ બધી લમણાઝીક છે ? આવી બધી નકામી ચિંતાઓ કરું છું ત્યારે એમ થાય છે કે જગતુશેઠ જો મહારાજા શ્રેણિક, ખારવેલ કે અમોઘવર્ષાના જમાનામાં જન્મ્યા હોત તો તેમની આસપાસ ફૂલમાળાની જેમ કેવાં સરસ નામો ગુંથાત ? એમના વૈભવને દેવતાઓની ઋદ્ધિ અને સમૃદ્ધિ સાથે સરખાવવાની કેવી સગવડ મળત ? પણ એમ નથી બની શક્યું, એટલા માટે લેખકે દિલગીર થવાની જરૂર નથી. જગશેઠ અઢારમી સદીમાં મોગલોની પડતીમાં અંગ્રેજોની ઊગતી અવસ્થામાં જન્મ્યા એમાં કોઈ શું કરે ? વૈરાગ્યને બદલે ભૂહરચના અને વિમાનને બદલે વહાણ ન આવે તો પછી પંચમકાળ શા કામનો ? Page #12 -------------------------------------------------------------------------- ________________ છતાં જગશેઠે મંદિરો બંધાવ્યાં છે, સંઘ કાઢ્યા છે અને તીર્થોના ખાસ હક્ક મેળવી જૈનશાસનની અમૂલ્ય સેવા બજાવી છે. અનાવશ્યક વસ્તુઓના પ્રદર્શનમાં બીજી પણ એક-બે વાત ઉમેરું: જગતુશેઠ એ કોઈ એક વ્યક્તિનું નામ નથી. એ એક બાદશાહી પદવી છે અને તે લગભગ એક સૈકા સુધી પેઢી દર પેઢી ઊતરતી આવી છે, એટલે આ પુસ્તકમાં એક નાયકને બદલે અધિક નાયક જોવામાં આવે તો કોઈ આશ્ચર્ય ન પામે. જગડુશેઠ અને અમીચંદ વચ્ચેનો ભેદ પણ આ કથાનકમાં એક સ્થળે ખુલ્લો કર્યો છે. કેટલેક સ્થળે ઈતિહાસ-લેખકોએ પરસ્પર વિરોધી વિગતો નોંધી છે. કોઈએ અમીચંદને જગડુશેઠનો સમોવડિયો, કોઈએ તેને જગતુશેઠનો આડતિયો, કોઈએ તેને ભારે વૈભવશાલી, કોઈએ મોટા કિન્નાખોર તથા હરામખોર તરીકે ચીતર્યો છે. પણ જગડુશેઠ અને અમીચંદના વ્યક્તિત્વ વચ્ચે એક મહાસાગર જેટલું અંતર હતું. આ બધું એક યા બીજી રીતે આ પુસ્તકમાં તો કહ્યું છે, પણ પુનરુક્તિ ન કરુ તો આવશ્યક નામ શી રીતે શોભે ? પ્રસ્તાવનાને અંતે જે જે ગ્રંથોના આધાર લીધા હોય તેમનો આભાર માનવાની એક શિષ્ટ પરંપરા ચાલે છે. જગતશેઠ વિશે અંગ્રેજ અમલદારોએ, ફ્રેંચ પ્રવાસીઓએ અને મુસલમાન તવારીખ-નવેશોએ છૂટું છવાયું ઘણું ઘણું લખ્યું છે. એક તો એ બધા ગ્રંથોના આધાર આપવા પાછા એમાં જાતભાઈઓને વગોવવા અને ઉપર જતાં તેમનો આભાર માનવો એ કેટલું વિચિત્ર છે ? પણ મને તો એક બીજો તર્ક આવે છે. એમણે કંઈ મારા માટે થોડું જ લખ્યું છે ? મારે એમનો Page #13 -------------------------------------------------------------------------- ________________ આભાર શા સારુ માનવો ? અને માનું તો પણ જે સાદ સંભળાય નહીં તેની કિંમત કેટલી ? અરણ્યરુદનથી કંટાળીને તો હિંદીઓ યુદ્ધના મેદાને પડ્યા છે. અરણ્યરુદનનો પુનરુદ્ધાર ભલે બે દિવસ મોડો થાય! છતાં છેક અકૃતજ્ઞી ન ગણાઉં એટલા માટે જે જે મહાશયે મને જગરશેઠ સંબંધી સાહિત્ય પૂરું પાડ્યું અથવા સૂચવ્યું. તેમની ઉદારતા હું ભૂલવા માગું તો પણ ભૂલી શકાય એવી વસ્તુ નથી, એટલું કહી દઉં. લૂંટારા પાછળ પડ્યા હોય અને ભારે શરીરવાળો શરાફ જેટલા જોરથી ભાગે તેટલી જ ઉતાવળથી આ પુસ્તક પૂરું કર્યું છે, એટલે ભૂલચૂકની માફી માગવાનું મન થાય છે. પણ પાછો વિચાર આવે છે કે મેં કેટલાને માફી આપી છે કે હું મને પોતાને એવી માફીનો અધિકારી સમજું ? મને ખાતરી છે કે કોઈ વાચકે હજી સુધી એવી માફી આપી નથી અને તેની સાથે વધારે સારી ખાતરી તો એ છે કે માફી નહીં આપનાર પાસે પણ એવી કંઈ સત્તા બળી નથી કે નિયમના અનાદર બદલ લાઠીમાર ચલાવી શકે અને જેની પાસે સજા કરવાની કંઈ સત્તા નથી, તેની માફી માગીએ તો પણ શું ? અને માગ્યા છતાં ન મળે તો પણ શું ? પરંતુ વિવેક એ જો શોભા ગણાતી હોય તો બકરીના ગળે લટકતા આંચળની જેમ એવી માફી માગવામાં મને ખાસ વાંધો નથી. - સુશીલ ભાવનગર તા. ૨૧-૨-૧૯૩૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ pv$${@ નમો નમઃ શ્રીગુરુ નેમિસૂરયે થોડીક વાત આ જગતશેઠનું જીવન ચરિત્ર વર્ષો પહેલાં જૈન સાપ્તાહિકના અગ્રલેખો જે લખતા હતા તે શ્રી ભીમજી હરજી સુશીલે લખ્યું અને વિ.સં. ૧૯૮૭માં પ્રકાશિત થયું. તે પછી ઘણી પેઢી બદલાઈ ગઈ. અત્યારના ૨૦/૨૫ વર્ષના યુવાને સુશીલનું નામ સુદ્ધાં સાંભળ્યું નથી હોતું. તેવા યુવાનો સુશીલની કલમથી પરિચિત થાય એ હેતુથી આ પ્રકાશન વર્ષો પછી નવી પેઢીના હાથમાં મૂકતાં આનંદ થાય છે. આ પુસ્તક પુનઃપ્રકાશિત કરવાની પ્રેરણા કરનાર પંડિત પૂનમચંદભાઇ (ગોરેગાંવ-મુંબઈ) છે તેઓ એ ભારપૂર્વક કહ્યું કે જગત્શેઠની વાત લોકો જાણે તેવું કરો અને તેમની પ્રેરણા કારગત નીવડી પુસ્તક તમારા હાથમાં છે. આ પેઢી આ પુસ્તક ખૂબ ખૂબ વાંચે, અને એક આદર્શ જીવનમાં રાખે પ્ર વિચારે તેવી ઈચ્છા. Page #15 -------------------------------------------------------------------------- ________________ હિ કે ....ચ•• •...ક્ર. વિષય પૃષ્ઠ ૧ પ્રકરણ - પહેલું ..................... ••••••. ૧-૬ ૨ પ્રકરણ - બીજું ..... ૭-૧૨ ૩ પ્રકરણ - ત્રીજું. ................૧૩-૧૮ ૪ પ્રકરણ - ચોથું ............................. ૧૯-૨૬ ૫ પ્રકરણ - પાંચમું .......... ર૭-૩૬ ૬ પ્રકરણ - છઠું ... ૩૭-૪૨ ૭ પ્રકરણ - સાતમું ...........૪૩-૪૭ ૮ પ્રકરણ - આંઠમું... ..૪૮-૫૬ ૯ પ્રકરણ - નવમું . ................૫૭-૬૫ ૧૦ પ્રકરણ ૬ ૬-૭૪ ૧૧ પ્રકરણ - અગિયારમું ................ ૭૫-૮૦ ૧૨ પ્રકરણ - બારમું .....................૮૧-૯૪ ૧૩ પ્રકરણ - તેરમું . ..૯૫-૯૮ ૧૪ પ્રકરણ - ચઉદયું ........ ૯૯-૧૦૭ ૧૫ પ્રકરણ - પંદરમું ૧૦૮-૧૨૧ ૧૬ પ્રકરણ - સોળમું. ૧૨૨-૧૨૯ ૧૭ પ્રકરણ - સત્તરમું ૧૩૦-૧૪૭ ૧૮ પ્રકરણ - અઢારમું . ૧૪૮-૧૫૩ ૧૯ જગશેઠ : વંશવૃક્ષ .... .... ૧૫૪-૧૫૫ ૨૦ ફરમાનની બીજી બાજુ ..................... .................. ૧૫૬ ૨૧ જગતશેઠ મહતાબચંદનું ફરમાન ............................................ ૧૫૭ ૨૨ માણિકદેવી ..... .... ૧૫૮-૧૬૩ 23 In the name of the purest, Highest in Station ......... 165-166 ૨૪ અહમદશાહ બાદશાહનું ૧૭ષરનું ફરમાન ................ ૧૬૬-૧૬૭ 24 Aboo Ali khan Bahadur Emperor and.... ............. ૧૬૮ ૨૬ અબુ અલીખાન બહાદુરના રાજ્યના ત્રીજા વર્ષની સનદ ૧૬૯ 5 ) m *માં Page #16 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * 5. ૭૭૭૭૭૭૭ 2) મુ.ત. લા. ત્રણ મિત્રો ૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭ ૭ શ્રીમતી પારુલબહેન પ્રવીણચંદ્ર શેઠ (અગીયાળીવાળા) માતુશ્રી લીલાવતીબહેન કાંતિલાલ શાહ (કોળીયાકવાળા) શ્રી કનૈયાલાલ કેશવલાલ બોટાદ (ભડી-ભંડારિયાવાળા) / อออออออออออออออออออออออออออออออออ Page #17 -------------------------------------------------------------------------- ________________ જગત શેઠ -સુશીલ 0 Page #18 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ નવકાર મંત્રનું સ્મરણ કરતો હીરાનંદ ઘરની બહાર નીકળ્યો. પંચ પરમેષ્ઠીનાં ધ્યાન તથા સ્મરણથી આત્મા નિર્મળ બને છે, એમ તે જાણતો હતો. પણ આજ તો આત્મા કરતાં ય દેહનો નિભાવ તેને મન વધુ અગત્યનો વિષય હતો. સ્વર્ગનાં સુખ ઘણીવાર તેણે વ્યાખ્યાનોમાં સાંભળ્યાં હતાં. પણ વર્તમાન જીવનનાં દુઃખ-દારિત્ર્ય અને અપમાનથી કઈ રીતે બચવું એ તેને નહોતું સમજાતું. નવકાર મંત્રના સ્મરણથી દુ:ખમાત્ર દૂર થાય છે, વિનો બધાં ટળી જાય છે અને અણધારી રીતે દેવતાઓ ધન-ધાન્ય વડે આવારા ઉભરાવે છે, એમ તે શ્રદ્ધાપૂર્વક માનતો. નાગોરનો ગઢ વટાવી એક જીર્ણ મંદિરની પાસે આવી ઉભો રહ્યો. સાંજ પડી ગઈ હતી. દિવસે પણ આ સ્થાન ભયંકર ભાસતું. સંધ્યાના આછા તેજમાં હીરાનંદે આસપાસ નિહાળ્યું. મંદિરના સંબંધમાં ભૂત-વ્યંતરની ચાલતી વહેમવાર્તાઓનું સ્મરણ થતાં તે જરા ચમક્યો. એકે એક વૃક્ષમાં વ્યંતરનો વાસ હોય અને ભાંગલા મંદિરના છૂટાછવાયા પથ્થરો જાણે હમણાં જ ભૂતાવળનું રૂપ ધરી ભયંકર નૃત્યલીલા આદરશે, એવી કલ્પનામાં તણાયો. Page #19 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ કેટલીક વારે તેને પોતાની સ્થિતિનું ભાન થયું. મૃત્યુનો ભય તો નાગોરમાં મૂકીને જ નીકળ્યો હતો. જીવનમાં એવું શું સુખ હતું કે મૃત્યુથી ભય પામે ? માત્ર એક જ ચિંતા તેને વ્યથા આપી રહી હતી. પોતે નિર્ધન હોવા છતાં લક્ષાધિપતિને પણ લજાવે એવી મનોરથસુષ્ટિમાં તે અહોનિશ વસતો. સ્વપ્નસૃષ્ટિનો જ એ એક શહેરી હતો. શેઠની વાણોતરી કરતી વખતે પણ તે સ્વપ્નલોકની દુનિયામાં વિહરતો. અઢળક ધન અને અનન્ય અધિકાર ક્યાંક પોતાની રાહ જોતાં હશે, એમ તે માનતો. અકાળ મૃત્યુ આવીને આ આખી સ્વપ્નસૃષ્ટિ ભાંગી નાખે, એ કલ્પના તેને મૃત્યુ કરતાં પણ અસહ્ય લાગતી. દુઃખ ને થાકને લીધે તે એક પત્થર ઉપર બેઠો. ફરી ફરીને નવકાર મંત્ર ઉચ્ચારતાં છેલ્લાં ત્રણ પદના એકેએક અક્ષર ઉપર ભાર મૂક્યો. “સર્વ પાપોનો વિનાશ કરનાર, સર્વ મંગળમાં પ્રથમ મંગળ” એ શબ્દોમાં મંત્રનું સંપૂર્ણ રહસ્ય સમાઈ જતું હોય તેમ ત્યાં તેની સમસ્ત ચિત્તવૃત્તિ રોકાઈ રહી. શ્રદ્ધાબળે તે સ્વસ્થ બન્યો. છુપાયેલું મનોબળ તેનાં નેત્રોમાં તરવરવા લાગ્યું. ભૂત-પ્રેતનો ભય દૂર થયો. પણ એ ભય દૂર થતાં જ તેને પોતાની રોજની સ્થિતિ યાદ આવી. પોતે ગરીબ હતો, નાગોરના અસંખ્ય ધનિકોની વચ્ચે કેવળ સેવક થવાને જ નિર્માયો હતો અને સંમૂચ્છિમ જંતુની જેમ જન્મી, ઘડીભર જીવી, પાછો અગમ્ય ભાવલીલામાં ભળી જવાનો હતો, એ બધું યાદ આવ્યું. આટલા બધા ધનિકોમાં પોતે એકલો આટલો ગરીબ અને પરાધીન કેમ જન્મ્યો ? આસપાસના આ શ્રીમંતો, અધિકારીઓ Page #20 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ અને વૈભવીઓ કરતાં પોતે ઓછો ઉદ્યોગી, ઓછો શ્રદ્ધાળુ કે ઓછી અક્કલવાળો હતો ? ભાગ્યની આવી ક્રૂર મશ્કરી સામે તેને તિરસ્કાર છૂટ્યો. નાગોરીઓનાં મરણ નીચે છુંદાઈ મરવું તે કરતાં, દૂરના કોઈ પ્રદેશમાં જઈ માણસની માફક જીવવાની તેની અભિલાષા વધુ ઉગ્ર બની. પણ જેની પાસે ઝેર ઘોળી પીવાને માટે રાતી પાઈ ન હોય તે આવું સાહસ શી રીતે કરી શકે ? નિરાશામાં ડૂબેલો હીરાનંદ ક્યાંય સુધી ત્યાં ને ત્યાં જ બેસી રહ્યો. રાત્રિનો અધિકાર જામતો ચાલ્યો. આકાશમાં ક્રમે ક્રમે ઊગતા તારાઓ હીરાનંદ તરફ મીટ માંડી રહ્યા. ભય અને શાંતિનું મિશ્રણ ઘોળાઈ રહ્યું. હીરાનંદની આંખમાં ઉઘ ન હતી. તે ઉઘવા માટે આ તરફ ઘસડાઈ આવ્યો ન હતો. એટલું છતાં તંદ્રાએ આવી તેની ઉપર પોતાનો કાબૂ જમાવ્યો. જો આ બધું એમ ને એમ ચાલ્યું હોત તો હીરાનંદ કદાચ ત્યાં ને ત્યાં જ આખી રાત વીતાવી દેત, પણ ભાગ્યદેવી આજે એક પડદો ઊંચકવા માગતી હતી. હીરાનંદ સૂતો રહે એ તેને મંજૂર ન હતું. આ આખીયે લીલામાં હીરાનંદ મુખ્ય નાયક હતો. તેથી જ તેને નાગોરની બજારમાંથી ઘસડી આટલે સુધી બોલાવવામાં આવ્યો હતો. હીરાનંદને પોતાને તો એ વાતની કંઈ જ ખબર ન હતી. સ્વપ્નસૃષ્ટિમાં વસતો એ સામાન્ય નાગોરી ભલે એમ માને કે પોતે જાણી જોઈને આ તરફ ખેંચાઈ આવ્યો છે, પણ ખરું જોતાં તો એમાં ભાગ્યદેવીનો ગૂઢ સંકેત હતો. મધ્યરાત્રી વીત્યા પછી હીરાનંદે કોઈનો આર્તનાદ સાંભળ્યો. પહેલાં તો એ અવાજ, વનના કોઈ પશુ-પક્ષીનો હશે કે માનવીનો Page #21 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ તેનો તે નિશ્ચય કરી શક્યો નહીં. ભૂતાવળની ભ્રમણા હોય એમ પણ ઘડીભર લાગ્યું. હીરાનંદ જરા વધુ સાવધ બન્યો. આ ઘોર જંગલમાં મધ્યરાત્રીએ કોઈ માણસ હોય એમ માનવાનું તેને મન ન થયું. એક તો તે પોતે જ અંધકાર અને વનની ભીષણતાથી ભયભીત હતો. કદાચ કોઈ માનવી દુ:ખથી રીબાતું હોય તો પણ પોતે ત્યાં જઈને તેને કેવી રીતે સહાય કરી શકે ? તેની પાસે નહોતું શસ્ત્રબળ કે નહોતું શરીરબળ. વનપશુ કોઈ માણસનો શિકાર કરી આવ્યું હોય અને તે મરતી વખતનો છેલ્લો શ્વાસ છોડતો હોય એમ કાં ન હોય ? અને એમ જ હોય તો કોઈ પ્રકારના શસ્ત્ર કે પ્રકાશ વિના મરતા માણસને કઈ રીતે બચાવવો ? - હીરાનંદ વણિકોની દુનિયામાં વસ્યો હતો, તેમના સંસ્કારોમાં જ ઊછર્યો હતો. છતાં તેની નસોમાં એક વીર રાજપૂતનું લોહી વહી રહ્યું હતું. ભસ્મના થર નીચે છુપાયેલા અગ્નિની જેમ તેની રાજપૂતી ધીમે ધીમે જાગૃત થઈ. ઉપસર્ગ કરનારા સ્તોત્રનું સ્મરણ કરતો, અંધારામાં તે એકલો આગળ ચાલ્યો. વનનો માર્ગ અપરિચિત હતો, કાંટા અને જાળાંથી છવાયેલો હતો. પગલે પગલે મૃત્યુની આશંકા ભરી હતી. લોહીમાં ભળી ગયેલી રાજપૂતી અને હૃદયમાં અધિકાર જમાવી બેઠેલી દયા તેને દોરતાં હતાં. સહેજ દૂર જતાં એક નાની શી ઝૂંપડીમાં દીપકનો પ્રકાશ દેખાયો. હીરાનંદ જિંદગીમાં પહેલી જ વાર ગામની બહાર નીકળ્યો હતો. અરણ્યમાં માણસો વસી શકે, એ તેની બુદ્ધિને અગમ્ય હતું. છેક નજીક આવતાં કોઈ એક મુમુક્નો સ્પષ્ટ સ્વર Page #22 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ સંભળાયો. મધ્યરાત્રીએ આ એકાંત ઝૂંપડીમાં કેવી ભેદભરી લીલા ખેલાઈ રહી હશે, તેનો વિચાર આવતાં, તેના કપાળે પ્રસ્વેદનાં બિંદુ બાઝયાં. લૂંટનો માલ વહેચતાં ઘણીવાર લૂંટારાઓ પરસ્પરમાં કાપાકાપી ચલાવે છે, એવી વાતો તેણે દુકાને બેસી સાંભળી હતી. એવો જ કોઈ પ્રકાર અત્યારે આ સ્થળે ચાલી રહ્યો હોય તો પોતે શું કરે ? તેની ચાલ ધીમી પડી. પાછા ફરવાનો વિચાર આવ્યો અને ઊડી ગયો. સંકોચાતો, કંપતો તે ઝૂંપડી તરફ ધકેલાયો. ઝૂંપડીનું બારણું અડધું ખુલ્યું હતું. ક્ષીણ પ્રકાશમાં જેટલું જોઈ શકાય તે ઉપરથી ઝૂંપડી પ્રાય: નિર્જન હોય એમ લાગ્યું. પણ દીવાનો પ્રકાશ, ઝૂંપડીની આસપાસની સ્વચ્છતા અને બીજાં કેટલાંક ચિલો જોતાં ઝૂંપડીમાં મનુષ્યનો વાસ હોય એવો નિર્ણય બાંધ્યો. પહેલાં જે આર્તસ્વર સંભળાતા હતા અને જેને લીધે હીરાનંદ આ તરફ આકર્ષાઈ આવ્યો હતો તે સ્વર સંભળાતા લગભગ બંધ પડ્યા હતા. તેણે કાન માંડીને સાંભળ્યું તો શય્યામાં સૂતેલો એક પુરુષ શાંત નિ:શ્વાસ લઈ રહ્યો હતો. હીરાનંદનો ભય દૂર થયો. તે ધીમે ધીમે પેલા પુરુષ પાસે આવ્યો. એ પુરુષ કોણ હતો ? હીરાનંદ તેને ઓળખી શક્યો નહીં. દીપકનો પ્રકાશ પણ પુરુષને બરાબર ઓળખવામાં પૂરી સહાય આપી શકે તેમ ન હતું. દીપકનું તેલ ખૂટ્યું હતું. બીજી તરફ પથારીમાં પડેલા પુરુષનો જીવનદીપ પણ ઓલાવાની તૈયારી કરી રહ્યો હતો. જાળવીને હીરાનંદ પેલા મુમુના માથા પાસે બેઠો. તેના કપાળ ઉપર હાથ ફેરવ્યો. વૃદ્ધે આંખ ઉઘાડીને નવા આવનારને ઓળખવાનો પ્રયત્ન કર્યો. પણ તેમાં તે નિષ્ફળ નીવડ્યો. થોડી Page #23 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ વાર સુધી બંને એકબીજા સામે જોઈ રહ્યા. અંતે મુમુએ એક લાંબો નિ:શ્વાસ નાખ્યો અને જાણે પોતાની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરતો હોય તેમ કહ્યું, “ઠીક થયું, તમે સમયસર જ આવી પહોંચ્યા.” ઝૂંપડીના એક ખૂણા તરફ ઈશારો કરી “ત્યાં ખોદજો.” એથી વધુ કાંઈ તેનાથી બોલી શકાયું નહીં. વૃદ્ધે આંખો મીંચી લીધી. હીરાનંદ ત્યાંથી ઊઠીને મુમુર્ષના પગ પાસે બેઠો. પોતાનો કોઈ ઉપકારક હોય એવી શ્રદ્ધાથી તે તેની સેવા કરવા લાગ્યો. પ્રાતઃકાળ થતાં પહેલાં વૃદ્ધ એક-બે વાર હીરાનંદની સામે જોઈ, કંઈક બોલવાનો પ્રયત્ન કર્યો. પણ હવે તો તેની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી. હીરાનંદે પણ મુમુર્ષની છેલ્લી સેવા કરવામાં જરાય સંકોચ ન કર્યો. જનશૂન્ય અરણ્યમાં આશ્રમ બાંધી રહેલો આ વૃદ્ધ પુરુષ કોણ હશે તે જાણવા હીરાનંદ ઘણો આતુર હતો. પણ પ્રાત:કાળ થતાં સુધીમાં વૃદ્ધ ઉપરાઉપરી નિ:શ્વાસને લીધે કંઈ બોલી શક્યો નહીં. તેની જિજ્ઞાસા અતૃપ્ત જ રહી. મુમુર્ષ પોતાના જીર્ણ ફ્લેવરને તજી પરલોકની યાત્રા કરવા ચાલી નીકળ્યો. હીરાનંદે પૂજ્યભાવે ઝૂંપડીની પાસે જ તેની છેલ્લી ક્રિયા પૂરી કરી. Page #24 -------------------------------------------------------------------------- ________________ ગશેઠ મને લાગે છે કે હવે આપણે ઢાકાની ભૂમિનો મોહ છોડી દેવો પડશે. ઢાકા આજે મનુષ્ય રહિત બનતું જાય છે. નવાબના દરબારમાં અને દરબારની બહાર એક એક માણસને જોઉં છું ને મને વાઘ, વરૂ, રીંછ કે ચિત્તાનું સ્મરણ થઈ આવે છે. એ નરદેહધારી પશુ ક્યારે વિકરાળ બની, અચાનક થાપો મારશે તે કંઈ કહી શકાય નહીં.” માણેકચંદે બંગાળની રાજધાની ઢાકાની તાત્કાલિક સ્થિતિનું ચિત્ર દોરતાં આ શબ્દો ઉચ્ચાર્યા. તેની સામે બંગાળનો દીવાન મુર્શિદ-કુલી-ખાં નજર નીચી રાખી નિરાંતે બેઠો હતો. બહારથી તે જેટલો સ્વસ્થ હતો, તેટલો જ અંતરમાં ઉદ્વિગ્ન હતો. માણેકચંદ શેઠની સલાહને આજ્ઞારૂપ માનવાને તે ટેવાયેલો હતો. બંને જણા આજે પોતાનો ભવિષ્યનો ક્રમ નક્કી કરવા, ભાગીરથીના તીરે આવેલા માણેકચંદ શેઠના વિશાળ પ્રસાદભુવનમાં એકઠા મળ્યા હતા. બંને જણ બંગાળની આજની ખટપટ અને કાવાદાવાથી કંટાળ્યા હતા. દિલ્હીના દૂજતા સિંહાસને તેમને પણ અસ્થિર બનાવી દીધા હતા. બંને ઉપર ભાગ્યદેવીની એકધારી કૃપા વરસતી. એક લક્ષ્મીનો લાડકવાયો હતો, તો બીજો સત્તા અને અધિકારની Page #25 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ મૂર્તિરૂપ હતો. હૈદરાબાદના મુખ્ય દીવાન તરીકે મુર્શિદ-કુલી-ખાંએ જે કુશળતા અને સાહસ બતાવ્યાં હતાં, તેને લીધે દિલ્હીના શહેનશાહ ઔરંગઝેબે તેને બંગાળનો દીવાન નીમ્યો હતો. અજીમુશાન એ વખતે બંગાળનો નવાબ હતો. નવાબ અને મુર્શિદ-કુલી-ખાં વચ્ચે વારંવાર વિચારભેદ થતો. કોણ જાણે કેમ, પણ મુર્શિદ-કુલી-ખાંએ ઢાકામાં આવતાં જ માણેકચંદ શેઠનું ઉદાર અને સ્નેહાળ અંતર પરખી લીધું. નવાબના અસંખ્ય દરબારીઓ વચ્ચે માણેકચંદ અને મુર્શિદ-કુલી-ખાં જુદા તરી આવતા. રંગરાગ અને આમોદના ઊછળતા તરંગો વચ્ચે પણ તેઓ નિર્લેપ રહી શકતા. આમોદના બહારથી દેખાતા મોહક પ્રવાહો નીચે છેક તળિયે કારસ્થાન, દાવપેચ અને ખટપટ પોતાની ભૂમિકા તૈયાર કરી રહ્યા હતાં. કોઈ દરબારી કે અધિકારીનું ખૂન એ વખતે મામૂલી વાત મનાતી. જે સિંહાસનના પાયામાં જ આવાં કપટ અને પશુતા ભર્યા હોય ત્યાં પ્રામાણિક કે નીતિપરાયણ રહેવાની હિંમત કોણ કરે ? | મુર્શિદ-ખાં અને માણેકચંદ શેઠ આ બધી પાપલીલા નજરે નિહાળતા અને મનમાં સમજી શાંત બેસી રહેતા. એકાંત મળતાં. તેઓ પોતાના અનુભવ સરખાવતા, માર્ગ પણ શોધતા. - આજનો પ્રસંગ એવા જ પ્રકારનો હતો. મુર્શિદ-ફુલી-ખાં, કોઈ દિવસ નહીં અનુભવેલી આ ખટપટથી ગળે આવ્યો હતો. નવાબની ચંચળતા અને ઇન્દ્રિયાસક્તિ જોઈ તેણે નવાબને સુધારવાની બધી આશા મૂકી દીધી હતી. ઘણી વખત એમ થાય છે કે અજીમુશાનને બંગાળની ગાદી ઉપરથી ઉખેડીને ફેંકી દઉં. દિલ્હીની શહેનશાહત પાસે Page #26 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ માણસનું મૂલ્ય માત્ર નામનું છે. બંગાળની ગાદી ઉપર અજીમુશાન હોય કે મુર્શિદ-ખાં હોય એ બધું સરખું જ છે.’’ મુર્શિદ-કુલીખાંની મુસદ્દી આંખ અસ્વાભાવિક આવેગથી વધુ તેજસ્વી બની. માણેકચંદ શેઠ એનો અર્થ સમજી ગયા. “નવાબનું નામ-નિશાન મિટાવી દેવું એ તમારા જેવા લશ્કરી માણસને રમત જેવું છે. પણ એકવાર તેનાં પરિણામનો વિચાર કરો. નવાબની ગાદી પડાવ્યા પછી તે સહીસલામત રાખી શકશો? દિ ઊગ્યે ભારતવર્ષના ઉત્તર, દક્ષિણ પ્રદેશોમાંથી જે સમાચારો મળે છે, તે જ શું એમ બતાવવાને બસ નથી કે એક મોટો ધરતીકંપ ચાલી રહ્યો છે ?'' ૯ “એ ધરતીકંપની અસરમાંથી તમે કે હું થોડા જ મુક્ત રહી શકવાના હતા ? ઓછામાં ઓછી હાનિ અને વધારેમાં વધારે લાભ મળતો હોય તો પછી શા માટે ન મેળવી લેવો ? અને તમે કહો છો તેમ નવાબના દરબારમાં અને બહાર પણ કેવળ નરપશુઓ જ વસે છે. મારો એક જ ઉગ્ર દૃષ્ટિપાત અને આ તલવાર શું તેમના માટે બસ નથી ?” માણેકચંદ શેઠ મુર્શિદ-કુલી-ખાંનો રાજલોભ જોઈ શક્યા અને છેલ્લાં થોડાં વર્ષો થયા બંગાળની ગાદી માટે જે જાતનો જુગાર ખેલાતો હતો, તે જોતાં માણેકચંદ શેઠને માટે આ વાત તદ્દન નવીન કે આશ્ચર્યજનક ન હતી. દરેકે દરેક મુસલમાન સરદાર, પોતાને શહેનશાહનો સમોવડયો સમજે છે અને તક મળતાં કોઈ પણ પ્રાંત કે પ્રગણું ગળી જવા માગે છે, એ બધી ઉઘાડી રમત હતી. બાદશાહ ઔરંગઝેબનો માનીતો અને તેની જ રાજનીતિમાં ઊછરેલો મુર્શિદકુલી-ખાં જેવો દીવાન તલવારના જોરે બંગાળની ગાદી પચાવી પાડવા તૈયાર થાય, એ માણેકચંદ શેઠને બહુ સ્વાભાવિક લાગ્યું. Page #27 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ પણ માણેકચંદે અત્યાર પહેલાં બંગાળની આસમાની સુલતાની જોઈ હતી. તેમણે નાટકનાં પાત્રોની જેમ નવાબો, વજીરો, દીવાનો અને સરદારોને ચડતા પડતા તથા તરફડી મરતા નિહાળ્યા હતા. મુર્શિદ-કુલી-ખાં જેવો બુદ્ધિશાળી અને વીર પુરુષ એ ૨મતનો ભોગ ન બને, ક્ષણિક આવેશમાં આવી જઈ અકાર્ય ન કરી બેસે એ તેને જોવાનું હતું. મુર્શિદ-કુલી-ખાં કદાચ બંગાળનો ઉદ્ધાર કરે અને તોફાની પવનમાંથી રાજતંત્રને બચાવે એવી તેમને આશા હતી. તલવારના ઝટકે ગૂંચવાયેલું કોકડું ન ઊકલે એ જ વાત માણેકચંદ શેઠ મુર્શિદ-કુલી-ખાંને આજે સમજાવવા માગતા હતા. ન “પ્રજાને માથે નામનો પણ નવાબ તો જોશે જ. એ નવાબ અજીમુશાન હો કે એનો બાપ હો, ગમે તે હો. જ્યાં સુધી સૈન્યનું બળ તમારી પાસે છે અને મારે ત્યાં બંગાળનું મહેસૂલ સંઘરાય છે, ત્યાં સુધી આપણે બીજી ચિંતા જ શા સારુ કરવી ? એક વખત ઢાકાનો મોહ મૂકો અને જુઓ કે આ માણેકચંદ, એક જ વરસમાં મુર્શિદ-કુલી-ખાંના અખંડ સ્મરણરૂપ એક મુર્શિદાબાદ ઉભું કરે છે કે નહીં ? જ્યાં સંપત્તિ છે અને પરસ્પરમાં શ્રદ્ધા છે, ત્યાં શું અશક્ય છે ?' ૧૦ ગમગીન દીસતા ચહેરા ઉપર નવું લોહી ફરી વળ્યું, મુર્શિદકુલી-ખાંને પોતાના નામના નગરની કલ્પના અદ્ભુત લાગી, માણેકચંદ શેઠની સલાહ ધ્યાનપૂર્વક સાંભળી લીધા પછી તે વિચારમુગ્ધ બેસી રહ્યો. માણેકચંદ શેઠે માન્યું હતું કે મુર્શિદાબાદની કલ્પના ખાંસાહેબને આંજી દેશે. ઘડીભર એવો ભાસ આવ્યો પણ ખરો, પરંતુ બીજી જ ક્ષણે મુર્શિદ-કુલી-ખાં જાણે દુઃખના કોઈ દરિયામાં Page #28 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ડૂબી જતો હોય એવો દેખાયો. શેઠે તેની આવી સ્થિતિ ઘણીવાર અનુભવી હતી. તેના મોં ઉપરના ક્ષણે ક્ષણે પલટાતા રંગોનો તેણે એક રીતે અભ્યાસ કરી લીધો હતો અને તે ઉપરથી તેણે નિશ્ચય કર્યો હતો કે મુર્શિદ-કુલી-ખાં જેવા વીર ગણાતા પુરુષના હૃદયમાં કોઈ એક ઠેકાણે શલ્ય ખૂંચે છે. “જુઓ, મુર્શિદ-કુલી-ખાંનું માનીતું મુર્શિદાબાદ એક દિવસ બંગાળની રાજધાની બનશે, ગંગાને તીરે એક ટંકશાળ ઊભી થશે. અંગ્રેજો, ફ્રેંચો અને ડચ લોકો પણ તમને કુર્નીશ કરતા તમારા પગ પાસે ખડા રહેશે અને દિલ્હીનો શહેનશાહ તો બિચારો પૈસાનો જ ભૂખ્યો છે. તેને દર વરસે મહેસૂલના એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયા મોકલું છું, તેને બદલે બે કરોડ મોકલીશ અને કહીશ કે મુર્શિદ-ફુલી-ખાંના જ પ્રતાપે બંગાળની સમૃદ્ધિ દિનપરદિન વધતી જાય છે. આટલું થાય તો પછી નવાબીની મૃગતૃષ્ણા તમને શા સારુ જોઈએ ?’' માણેકચંદ શેઠે મુર્શિદકુલી-ખાંના ઉત્સાહમાં નવું ચેતન પ્રગટાવ્યું. નવાબ કરતાં પણ પોતે દશગણો મહાન્ છે. માણેકચંદ શેઠની બુદ્ધિ તથા સંપત્તિની સહાય હોય તો દિલ્હીનો તાજ પણ માથે મૂકી શકાય એવી મનોરમ મનોરથસૃષ્ટિ તેના ચક્ષુ આગળ ખડી થઈ. ૧૧ માણેકચંદ શેઠની શક્તિ ઉપર મુર્શિદ-કુલી-ખાંને પ્રથમથી જ વિશ્વાસ હતો. તેમની સત્યપરાયણતા અને સાહસિકતા પણ તેનાથી અજાણી ન હતી. નવાબના ભર્યા દરબારમાં આ જ એક માણસ છે એમ તે શ્રદ્ધાથી માનતો. તે જ દિવસે બંનેએ ઢાકાની પ્રપંચી રંગભૂમિ તજી જવાનો નિશ્ચય કર્યો. ઢાકાવાસી કોઈ એ ફેરફારનો અર્થ સમજી શક્યું નહીં. Page #29 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૨ માણેકચંદ શેઠના અતુલ વૈભવે, ગંગાના પૂરની સાથે સ્પર્ધા કરતા તેમના ધનપ્રવાહ, ભાગીરથીના કાંઠે જોતજોતામાં મુર્શિદાબાદ ઊભું કરી દીધું. આટલે દિવસે હીરાનંદની તપશ્ચર્યા ફળીભૂત થઈ. નાગોરથી નિઃસહાય નીકળેલા હીરાનંદનો પુત્ર, બંગાળ અને દિલ્હીના રાજતંત્રમાં એક તેજસ્વી નક્ષત્રની જેમ પ્રકાશી રહ્યો. ભલભલા નવાબો, દીવાનો, સરદારો અને અંગ્રેજી કંપનીના આગેવાનો તેની સલાહ અને કૃપા માટે ઝંખતા. હીરાનંદે જે સ્વપ્નસૃષ્ટિ રચી હતી, તે માણેકચંદે યથાર્થ કરી બતાવી. અઢારમી સદીના બંગાળના ઈતિહાસમાં જગત્શેઠની જોડીનો કોઈ બીજો પુરુષ જડતો નથી. ગરીબ પિતાનો એ કુબેરભંડારી સમો પુત્ર, અલક્ષપણે બંગાળ, બિહાર ને ઓરીસાનો ભાગ્યવિધાતા બની રહ્યો. હીરાનંદને બીજા પાંચ પુત્રો તથા એક પુત્રી હતી. એક માણેકચંદ અને તેની બહેન ધનબાઈ સિવાય જગશેઠની વંશાવલી લગભગ મૌન છે. ચંદ્રના તેજમાં તારક તેજ જેમ નિપ્રભ જણાય, તેમ માણેકચંદ અને બહેન ધનવતીના તેજમાં બીજા ભાઈઓ આચ્છાદિત થઈ ગયા હોય એ સંભવિત છે. જગતુશેઠના વંશજોએ ઇતિહાસના અઢારમા સૈકામાં, હિંદુસ્તાનના દૂર દૂરના પ્રદેશોમાં જે શરાફી પેઢીઓ ખોલી હતી અને એ પેઢીઓના પ્રતાપે જગશેઠો જે રાજદ્વારી સન્માન, હક્ક અને ગૌરવ ભોગવતા હતા, તેમાં માણેકચંદ શેઠના ભાઈઓનો પણ પૂર્ણ સહકાર હોવો જોઈએ. કેટલાય આત્મભોગો ઈતિહાસના પાનાનો આશ્રય મેળવી અમર બની શકતા નથી. હીરાનંદના બીજા પુત્રોનો નીરવ આત્મભોગ નીરખી ઈતિહાસ આનંદમુગ્ધ બની થંભી ગયો હોય એમ કાં ન બને ? Page #30 -------------------------------------------------------------------------- ________________ જગત્ોઠ માણેકચંદ શેઠની યોજના ફળી. ઢાકાને બદલે મુર્શિદાબાદ બંગાળની રાજધાની બન્યું. અજીમુશાન માત્ર નામનો જ નવાબ રહ્યો. મુર્શિદ-કુલી-ખાં અને માણેકચંદને બંગાળ, બિહાર અને ઓરીસાની પ્રજાએ વિના અભિષેકે સર્વોપરી સત્તાધિકારી સ્થાપ્યા. જાગીરદારોના ખેડૂતો ઉપરના જુલમો ઓછા થતા ચાલ્યા. પૈસા ખાતર ગરીબ રૈયત ઉપર ગુજરતા અત્યાચારો માણેકચંદ શેઠ પોતે જાતે દૂર કરવા લાગ્યા. ૧૩ પણ આ સ્થિતિ લાંબો વખત ન ટકી. જ્યાં ચોતરફ દાવાનળ સળગી રહ્યો હોય ત્યાં આ બે અધિકારીઓ શું કરી શકે ? અંગ્રેજો, ફ્રેંચો, વલંદાઓ અને સત્તાલોલુપી મુસલમાનો તથા હિંદુઓ બંગાળનું જળોની જેમ લોહી ચૂસતા હતા. શરૂઆતમાં મુર્શિદકુલી-ખાંએ માણેકચંદ શેઠને, બંગાળની સ્થિતિ સુધારવામાં પૂરતો સાથ આપ્યો. પણ અંતે તે કંટાળ્યો. તેની નજર આગળ અંધકાર તરી રહ્યો. તે સમજ્યો કે જ્યાં સુધી દિલ્હીની શહેનશાહત સ્થિર ન થાય, વલંદા વેપારીઓ રૂપી ગીધનાં ટોળાં ન ટળે ત્યાં સુધી Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪. જગશેઠ બંગાળનું રાજતંત્ર નખશીખ ન સુધરે. બે-ચાર અહીં તહીં થીગડાં મારવાથી થોડો સંતોષ કદાચ મેળવી શકાય, પણ એમાં જે શક્તિનો વ્યય થાય છે, તેની સરખામણીમાં એ સંતોષની કંઈ વધુ કિંમત ન અંકાય. આ નિરાશાનું એક બીજું પણ કારણ હતું. મુર્શિદ-કુલી-ખાં અપુત્ર હતો. બંગાળને બચાવ્યા પછી, બંગાળની સમૃદ્ધ અને રસાળ ભૂમિનો અધિકારી કોણ ? એ ચિંતા તેને નિરુત્સાહ બનાવી દેતી. માતૃભૂમિ જેવી કોઈ વસ્તુ તેની કલ્પનામાં આવી શકે તેમ ન હતું. તે મુસલમાન હતો, એટલે જ માતૃભૂમિની ચિંતાથી વિમુખ રહેતો એમ માનવાનું પણ કંઈ કારણ નથી. તે જન્મથી જ વિચિત્ર સંયોગોમાં ઊછર્યો હતો. તેને જેમ ભવિષ્યકાળ અંધકારમય લાગતો, તેમ ભૂતકાળ પણ એટલો જ અગમ્ય અને તિમિરાચ્છાદિત ભાસતો. કેટલીકવાર તે માણેકચંદ શેઠની સાથે વાત કરતાં અન્યમનસ્ક બની જતો. ભવિષ્યની કલ્પના કરતાં ઉષ્ણ નિઃશ્વાસ મૂકતો. દિલનું દર્દ તે કોઈની પાસે ખુલ્લું કરી શકતો નહીં. માણેકચંદ પણ એ વિશે સીધો સવાલ પૂછવા જેટલી હિંમત કરી શકતા નહીં. - અંગ્રેજ ઈતિહાસકારોએ તેને બીજા ટોડરમલ્લના વિશેષણથી વધાવ્યો છે. માણેકચંદ શેઠની અદશ્ય શક્તિ અને બુદ્ધિ તેમાં મુખ્ય ભાગ ભજવી રહી હતી. મહેસૂલી વહીવટ સર્વને અનુકૂળ તથા સુખરૂપ બને તે સારુ માણેકચંદ શેઠની સલાહ પ્રમાણે મુર્શિદકુલી-ખાંએ બંગાળને જુદા જુદા ભાગોમાં વહેંચી નાખ્યું હતું. હિંદુ તથા મુસલમાનના ભેદ લગભગ ભુંસાઈ ગયા હતા. યોગ્યતા અને ક્ષમતાનો જ આદર થતો હતો. Page #32 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૫ આગ્રા અને દિલ્હીમાં જ્યારે રાજકાંતિ જોશભેર ચાલતી હતી, તે વખતે બંગાળ ને બિહાર મુર્શિદ-કુલી-ખાંની ક્ષમતાને પ્રતાપે જ લગભગ સ્વસ્થ રહી શક્યા. અંગ્રેજ વેપારીઓ જે વખતે કુટિલ નીતિને અવલંબી કર્ણાટક, મદ્રાસ અને સુરત વગેરેમાં કોઠીઓ સ્થાપી, ભૂમિનો કબજો લઈ રહ્યા હતા, તે વખતે માત્ર મુર્શિદકુલી-ખાંએ પોતાના બાહુબળે તેમને બંગાળની બહાર રાખ્યા. એટલામાં ફરૂખસીયર અણધાર્યો દિલ્હીના તખ્ત ઉપર ચઢી બેઠો. બહાદુરશાહનો પુત્ર જહાંદારશાહ, જે ગાદીનો વારસ હતો તેનું ખૂન થયું. મોગલ સામ્રાજ્યનો સૂર્ય અસ્તાચલે ચઢતો હતો, તે વધુ વેગથી નીચે ખેંચાતો ચાલ્યો. સૈયદ ભાઈઓ પણ સામ્રાજ્યને તળિયે લઈ જવામાં પોતાનો પાપભાર વધારી રહ્યા, એ ભાઈઓને લીધે મોગલ સલ્તનતની આસપાસ પ્રપંચજાળ પથરાઈ બાદશાહ ફરૂખસીયર એક રાજપૂત કન્યાને પરણવા માગતો હતો. પણ લગ્નને આગલે દિવસે જ તે બિમાર થયો. કોઈ રાજવૈદ્ય એ રોગ મટાડી શક્યા નહીં. ફરૂખસીયરે દિલ્હીના તખ્ત ઉપર ભાગ્યે જ એક વરસ વીતાવ્યું હશે, ત્યાં તો યમનો સંદેશ તેણે સાંભળ્યો. લગ્નની પળોમાં મૃત્યુની કરાળ પાંખ ઉપર બેસી ઊડી જવાનું કોને દિલ થાય ? સ્વાથ્યની ખાતર તે પોતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર હતો. એટલામાં અંગ્રેજી કંપનીનો હેમીલ્ટન નામનો એક હકીમ બાદશાહને ભેટ્યો. તેણે ફરૂખસીયરને પથારીમાંથી હરતો-ફરતો કર્યો. હેમીલ્ટને પોતાની મહેનતના બદલામાં બંગાળના નદીકિનારેનાં થોડાં ગામ ઈનામ રૂપે માગ્યાં. રાજપૂત કન્યાના રૂપથી ઉન્મત્ત બનેલો અને નવા જીવનના કેફમાં Page #33 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૬ આંધળો બનેલો શહેનશાહ, હેમીલ્ટનને કોરા કાગળ ઉપર સહી આપવા તૈયાર થયો. તેણે ગંગાના કિનારા ઉપર આવેલાં દસદસ ગાઉ સુધીના વિસ્તારવાળા ચાલીસ પરગણાં અંગ્રેજ પેઢીને સોપવા બંગાળના દીવાન મુર્શિદ-કુલી-ખાંને ફરમાવ્યું. અંગ્રેજ-ફ્રેંચ અને વલંદા વ્યાપારીઓનાં તરકટો હવે કોઈથી છૂપા રહી શક્યાં ન હતાં. મુર્શિદ-કુલી-ખાં અને માણેકચંદ શેઠ જેવા કુશળ પુરુષો તો એમની દરેક રમતનું રહસ્ય પામી ગયા હતા. બંગાળ વ્યવસ્થિત થાય તે પહેલાં જ કંપની રૂપી અજગરના ગળામાં જઈ પડે, એ મુર્શિદ અને માણેકચંદ શેઠને આપઘાત જેવું લાગ્યું. મુર્શિદ-કુલી-ખાં બાદશાહના ફરમાન સામે પણ અડગ રહ્યો. તેણે બાદશાહને લખી મોકલ્યું કે બંગાળનો દીવાન, બંગાળની ભૂમિની એક તસુ પણ પરદેશી વેપારીને સોંપવા નાખુશ છે અને બીજી તરફ બંગાળના જમીનદારોને પણ કહી દીધું કે શહેનશાહનું ફરમાન છૂટે તો પણ કોઈએ અંગ્રેજ વેપારીને જમીનનો કટકો સરખો પણ ન આપવો. અંગ્રેજ પેઢીના અધિકારીઓ મુર્શિદાબાદના રાજતંત્રમાં માણેકચંદ શેઠનો કેટલો પ્રભાવ છે તે બહુ સારી રીતે જાણતા હતા. તેમણે માણેકચંદ શેઠને સમજાવી, શહેનશાહનું ફરમાન માન્ય રાખવા આગ્રહ કર્યો. મુર્શિદ-કુલી-ખાંને શેઠ વિના બીજું કોઈ સમજાવી શકે એમ ન હતું. અંગ્રેજ વેપારીઓએ વ્યાપારના વિસ્તાર સાથે બંગાળની ઋદ્ધિ-સમૃદ્ધિ કેટલી બધી વધશે તે સંબંધી સુંદર ચિત્રો માણેકચંદ શેઠ આગળ દોરી બતાવ્યા. મુર્શિદ-કુલી-ખાંની જેમ માણેકચંદ શેઠે મિ.હેમીલ્ટનને સાફ ના તો ન સંભળાવી, પણ એ વિષયમાં પોતાથી બનતું કરવાનું આશ્વાસન આપ્યું. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જગશેઠ ખરું જોતાં વિદેશી વેપારીઓનાં શૂળ, આ દેશના વૈશ્યોના દિલમાં જ ભોકાવાનાં હતાં, એમ સમજવા છતાં માણેકચંદ શેઠે અંગ્રેજ પેઢીનાં આંસુ લૂછડ્યાં, એનું કારણ સ્પષ્ટ હતું એ વખતે કોઈની શહેનશાહત, કોઈની નવાબી કે કોઈની દીવાનગીરી સ્થિર કે કાયમી ન હતી. આખા દેશમાં ઉથલપાથલ ચાલતી હતી. આવા સંજોગોમાં અંગ્રેજોને ખુલ્લા શત્રુ બનાવવાનું માણેકચંદ શેઠે પસંદ ન કર્યું. ફરૂખસીયરનો અમલ કેટલો નબળો છે અને અંગ્રેજોને રાજી રાખવા જતાં ફ્રેંચ અને વલંદાની વ્યાપારી પેઢીઓ કેટલી ઉશ્કેરાશે તે સમજાવી બાદશાહના ફરમાનને દબાવી દેવાની તેમની ધારણા હતી. આ વાત બાદશાહ ફરૂખસીયર પાસે પહોંચી. મુર્શિદ-કુલીખાંની ઉદ્ધતાઈ સાંભળી તે ક્રોધથી લાલચોળ બની ગયો. ફરૂખસીયર જયારે રખડતો હતો, ત્યારે દિલ્હીનું સિંહાસન મેળવવામાં માણેકચંદ શેઠે જ પૈસાની મદદ કરી હતી. મુર્શિદકુલી-ખાં અને માણેકચંદ શેઠની વચ્ચે ફરમાનના અમલ વિશે મતભેદ છે, એમ પણ તે અંગ્રેજ વેપારીઓ મારફત જાણી શક્યો હતો. તેને માણેકચંદ શેઠનો ઉપકાર વાળવાની અને મુર્શિદ-કુલીખાંને સજા કરવાની તક મળી. શહેનશાહનું બીજું ફરમાન છૂટ્યું. તેમાં મુર્શિદ-કુલીખાંને દીવાનપદ ખાલી કરવાની અને શેઠ માણેકચંદને તે સ્થાને સ્થાપવાની સ્પષ્ટ ઉદ્યોષણા હતી. તે સાથે શેઠ માણેકચંદને અને તેમના વંશજોને “જગતુ શેઠ”ની પદવીથી વિભૂષિત કરવાની શહેનશાહે પોતાની ઈચ્છા દર્શાવી હતી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જગશેઠ માણેકચંદ શેઠને જ્યારે આ ફરમાન મળ્યું. ત્યારે તેમની અજાયબીનો પાર ન રહ્યો. એ વખતે હિંદુઓના જીવન અને ધનમાલની પણ પૂરેપૂરી સહીસલામતી ન હતી, ઝનૂની અમલદારો જે વખતે હિંદુ ધનિકોની આબરૂ અને મિલ્કત લૂંટવામાં ઈસ્લામના આદેશનું પાલન સમજતા હતા, તે વખતે દિલ્હીનો શહેનશાહ એક જૈનને સમસ્ત બંગાળનો દીવાન અથવા સૂબો નીમે એ એક અદ્ભુત ઘટના હતી. એ વાત ખરી છે કે અધિકારીઓનાં આસન એટલાં ડોલાયમાન રહેતાં કે અધિકારની સાર્થકતા સાધવાની ઘડી સાંપડે તે પહેલાં જ તેમને પૃથ્વી ઉપર પછડાવું પડતું. એટલું છતાં પદવી અને ઋદ્ધિનો મોહ કોઈ મૂકી શકતું નહીં. જગડુશેઠની પરિણામદ બુદ્ધિને આ ફરમાનનું પરિણામ કળાયું. શહેનશાહનું કેટલું ઉપજણ છે અને મુસલમાન અધિકારીઓની વચ્ચે સૂબાગીરી સાચવી રાખવામાં કેટલું જોખમ છે, તે તેઓ કળી ગયા. છતાં પ્રાપ્ત થયેલો અધિકાર વ્યર્થ જવા ન દેવો એવો નિશ્ચય કર્યો. મુર્શિદ-કુલી-ખાં, ગમે તેમ પણ પોતાનો મિત્ર હતો. બંગાળભૂમિના કલ્યાણાર્થે જ તે બાદશાહની વિરુદ્ધ પડ્યો હતો અને મુર્શિદકુલી-ખાં ન હોય તો અત્યારે બંગાળ નરપશુથી ભરેલા ભયંકર અરણ્ય જેવું બની જાય એ પણ ઉઘાડી વાત હતી. પરંતુ બાદશાહનો ક્રોધ કઈ રીતે શાંત કરવો, સૂબાગીરીનો અનાદર કરવા છતાં ફરૂખશીયરની આજ્ઞાનું સન્માન શી રીતે વધારવું અને બીજી તરફ મુર્શિદ-કુલી-ખાં જેવા પુરુષને કઈ રીતે રાજી રાખવો, એ જગતુશેઠ માણેકચંદને એક મોટો પ્રશ્ન થઈ પડ્યો. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જશેઠ ફરૂખશીયરનું ફરમાન મુર્શિદ-કુલી-ખાંને મન એક ઉલ્કાપાત હતો. તેની અને માણેકચંદ શેઠની મૈત્રી ગમે તેટલી શ્રદ્ધાભરી અને અચળ જેવી દેખાતી હોય તોપણ આ આખાયે કારસ્થાનમાં માણેકચંદ શેઠનો જ હાથ હોવો જોઈએ, એમ તે પોતાના મનને મનાવવા પ્રયત્ન કરી રહ્યો. જે દરબારોમાં પળે પળે પ્રપંચના પાસા ફેંકાતા હોય ત્યાં માણેકચંદ શેઠ ક્યાં સુધી વિમુખ રહી શકે ? ધન, સંપત્તિ અને રાજના લોભે એક વેપારી પોતાનું હૈયું ક્યાં સુધી સાબૂત રાખી શકે ? માણેકચંદ શેઠે પોતે આ કાવતરું ન રચ્યું હોય તો બાદશાહ બીજા કોઈની નહીં અને બંગાળના સૂબા તરીકે માણેકચંદની જ શા સારુ પસંદગી કરે ? અંગ્રેજ વણિકો કરતાં પણ હિંદુ વેપારી વધુ કાવતરાખોર હોઈ શકે છે. ફૂલની શય્યામાં સૂતેલા પુરુષને અચાનક સર્પ દંશે તેમ મુર્શિદકુલી-ખાંનું અંતર આકસ્મિક ફરમાનથી ધ્રૂજી ઊઠ્યું. ઢાકાની રાજધાની બદલવામાં અને મુર્શિદાબાદ વસાવવામાં પણ એ જ માણેકચંદ મુખ્ય પ્રેરક હતો. બંગાળની જમાબંધી વ્યવસ્થિત કરવામાં અને રૈયતની શાંતિ સારુ મુર્શિદની પડખોપડખ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જગશેઠ બેસી ઉજાગરા સેવવામાં પણ એનો એ જ માણેકચંદ હતો. છતાં આજે તે પાપના પ્રલોભનમાં પડ્યો. ખુલ્લી રીતે તેણે બંગાળની સૂબેદારી માગી હોત તો શું મુર્શિદ-કુલી-ખાં એક ઘડીનો પણ વિલંબ કરત? અને આ નામમાત્રની નવાબીમાં એવી કઈ વસ્તુ છે કે સમજદાર માણસ તેને તજવામાં આનાકાની કરે ? બાદશાહો નામના છે, નવાબો નામના છે, એ બધાની પાછળ કોઈ જુદી જ વ્યક્તિ અને જુદી જ સત્તા કામ કરી રહી છે. આજે તો ખરેખરા કાર્યદક્ષ કોઈ હોય તો અંગ્રેજ વેપારીઓ છે. એ વેપારીઓ જ રાજતંત્રને સ્વેચ્છા પ્રમાણે ચલાવી રહ્યા છે. માણેકચંદ પણ શું અંગ્રેજ વેપારી જેવો સ્વાર્થી અને દગાબાજ નીવડ્યો ? મુર્શિદ-કુલી-ખાંના પ્રાસાદભુવનના પગ પખાળતી ભાગીરથી વહેતી હતી. સારી વિશ્વપ્રકૃતિ સ્તબ્ધ બની એ કલકલનાદ સુણતી. મુર્શિદ-કુલી-ખાં આજે એ તરફ બેપરવા હતો. તેણે ભાગીરથીના કલકલ શબ્દમાં પણ કોઈ નિરાશ મિત્રના કરુણ રુદનસ્વર સાંભળ્યા. બાગનાં પુષ્પોની સુવાસ વહેતો વાયુ પણ જાણે પ્રપંચની બદબોથી ભરેલો હોય એવો ભાસ થયો. તે બંગાળ ને બિહારનો સ્વામી હોવા છતાં, તેને ઘર કે કુટુંબ જેવી કોઈ વસ્તુ ન હતી. તેની વીરતા અને બુદ્ધિ જેટલી કેળવાયેલી હતી, તેટલું તેનું અંતર સ્નેહ કે વાત્સલ્યથી ભીંજાયું ન હતું. તેના માતાપિતા કોણ હતા અને આજે ક્યાં હશે તે પણ પૂર્વભવના જેવું જ રહસ્યમય બની ગયું હતું. તેને માત્ર એક જ પુત્રી હતી. તે દાસ-દાસીઓ વચ્ચે ઊછરતી. મુર્શિદ-ખાંએ તેની ચિંતા લગભગ મૂકી દીધી હતી. મુર્શિદ-ખાં પ્રાસાદભુવનના આ ભાગમાં ભાગ્યે જ આવતો. તે મોટે ભાગે અધિકારીઓ અને જમીનદારોથી વીંટળાયેલો રહેતો. Page #38 -------------------------------------------------------------------------- ________________ જગોઠ આજે તે એકલો પડ્યો હતો, ગૃહ શૂન્ય ભાસવાથી તે નદીકિનારા ઉપરના પોતાના બાગમાં જરા આરામ લેવા આવ્યો હતો. તેને આજે જેટલા આરામ અને આશ્વાસનની જરૂર હતી, તેટલી કોઈ દિવસ નહીં પડી હોય. અંતઃપુરમાંથી સાંજના વખતે આમોદ અર્થે બહાર ફરવા નીકળેલી ત્રણ કન્યાઓએ અચાનક મુર્શિદ-ખાંની હાજરી બાગમાં જોઈ અને જાણે કે પાંજરામાંથી છૂટી ગયેલો વાઘ બાગમાં ટહેલતો હોય એવા ભાવથી બે મુસલમાન કન્યા ત્યાં જ ક્યાંક છૂપાઈ ગઈ. ૨૧ એક કન્યા ધીમે ધીમે સંકોચાતા પગલે મુર્શિદ-ખાં પાસે પહોંચવાનો પ્રયત્ન કરી રહી. જ્યોત્સ્વાના પ્રકાશમાં મુર્શિદ-ખાંએ જોયું તો મરતી વખતે માતાએ મૂકેલી નિરાધાર બાલિકા આજે યૌવનને ઉંબરે આવી ઊભી હતી. સોળ સોળ વરસની વસંતની છાપ તેના અંગે અંગે આલેખાઈ હતી. સુકુમાર યૌવનની પ્રતિમા સમી તે, મુર્શિદ-કુલી-ખાંની બરાબર સામે આવી ઊભી હતી. તેની આંખોમાં, પોતાની સ્વર્ગવાસ પામેલી પ્રિયતમાનું આબાદ પ્રતિબિંબ મુર્શિદ-ખાં ઘડીભર જોઈ રહ્યો. માણેકચંદ શેઠના વિષયમાં વિચારો અને શંકાથી વલોવાતું હૃદય જુદે જ પાટે ચડ્યું. તેને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો. ઔરંગઝેબ અંતઃપુરમાં જતી-આવતી એક ઉમરાવની પુત્રી સાથે કેવી રીતે પ્યાર બંધાયો અને બાદશાહના જાણવામાં આવતાં તે કેટલો રોષે ભરાયો, એટલું જ નહીં પણ તે પછી હિંદુ જાતિના ઇતિહાસમાં કેવી જાતનું એક કલંક ઉમેરાયું તે બધું તેના સ્મરણપટ ઉપર તરી આવ્યું. તે જાણે સ્મૃતિપટને બે હાથથી ભૂંસી નાખતો હોય તેમ આંખ આડો હાથ ધર્યો. પશ્ચાત્તાપની એક તીવ્ર જ્વાળા તેના આખા દેહને કંપાવતી પસાર થઈ ગઈ. Page #39 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૨ ૨ બાપુ, અમે નહોતું જાણ્યું કે આપ અહીં હશો. રોજ અમે આ તરફ ફરવા આવીએ છીએ.” પિતાના સ્નેહથી અજાણી કિશોરીએ ક્ષમાના સ્વરોમાં કહ્યું. એ સ્વરોમાં પણ પચીસ ઉપર સાંભળેલા સૂરની મીઠાશ રમી રહી. તે જ્યારે યુવાન હતો અને પોતાના આશ્રયદાતાને ત્યાં ઊછરતો હતો, ત્યારે કંઈક આ જ પ્રકારના સૂરના ઘેનમાં તે આખી રાત જાગતો બેસી રહેતો. સામે ઊભેલી કન્યા અને તેની માતામાં આટલું અસાધારણ સાદૃશ્ય જોઈ વર્તમાનકાળ ભૂલી ભૂતકાળની અંધારી છતાં આજે ઊજળી ભાસતી દુનિયામાં વિહરી રહ્યો. ફરૂખશીયરના ફરમાનથી સંતાપ પામેલો, માણેકચંદ શેઠથી ખીજાયેલો અને ઉમરે પહોંચેલી કન્યાને જોઈ ચિંતાતુર બનેલો બંગાળનો સૂબો કેટલીકવારે ત્યાંથી ઊઠયો. એક જ દિવસમાં તેને પચીસ વરસનો થાક લાગ્યો હોય તેમ અતિ ધીમે પગલે પોતાના દીવાનખાના ભણી ચાલ્યો. પુત્રી પણ પિતાની પાછળ ચાલી. દીવાનખાનામાં દાખલ થતાં જ મુર્શિદ-ખાંએ માણેકચંદ શેઠને સ્વસ્થપણે બેઠેલા જોયા. જેની સાથે પ્રપંચ રમાયો છે, તેના જ ઘરમાં દગાબાજ આટલી શાંતિથી એકલો બેસી શકે એ તેને અશક્ય લાગ્યું. તેણે દૂર રહીને શેઠની મુખમુદ્રાનું બરાબર નિરીક્ષણ કર્યું. એ જ શાંતિ, એ જ નિષ્કપટ પુણ્યપ્રભાવ અને એ જ મૈત્રીના ભાવો તેના વદન ઉપર લહરતા હતા. વિશ્વાસઘાત આટલો શાંત અને સ્વસ્થ ન હોઈ શકે. આવતી કાલે જેની પાસેથી બંગાળનું સિંહાસન ઝૂંટવી લેવાનું છે, તેના ઘરમાં તેનો જ પ્રતિસ્પર્ધી આ રીતે એકલો અને શસ્ત્રહીન ન આવે. પરંતુ બહારની દેખાતી ભકિકતા એ પણ રમતનો એક પ્રકાર ન હોઈ શકે ? મુર્શિદ-ખાંનું વીર હૃદય મુંઝાયું. Page #40 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૨૩ બાપુ, મને રજા છે?” આજ્ઞા માગતી હોય તેમ અતિ દીનભાવે પુત્રીએ પૂછયું. | મુર્શિદ-ખાંએ જરા વિચાર કર્યો અને કહ્યું, “તારી પણ જરૂર પડશે. આજે આ માણેકચંદ શેઠ અને તારી પાસે બધો હિસાબ સમજી લેવાનો છે.” પણ કંઈક બીજો તર્ક આવતાં તેણે પોતાનો નિશ્ચય ફેરવ્યો. “કંઈ નહીં, તું જઈ શકે છે.” પિતા-પુત્રી વચ્ચેની વાતચીત સાંભળી માણેકચંદ શેઠ મુર્શિદખાંની સામે આવ્યા અને હંમેશ પ્રમાણે સલામ ભરી ઊભા રહ્યા. આજે તો આપ મને સલામ કરો છો, પણ આવતી કાલે મારા જેવા સેંકડો અધિકારીઓ આપના ચરણમાં પોતાનાં શિર ઝુકાવશે. આવતી કાલે આપ બંગાળના શાસક બનશો. બાદશાહ ફરૂખશીયરનું એ જ ફરમાન છે.” માણેકચંદ શેઠને માટે આ વાત નવીન ન હતી. તેમના મોં ઉપરની એક રેખા પણ ન બદલાઈ કુતૂહલ અને હાસ્યયી દીપ્તિ તેમના વદન મંડળ ઉપર ખીલી ઊઠી. ગઈ કાલે ન હતો, આજે નથી અને આવતી કાલે જ ફરૂખશીયરના ફરમાનથી બંગાળનો શાસક બનીશ, એમ કોણ કહે છે ? મુર્શિદ-ખાં અને માણેકચંદ વચ્ચે ભેદ ક્યાં છે ? મેં જ્યારે જયારે મુર્શિદ-ખાંને સલામ ભરી છે, ત્યારે ત્યારે હું પોતે મને પોતાને સન્માનતો હોઉં એમ જ માન્યું છે.” મુર્શિદ-ખાંનો. આશંકારૂપી અંધકાર, માણેકચંદ શેઠના સરળ હાસ્ય અને સ્વાભાવિક ગાંભીર્ય પાસે ઓગળતો હતો. તેની ઉપર આથી તીવ્ર કિરણ પડ્યાં. મુર્શિદ-ખાંના અંતરમાં જૂની મૈત્રીનો પુન: અરુણોદય થયો. Page #41 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૨૪ તો પછી બાદશાહ ફરૂખસીયર આપને જ બંગાળના સૂબા તરીકે શા માટે નીમે છે?” મુર્શિદ-ખાંએ સીધો સવાલ પૂછડ્યો. “બાદશાહ ફરૂખસીયર ? દિલ્હીનો શહેનશાહ?” માણેકચંદ શેઠ કટાક્ષ કરતાં મોટેથી હસ્યા. “મુર્શિદ-ખાં ? શહેનશાહ એ વસ્તુ તો ક્યારની યે ભૂંસાઈ ગઈ છે. બાકી તેની છાયા આજે તખ્ત ઉપર પડી રહી છે. ભૂલેચૂકે એ માયાને સાચી શહેનશાહત ન માનશો. ગરોળીની પૂંછડી કપાઈ ગયા પછી પણ થોડીવાર તરફડે છે. એમાં જીવ નથી હોતો. આજે મોગલ શહેનશાહતની લગભગ એવી જ દશા છે. જે માણસ ગાદીના ખરા હક્કદારનું ખૂન કરે છે અને બે સૈયદ ભાઈઓની કપાથી પૂતળાની જેમ નાચે છે તેને જો શહેનશાહ કહેવાતો હોય તો પણ હું તેના ખૂનથી રંગાયેલા હાથની ભેટ સ્વીકારવા ખુશ નથી. મારો અંતરાત્મા તેને બાદશાહ માનવાની સાફ ના પાડે છે.” “જગત્શેઠ, તમારી ઉપર બાદશાહની પસંદગી ઊતરી રાજકાજમાં પગલે પગલે પ્રામાણિકતા કે નીતિશાસ્ત્રના સિદ્ધાંત ન તપાસાય. બધાં નીતિસૂત્રો-સિદ્ધાંતો અવકાશ મળે ત્યારે વિચારજો. અધિકારપદેથી, મારી જેમ નીચે ઊતરો ત્યારે મહેલમાં બેઠાં બેઠાં પાપ-પુણ્યની ચર્ચા કરજો. આજે બંગાળનું રાજય ભોગવો, દુશ્મનોને દબાવો અને નીતિ કે પરલોક જેવી કોઈ ચીજ હૃદયને પીડતી હોય તો તેને પણ ઉખેડી ફેંકી દ્યો.” મુર્શિદખાંએ માણેકચંદ શેઠને બંગાળની ગાદી માટે લલચાવવાની અને રાજનીતિની તાલીમ આપવા માંડી. બંગાળની સૂબાગીરી મારામાં અધિક શું ઉમેરી શકે એમ છે? સારી યે મોગલ-સલ્તનતમાં એવી કઈ વસ્તુ છે કે જે સોનામહોર Page #42 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૨૫ અથવા રૂપિયાથી ન ખરીદી શકાય ? અને ગંગાને કાંઠે જ્યાં સુધી મારું મહિમાપુર હયાત છે અને મહિમાપુરની ટંકશાળ આબાદ છે ત્યાં સુધી મારા વૈભવ, મારી સત્તા કે મારા વ્યાપારની સામે ઊંચી આંગળી કરવાની પણ હિંમત કોણ કરી શકે એમ છે ? ફરૂખશીયર પોતે જ એક દિવસે યાચકની જેમ રૂપિયાની ભીખ માગતો આ શેઠને આંગણે નહોતો આવ્યો ? આજે એ બાદશાહ બન્યો છે, પણ હું બરાબર માનું છું કે અમારા ધનથી જ એ રાજમુકુટ ખરીદી શક્યો છે અને જે ઘડીએ આપણે નાણાં મોકલવાનું મોકૂફ કરીએ તે ઘડીએ જ તેનો મુકુટ તેના માથેથી ખસી પડવાનો. રાજકાજમાં નીતિ-અનીતિના વિચારને ભલે સ્થાન ન હોય, પણ અમારા વ્યાપાર અને વહેવાર તો એની ઉપર જ નભે છે. વેપારી જો પોતાની નીતિ ભૂલે તો બીજી જ પળે તે જડમૂળથી ઊખડી જાય.” “ત્યારે શું તમે ફરમાનને પાછું વાળશો? મુર્શિદ-ખાંની આંખ આશા અને આનંદથી ચમકી રહી.” એવી ખૂબીથી પાછું વાળીશ કે ફરૂખસીયરને જરાય અપમાન ન લાગે, એટલું જ નહિ, પણ મુર્શિદ-કુલી-ખાં જેવો ઉસ્તાદ, બાહોશ અને સલ્તનતનો અસાધારણ હિતેષી બીજો કોઈ નથી, એવી તેને પાકી ખાતરી થયા વિના ન રહે.” માણેકચંદ શેઠે આ શબ્દો એટલા આત્મવિશ્વાસથી ઉચ્ચાર્યા કે મુર્શિદ-કુલી-ખાં જાણે બીજીવાર બંગાળના સિંહાસને બેસતો હોય એવો ભાસ થયો. માણેકચંદ શેઠે વધુમાં ખુલાસો કરતાં કહ્યું, “બાદશાહને હું લખી જણાવીશ કે આપનો હુકમ હું માથે ચડાવું છું અને મને મળેલી બંગાળની સૂબાગીરી હું ફરીવાર મુર્શિદ-કુલી-ખાંના મસ્તકે મૂકું છું. મારા કરતાં પણ મુર્શિદ-કુલી-ખાંને હું વધુ યોગ્ય માનું છું. આ પ્રકારનો મારો એકરાર અને અરજ શું બાદશાહ કબૂલ Page #43 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૨૬ નહીં કરે ? એક હિંદુ ઊઠીને પોતાની સત્તા મુસલમાન અધિકારીને રાજીખુશીથી સોંપવા તૈયાર થાય ત્યારે શું તેને ઓછો આનંદ થશે ? મોગલ સામ્રાજ્યના ઈતિહાસમાં આ પ્રસંગ સોનેરી અક્ષરે નોંધાશે. ફરૂખસીયરને પણ થશે કે પ્રપંચથી છવાયેલા ઘોર અંધકારવાળા વાતાવરણમાં મુર્શિદ-ખાં અને માણેકચંદ જેવા મિત્રો વસે છે અને જ્યાં સુધી આવી મૈત્રી હયાત છે, ત્યાં સુધી બંગાળનો વાંકો વાળ પણ કોઈ કરી શકે એમ નથી. છેલ્લા શબ્દો ઉપર માણેકચંદ શેઠે ખાસ ભાર મૂક્યો. બંગાળની માતૃમૂર્તિ તેમની આંખ સામે ખડી થઈ બંગાળના શ્રેય માટે આ ભોગ કંઈ વિસાતમાં નથી, એવો આંતરિક સંતોષ તેઓ અનુભવી રહ્યા. “પણ અંગ્રેજ વેપારીઓને જે પરગણા સોપવાનું ફરમાવ્યું છે તેનું કેમ ?” મુર્શિદ-ખાં જાણે એક પાઠ પૂરો કરી બીજો પાઠ ભણતો હોય તેમ પૂછ્યું. “અંગ્રેજો વેપારીઓ છે, લડવૈયા છે, તેમને દુશ્મન બનાવવા અત્યારે પોસાય તેમ નથી. બાદશાહની આંખે તેઓ પાટા બાંધી શકે છે, અંદર અંદર ખટપટ કરાવી જાણે છે. વખત આવ્યે સહાય પણ આપે છે. એમની સાથે જરા સમાધાની અને ડહાપણથી કામ લેવું પડશે. પરગણાંની માલિકી નહીં, પણ એ ભાગમાં અંગ્રેજી પેઢીના વેપારીઓ વગર જકાતે વેપાર કરી શકે એવી વ્યવસ્થા કરશું.” એટલું કહી માણેકચંદ શેઠ ઊડ્યા. મુર્શિદાબાદનાં નર-નારીઓ જે વખતે આરામ કે આમોદનો ઉપભોગ કરતાં હતાં તે વખતે માણેકચંદ શેઠ કપાળ ઉપરનો પરસેવો લૂછતાં એકલા પોતાના આવાસ તરફ વિદાય થયા. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૭. ફી , Oliviele માણિકદેવી એક દિવસ કહેતાં હતાં કે ભાગીરથીના કિનારે એક મંદિર બંધાય છે. મંદિર પૂરું થયા પછી અમારાથી ત્યાં પગ પણ નહીં મુકાય. તે પહેલાં આપની સાથે આવી બાંધકામ અને યોજના જોઈ લઉં એમ મનમાં થાય છે.” છેલ્લા કેટલાક દિવસો થયા, મુર્શિદ-ખાં પથારીવશ છે. તેની વજ જેવી કાયા વૃદ્ધાવસ્થા અને કેટલીક માનસિક વ્યથાને લીધે પરવશ બની છે. નવું મંદિર મુર્શિદ-ખાંથી ન બંધાય, પણ કોઈ શ્રદ્ધાપૂર્વક મંદિર ચણાવતું હોય તો તેમાં યથાશક્તિ સહાય આપવાની ભાવનાથી તેણે માણેકચંદ શેઠને કહ્યું. - માણેકચંદ શેઠને બે સ્ત્રીઓ હતી. એક માણિકદેવી અને બીજી સોહાગદેવી. એટલું છતાં માણેકચંદને કોઈ સંતાન ન હતું. માણિકદેવી ઉંમરે મોટાં હતાં. તેઓ પરમ ભદ્રિક અને શ્રદ્ધાસંપન્ન હતાં. તેમણે જ શેઠને કહી એક સુંદર જિનમંદિર બંધાવવાની પ્રેરણા કરી હતી. મુર્શિદ-ખાં માણિકદેવીને પોતાની બહેન કરતાં પણ અધિક માનતો. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જગશેઠ શેઠને પૈસાની ખોટ ન હતી. બંગાળના કુશળ શિલ્પીઓને આમંત્રી, મંદિરની યોજના તૈયાર કરી. ભાગીરથીના તીર ઉપર જ, કસોટીના વિરલ શ્યામ પથ્થર વતી આખું મંદિર નિર્માણ કરવાનો નિશ્ચય થયો. પણ એ વખતે બંગાળની શિલ્પકળા આશ્રયદાતાના અભાવે મૂચ્છિત અવસ્થામાં હતી. સૌને પૈસાની જ પડી હતી. આકસ્મિક હુમલા અને લૂંટફાટથી આત્મરક્ષણ શી રીતે કરવું એ ચિંતા જયાં મુખ્ય હોય ત્યાં શિલ્પ કે કળાનો ભાવ કોણ પૂછે ? કલાકારો રાજા કે જમીનદારના અંગભૂત બનવાને બદલે વેઠે પકડાતા અથવા મજૂરી કરીને તેમને પોતાની આજીવિકા ચલાવવી પડતી. એટલું છતાં માણેકચંદ શેઠે પોતાની લાગવગના જોરે શિલ્પીઓને મહિમાપુરમાં બોલાવ્યા. ખર્ચની ચિંતા ન કરતાં સારામાં સારું દેવમંદિર ઊભું કરવાનો આદેશ આપ્યો. સમસ્ત બંગાળ, બિહાર અને ઓરીસાની મહેસૂલ જગતુશેઠ માણેકચંદને ત્યાં એકઠી થતી અને એ ત્રણે પ્રદેશમાં જગડુશેઠની ટંકશાળના જ રૂપિયા વપરાતા. મુસલમાન લખનારાઓ લખી ગયા છે કે જગત્શેઠને ત્યાં એટલું નાણું હતું કે જો તેઓ ધારે તો ગંગાજીનો પ્રવાહ રોકવા સોના-રૂપાના બંધ બાંધી શકે. બંગાળની જમા થયેલી મહેસૂલ દિલ્હીમાં ભરવા માટે જગશેઠના હાથની એક હૂંડી બસ થતી. મુતમ્મરીનનો લેખક કે જે એ જ જમાનામાં મોગલ-સમ્રાટનો માનીતો હતો તે કહે છે કે હિંદુસ્તાનભરમાં જગતુશેઠની સાથે સરખામણી થઈ શકે એવો બીજો શેઠ કે વેપારી ન હતો. કેટલીય વાર જગતુશેઠના ભંડારો લૂંટાયા, મરાઠાઓએ એકવાર તો એ પેઢીને નિર્દયપણે ચૂસી લીધી, છતાં જગતુશેઠની પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ અચળ અને અખંડ રહી. આટલું અમાપ ધનબળ હોય ત્યાં ધર્મમંદિર પાછળ લખલૂટ ખર્ચ Page #46 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૨૯ થાય એ સ્વાભાવિક છે. લોકકથા તો એવી છે કે જગતુશેઠે સોનામહોરો વડે જ મંદિરના પાયા ધરવ્યા હતા. બીજી રીતે કહીએ તો એ કસોટીનો પથ્થર જ એટલો દુર્લભ અને દુષ્યાપ્ય હતો કે સોના કરતાં પણ તેની કિંમત વધી જાય. એ મંદિર બંધાયું ત્યારે જગતુશેઠનો ભાગ્યરવિ સહસ્ત્રકળાએ પ્રકાશતો હતો. - કમનસીબે કળાએ લક્ષ્મીને પૂરતો સાથ ન આપ્યો. જે સુવર્ણમુદ્રા ભાગીરથીના જોસબંધ વહેતા પ્રવાહને ખાળવા સમર્થ હતી, તે જ સુવર્ણમુદ્રાઓથી સર્જાયેલા જિનભવનને તે જ પ્રવાહે, થોડા જ સમયમાં પોતાના પેટમાં સમાવવા માંડયું. આજે તે ભગ્ન અવસ્થામાં જગતુશેઠના વંશની લુપ્ત કીર્તિકથા અહોનિશ ઉચ્ચારતું ઊભું છે. જગતુશેઠના ગૌરવ સાથે મંદિરની મનોહરતા પણ માત્ર એક સ્મૃતિરૂપે રહી ગઈ છે. મુર્શિદ-ખાં એક અગ્રગણ્ય મુસલમાન અમલદાર ગણાવા છતાં મંદિરના નિર્માણમાં આટલો રસ લે એ માણેકચંદ શેઠને આશ્ચર્યકારક લાગ્યું. તેમણે મુર્શિદ-ખાંમાં એક હિંદુ ભક્તને છાજે તેવી પરોપકારિતા, નમ્રતા, સરળતા આદિ સગુણો અનેકવાર અનુભવ્યા હતા, અને એવી માનવતા હિંદુ-મુસલમાનમાં એક સરખી જ હોઈ શકે, એમ તેઓ માનતા. મુર્શિદ-ખાંમાં મુસલમાન સંસ્કૃતિ પરિપાક પામી છે, એમ જગતુશેઠ સમજતા, પરંતુ આજે મંદિરની વાત નીકળતાં જગતુશેઠે સ્નેહભરી, છતાં શંકાશીલ નજરે એવી ઢબે નિહાળ્યું કે મુર્શિદ-ખાં તેનો અર્થ તરત જ સમજી ગયો. “મુસલમન અમલદાર છું, છતાં શિલ્પ અને કળાના રસથી છેક અજ્ઞાત નથી. મારી બાલ્યાવસ્થા મેં મંદિરોના અભ્યાસ અને દર્શનમાં જ વીતાવી છે. તમે એ હકીકત નથી જાણતા. મારા Page #47 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૩૦ જીવનનું એ પ્રકરણ અણઉકેલ્યું જ રહી જશે અને આજે આટલે વરસે ઉકેલવામાં લાભ પણ શું છે ?” મુર્શિદ-ખાંનો ફિક્કો ચહેરો સતેજ બન્યો. દર્દભર્યા એક દીર્ઘ નિઃશ્વાસ સાથે ભુલાઈ ગયેલી વેદના ફરી અનુભવતો હોય તેમ તેણે છાતી ઉપર નિરાશ હાથ મૂક્યો. માણેકચંદ શેઠે મુર્શિદ-ખાંની આ પ્રકારની દશા ઘણીવાર જોઈ હતી. પૂછવાનું મન થવા છતાં સ્પષ્ટ શબ્દોમાં પૂછવાની હિંમત કરી શકતા નહીં. આજે તેમનાથી ન રહેવાયું : રાજકાજની ચર્ચા કરતાં મેં તમને ઘણીવાર અન્યમનસ્ક બનતાં અને અંતરમાં શલ્યની વ્યથા અનુભવતા જોયા છે. આટલી સત્તા, વૈભવ અને સુખનાં સાધનો હોવા છતાં આપ કયા અંશમાં વ્યથિત છો, તે હું મિત્ર હોવા છતાં જાણી શક્યો નથી. કાં તો આપનો એટલો વિશ્વાસ મેળવી શક્યો નથી અથવા તો હું આપને સમજી શક્યો નથી.” મિત્રના દુઃખમાં ભાગ લેવા આત્મા ઊકળતો હોય તેમ માણેકચંદ શેઠે મીઠાશથી કહ્યું, તૂટુ તૂટુ થતાં સંયમનાં બંધનો ભાંગીને ભૂકો થતાં હોય તેમ મુર્શિદ-ખાંએ કહેવા માંડ્યું : પુનર્જન્મ તો હિંદુ માત્ર માને, પણ હું એ કરતાં યે એક ડગલું આઘે ગયો છું. એક જ જીવનમાં મેં પોતે પુનર્જન્મ જોયો છે. તમે શ્રદ્ધાથી એ સિદ્ધાંત માનતા હશો, પણ મેં તો મારો જન્માંતર નજરોનજર નિહાળ્યો છે.” પુનર્જન્મ શબ્દ જગતુશેઠને ચકિત કર્યા. શવ્યાવશ બનેલો માનવી નબળાઈને લીધે આકાશમાં ઊડે એ તેમને સંભવિત લાગ્યું. પરંતુ સિપાઈગીરીમાં કુશળ ગણાતા મોગલ અધિકારીના મોમાં આ ચર્ચા અસ્થાને લાગી. જગત્શેઠ કંઈક બોલવા જતા હતા, પણ ખુર્શિદ-ખાં એમનો આશય કળી ગયા. Page #48 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ૩૧ ‘“એક માત્ર માણસજાતને જ સર્જનહારે આટલી દુર્બળ કેમ બનાવી ? જગત્ની રંગભૂમિ ઉપર પ્રકૃતિના અસંખ્ય સત્ત્વો પોતપોતાના ભાવ ભજવી જાય છે, પણ કોઈમાં પાછું ફરીને નિહાળવાની નબળાઈ નથી. પર્વતમાંથી વહેતું ઝરણ પોતાના ભવિષ્યને જ ભાખે છે, એક વાર છૂટ્યા પછી તે પાછું વાળીને જોતું નથી. ચંદ્ર અને સૂર્યનાં કિરણો વરસે છે, પણ તેમને પાછાં સૂર્ય કે ચંદ્રમાં સમાવાની ઉતાવળ નથી. કેવળ માણસના હૈયામાં જ આવી તાલાવેલી કેમ રહેતી હશે ?'' જગત્શેઠ જોઈ રહ્યા કે મુર્શિદ-ખાંને કોઈ અણચિંતવી વ્યથાએ કવિત્વ પ્રેર્યું હતું. યુદ્ધ અને મહેસૂલના વાતાવરણમાં જિંદગી ગાળનાર પુરુષ આજે આકાશમાં ઊડવા કલ્પનાની પાંખ ફફડાવતો હતો. મુર્શિદ-ખાંનું કવિત્વ બરાબર ન સમજાયું. પણ શબ્દને ભેદી, મુર્શિદના સારાય દેહને કંપાવતી વ્યથા છૂપી રહી શકે એમ ન હતું. “મંદિર, પુનર્જન્મ, પ્રકૃતિ એ બધા વિષયો આપની પાસેથી હું આ પહેલી જ વાર સાંભળું છું. યૌવન અને કવિતાનો મેળ તો મળે, પણ આ વૃદ્ધવયે, આ માંદગીના બિછાનામાં કંઈક અદ્ભુત જેવું ભાસે છે.’’ “જગત્શેઠ ? તમને એમાં કવિત્વ લાગશે. કારણ કે તમે હિંદુ તરીકે જન્મ્યા છો અને હિંદુ તરીકે જીવી શક્યા છો. તમને અમારી જીવનકથા અદ્ભુત ભાસશે, કારણ કે તમે જન્મીને એવી કોઈ વસ્તુ નથી ગુમાવી કે જેને લીધે તમને તમારું જીવન આકરું થઈ પડે. આ હૃદય ચીરીને જુઓ : તમને જણાશે કે ત્યાં એકી સાથે સો વીંછી ડંખ મારી રહ્યા છે. કીડીનો ચટકો જેણે અનુભવ્યો નથી, તે વીંછીના ડંખની વેદના કઈ રીતે સમજી શકે ?”” મુર્શિદ Page #49 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ૩૨ ખાં જેવા મરદનું હૈયું પણ પીગળવા લાગ્યું. આંસુનો વેગ તે ખાળી શક્યો નહીં. રણમેદાનમાં હજારો સૈનિકોને સ્વર્ગનો રાહ દેખાડનાર સેનાપતિ એક બાળકની જેમ રોઈ પડ્યો. “આ મુર્શિદ-ખાં પહેલી જ વાર કહે છે કે હું હિંદુ હતો અને આજે પણ બની શક્યું ત્યાં સુધી હિંદુ જ રહ્યો છું. બે દિવસ ઉપર મેં મારી એકની એક પુત્રીને બગીચામાં ફરતી જોઈ અને મહામહેનતે છુપાવી રાખેલી વ્યથા સો ગણા જોરથી ભભૂકી ઊઠી. હકીમો કહે છે કે અતિ અશક્તિને લીધે વખતોવખત મારું મગજ અને શરીર તપી જાય છે. પણ એ બિચારા આત્માનો સંતાપ શું સમજે ?”’ જગત્શેઠ અધીરા થયા. મુર્શિદ-ખાં પોતાનો જ જાતિબંધુ છે એ જાણ્યા પછી તેને ભેટવા તેમના હાથ તલપી રહ્યા. કહ્યું, “હું આ શું સાંભળું છું ? મારો પ્રિય મિત્ર મુર્શિદ હિંદુ છે ? અને જો એમ જ હોય તો પછી શા સારુ મુસલમાન બન્યો ?'' “એ કથા લાંબી છે અને ખરું જોતાં એટલી બધી અસ્પષ્ટ છે કે હું પોતે જ તે ઉકેલી શકું એવી સ્થિતિમાં નથી. છતાં મારી બાલ્યાવસ્થા હજી ય મારી નજર સામે તરે છે. દક્ષિણના પહાડી પ્રદેશોમાં મારા દોસ્તો સાથે દિવસોના દિવસો સુધી રખડતો અને મારી વૃદ્ધ માતા મને ઘરમાં આવેલો જોઈ વાત્સલ્યથી ઘેલી જેવી બની જતી. મારે એકે ભાઈ કે એકે બહેન ન હતી. મારી મા સાથે હું મંદિરે મંદિરે આથડતો અને માતાના અનુકરણમાં દેવ-દેવીઓને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતો એનું મને બરાબર સ્મરણ રહી ગયું છે. મંદિરો અમારા ૨મવાનાં અને છુપાવાનાં સ્થળો હતાં. બીકથી અજાણ્યો હું ઘણીવાર મંદિરના શિખર સુધી પહોંચી જતો અને ત્યાં બેઠો બેઠો આસપાસના દૂરદૂરના પ્રદેશો Page #50 -------------------------------------------------------------------------- ________________ S. જગશેઠ (૩૩ નીરખતો.” આંસુથી ભીંજાયેલા અશક્ત નેત્રોમાં સત્યયુગની આભા ખીલી નીકળી અને જગડુશેઠે જો વચમાં વિક્ષેપ ન નાખ્યો હોત તો મુર્શિદ-ખાં ક્યાં અટકત તે કહી શકાય નહીં. પણ તમે મુસલમાન શી રીતે બન્યા ?” જગડુશેઠે સીધો સવાલ પૂછ્યો. હું શું જાણું કે શી રીતે મુસલમાન બન્યો ? મને ઝાંખુ ઝાંખું પણ એટલું યાદ આવે છે કે એક દિવસ ખરે બપોરે અમારા ગામડામાં ધાડપાડુઓનાં ટોળાં ઊતર્યા, અમારાં ઘરબાર લૂંટાયાં, જે જવાંમર્દો ગણાતા હતા, તેમનાં શબ શેરીઓ વચ્ચે પડ્યાં અને જેમ જાનવરને બાંધે તેમ અમને બાંધ્યા. ભૂખ, તરસ અને થાકથી હું જ્યારે બેહોશ બનતો હતો ત્યારે પણ ઉપરથી ચાબૂક પડતા હતા. આખરે એક ઈસ્પાહાનના શ્રીમંત વેપારીને ત્યાં વેચાયો. પશુની જેમ માણસો વેચાતા હોય ત્યાં ધર્મ કે આચારની પરવા કોણ કરે ? જન્મે જેમ હિંદુ હતો, તેમ ખરીદાયા પછી મુસલમાન બન્યો. પણ એ પછી તરત જ હું ઉન્નતિનાં પગથિયાં ચડતો ગયો. બાદશાહ ઔરંગઝેબનો માનીતો થયો. દક્ષિણનો દીવાન થયો અને ત્યાંથી અહીં સુધીનો ઇતિહાસ તો તમે જાણો છો જ.” આ વેદનાનો ઉપાય જગતુશેઠની શક્તિ અને બુદ્ધિ બહારનો હતો. મુર્શિદ-ખાંએ કહેલી મંદિર, પુનર્જન્મ અને પ્રકૃતિની વાતોનું રહસ્ય સમજાયું. મુર્શિદ-ખાં પોતે તો ભૂતકાળના આ ભડકાથી નખશિખ બળી રહ્યો હતો, પણ તેની જવાળા જગતુશેઠના અંગને બાળી રહી. “માણસ પોતાનો ભૂતકાળ ભૂલી શકતો હોત તો કેટલો સુખી થાત ? બધી રીતે બળવાન ગણાતા માણસના જીગરમાં આટલી Page #51 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૩૪ નબળાઈ શા સારુ ભરવામાં આવી ?” એક લાંબો નિઃશ્વાસ નાખ્યા પછી મુર્શિદ-ખાંએ આવેગને શમાવી કહ્યું : “મને મુસલમાન બન્યાનો મુદ્દલ પશ્ચાત્તાપ નથી, કારણ કે ઈચ્છાપૂર્વક મેં ધર્મ બદલ્યો નથી, પરંતુ મને ખરેખર જે કાંઈ લાગી આવે છે, તે તો એજ છે કે તમારા સમાજનાં દ્વાર અમ જેવા માર્ગ ભૂલ્યા મુસાફરને માટે પણ ઊઘડી શકતાં નથી. હું તો એ ઝેર ઘોળીને પી જઈશ, પણ મારી આ પુત્રીએ શું ગુન્હો કર્યો ? બંગાળનો કોઈ હિંદુ યુવાન એનું પાણિગ્રહણ કરે તો મારા ઉત્તરાધિકારી તરીકે હું તેને બંગાળનો શાસક નીમવા તૈયાર છું. તમારે જો પુત્ર હોત તો મારી પહેલી પસંદગી તેની ઉપર જ ઊતરત. દક્ષિણ અને બંગાળના લોહીમાંથી એક અપૂર્વ સંસ્કારસ્વામી અવતરત અને બંગાળ, બિહાર, ઓરીસા ઉપરાંત ઉત્તર અને દક્ષિણમાં પણ પોતાની આણ ફેલાવત. અકસ્માતના યોગે મળેલા માણેકચંદ અને મુર્શિદ-ખાં જો પૂર્વના પ્રદેશોમાં પોતાની છાપ પાડી શકે છે, તો એ સહજ સંસ્કાર શું ન કરત?” જગશેઠ નિરુત્તર રહ્યા. બંગાળના એકાધિપત્યની મધુરી કલ્પના સ્વર્ગસુખ કરતાં પણ તેમને વધુ રમ્ય લાગી. મુર્શિદ અને માણેક મૈત્રીમાં એક છે, તેમ જો લોહીમાં એક હોય તો બંગાળનું ભાવિ કેવું ઉજ્જવળ બને ? આર્ય સામ્રાજયનો વિજયધ્વજ પ્રાસાદના શિખરે ફરકતો હોય એ દશ્ય નયન સામે ખડું થયું. પણ થોડીવારે મોહમાંથી જાગતા હોય તેમ જગત શેઠ સહાનુભૂતિસૂચક સ્વરમાં કહ્યું “ધર્મ પાસે સામ્રાજ્યસત્તા પણ તુચ્છ છે. રાજ્ય કે વૈભવની લાલચ કોઈ હિંદુ યુવાનને આકર્ષી શકે એમ હું નથી માનતો. Page #52 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૩૫ વૈભવ અને ધન તો ક્ષણિક છે, ધર્મ અજર-અમર છે. અધર્મથી કદાચ ઈદ્રનું ઈન્દ્રાસન મળતું હોય તોપણ ધાર્મિક હિંદુ તેની સામે ઊંચી આંખ ન કરે.” જગત્શેઠે સનાતન વિચાર અને વાણીનો નિર્જીવ અનુવાદ સંભળાવ્યો. મને પણ એ જ દુ:ખ સાલે છે. મારો એક હિંદુનો પુત્ર, પુત્ર નહીં તો પૌત્ર અને પૌત્ર નહીં તો દૌહિત્ર આવતી કાલે તમારાં જ મંદિરો તોડશે, તમારાં કુટુંબો ઉપર સીલમ ગુજારશે, તમારા શિલ્પ અને સાહિત્યનો નાશ કરશે અને છતાં તમે માનશો કે “અમે ધર્મનું પાલન કરી રહ્યા છીએ.” જગતુશેઠ ! એ તમારો દોષ નથી. ભારતનું ભાગ્ય જ કંઈ એવા આછા કુંકુમે લખાયું છે. તમે કે હું શું કરી શકવાના હતા ?” અતિશય આવેગને લીધે મુર્શિદ-ખાંથી વધુ બોલી શકાયું નહીં. બિછાના ઉપર જાળવીને પડખું ફેરવ્યું અને જાણે કે હવે કહેવાનું કંઈ બાકી ન રહ્યું હોય તેમ આંખો મીંચી લીધી. તેમના પ્રત્યેક નિઃશ્વાસમાં સંતાપના ડુંગર ઠલવાતા હોય તેમ જગશેઠ જોઈ રહ્યા. પોતાના મિત્રની આવી કરુણાજનક દશા નિહાળી તેમને ભારે આઘાત થયો. આટઆટલા વરસ સુધી આ પ્રકારની અસહ્ય વ્યથા મૂંગે મોઢે જે સહી શકે છે, તેનું મનોબળ કેટલું મજબૂત હોવું જોઈએ. એ વિચારે તેમના હૃદયમાં મિત્ર પ્રત્યેનું માન ઉભરાવા લાગ્યું. પણ તેઓ નિરુપાય હતા. કુદરતનો આખો ક્રમ ફેરવ્યા વિના મુર્શિદ-ખાંના દર્દ ઉપર મલમપટો બાંધવો તેમને અશક્ય લાગ્યો. : : : Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જગશેઠ સૂર્યાસ્તને હજી વાર છે. પણ અંધારુ થઈ જશે તો રસ્તામાં જ રોકાઈ જવું પડશે, એ ચિંતાથી એક યુવાન મારતે ઘોડે મુર્શિદાબાદ તરફ ધસી આવે છે. તેનું ગૌર વદન તાપ અને શ્રમને લીધે લાલચોળ દેખાય છે. પગથી માથા સુધી તેણે એક યોદ્ધાને શોભે તેવો મોગલાઈ વેશ પહેર્યો છે. ચહેરા ઉપરની વ્યગ્રતા તેની સ્વાભાવિક સરળતાને આકર્ષક ઓપ આપી રહી છે. આશાના તેજથી દીપ્તિમાન બનેલાં નેત્રો કોઈ આપ્તજનો નિહાળવા, રસ્તા ઉપરની વૃક્ષઘટાને ભેદી પેલી પાર દૃષ્ટિ ફેંકવા મથે છે. આ ઊગતી અવસ્થામાં એવું તે શું ચિંતાનું વાદળ તેની ઉપર તૂટી પડ્યું હશે કે તે આટલો વિહળ અને વ્યગ્ર દેખાતો હશે ? મુર્શિદાબાદમાં પહોંચ્યા પછી મુર્શિદ-ખાંના પ્રમોદભવન પાસે તે ઘોડા ઉપરથી નીચે ઊતર્યો. દરવાનના હાથમાં લગામ સોંપી, એક અક્ષર પણ બોલ્યા વિના તે સડસડાટ દીવાનખાના તરફ ચાલ્યો. કોઈ તેને રોકી શક્યું નહીં, તેમ કોઈને કંઈ પૂછવાની પણ તેને જરૂર ન લાગી. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૭ દીવાનખાનામાં જોયું તો મુર્શિદ-ખાં અને માણેકચંદ શેઠ વાત કરતા બેઠા હતા. તરત જ તે ત્યાંથી પાછો ફર્યો. જરા થંભ્યો. કંઈક વિચાર કર્યો અને પ્રમોદભવનના પાછલા ભાગમાં જ્યાં અહોનિશ ગંગાનો કલકલ નાદ ગુંજતો અને પુષ્પોની સુગંધ સતત વહેતી, ત્યાં આવી સંગેમરમરની એક બેઠક ઉપર બેઠો. આ સ્થાન તેનું અતિ પરિચિત હોય એમ તેની રીતભાત પરથી કોઈને પણ લાગ્યા વિના ન રહે. જગત્શેઠ ક્યાંય સુધી તે ત્યાંને ત્યાં જ બેસી રહ્યો. રાત્રી પડતી હતી અને દિશાઓમાં અંધકાર વ્યાપતો હતો, પણ તેની આ યુવાનને ઝાઝી પરવા હોય એમ ન લાગ્યું. સાધકની દશા અને યુવાનની અત્યારની સ્થિતિ લગભગ સમાન હતી. “કોણ શુજા ? તું અહીં ક્યારે આવ્યો ? અયોધ્યા છોચે કેટલા દિવસ થયા ? બાપુને મળ્યો ?'' ઇષ્ટદેવનો સાક્ષાત્કાર થતાં ભક્તજન ગદ્ગદ્ ચિત્તે અનિમેષ નેત્રે નિહાળી રહે તેમ શુજાએ ઊંચુ જોયું. તેની સામે બંગાળના નવાબની માનીતી કન્યામયના ઊભી હતી. યુવાન નિરુત્તર રહ્યો. વીજળીના વેગ જેટલી ત્વરાથી તેને કેટલાક તરંગો આવ્યા અને ઊડી ગયા. બે વરસ પહેલાં જે મયનાને જોઈ હતી, તેમાં અને આજે સામે ઊભેલી મયનામાં આકાશ-પાતાળ જેટલું અંતર પડી ગયું હતું. મયના કિશોરી મટી યુવતી બની હતી. જેને નયન ભરીને નિહાળવા તે આટલો વ્યગ્ર હતો તેનામાં ચાંચલ્ય કે ચપળતાને બદલે ગાંભીર્ય અને સહજ સંયમ આરોપાયા હતા. તે માનતો હતો કે મયના પાસે આવતાં જ હર્ષોન્મત્ત બની, હાથ પકડી પહેલાંની જેમ ભવનની અંદર તાણી જશે અને એવા અર્થ Page #55 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૩૮ વગરના પ્રશ્નો ઉપરા ઉપરી પૂછશે કે કેવળ હાસ્ય સિવાય તેનો બીજો કોઈ ઉત્તર ન સંભવે. અયોધ્યાનાં પરાક્રમો એક પછી એક વર્ણવવાની પણ તેણે ગોઠવણ કરી રાખી હતી. પરંતુ મયનાના ગાંભીર્ય અને અડગ ધેર્યું તેની મનોરથ સૃષ્ટિમાં પ્રલયકાળ આણ્યો. શુજા ? બાપુ બે અઠવાડિયા થયા બિમાર છે. તું કેમ કંઈ બોલતો નથી ?” મયના કંઈક વધુ ઉત્સુક દેખાઈ “હમણાં જ ત્યાં જઈ આવ્યો. જગતુશેઠની સાથે વાત ચાલતી હતી, એટલે મેં તેમાં વિક્ષેપ ન નાખ્યો. સીધો અહીં આવી તમારી રાહ જોતો બેસી રહ્યો.” શુજાની નિરાશા તેની વાણીમાં વધુ સ્પષ્ટ બની. “ઠીકચાલ, જરા સ્વસ્થ થા. બહુ થાકી ગયો જણાય છે. પણ હા, તને અયોધ્યા કેવી લાગી ? જનક, રામ અને સીતાની એ લીલાભૂમિ ખરેખર રમણીય હશે. એક દાસી રોજ મને થોડું થોડું રામાયણ સંભળાવે છે. તું તો એ અયોધ્યામાં જ વસે છે. તારા ભાગ્યની કોને ઈર્ષ્યા ન આવે ?” શુજા આ કુટુંબમાં જ નાનેથી મોટો થયો હતો. મયના અને શુજાએ નિર્દોષ બાલ્યાવસ્થાના સોનેરી દિવસો એક સાથે રમીને ગાળ્યા છે. પણ તે આજે મયનાને કેવી રીતે કહી શકે કે અયોધ્યાની તીર્થભૂમિ મયના વિના તેને નિર્જન જેવી ભાસતી ? ગમે તેમ પણ તે મુર્શિદ-ખાંનો આશ્રિત હતો. ખોરાસાનને ભૂલી મુર્શિદાબાદને જ પોતાનું વતન માનતો થયો હતો. મુર્શિદનો આશરો ન હોય તો શુજા માર્ગના એક ભિખારી કરતાં વધુ સારી સ્થિતિમાં ન હોય. Page #56 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૩૯ વળી અયોધ્યાને તીર્થભૂમિ માનવા જેટલા સંસ્કાર ગુજામાં ન હતા. તે પાકો મુસલમાન હતો. મુર્શિદ-ખાંના સહવાસે તેનામાં ઉદારતા અને ગુણાનુરાગ ખીલવ્યા હતા. મયનાની સાથે રહેવાનું થાય તો પોતે પણ સારો સંસ્કારી અને અભ્યાસી બની શકે, એમ તે માનતો. કમનસીબે તેમને અચાનક છુટું પડવું પડ્યું. અયોધ્યામાં કોઈ વિશ્વાસપાત્ર અમલદાર ન હોવાથી મુર્શિદ-ખાંએ તેને તત્કાળ ત્યાં મોકલી દીધો. અયોધ્યામાં તેણે બે વરસ શી રીતે ગાળ્યાં, તે તેનો અંતરાત્મા જાણે છે. મુર્શિદાબાદ અને મયના હવે તેની સાધનાનો વિષય બન્યો હતો. “જો તું પાછી હતી તેવી બાલિકા બને તો હું તને અયોધ્યા લઈ જવા તૈયાર છું” એમ તેને કહેવાનું મન થયું. પણ શુજા પોતાની સ્થિતિ સમજતો હતો. માલિકની કન્યાને લોભાવવામાં કેટલો અનર્થ છે, તેની કલ્પના તે કરી શક્યો. - “અયોધ્યા મુર્શિદાબાદ જેટલું સુંદર ન લાગ્યું. આ આરામ, આ વિનોદ અને વૈભવે ત્યાં ન હતાં અને સાચું કહું તો મયના! મને ત્યાં કોઈ માણસ હૈયાવાળું ન લાગ્યું. જ્યાં જઉં ત્યાં માત્ર સ્વાર્થની જ ગડમથલ ચાલતી. બાપુ જો નાખુશ ન થાય તો હું હવે ત્યાં મુદ્દલ જવા નથી માગતો. બાપુની બિમારીનું બહાનું મળતાં તરત જ આ તરફ દોડી આવ્યો.” શુજા ભલે પોતાના મનોભાવ છુપાવે, પણ મયના સમજતી હતી કે અયોધ્યા કરતાં મુર્શિદાબાદને સુંદર માનવામાં એક સબળ કારણ છે અને અયોધ્યાનાં નરનારી તેને હૈયાસૂનાં લાગ્યાં હોય Page #57 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૪૦ તો તે મયનાની સ્નેહશક્તિનો જ પ્રતાપ છે. તેનું નારીહૃદય આથી જરા વધુ અભિમાની બન્યું. એટલામાં એક દાસી સુવર્ણપાત્રમાં શરબત જેવું કંઈક લઈ આવી. મયનાએ તે પાત્ર પોતાના હાથમાં લઈ શુજા પાસે ધર્યું અને કહ્યું : “અયોધ્યામાં આવું શરબત હશે, પણ આટલો મમતાળુ હાથ નહીં હોય. લે !” શુજાને લાગ્યું કે મયના માત્ર ગંભીર જ નથી બની, થોડી નિષ્ફર પણ બની છે. આના કરતાં ખુરાસાનમાં હોત તો કેટલો સુખી હોત ? કેટલી સહેલાઈથી રમણીનો સ્નેહ જીતી શક્યો હોત ? આવતી કાલે મુર્શિદ-ખાંની આંખો મીંચાય તો અહીં મારું કોણ ? મયના જો ન મળે તો જીવનમાં શૂન્ય સિવાય બીજું શું રહે ? તેનો ચહેરો પ્લાન બન્યો. હતાશ હૃદયમાંથી એક દર્દભરી આહ છૂટી. મયના ચમકી ઊઠી. તે કંઈક બોલવા જતી હતી, એટલામાં ત્યાં કોઈકનાં પગલાંનો અવાજ સંભળાયો. બંનેનાં આતુર નેત્રો તે તરફ વળ્યાં. જોયું તો માણેકચંદ શેઠ તેમની તરફ જ આવતા હતા. શુજા વિનયપૂર્વક તેમની સામે ગયો. મયના સંકોચને લીધે એક તરફ ઊભી રહી. અયોધ્યાના શું સમાચાર છે ? જાગીરદારો પણ નવાબના માથાના મળ્યા છે, ખરું ને ?” જગતુશેઠે શુજાની પીઠ ઉપર હાથ ફેરવ્યો અને જાણે મુર્શિદ-ખાંનો પોતાનો બાળક હોય તેમ સ્નેહથી અભિનંદ્યો. Page #58 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૪૧ હમણા તો કોઈ ઊચું માથું કરી શકે એમ નથી. બંગાળના પ્રતાપ પાસે તેમને નમવા સિવાય છૂટકો જ નથી.” શુજાની કીર્તિ અને શક્તિ વિશે જગડુશેઠે પહેલાં પણ સાંભળ્યું હતું. તેમને શુજાનો આ ઉત્તર કેવળ નિરભિમાન લાગ્યો. આ શુભ સંવાદ મુર્શિદ-ખાને પહોંચાડવા જગશેઠ શુજાને લઈ તેમની પાસે ગયા. શુજાને જોતાં જ મુર્શિદ-ખાંનો ચહેરો સતેજ બન્યો. “બેટા શુજા ! ઠીક થયું કે તું આવી પહોંચ્યો. હવે કદાચ મોત આવશે તો હું ખુશીથી આત્મસમર્પણ કરી દઈશ.” જગતુશેઠ તરફ જોઈ ઉચ્ચાર્યું - “મારી બધી આશા આ યુવાન ઉપર અવલંબી રહી છે.” જગતુશેઠ મુર્શિદ-ખાંની સ્નેહદુર્બળ સ્થિતિ બરાબર સમજી ગયા હતા. એમની આશા અને શ્રદ્ધા એ બધું એમની એક પુત્રીમાં જ સમાય છે. એ વાત પણ તેમણે હમણાં જ મુર્શિદ-ખાં પાસેથી જાણી હતી. તેમને ખાતરી થઈ કે મુર્શિદ-ખાંની પસંદગી કોઈ અપાત્ર ઉપર નથી ઊતરી. મયનાનો પતિ થવાને જેમ તે યોગ્ય છે, તેમ જો સારા સલાહકારો મળે તો અયોધ્યા અને બંગાળનો સ્વતંત્ર શાસક પણ બની શકે એવું પાણી આ યુવાનમાં છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ જન્મશેઠ છ ઔરંગઝેબે સુરંગો ખોદી રાખી હતી, અંદર દારૂગોળો પણ ભરપૂર ભર્યો હતો. માત્ર એક ચિનગારીની જ રાહ જોવાતી હતી. ઔરંગઝેબનું મૃત્યુ થતાં ભરતખંડની ચારે દિશામાં જ્વાલામુખી ફાટી નીકળ્યો. મયૂરાસન તો સહીસલામત ન રહ્યું, પણ વજીરો, સૂબેદારો ને નવાબોના પગ નીચેની ધરતી પણ ધ્રૂજી ઊઠી. અઢારમા સૈકાનું પ્રભાત જ રક્તરંગી હશે ! એ વિગ્રહો ખુલ્લા અને સકારણ હોત તો ઇતિહાસનાં પાનાં આટલાં કલંકથી રંગાયાં ન હોત. ભાઈ-ભાઈની વચ્ચે, પિતા-પુત્રની વચ્ચે, આશ્રિત ને આશ્રયદાતાની વચ્ચે છૂપાં કાવતરાં રચાયાં અને અનેકોનાં અણધાર્યાં બલિદાન લેવાયા. એ સૈકાના સ્કૂલ ઇતિહાસને નીચોવીએ તો આજે પણ તેમાંથી લોહીનાં બે ટીપાં નીતરે. પૃથ્વી માર્ગ દે અને રસ્તે જતો પ્રવાસી અંદર સમાઈ જાય, તેમ કેટલાય મુકુટધારીઓ, વજીરો, નવાબો, દીવાનો, સૂબાઓ, શરાફો અને સિપાહસાલારો જોતજોતામાં એ ભીષણ ક્રાંતિના ભોગ થયા. ૪૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ S જગશેઠ ઔરંગઝેબ પછી તેના પુત્રો વચ્ચે સમશેર ચાલી. ત્રણ ભાઈઓને મારી ચોથો પુત્ર બહાદુરશાહ ગાદીએ આવ્યો. તેના પુત્રો પણ પિતાના પગલે ચાલ્યા અને જહાંદરશાહે પોતાના ત્રણ ભાઈઓના ખૂનથી રંગાયેલા હાથે રાજદંડ દીધો. એક વરસમાં જ તેના ભત્રીજાએ એ રાજદંડ આંચકી લીધો અને જહાંદેર તથા ઝુલફીકારખાંના લોહીથી મોગલ મહેલ રંગાયો. જહાંદરના એ ભત્રીજાનું નામ ફરૂખસીયર. ફરૂખસીયર પણ સુખ કે શાંતિનું જીવન જીવી શક્યો નહીં. બે સૈયદ ભાઈઓએ તેને ઉખેડીને ફેંકી દીધો. તે પછી રંગભૂમિ ઉપર સૂત્રધારની દોરીથી હાલતા-ચાલતા પૂતળા જેવા બાદશાહો આવ્યા અને માત્ર નામનિશાન મૂકી ચાલતા થયા. આખરે મહમદશાહ સત્તર વરસની વયે ગાદીએ આવ્યો. તેણે ઓગણીસ વરસ લગી રાજમુકુટ પહેર્યો, પણ એ મુકુટમાંના કાંટાની વેદનાથી બચી શક્યો નહીં. આત્મા વિનાના દેહની જેમ મોગલ સામ્રાજ્યના અંગોપાંગ સડતા, પડતા અને વિખેરાતા જોવાનું દુર્ભાગ્યે જ તેના લલાટે લખાયું હતું. માણેકચંદ શેઠ ને મુર્શિદ-ખાં જીવ્યા ત્યાં સુધી બંગાળ, બિહાર ને ઓરીસાનું રાજતંત્ર, જવાળામુખીના ઉત્પાત અને ધરતીકંપના આંચકા વચ્ચે પણ નિષ્કપ રહી શક્યું. બંગાળના નામધારી નવાબને બદલે મુર્શિદ-ખાં સાચો નવાબ બન્યો હતો. એ વખતે દિલ્હીના તખ્તને વફાદાર કહેવરાવનારા વજીરો અને નવાબો વ્યવહારમાં વિરુદ્ધતા દાખવી રહ્યા હતા, તે વખતે માત્ર બંગાળ નિયમિતપણે મહેસૂલનો મોટો ભાગ શહેનશાહની સેવામાં ધરી જૂનો સંબંધ જાળવી રહ્યું હતું. Page #61 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૪૪ ફરૂખસીયરનો માણેકચંદ શેઠ પ્રત્યે ખુલ્લો અનુરાગ અથવા પક્ષપાત હતો. શેઠે પોતે જ જ્યારે આગ્રહપૂર્વક બંગાળની નવાબી સ્વીકારવાની સાફ ના પાડી અને મુર્શિદ-ખાંની મહત્તા માન્ય કરી, ત્યારે એ પક્ષપાતમાં સભાવ અને સન્માન ઉમેરાયા. માણેકચંદ શેઠની સલાહ તેને અમૂલ્ય લાગી. શહેનશાહ મહંમદશાહે પણ એ હકીકત જાણી અને તેણે સમ્રાટ તરીકે માણેકચંદ શેઠને ““જગશેઠ”ના બિરુદથી બીજીવાર અભિનંદ્યા. ઈતિહાસ લેખકો માને છે કે મોગલ દરબારે સૌથી પહેલાં જગતુશેઠને આ પ્રમાણે બાદશાહી પદવીથી નવાજ્યા અને તે પછી ઈલ્કાબ આપવાની પ્રણાલિકા ગોઠવાઈ “જગતુશેઠ”ની પદવી ઉપરાંત તેમને નવાબની ગાદી પાસે ડાબી બાજુ બેસવાનો હક્ક મળ્યો. જગતુશેઠને એ જમાનાની રાજરીત પ્રમાણે મોતીનાં કુંડલ, હાથી અને પાલખી પણ સલ્તનત તરફથી પહોંચાડવામાં આવ્યાં. ઉલ્લેખયોગ્ય વિશેષતા તો એ છે કે બંગાળના નવાબને વખતો વખત સમ્રાટ તરફથી ભારપૂર્વક ફરમાવવામાં આવતું કે જગતુશેઠની સલાહ અથવા અનુમતિ વિના રાજશાસનનું કોઈ પણ મહત્ત્વનું કામ ન થવું જોઈએ. જગતુશેઠ સ્વતંત્ર રહેવા છતાં આ રીતે શહેનશાહતના હૃદયરૂપ બની રહ્યા. | મુર્શિદ-ખાંના મૃત્યુ પછી તેનો જમાઈ શુજાઉદીન બંગાળની ગાદી ઉપર આવ્યો. શુજાને મુર્શિદ-ખાંએ પોતાની હયાતી દરમ્યાન જુદા જુદા પ્રાંતોમાં મોકલી રાજવહીવટ શીખવ્યો હતો. મયનાના પ્રેમમાં તેનું સ્વર્ગ સમાયું હતું. મયના પોતે જ બંગાળની ભાગ્યલક્ષ્મી હતી. શુજા અને મયના જગશેઠનું ગૌરવ સમજતાં. જગતુશેઠ પણ તેમને પુત્રવતું માનતા. Page #62 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૪૫ પરંતુ પંદર વરસ વીત્યાં ન વીત્યાં એટલામાં બંગાળના ઈતિહાસનો ક્રમ પલટાયો. મુર્શિદ-ખાં અને માણેકચંદ થોડે થોડે અંતરે કાળની આજ્ઞાને આધીન થયા. માણેકચંદ શેઠની ગાદીએ તેમનો ભાણેજ ફત્તેહચંદ શેઠ આવ્યો અને શુજાઉદીન પછી તેનો પુત્ર સરફખાં બંગાળના સિંહાસને બેઠો. મયના અને શુજા જેવા પ્રેમી દંપતીના લાડમાં ઊછરેલો સરફ વિવેક, નીતિ અને પૂર્વસંબંધને વીસરી ગયો. રાજક્રાંતિનું પ્રલયચક્ર ચારે કોર મહાવેગથી ઘૂમી રહ્યું હતું, તેનું તેને ભાન ન રહ્યું. જબ્બર જહાજ દરિયામાં ડૂબે અને આસપાસ પર્વત પ્રમાણ મોજાં ઊછળે તેમ દિલ્હીની ડૂબતી શહેનશાહત દેશભરમાં તોફાનનાં મોટાં મોજાં ઉપજાવ્યાં હતાં. બંગાળ પણ સરફના બેવકૂફીને લીધે એ વમળમાં વહેલું સપડાયું. જગતુશેઠ સાથે ફ્લેશ કરી, તેણે બંગાળનો વિનાશ વહોરી લીધો. બંગાળના પગમાં પરતંત્રતાની જંજીરો પહેરાવવાનો પ્રસંગ નજીક આવ્યો. મુર્શિદ-કુલી-ખાંનો ભય તદન અસ્થાને ન હતો, એમ સરફઉદીને સિદ્ધ કર્યું. મુર્શિદ ભલે વિચિત્ર સંયોગોમાં મુસલમાન બન્યો હોય, પણ તેનું હિંદુ હૃદય ઘણીવાર આક્રંદ કરતું : “મારાં જ સંતાનો આવતી કાલે પોતાને પરદેશી માની આ દેશનાં દુર્બળ નર-નારીઓને પજવશે, એમની દર્દભરી ચીસો સાંભળી આમોદ અનુભવશે, જેમનાં બહુમાન થવાં ઘટે તેમને અપમાનિત કરશે.” એ જ ચિંતા મુર્શિદ ખાને કેટલીયે વાર ઉદાસ અને બેચેન બનાવી મૂકતી. પોતાની પુત્રી માટે પૂરી પરીક્ષા પછી શુજાઉદીન પાત્ર પસંદ કર્યું હતું. મુર્શિદ-ખાં જીવ્યા ત્યાં સુધી સર્ભાગ્યના બળે તેમણે એક બેસૂરો અવાજ ન સાંભળ્યો, તેમનો આત્મા સંતોષાયો. Page #63 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ૪૬ પણ શુજા-ઉદીનની જીવનલીલા સંકેલાતાં જ ભયના પડઘા ગુંજી રહ્યા. શુજા પોતે મુર્શિદ-ખાંના સહવાસમાં સંસ્કાર પામ્યો હતો અને વધુમાં મયનાના નિર્મલ સ્નેહે તેના હૃદયના દિવ્ય તાર ઝણઝણાવ્યા હતા. પરંતુ એક જ પડદો ઊંચકીએ તો શુજાના પિતા સાદત-ખાંનું ચરિત્ર સાંભળતાં કોઈને પણ શરમથી માથું નમાવી દેવું પડે. સરફ-ખાં પિતાના ગુણનો અધિકારી ન થયો, પણ વિધિની કોઈ અજબ લીલાથી સાદતના દુર્ગુણોનો ઉત્તરાધિકારી બન્યો. તેના જેવો મિજાજી, વિષયી, વિલાસી અને વ્યસની નવાબ બંગાળની મસનદ ઉપર ભાગ્યે જ કોઈ આવ્યો હશે ! સરફની વિષયવાસના અને પામરતાએ બંગાળ ઉપર અરાજકતાનાં ઘેરાં વાદળ ઉતાર્યાં. બીજી તરફ એ વાદળને વિખેરવામાં જગત્શેઠે જે સામર્થ્ય વાપર્યું, તેનું મૂલ્ય પણ કંઈ જેવું તેવું નથી. જગત્શેઠ ફત્તેહચંદે એ અંધકાર યુગમાં પણ પોતાની જ્યોત જાળવી રાખી અને માર્ગ ભૂલેલાઓને સાચો રાહ બતાવ્યો. બંગાળના ઇતિહાસમાં જગત્શેઠનું નામ એક જ્યોતિર્ધરરૂપે મહાજનોની મોખરે આજે પણ ઝળકી રહ્યું છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૭. QLEDICE 11 જગડુશેઠનું મકાન બંગાળના જમીનદારો અને અમલદારોનું મંત્રણાગૃહ બન્યું હતું. બંગાળ, બિહાર અને ઓરિસાનું ભાગ્ય જગતુશેઠને ત્યાં ઘડાતું. આજે તો એ મકાન ગંગાના ગર્ભમાં મળી ગયું છે અને જે ખંડેરો હયાત છે, તે પણ ઝાડ અને વેલાઓથી ઢંકાઈ ગયાં છે. પ્રવાસીઓ કહે છે કે એ સ્થાને પગ મૂકતાં જ આંસુ ખાળી શકાતાં નથી. આજે બસો વરસ પછી પણ જાણે એ પ્રતિષ્ઠા અને વૈભવમાંથી વિષાદનો ઉષ્ણ વાયુ વહેતો આપણે અનુભવીએ છીએ. એ ઐશ્વર્ય કોઈના મંત્રબળે રેતીના થરની માફક ઊડી ગયું છે. મહિમાપુરનો એ ઉજ્જવલ મહિમા પણ કોણ જાણે કોના શાપને લીધે આજે વિકટ મૂર્તિ ધરી રહ્યો છે. જે રાજભવનનમાં રત્નખચિત દીપમાળ પ્રકાશ રેલાવતી ત્યાં આજે સાધારણ દીવો કરનાર પણ કોઈ નથી. નાદીરશાહનું લશ્કર જ્યારે તીડના ટોળાની જેમ દિલ્હીની આબરૂ અને ઐશ્વર્ય શોષી રહ્યું હતું, ત્યારે બંગાળના જમીનદારો જગડુશેઠના ભુવનમાં એકત્ર થઈ બંગાળને બચાવવા મંત્રણા Page #65 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૪૮ ચલાવી રહ્યા હતા. બર્દવાનના મહારાજા તિલોકચંદજી, ઢાકાનો નવાબ રાજવલ્લભ, રાય આલમચંદ તથા હાજી અહમદ પણ એ મંત્રણામાં સામેલ હતા. નાદીરશાહ દિલ્હીથી પાછો વળે એ માની શકાય નહીં. ઈરાન જેટલા દૂર દેશમાં બેઠા જેણે દિલ્હીની સમૃદ્ધિની કલ્પના કરી, તે બંગાળ ને બિહારની દોલતથી છેક જ અજાણ્યો રહેશે ? અને શહેનશાહનું સમ્મિલિત બળ જેની સામે રોધ ન કરી શક્યું તેની સામે આપણું સૈન્ય ઊભું રહી શકશે ?” હાજી મહંમદના ચહેરા ઉપર ચિંતા અને ગ્લાનિની પ્લાન છાયા પથરાઈ. દિલ્હીના લૂંટાયેલા ભંડાર અને ખુનામરકીએ તેને શોકસાગરમાં ધકેલ્યો હતો. જમીનદારો કરતાં પણ તેને અધિક ગુમાવવાનું હતું. નાદીરશાહ સામે નિષ્ફળ નીવડે તો તે આખી જિંદગી હારી જાય એવી સ્થિતિ હતી. એક તો મરાઠાઓ બંગાળને છૂટાછવાયા છુંદી રહ્યા છે, સરહદનાં ગામડાં તેમના ત્રાસને લીધે ઉજ્જડ બનતાં જાય છે. પૂરી મહેસૂલ પણ મળી શકતી નથી. આવી સ્થિતિમાં નાદીરશાહનો એક જ દિવસનો મુકામ, સારાય બંગાળને વેરાન બનાવી મૂકશે.” બર્દવાનના મહારાણા તિલોકચંદજીએ જમીનદારોના પ્રતિનિધિ રૂપે પોતાનું દુ:ખ નિવેડ્યું. રાજવલ્લભ આવી કંઈ અવ્યવસ્થા અથવા રાજ્યક્રાંતિ થાય તો પોતાને વધુ લાભ થાય, એમ માનતો હતો. તે ઢાકાનો કાયમી નવાબ ન હતો. તેને પોતાની શક્તિ અને નિપુણતા બતાવવાના કોડ હતા. તેણે કહ્યું, “જે બનવાનું હોય તે બને, આપણે તો આપણી સૈન્ય સંબંધી તૈયારી કરી વાળવી જોઈએ.” Page #66 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૪૯ રાય આલમચંદ મૌન રહ્યો, તેને જગતુશેઠ ઉપર શ્રદ્ધા હતી. સૌની શોકકથા સાંભળ્યા પછી તેણે ફત્તેહચંદ સામે નિહાળ્યું. જગતુશેઠ કંઈ માર્ગ બતાવે છે કે નહીં તે જાણવા સૌ આતુર બન્યા. કાં તો લડી લેવું અને નહીં તો રાજીખુશીથી લૂંટાવું, એ સિવાય બીજો માર્ગ દેખાતો નથી.” જગશેઠ ન છૂટકે બોલ્યા. “લૂંટાવું અને તે રાજીખુશીથી ?” જગતુશેઠ જેવો જવાબદાર માણસ આમ બોલે ત્યારે કોને દુઃખ ન થાય ? હાજી અહમદની નજર બંગાળની મસનદ ઉપર ઠરી હતી. તેના હૃદયમાં જગતુશેઠના આ ઠંડા જવાબથી ખંજર ભોકાયું. “બંગાળને લૂંટાવું એમાં કંઈ નવીનતા નથી. દરરોજ લૂંટાય છે, મહિને મહિને છુંદાય છે. નાદીરશાહ આવીને ભલે બંગાળનું હાડપિંજર ચૂસી જાય !” રાજા તિલોકચંદજીનો અવાજ આવેશથી ધ્રુજી રહ્યો. સૌને પોતાની નબળાઈનું પૂરેપૂરું ભાન હતું. બંગાળના ગણ્યાગાંઠયા જમીનદારો અને સૂબેદારો સિવાય નાદીરની સામે છાતી કાઢીને ઊભા રહેવા કોઈ તૈયાર ન હતું. જગતુશેઠ સૌની શક્તિનું માપ કાઢવા માગતા હતા. બંગાળની ભૂમિ ઉપર નાદીર આવે તો સૌ પહેલાં ઢાકામાંથી જ હું બે હજાર સિપાઈઓ સાથે સામનો કરવા તૈયાર છું. બીજા જમીનદારો મને શું મદદ કરશે, એ મારે જાણી લેવું જોઈએ.” રાજવલ્લભે મૂળ મુદ્દાની વાત શરૂ કરી. રાજવલ્લભ ! તમે હજુ બંગાળીઓ, તામિલો અને મરાઠાઓનાં જ યુદ્ધ જોયાં છે. પંજાબની પેલી પારના પહાડી, જમદૂત જેવા ખખડધજના પ્રલય નથી જોયા. એટલે જ બે હજાર Page #67 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૫) માણસ સાથે મેદાનમાં પડવાનું સૂઝે છે. શહેનશાહ પાસે લશ્કર ઓછું હતું ? છતાં તે કેમ હાર્યો ?” હાજી અહમદના આ સ્પષ્ટ ખુ લાસાથી રાજવલ્લભ શરમાયો. અનુભવી અને પીઢ રાજદ્વારીઓની વચમાં આ પ્રકારનું સાહસ કરવા બદલ તેને મનમાં પશ્ચાત્તાપ પણ થયો. હાજી અહમદની સ્થિતિ કઢંગી હતી. તેને લડી લેવું પાલવે તેમ ન હતું. મુર્શિદાબાદની નવાબી મળે તો લઈ લેવા ઉત્સુક હતો અને તે માટે લોહી રેડવાં પડે તો પણ તેને વાંધો ન હતો. પણ નાદીરશાહ સાથે લડતાં મરવું, એ તેના અંત:કરણને અનુકૂળ ન હતું. જગડુશેઠે જોઈ લીધું કે આ રીતે ચર્ચાનો પાર આવે એમ નથી. દિલ્હીનો ખજાનો લૂંટ્યા પછી નાદીરશાહનો આત્મા તૃપ્તિ પામે એ અશક્ય વાત હતી. એટલે વહેલું, મોડું, મને યા કમને પણ બંગાળને થોડો ભોગ આપવો પડશે. પણ એ તો ભવિષ્યમાં જોઈ લેવાશે. તે એમ પણ સમજતા કે જેઓ આજે નાદીરશાહની સામે થતાં સંકોચાય છે, તેઓ વખત આવશે ત્યારે શરમ કે આબરૂના માર્યા મ્યાનમાંથી શમશેર ખેંચ્યા વિના નહીં રહે અને એટલું છતાં હારશે તો સંઘરી રાખેલાં ધનધાન્ય લૂંટાશે, એ પણ દીવા જેવી વાત હતી. એ રીતે વર્તમાન સ્થિતિનો આંક નીકળ્યા પછી જાણે બધી રકમોનો સરવાળો કરતા હોય, તેમ એકત્ર થયેલા મુત્સદીઓને સંબોધી કહ્યું આપણે રાજીખુશીથી લૂંટાવું નથી, તેમ સામે જઈને નાદીરશાહને યુદ્ધનું આમંત્રણ પણ આપવું નથી. વખત આવ્યે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૧ જગશેઠ બધું જોઈ લેવાશે. છતાં જો મારા જેવા એક વેપારી ઉપર આપની શ્રદ્ધા હોય તો સલામતીનો એક રસ્તો સૂચવું.” જગશેઠને પોતાના અધિકારના વિષયમાં પણ આવી નમ્રતા બતાવવાની ટેવ હતી, જમીનદારોએ એને બહુ મહત્ત્વ ન આપ્યું. સલામતીનો રસ્તો જાણવા સૌની નજર પુનઃ જગતુશેઠ પર પડી. “આ વેપારીનો રસ્તો છે. પૂરું સાંભળ્યા વિના કોઈએ ઉતાવળ ન કરવી. સૌને રુચે તો જ આપણે એ માર્ગે જઈશું.” જગતુશેઠ સહેજ થંભ્યા. સૌના મોં ઉપરની રેખાઓ ઉકેલી. “નાદીરશાહ નાણાંનો ભૂખ્યો છે. તેને રાજ કે તાજ સાથે કંઈ સંબંધ નથી. હું એમ માનું છું કે જો બંગાળ ઈચ્છાપૂર્વક એક લાખ જેટલી સોનામહોર સામે જઈને ધરે તો એને આટલે સુધી આવવાની જરૂર ન રહે. એક તો એનું લશ્કર થાકેલું છે. છેલ્લી કલમાં તેના ઘણા માણસો કપાઈ મૂઆ છે અને ઘણું કરીને બાદશાહ મહંમદ સાથે તેને કંઈ વૈર નથી. એક લાખ સોનામહોર બંગાળના રાજભંડાર માટે બહુ મોટી વાત નથી.” જમીનદારોની સભા કંઈ નિર્ણય આપે તે પહેલાં જ રાય આલમચંદ સહેજ ઉશ્કેરાઈને બોલ્યા : “આ બધી વાણિયાશાહી છે. એ તો વાઘને સામે જઈને પોતાનું લોહી ચખાડવા બરાબર છે. માણસના લોહીનો સ્વાદ લીધા પછી વાઘ જો સંતોષાય તો જ બંગાળની લાંચથી નાદીરશાહની ભૂખ ભાંગે. આવી વાતો કરવામાં આપણે બુદ્ધિનું જ લીલામ કરીએ છીએ.” લાલચ આપી નાદીરને બંગાળમાં આવતો અટકાવવો એ વાત કયા વીરને રુચે? જગતુશેઠ પણ એ વાત ઉચ્ચારતાં સંકોચાતા Page #69 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૫૨ હતા. લાલચ એ યુદ્ધનું આજે છેલ્લામાં છેલ્લું શસ્ત્ર હતું. તેનો ઉપયોગ કરી છૂટવાની તેમની ધારણા હતી. હા, પણ એક વાત કહેવાની રહી જાય છે.” જગતુશેઠે જૂનો તાર સાંધતા કહ્યું : “એક લાખ સોનામહોર મારી ટંકશાળમાં જ ઢળશે અને તેની ઉપર નાદીરશાનું નામ તથા સ્કોરું રહેશે.” એનો અર્થ એ જ કે અમે આપને અમારા શહેનશાહ તરીકે સ્વીકારીએ છીએ, એમ આડકતરી રીતે નાદીરશાહને જાહેર કરવું અને તેના ગયા પછી જેમ અત્યારે ચાલે છે, તેમ ચલાવવું. વખત જોઈને પીઠ ફેરવવાની વિદ્યા વૈશ્ય સિવાય કોને વરી છે ?” હજી અહમદ જગશેઠ ઉપર આફરીન થતા હોય તેમ તેની વિકરાળ દેખાતી આંખોમાં આનંદની પ્રભા પથરાઈ. રાય આલમચંદ અને રાજવલ્લભ ઉંધા ન ઊતરે એટલા સારું જગશેઠે ઉમેર્યું: “આ વૈશ્યનો માર્ગ છે. યુદ્ધવીરના માર્ગ નિરાળા હોય છે.” “યુદ્ધવીર હોય અને વૈશ્યવીર ન હોય ? આપનો માર્ગ વૈશ્યવીરનો માર્ગ છે અને આજે કંગાળ બંગાળને મરતું બચાવવાને એ જ ઔષધની જરૂર છે.” રાજા તિલોકચંદજી પણ જગતુશેઠને સંમત થયા. મારી એક બીજી પણ દરખાસ્ત છે.” હાજી અહમદે ઉચ્ચાર્યું. સોનામહોર સાથે એક બીજી અરજ ગુજારવી, બંદગીમાં આ દેશના બાદશાહ તરીકે આપનું જ નામ ઉચ્ચારાય છે, એમ નાદીરશાહને જણાવવું.” Page #70 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ પ૩ રાજવલ્લભને એ ન ગમ્યું. પણ આજે તો હરકોઈ રસ્તે આત્મરક્ષણ કરવાનું હતું, બંદગીમાં નાદીરશાહનું નામ રહે કે મહંમદશાહનું, એની સાથે કોઈને લાંબી નિસ્બત ન હતી. વિદાયગીરીના દરબારી વિવેક તરીકે જગત્શેઠ હાજી અહમદની સામે પાનદાન ધર્યું. રાજા તિલોકચંદજી અને જમીનદારો પણ ઉઠવાની તૈયારીમાં જ હતા. રાત્રીના બીજા પહોરનો અમલ શરૂ થઈ ચૂક્યો હતો. જગશેઠના મહેલમાં જે પ્રકાશ હતો, તેની સ્પર્ધામાં મહેલ બહારનો અંધકાર પોતાનું જોર જમાવતો હતો. ભાગીરથીનો નાદ, કોઈ યોગીશ્વરના મુખથી ઉચ્ચારાતા ૩ૐકારનું સ્મરણ કરાવતો. એટલામાં મહોલ્લાનાં નર-નારીઓની, આકાશ અને અંધકારની છાતી વીંધતી હોય એવી કારમી કીકીઆરી સંભળાઈ નિરાંતે સૂતેલા પંખીના માળામાં કોઈ પારધી હાથ નાખે અને ઉંઘમાંથી ઝબકેલાં નિર્દોષ પંખીડાં એકાએક ચીચીઆરી કરતાં પાંખ ફફડાવી અંધારામાં પણ ઊડવાનો પ્રયત્ન કરે તેમ આખો દિવસ મહેનત-મજૂરી કરી શાંતિથી ઉઘતાં મહિમાપુરનાં નરનારીઓએ એકાએક ઘરની બહાર નીકળી, જાણે કોઈ મોટો અકસ્માતુ થયો હોય એવો કોલાહલ કરી મૂક્યો. કોઈ કોઈ વાર મહોલ્લાઓમાં આવા પ્રસંગો બનતા. એ વખતે રુદન જ જેનું બળ છે, એવાં સ્ત્રી-પુરુષો ઘરની બહાર નીકળી પોતાની નબળાઈનું પ્રદર્શન કરાવતાં. ઘડીનો પણ વિલંબ કર્યા વિના જગતુશેઠ સભાવાળા ઘરની બહાર આવ્યા. જગતુશેઠને જતાં જોઈ હાજી અહમદ પણ તેમની પાછળ પાછળ ચાલ્યો. Page #71 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૫૪ - થોડે દૂર ગયા નહીં. એટલામાં જગતુશેઠનો એક નોકર સામે દોડતો આવ્યો અને શેઠને કાનમાં કંઈક કહ્યું. હાજી અહમદ આવે હોવાથી તે કંઈ સાંભળી શક્યો નહીં. પણ નોકરની વાત સાંભળ્યા પછી જગતુશેઠનું મો ક્રોધથી ઉગ્ર બનેલું તે બરાબર જોઈ રહ્યો. જાણે કંઈ જ ન બન્યું હોય તેમ જગતુશેઠે પોતાના મન ઉપર સંયમ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. પણ તેમાં તેઓ નિષ્ફળ નીવડ્યા. જે વાત સાંભળી રોમેરોમમાં પ્રકોપની ઝાળ સળગી ઊઠે તેને મનુષ્ય ક્યાં સુધી દબાવી શકે ? શબ્દોચ્ચાર કરે તો જ માણસ પોતાના અંતરના ભાવ સમજાવી શકે એમ હંમેશાં નથી બનતું. જગત્ શેઠનો વાણી ઉપરનો સંયમ હૃદયની જવાળાને બુઝાવી તો ન શક્યો, પણ બીજી અનેક રીતે તેણે પોતાનો માર્ગ શોધી કાઢ્યો. કોઈ જમીનદારે જગશેઠનું આવું ગંભીર અને ભીષણ રૂપ નહીં નિહાળ્યું હોય. ક્યાંય આગ લાગી હશે કેમ ?” જગતુશેઠ સામે જોઈ રાય આલમચંદે પૂછ્યું. આ પ્રશ્ન સંયમનો એક બંધ તોડ્યો. “હા, આગ લાગી છે, પણ ક્યાં લાગી છે અને કેટલી વિનાશકારક નીવડશે તેની કલ્પના થઈ શકતી નથી. એ આગને હવે તો ગંગાનું પાણી પણ ઓછું પડશે. કદાચ એ આગમાં આખું બંગાળ હોમાઈ જશે, મારા તમારા જેવા એ આગમાં એવા તો બળી જશે કે આખરે રાખનો પણ પત્તો નહીં મળે.” જગતુશેઠનો આ પ્રકારનો આવેશ કદાચ સંયમનાં બધાં બંધનો તોડી નાંખત. પણ હાજી અહમદ વચમાં જ બોલી ઊઠચો : પણ ખરી વાત શું છે ? Page #72 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ખરી વાત એ છે કે જેને માટે આપણે રાતના ઉજાગરા કરીએ છીએ, જેને બચાવવા આપણાં લોહી રેડવા તૈયાર થયા છીએ, એ જ માણસ આજે મનુષ્ય મટી હેવાનથી પણ બદતર બનતો જાય છે. પેલો નીચ સરફ ?’' જગત્શેઠ એથી વધુ કંઈ બોલી શક્યા નહીં. આટલું પણ અસાવધ દશામાં બોલાઈ જવાયું હોય એમ મૌન રહ્યા. સરફરાજને બધા ઓળખતા હતા. તેનું નામ જ તેના અત્યાચાર માટે બસ હતું. ૫૫ આપ સૌ જઈ શકો છો. આપને તકલીફ પડી હોય તો દરગુજર ચાહું છું. સભ્યોની સામે વિનયપૂર્વક હાથ જોડી જગત્શેઠે વિદાય માગી અને ‘લતીફ-ખાંને કહો કે બસો ઘોડેસ્વાર સાથે તૈયાર થાય !'' પોતાના એક અનુચરને આજ્ઞા કરી. જગત્શેઠ સૌને મુખ્ય દરવાજા સુધી વળાવી પાછા ફર્યા. Page #73 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ નારીનું એક પ્રકારનું રૂપ વિષયાંધ કોઈ દિવસ જોઈ શકતો નથી. જેને અમૃત માની ઓઢે લગાડવા જાય છે, તે જ તેની અધમતાના સ્પર્શે હળાહળ ઝેર બને છે, જેને સ્વર્ગની દિવ્યતા સમજી ગ્રહવા મથે છે, તે જ તેના પડછાયા માત્રથી અભડાઈ નારકીના રૂપમાં પલટાઈ જાય છે. ૫૬ સરફરાજે તો કેવળ તે ચૌદ વરસની બાળાની ખુશામતીઆઓના મુખથી સૌંદર્યકીર્તિ સાંભળી હતી. એ બિચારાને સૌંદર્ય સમજવાનો કદી અવસર પણ નહોતો મળ્યો. રૂપજીવી વેશ્યાઓના હાવભાવ, મદિરાના મોહક ફુવારા અને વાસનાના વમળ વચ્ચે તે પામર જીવન ગાળતો. શિકારી તાજા લોહીની શોધમાં રઝળે તેમ તેની વાસના નિત્ય નવી ઉત્તેજના શોધતી. તેના આશ્રિતો ને સ્વાર્થીઓ પાપની બને તેટલી સામગ્રી એકઠી કરી સરફના આ સદા સળગતા અગ્નિકુંડમાં હોમતા. એ અકર્મીએ એક વાર પણ ઊંચી આંખ કરીને આ અબળા સામે ન જોયું. આવી અબળાઓને સરફ, રાત્રી વીત્યા પછી ફેંકી Page #74 -------------------------------------------------------------------------- ________________ પ૭ જગશેઠ દેવાતા ફૂલહાર જેવી જ સમજતો. તેની આંખો અત્યારે મદિરાના ઘેનથી ઘેરાતી હતી. યમદૂત જેવા ચાર સિપાઈઓ ચિત્રની જેમ સ્તબ્ધ બની થોડે અંતરે ઊભા હતા. જગતુશેઠના મહોલ્લામાંથી એક અબળાને ઉપાડી અહીં લઈ આવનાર આ જ પિશાચો હતા. ઈનામની મોટી આશાએ કોઈપણ પ્રકારનું અપકર્મ કરવાને તેઓ ટેવાયેલા હતા. નિષ્કપ દીપશિખાની જેમ નીરૂ સરફની સન્મુખ ઊભી રહી. આરંભમાં તેણીએ પોતાના બચાવ સારું વલખાં મારી જોયાં. પણ હવે તે બરાબર સમજી કે આ માણસ જેવા દેખાતા પશુના પંજામાંથી છૂટવું એ સહજ નથી અને પશુની સામે લજજા કે સંકોચ પણ શા કામનાં ? નીરૂનું દુર્ભાગ્ય માત્ર એટલું જ કે તેને પરમાત્માએ સૌંદર્ય અને લાવણ્ય પૂરા પ્રમાણમાં આપ્યું હતું. કોઈ શ્રીમંતને ત્યાં જન્મીને મોટી થઈ હોત તો કદાચ અંતઃપુરની ચાર દીવાલો વચ્ચે વિધવિધ વર્ણની આવી આછી પાતળી રેખાઓ તેની મુખમુદ્રા ઉપર ન અંકાત. સ્વર્ગીય પટ ઉપર સંસાર રાતદિવસ અવિશ્રાંતપણે જે પીંછી ફેરવે છે, તેનું મૂલ્ય નીરૂને નથી જોઈ તે કદી નહીં સમજી શકે. સરફ સાવધ હોત તો દેવતાએ દીધેલા નારી-સૌદર્યમાં સંસારનું દૈન્ય કેટલી કઠિનતા ઉપજાવે છે, તે જોઈ શકત. સ્વાવલંબનના આતાપ નીચે ઊછરતી અબળાના આત્મામાં કેટલી નિર્ભયતા ને અડગતા ભરી હોય છે, તે જોઈ શકત. કમનસીબ સરસ ! તારા પાપનો પ્યાલો ભરચક ભરાયો હશે, નહીંતર તું અવળે માર્ગે ન Page #75 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ઊતર્યો હોત અને નવાબીના તેમજ જુવાનીના મદમાં કદાચિત્ આડે માર્ગે ઊતરી ગયો હોત તો પણ તપ તેજથી મઢેલી આવી એક અબળાનો આગ ઝરતો દૃષ્ટિપાત તારે માટે બસ થાત. તને ભાન હોત તો તું આ સુકુમાર નિર્દોષ પવિત્રતાના પુંજ પાસે મસ્તક નમાવી, બીજે જ દિવસે મુર્શિદ-ખાંના કુળને દીપાવવા ઉદ્યત થાત. પણ તું શું કરે ? વિધાતાની જ એ વિડંબના કે શુજા અને મયના જેવા પ્રેમીયુગલને ત્યાં અવતરવા છતાં તું આટલો વાસનાવશ અને સ્વચ્છંદી નીવડ્યો ! બંગાળનું જ એ દુદૈવ કે તારો સ્વેચ્છાચાર આટલા દિવસ નભાવી લીધો અને વધુ દુઃખની વાત તો એ કે તારા સિંહાસનની પાસે બેસનાર, સામ્રાજ્યના સ્તંભરૂપ, રાજમાન્ય પુરુષ જગત્શેઠના સાગર સમા અંતઃકરણને તેં આજે સંક્ષુબ્ધ કર્યું ! થાકીને લોથ થયેલા ઘોડાને ચાબૂક મારી સતેજ કરવામાં આવે તેમ થોડી પળોમાં સરફે મહામહેનતે તેની મૂર્છિત પશુપ્રકૃતિને ઉત્તેજિત કરી. સહેજ ઊભા થવાનો પ્રયત્ન કરતાં તેણે પૂછ્યું. “તારૂં જ નામ નીરૂ ?' નીરૂ મૌન રહી. રૈયતનો રક્ષકં ગણાતો યુવાન નવાબ આટલો નિર્લજ્જ અને દુષ્ટ હશે એવી તો તેણીને કલ્પના પણ ક્યાંથી હોય ? જે માણસ આ રીતે લાલસાની ધગધગતી આગમાં પોતાની માણસાઈ હોમી રહ્યો હોય, તેને જવાબ પણ કઈ ભાષામાં વાળવો? ૫૮ ‘‘સાંભળ્યું છે કે નવાબનો કર તમે આ વખતે નથી ભર્યો.' મેંઢાનું લોહી પીવા વરૂ જે યુક્તિ વાપરે તેનું અનુકરણ કરતો હોય એમ એક યમદૂત બોલ્યો. Page #76 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ૫૯ “અમે ગરીબ માણસ છીએ. જગત્શેઠના આશરે ગુજરાન કરીએ છીએ. હવે હું જઉં છું.'' જરાય સંકોચ કે ભય વિના દૃઢતાપૂર્વક નીરૂએ ઉત્તર આપ્યો અને આ નરકાગારમાંથી છૂટવા બે ડગલાં પાછી ફરી. સરફનો પાળેલો એક પીશાચ નીરૂની આડે આવી ઊભો રહ્યો. લોઢાના મજબૂત સળિયા વચ્ચે સપડાયેલો શિકાર કદાચ છટકી શકે, પણ આ પાપભૂમિમાં એક વાર પગ મૂક્યા પછી કોઈ સ્ત્રી સહીસલામત ન રહે, એમ તે જુદી રીતે સૂચવવા માગતો હતો. “જગત્શેઠના આશરે રહે કે નવાબના અંતઃપુરમાં રહે એમાં કંઈ તફાવત નથી. નવાબની સેંકડો બેગમો સાથે તારું સ્થાન પણ થઈ જશે.'' નવાબના પ્રતિનિધિ રૂપે પેલા કાળમુખાએ મૂળ વાત કહી. નીરૂએ આસપાસ નિહાળ્યું. સરફે અને તેના નોકરોએ વિચાર્યું કે જાળમાં ફસાયેલું હરણ હવે હતાશ થવાની તૈયારીમાં છે. નીરૂ વિચારવા લાગી કે, “હું અહીં રકઝક કરવા જઉં તો મારું કોણ?’’ એટલામાં અચાનક તેની નજર સરફના ઓશીકા ઉપર પડી. નીરૂની ક્ષીણ થતી આશામાં વીજળીનો તરંગ વહ્યો. જાણે કે જેને શોધતી હોય તે સામે આવીને હાજર થતું હોય તેમ તે સંભાળપૂર્વક શય્યા પાસે ગઈ અને ત્યાં જ સરફના માથા પાસે બેસી ગઈ. પાસવાનોનાં મોંમાંથી વિકટ હાસ્ય છૂટ્યું. નીરૂ આટલી સહેલાઈથી વશ થશે અને સરફની શય્યાસહચરી બનશે. એમ કોઈએ નહોતું માન્યું. Page #77 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૬૦ સરફને તો હથેલીમાં ચાંદ મેળવ્યા જેટલો આનંદ થયો. તેની પીળી પડી ગયેલી, નિસ્તેજ મુખમુદ્રા ઉપર લાલિમા રેલાઈ પણ નીરૂનો સ્પર્શ કરવા તે પોતાનો હાથ પસારે તે પહેલાં જ આંખના એક પલકારામાં સરફના ઓશીકા નીચે છુપાયેલી છરી નીરૂએ ખેંચી સરફની આંખ સામે ધરી. નીરૂનો દેહ ફૂંફાડા મારતી ઝેરી નાગણની જેમ થરથરી ઊઠ્યો. સરફરાજે આજ સુધીમાં રમણીઓ, કામિનીઓ અને કોમલાંગીઓ જ જોઈ હતી. અબળાનું ચંડીરૂપ તેના નિત્યના અનુભવ બહારની વસ્તુ હતી. સંસાર આજે તેને જુદા જ સ્વરૂપમાં દેખાયો. નવાબના ગુલામો જો આ પળે નીરૂની પાસે ધસી આવ્યા ન હોત તો સરફના લોહીથી બંગાળની સનદ ઉપરનું કલંક કદાચ ધોવાઈ જાત. દારૂ અને દુરાચારના દરિયામાં ગળફાં ખાતો એક દુષ્ટ નવાબ, નીરૂના હાથે વહેલો સદ્ગતિ પામત. પણ નીરૂ જરા ઉતાવળી થઈ ગઈ. આઘે ઊભેલા સિપાઈઓની હાજરી ભૂલી ગઈ સરફનો નશો એ જ પળે ઊતરી ગયો. સિપાઈઓએ દોડી આવી નીરૂના હાથમાંથી છરી ખૂંચવી લીધી અને એક જણે એવો ઝટકો માર્યો કે તે પડતાં પડતાં સહેજમાં બચી. નીરને બચવાનો હવે કોઈ ઉપાય ન રહ્યો. દુર્બળો ઉપર સીતમ ગુજારીને રીઢા થઈ ગયેલા આ નરાધમોએ કોણ જાણે નીરૂ ઉપર કેટલો ય અત્યાચાર કર્યો હોત. પણ નીરૂના સભાગ્યે જોર કર્યું. સરફ અને તેના સિપાઈઓ સ્વસ્થ બને તે પહેલાં જ રંગભુવનનાં પગથિયા ઉપર કોઈના પગ પડતા સંભળાયા. Page #78 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ૬૧ સરફ ફાટી આંખે આ નવા આવનાર સામે જોઈ રહ્યો. એ જગત્શેઠ ફતેહચંદ હતા. કોઈ દિવસ નહીં અને આજે જ મોડી રાતે વિલાસમાં વિઘ્ન નાખવા સિવાય જગત્શેઠના આગમનનો બીજો શું આશય હોઈ શકે ? સરફ પોતાના સ્વચ્છંદમાં પોતાને સ્વતંત્ર સમજતો. વિલાસના વિષયમાં કોઈને જવાબ આપવાનો હોય એ તેને હજી સમજાયું જ ન હતું. વહીવટ કે વ્યવસ્થા સંબંધી જગશેઠની હાજરી કે સલાહની જરૂર હોઈ શકે, પણ ભોગવિલાસમાં જગત્શેઠ જેવો શહેરી માથું મારે એ તેને અસહ્ય લાગ્યું. નવાબી એટલે જ રંગરાગ અને નિરંકુશતા, એમ તે નાનપણથી શીખ્યો હતો અને એ અભ્યાસના દોષને લીધે તેણે જનાનખાનામાં એટલી બધી બેગમો ભરી હતી કે વીશ વરસ પછી અંગ્રેજોએ જ્યારે એ જનાનખાનાનો કબજો લીધો અને બેગમોને વર્ષાસન બાંધી આપવાનો ઠરાવ થયો, ત્યારે અંગ્રેજ અધિકારીઓ સરફની બેગમોની સંખ્યા જોઈ દિગ્મૂઢ બની ગયા હતા. વિષયના આવા જંતુને જગત્શેઠની આકસ્મિક હાજરી ત્રાસરૂપ થાય એ સ્વાભાવિક છે. એક તો નિરંતરની નિરંકુશતાને લઈને તે નબળો પડ્યો હતો, બીજું નીરૂ જેવી એક સાધારણ સ્ત્રીએ તેની સામે તેની પોતાની જ છરી ઉગામી હતી અને એ બધું અધૂરું હોય તેમ જગશેઠ ફતેહચંદ, અકાળે ચડી આવતા વાવાઝોડાની જેમ ચડી આવ્યા. સરફરાજના દિલમાં ધગધગતું તેલ રેડાયું. તે સફાળો બેઠો થયો અને અંતઃપુરમાં એકદમ ધસી આવવાનું કારણ પૂછવા જતો હતો, એટલામાં જ જગત્શેઠે નીરૂને સંબોધીને કહ્યું : Page #79 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૬૨ તું જઈ શકે છે. તને સહીસલામત પહોંચાડવાનો બંદોબસ્ત કરીને જ હું આવ્યો છું.” લતીફને બોલાવીને આદેશ આપ્યો : “દસ ઘોડેસ્વાર સાથે નીરૂની પાલખી અત્યારે ને અત્યારે જ મહિમાપુરના ભુવનમાં પહોંચી જાય !” લતીફ, જગતુશેઠનો સેનાનાયક હતો. બે હજાર ઘોડેસ્વારોનું દળ તેના તાબામાં હતું. એ સૈન્ય અને સેનાનાયકના પગાર જગતુશેઠ તરફથી ચૂકવાતા. દિલ્હીના શહેનશાહની સંમતિથી જ એ સૈન્ય જગશેઠના આદેશને અનુસરતું. સરફરાજ એક પ્રેક્ષકની જેમ આ દૃશ્ય જોઈ રહ્યો. તેને થયું કે “નવાબ કોણ? જગતુશેઠ કે હું? જગતુશેઠ મારા અંતઃપુરમાં વગર સંકોચે ઘૂસી આવે છે અને ક્ષમાનો એક શબ્દ પણ ઉચ્ચાર્યા વિના, શિકારને નસાડી મૂકે છે, એનો અર્થ તો એટલો જ કે જગત્શેઠ બંગાળના નવાબ છે અને હું તેમના આશ્રિત જેવો છું!” - “મારા અંતઃપુરમાં આવેલી સ્ત્રી લઈ જવાનો તમને કંઈ જ હક્ક નથી !” નિરંકુશ નવાબીનો ભોકતા આખરે એક ફરિયાદીની જેમ બબડ્યો. નવાબ સાહેબ ! એટલું પણ ન બોલ્યા હોત તો સારું થાત. બંગાળની દીન રૈયત આ બધા અત્યાચાર ભૂગે મોઢે સહી લે છે, ત્યાં સુધી ઠીક છે. બાકી હક્કનું ઘમંડ ભરાયું હોય તો આટલું ચોક્કસ માનજો કે વિનાશને બે દહાડા વહેલો બોલાવશો.” પેઢીમાં ઘરાકને સમજાવતા હોય એટલી ધીરજ અને મીઠાશથી જગતુશેઠે જવાબ આપ્યો. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૩ જગશેઠ એ ધીરજ અને મીઠાશ માત્ર સપાટી ઉપર જ તરતી હતી, તેમના અંતરમાં એ વેળા વડવાનળ સળગતો હતો. બને ત્યાં સુધી નવાબનું માન જાળવવું અને આ પ્રસંગને કોલાહલ વગર પસાર થવા દેવો, એ તેમની આંતરિક ઈચ્છા હતી. એમ કરવામાં બીજું એક કારણ હતું. નીરૂ જગતશેઠના આશ્રયે મહિમાપુરના એક મહોલ્લામાં વસતી. જગતુશેઠે એ કન્યા સાથે પોતાના પુત્રનો વિવાહ સંબંધ યોજવાની ધારણા રાખેલી. નિરુપમાના હરણનો પ્રસંગ પ્રસિદ્ધ થાય તો તેમાં પોતાની પણ અપકીર્તિ થોડે ઘણે અંશે થયા વિના ન રહે. ' અર્ધનિદ્રામાં ચાલતો હોય તેમ સરફ જગતુશેઠની સન્મુખ આવી ઊભો રહ્યો. બીજું તો કંઈ બળ ન હતું, પણ કમજોરી સાથે જડાયેલા ગુસ્સાનો છેલ્લીવાર ઉપયોગ કરી લેતો હોય તેમ તેણે જગતુશેઠની સામે હાથ ઉપાડ્યો. “એક તો મારા બાપના એક કરોડ રૂપિયા રાખી બેઠા છો અને ઉપર જતાં આટલી શિરજોરી કરવા આવ્યા છો ?” એમ કહી જગતુશેઠના મોં ઉપર એક લપડાક લગાવી દીધી. જગશેઠ એ કરતાં પણ વધુ ખરાબ પરિણામ માટે તૈયાર થઈને આવ્યા હતા. એક અબળાનું રક્ષણ કરવા જતાં કદાચ બેપાંચ માણસોનું લોહી રેડવું પડે એમ નીકળતી વખતે માનેલું. શૂળીની સજા કાંટાથી પતી જતી હોય તો આટલું અપમાન મૂગે મોઢે પચાવી લેવું તેમને વધુ ઠીક લાગ્યું. તેઓ ધારત તો સરફની સાન ઠેકાણે લાવી શકત. સરફ બેફામ અને સાધનહીન હતો. જગડુશેઠ બધી રીતે તૈયાર હતા. Page #81 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૬૪ સરફ બંગાળની રૈયત અને જમીનદારોની આંખમાં કણાની જેમ ખૂંચતો, જગતશેઠ એટલા જ લોકપ્રિય હતા. સરફને શાસન કર્યું હોત તો બંગાળ અને બંગાળ બહાર તેમની પ્રશંસા થાત. પણ તે વખતે તેમણે મન ઉપર સંયમ રાખ્યો. સામાન્ય શારીરિક સજા કરતાં, જુલ્મગારોની દુનિયા જિંદગીભર યાદ કરે એવી સ્વાભાવિક સજા કરવાનો નિશ્ચય કર્યો અને જાણે કંઈ જ થયું નથી, એમ શાંતિપૂર્વક સરફના પાપગૃહમાંથી પાછા ફર્યા. જગતુશેઠ જતાં સરફનું, દીપખચિત પ્રમોદભુવન નિસ્તેજ બન્યું. સરફ પણ પોતાના નિષ્ફળ ક્રોધને પરિણામે ઘવાયેલા જેવો પથારીમાં પડ્યો. જિંદગીમાં આ પહેલી જ વાર, ત્રણ મોટા પ્રાંતોનો નવાબ હોવા છતાં પોતે કેટલો નિરાધાર છે, તે સમજ્યો. જગતુ તેને અકારું થઈ પડ્યું. આકાશ અને ધરતી એકાકાર થઈ જતાં હોય તેવી બેચેની અનુભવી રહ્યો. Page #82 -------------------------------------------------------------------------- ________________ જમશેઠ 20 ૬૫ ‘“એ વાત તો હવે લગભગ ભુલાઈ ગઈ હશે, કેમ લતીફ?”’ જગત્શેઠે પંદરેક દિવસ પછી કંઈક પ્રસંગ નીકળતાં યાર લતીફને પૂછ્યું. લતીફ જગત્શેઠનો કુટુંબી જેવો જ બની ગયો હતો. કેટલીય વાર તેણે જગત્શેઠના ઘરબાર અને કુટુંબનું જીવના જોખમે રક્ષણ કર્યું હતું. જગત્શેઠનો તે બહુ જ વિશ્વાસપાત્ર હતો. લતીફ લડવૈયો હતો, તેવો જ અવકાશને વખતે વાચાળ બની જતો. તેને પોતાનાં પરાક્રમો વર્ણવવાની ટેવ હતી, પણ એ ટેવ કરતાંય વધુ તો પોતે મર્મજ્ઞ અને સાહિત્યવેત્તા છે, એમ બતાવવાની હોંશ રહેતી. જગત્શેઠને તે સાંભળેલા કિસ્સાઓ લહેરથી સંભળાવતો અને એ રીતે શેઠને સલાહ આપવાનું તથા દિલ બહલાવવાનું કર્તવ્ય બજાવતો. ‘દુનિયાનું એ જ દુઃખ છે નામવર! કે જે ભૂલી જવું જોઈએ તે પકડી રાખે છે અને જે યાદ રાખવું જોઈએ તે ભૂલી જાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ તે દિવસની ઘટનાને લોકો જુદાં જુદાં રૂપ આપી, છાની છાની ગુફતેગો કરે છે અને મેં તો એમ પણ સાંભળ્યું છે કે બાવા, ફકીર અને બાઉલોએ તેનાં ગાન રચ્યાં છે અને સરફની દુષ્ટતા તથા આપની ખામોશી ગામડે ગામડે ગવાય છે.” લતીફે કહ્યું. જગશેઠને આજે અવકાશ હતો. પાસે લાંબી નળીવાળો રૂપેરી હોક્કો પડ્યો હતો. હોકાની નળીમાંથી ધૂમાડાના ગોટા કાઢતાં જગતુશેઠે પૂછયું : “એવી નમાલી વાતો સંઘરી રાખવામાં લોકોને શી મોજ મળતી હશે ?” લતીફ પોતાનું પાંડિત્ય દર્શાવવાનો લોભ કાબૂમાં રાખી શક્યો નહિ. તે બોલ્યો : “અમારા પર્સીયન સાહિત્યમાં એક વાર્તા છે. તેનો મતલબ એવો છે કે હસન નામનો એક સારો સોદાગર હતો. તે જુવાન હતો. તેના લગ્ન બાદશાહી ઠાઠમાઠથી થવાનાં હતાં. સેંકડો ખાનદાન કુટુંબનાં સ્ત્રી-પુરુષો લગ્નને દિવસે હસનને ત્યાં બીજમાન તરીકે પધાર્યા. ખુદાએ દૌલત તો જોઈએ તે કરતાં પણ અધિક પ્રમાણમાં આપી હતી. ઝળહળતી રોશની, ભાતભાતનાં ખાન-પાન, અત્તર, ગુલાબજળ અને ઢગલાબંધ પુષ્પોની સુવાસથી હસનનું ઘર સ્વર્ગ જેવું બની રહ્યું હતું. સૌની વચ્ચે હસન હસતે મુખડે ફરતો અને નિર્મળ હાસ્યના ફુવારા ઉડાડતો હતો. એટલામાં કમનસીબે હસનનો પાયજામો ઊતરી ગયો અને પરોણાઓ એટલા જોરથી ખડખડાટ હસી પડ્યાં કે હસનને તો ધરતી મારગ આપે તો સંતાઈ જવા જેવું થયું. એ બિચારો એટલો બધો શરમાયો કે એ જ વખતે ત્યાં એક ઘોડો બાંધ્યો હતો, તેની ઉપર સવાર થઈ મારતે ઘોડે ગામ બહાર Page #84 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ નીકળી ગયો અને ગામ બહાર ગયા પછી પણ શાંત ન રહ્યો. કોસોના કોસો સુધી આગળ નીકળી ગયો.” હસનની કમનસીબી સાંભળી જગશેઠના ગંભીર મુખ ઉપર સ્મિત ફરક્યું. “બિચારો શરમાળ જુવાન ! પરોણાઓની મશ્કરીનો ભોગ થઈ પડ્યો !” જગતુશેઠના મુખમાંથી આપોઆપ ઉદ્ગાર નીકળી ગયા. પણ નામવર ! મૂળ વાત તો હજી આવે છે.” લતીફ જરા અધીરો થતો હોય તેમ બોલ્યો. બરાબર એ જ વખતે હાજી અહમદ અને રાય રાયાન પધાર્યા. જગડુશેઠે તેમની સામે બે ડગલાં ચાલી તેમનું સન્માન કર્યું. આપની યુક્તિ આબાદ ફતેહમંદ નીવડી, એ સારુ આપને મુબારકબાદી આપવા ખાસ આપની રૂબરૂ આવ્યો.” જગશેઠની પડખે ગાદી ઉપર બેસતાં હાજી અહમદે કહ્યું, હાજી અહમદ અજીમાબાદનો સૂબો હતો, તે જગશેઠની કૃપાથી બંગાળનો નવાબ બનવાની મહત્ત્વાકાંક્ષા રાખતો. જગતુશેઠે કંઈ જવાબ ન આપ્યો. માત્ર આગ્રહપૂર્વક તેની સામે જોઈ રહ્યા. લતીફને તો જાણે લોઢાના પાયે પનોતી બેસતી હોય એવી વ્યથા થઈ. “હકીકત એવી છે કે દિલ્હીથી છેલ્લા સમાચાર આવી ગયા છે. નાદીરશાહની છાપવાળા આપણા સિક્કાથી તે એટલો બધો ખુશખુશાલ થઈ ગયો કે તેણે બંગાળ તરફ સવારી વાળવાનું એકદમ માંડી વાળ્યું અને શહેનશાહ મહમદશાહની સલ્તનતમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ૬૮ આવા બાહોશ તથા બહાદુરીની કદર કરનારા મહાજનો છે, એમ જાણી તેણે બાદશાહ સાથે મૈત્રી બાંધી અને જે તાજ નાદીરના પોતાના માથે મુકાવો જોઈએ તે તાજ તેણે ભર દરબારમાં આપણા બાદશાહને માથે મૂક્યો. ખુદ બાદશાહના હજુરિયાઓ આ વાત લાવ્યા છે કે જગત્શેઠની કુશળતા ઉપર શહેનશાહ મહમદશાહ આફરીન બન્યા છે.' હાજી અહમદના મુખથી આ સમાચાર સાંભળી જગત્શેઠના મોં ઉપર સંતોષ અને પ્રસન્નતા છવાયાં. નાદીરશાહની લૂંટમાંથી બંગાળ બચી ગયું. એમાં જાણે જીવનની એક સાર્થકતા સિદ્ધ થઈ હોય એટલો આત્મપ્રમોદ અનુભવ્યો. “અમારી વાત પૂરી થાય છે. આપ ખુશીથી આગળ ચલાવો.'' રાય રાયાને યાર લતીફ તરફ દષ્ટિપાત કર્યો. “બેઅદબી માફ કરજો, પણ લતીફને એની વાત પૂરી કરવાની તક મળવી જોઈએ’” બંગાળના બંને અધિકારીઓને ઉદ્દેશી જગત્શેઠે આછાં સ્મિત સાથે ઉચ્ચાર્યું. ‘“કઈ વાત !’” અહમદે ઉત્સાહથી પૂછ્યું. “એ કંઈક હસનની વાત લાવ્યો છે. તમે પણ સાંભળી શકશો.'' જગત્શેઠે કહ્યું. “ઓહો ? હસનના પાયજામાવાળી ?' હાજી અહમદની દાઢી અને મૂછથી ઢંકાઈ ગયેલા મોંમાંથી ખડખડાટ હાસ્ય છૂટ્યું. કહ્યું.’ ‘“હાં, નામવર ! લતીફે જૂના દોર સાથે નવો તાર સાંધતાં ’’ ‘‘હસન તો બેઆબરૂમાંથી બચવા દેશ છોડીને ચાલ્યો ગયો. ઘરબાર દોલત તજી અતિ દૂરના બીજા શહેરમાં જઈ વસ્યો. Page #86 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ત્યાં પણ કુદરતે તેને સારી યારી આપી. લાખો રૂપિયા કમાયો. દસ-પંદર વરસે પાછો દેશમાં આવવાનો વિચાર કર્યો.” એણે માન્યું કે હવે લોકો એ વાત ભૂલી ગયા હશે. જે ગામમાંથી પહેરેલે કપડે નાઠો હતો, તે જ ગામમાં પાછો આવ્યો. સાંજ થઈ ગઈ હતી. સીમ અને ખેતરમાં ગયેલા મજૂરો પાછા ફરતા હતા. એટલામાં મજૂર જેવી બાઈઓ વચ્ચે આ પ્રમાણે વાતચીત થતી તેણે સાંભળી – બહેન ! આ છોકરાની ઉંમર કેટલી હશે ?” એક બાઈએ બીજી બાઈને પૂછયું. ““ઉંમરની તો ખબર નથી, પણ જે દિવસે હસનનો પાયજામો ઊતર્યો અને નાઠો એ દિવસે તેનો જન્મ થયો છે. તે જ વરસ ગણી લે !” બીજી બાઈએ જવાબ આપ્યો. આ વાતચીત સાંભળતાં જ હસનનું મોં ઊતરી ગયું. એ બિચારો એ જ રાતે ગામમાંથી પાછો ફર્યો અને વતનમાં આવીને રહેવાનો વિચાર કાયમને માટે માંડી વાળ્યો, હજુર ! લોકવાયકા તો કોઈ અજબ જેવી ચીજ છે. પૃથ્વીના પડ ઉપરની વસ્તુ ભૂંસાય પણ એક વાર લોકજીભે ચડેલી ચીજ કોઈ કાળે ભૂંસાતી નથી. લતીફ જાણે મૂળ સૂત્ર ઉપર મોટું ભાષ્ય રચી રહ્યો હોય, એવા અભિમાનથી જંગશેઠ સામે નિહાળતો બોલ્યો. લોકો ભૂલતા તો નથી, પણ ઊલટા તેની સાથે સાલવારી શરૂ કરે છે. ખરેખર દુનિયા એક અજાયબ વસ્તુ છે.” લતીફને ઉત્તેજન આપતાં જગતુશેઠે ઉમેર્યું. Page #87 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ૭૦ હાજી અહમદ ચકોર માણસ હતો. પ્રસંગનો લાભ લેવાની તેની શક્તિ તથા બુદ્ધિ ખૂબ કેળવાઈ હતી. મૂળ તો એ શુજાઉદ્દીનના આશરે આવીને રહેલો. હાજી અહમદનો ભાઈ અલીવર્દીખાં કરીને હતો. તે પણ શુજાના વખતમાં એક મામૂલી સિપાઈ હતો. બંને ભાઈઓ બુદ્ધિબળ અને બાહુબળના પ્રતાપે જુદા જુદા પ્રાંતના સૂબા બન્યા હતા. અલીવર્દીખાં પટણાનો સૂબો હતો અને હાજી અહમદ અજીમાબાદનું શાસનતંત્ર ચલાવતો. ‘લોકો અતિશયોક્તિ કરે એ ખોટું, બાકી બંગાળના દરબારમાં એવો કયો અમલદાર કે જાગીરદાર છે, જેનું સરફરાજે ખુલ્લું અપમાન ન કર્યું હોય ?'' હાજી અહમદે એ રીતે ચકમકનો એક તણખો પાડ્યો. તેને ખાતરી હતી કે જગત્શેઠ જેવા અધિકારીઓના આત્મામાં પ્રકોપનો જે દારૂ દબાઈ રહ્યો છે, તે ધીમેધીમે સળગી ઊઠવો જોઈએ. રાય રાયનાનું પણ એક વખતે આ કરતાં ય વધુ આકરું અપમાન થયું હતું. તે જરા તત્ત્વજ્ઞાનીની ભાષામાં બોલ્યો, ‘‘વસ્તુતઃ સરફરાજ પોતે જ પોતાની કબર ખોદી રહ્યો છે. અમલદારોને અપમાની એ કેટલા દિવસ બંગાળની નવાબી ભોગવી શકવાનો હતો ? બધાં અપમાનો જ્યારે એકી સાથે બળ કરશે ત્યારે સરફ આપોઆપ ઉથલી પડશે.” એ આઘાત જગશેઠના અતિ આળા ભાગ ઉપર પડતા હતા. મહાન પુરુષોને અપકીર્તિ મૃત્યુના સહોદર જેવી જ લાગે છે. જગત્શેઠ એ નબળાઈથી પર ન હતા. તેઓ માણસ હતા અને સ્વાભાવિક મહત્તા તેમને સ્વયં વરી હતી. સરફ જેવો એક Page #88 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૭૧ વિષયી દુર્બળ નવાબ તેમનું અપમાન કરે, જગતશેઠના મહિમાપુરના મહોલ્લામાંથી તેમની જ આશ્રિત એક કન્યાને ઉપાડી જાય અને એનો પશ્ચાત્તાપ કરવો તો એક બાજુએ રહ્યો, પણ ઊલટો સામે ધસી આવી શિંગડાં માંડે એ તેમને માટે અસહ્ય થઈ પડ્યું હતું. એટલું છતાં નવાબોની સાથે પરાપૂર્વથી જે સદ્ભાવ ચાલ્યો આવે છે, તેમાં અવિચાર કે ઉતાવળને અંગે વિક્ષેપ ન પડે એ પણ તેમને જોવાનું હતું. તેઓ આ અપમાનનું ઝેર પી જવા પ્રયત્ન કરી રહ્યા હતા. પંદર પંદર દિવસ થયા, પણ એ ઝેર ન પચ્યું. “જગડુશેઠને સરફે લપડાક મારી કાઢી મૂક્યા. જગશેઠની પુત્રવધૂ ઉપર અત્યાચાર થવા છતાં જગશેઠ ફતેહચંદ લમણે હાથ મૂકી બેસી રહ્યા. સરફને જગત્શેઠનું છૂપું ઉત્તેજન ન હોય તો આમ બને જ નહીં.” એવી એવી કોઈ પાર વિનાની ચિત્રવિચિત્ર વાતો ઘાટે, વાટે ને ચૌટે ચાલતી હતી. લતીફે તો હસનની વાર્તા પ્રાસ્તાવિક રૂપે કહી, પણ જગતુશેઠ જોઈ શક્યા કે આનો પ્રતિકાર સમયસર નહીં કરવામાં આવે તો જગતુશેઠના વંશના કપાળે એક એવું કલંક ચોંટશે કે જે કોઈ દિવસ નહીં ભૂંસાય. આટલી જાહોજલાલી, આટઆટલી લાગવગ એ સર્વ આ કલંકમાં દબાઈ જશે. કીર્તિ કરતાં કલંક વિરાટ રૂપ ધરશે. લતીફ, હાજી અહમદ અને રાય રાયાનની વાતોમાંથી પણ જગડુશેઠે એ જ સાર ખેંચ્યો. “સરફ સરખા મચ્છરને મસનદ ઉપરથી ઉડાડવો એ જગતુશેઠને માટે કઈ મોટી વાત હતી ?” વડવાનલની જેમ એ પ્રશ્ન જગતુશેઠના અંતસ્તલને ખળભળાવી રહ્યો. હુક્કાની નળી હાથમાંથી સરી પડી. મોં ઉપર વિલસતા શાંતિ, સ્થિરતા અને વિનોદના ભાવો ધીમે ધીમે અદૃશ્ય થયા. Page #89 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૭૨ સરફ એક કરોડ રૂપિયા મારી પાસે લેણા કાઢે છે, એ વાત પણ તમે સાંભળી તો હશે.” અપ્રિય પ્રકરણના પાના પલટાવી નાખવાની ઈચ્છાથી જગશેઠ બોલ્યા. “એ બહાને એક કરોડ મળી જતા હોય તો ખોટું શું? એની બદદાનત તો પગલે પગલે ખુલ્લી પડે છે. હાજી અહમદે ઉચ્ચાર્યું મારે એના કરોડ રૂપિયા રાખીને શું કરવું છે? એવા ખોટા આળ ન મૂકતો હોય અને સીધી રીતે માંગતો હોય તો તેને કોણ ના પાડે છે ? એનામાં માણસાઈ હોત તો આ ટંકશાળ એની નહીં તો બીજા કોની છે ?” પિતા, પુત્રને ઉદેશી વાત કહેતો હોય એવી સ્થિર ગંભીર ઢબે જગતુશેઠે અંતરનો ઉભરો ઠાલવ્યો. એ જ બધા દુઃખનું મૂળ છે, નામવર !” લતીફ આશ્વાસન આપતો બોલ્યો. વિનોદથી આરંભાયેલ વાત વિષાદના પહેલા પગથિયા સુધી આવી પહોંચી. સરફ સામે ઠેરઠેર અસંતોષ ફાટી નીકળ્યો છે, એનો આ એક સબળ પુરાવો હતો. સમયસર ચેતવામાં ન આવે તો રખે બંગાળ વિદ્રોહનો ભોગ થઈ પડે. દુશ્મનોનાં આક્રમણ કરતાં પણ આ આંતરવિગ્રહ બંગાળને હજારગણો વધુ કંગાળ બનાવી દે. ગ્રામના મેયર શૌતના બંગાલ-જનની ફરી સૈકા-બે સૈકા સુધી પગભર બની શકે નહીં. જગત્શેઠના મનમાં આ પ્રમાણે ચિંતાનું તુમુલ તોફાન ચાલી રહ્યું. બંગાળના બધા મુખ્ય જમીનદારોને બોલાવી, તેમની સલાહ લઈ કંઈક રસ્તો તો શોધવો જ પડશે.” અનુક્રમે હાજી અહમદ Page #90 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ અને રાય રાયાન ભણી જોઈ જગશેઠે ઉપસંહાર કર્યો. જમીનદારો અને રૈયત માત્ર આપને જ ઓળખે છે. આપનો નિર્ણય એ જ સમસ્ત બંગાળનો નિર્ણય. કોઈ એવો જમીનદાર નથી, રૈયતનો કોઈ એવો મુખી નથી કે જે આપના ઉપકાર નીચે નહીં દબાયો હોય. વરસતી ચાંદની જેવી આપની કરુણા મહેલથી માંડી ગરીબની ઝૂંપડી સુધી પહોંચી ચૂકી છે. લોકો તો માને છે જ કે બંગાળનો ઉદ્ધાર આજે નહીં તો કાલે, આપના હાથે જ યોજાશે. આપ શાંત છો એટલે જ બંગાળ શાંત છે. આપ જે દિવસે બહાર આવી એક પડકાર માત્ર કરશો તે દિવસે હજારો બંગાળીઓ મેદાનમાં આવી ઊભા રહેશે.” હાજી અહમદ આગળ બોલે તે પહેલાં જ જગતુશેઠ બોલી ઊઠ્યા : મારે વિદ્રોહ નથી જોઈતો. બંગાળનું એક તરણું પણ ન દુભાય એવી રીતે મારે રાજપલટો લાવવો છે. એટલે જ આપણે સૌએ સાથે બેસીને વિચાર કરવો જોઈએ.” જગતુશેઠની આ સૂચના સાથે સૌ સંમત થયા. પર કો : Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ જગત શેઠ ઉષા રોજ કરતાં આજે વહેલી ઊઠી, ભાગીરથીના નીતર્યા જળમાં પોતાનું પ્રતિબિંબ નિહાળતી સ્તબ્ધ બની આભને આરે ઊભી રહી. અનંત યૌવનના અભિમાને તેના મૃદુતાભર્યા મુખ ઉપર લાલિમા છવાઈ. મહિમાપુરનો ઘાટ એ વખતે નિર્જન હતો. રમતિયાળ શિશુ જેવી લહરીઓ ઘાટના પરિચિત પથ્થરને પંપાળતી પ્રવાહમાં પાછી મળી જતી. લહરીના અંગુલીસ્પર્શે નિર્મળ ઘાટ ઘડીભર રસિક બનતો અને મહિમાપુરના સુભાગી નરનારીઓના કાનમાં સનાતન ગીતના સૂર રેડતો. અરીસામાં મોં નીરખતી યુવતીની જેમ ઉષા પણ પોતાનું ભાન ભૂલી ગઈ. લજ્જા, ગર્વ અને તૃપ્તિના કુંળા રંગો તેના વદન ઉપર રેલાઈ રહ્યા. ઉત્તર તરફથી પવનવેગે વહી આવતી નૌકા ઉપર તેની દૃષ્ટિ ન પડી હોત તો કોણ જાણે ક્યાંય સુધી તે ત્યાં ને ત્યાં જ થંભીને ઊભી રહેત. નૌકાનો આરોહી રખેને જોઈ લેશે એવા ભયથી, શિથિલ વસ્ત્રોને સંકોરતી ઉષા આકાશના અંતઃપુરમાં ઉતાવળે ચાલી ગઈ. અરુણરાજ એનાં પગલાં સાંભળી ચમક્યો અને અલસનેત્ર ખોલી આસપાસ જોઈ રહ્યો. Page #92 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૭૫ જોતજોતામાં એક પછી એક પંદર-વીસ જેટલી નૌકાઓ આવી, ઘાટ પાસે ઊભી રહી. મહિમાપુરના ઘાટે ઘણીવાર આવી નૌકાઓની ભીડ જામતી. જમીનદારોની સમૃદ્ધિ અને કલાપ્રિયતા આ નૌકાઓમાં પણ સ્પષ્ટ દેખાઈ આવતી. કોઈ મયૂર આકારે, કોઈ ગરૂડ આકારે તો કોઈ દેવવિમાનના અનુકરણે રચાયેલી નૌકાઓ ભાગીરથીના તટને દીપાવતી. મહિમાપુર પણ રોજ કરતાં આજે કંઈક વધુ ગંભીર હતું. જગતુશેઠના વિશાળ મંત્રણાભુવનને પહેલેથી જ રાજભુવનની ઢબે શણગારવામાં આવ્યું હતું. સામાન્ય દિવસોમાં જે પ્રાસાદ અસંખ્ય અરજદારો અને કરજદારોથી ભરપૂર રહેતો, તેમાં આજે જુદી રોનક દેખાતી હતી. ક્રમે ક્રમે બંગાળ, બિહાર ને ઓરિસાના લગભગ બધા મુખ્ય જમીનદારો જગડુશેઠના મંત્રણાગૃહમાં પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા. જગશેઠ ફત્તેહચંદનું આગમન થતાં સૌએ ઊભા થઈ તેમનું સ્વાગત કર્યું. જગડુશેઠ જમીનદાર ન હતા, જમીનદારોના એકલા આધારરૂપ હતા. સૌને રાજકર ભરવા જગશેઠને ત્યાં વખતોવખત આવવું પડતું અને હવે તો કર પણ એટલા વધી પડ્યા હતા કે કર પૂરતી રકમ એકઠી કરતાં જમીનદારો નાકલીંટી ખેંચતા. વખતસર કર ન ભરી શકે એમને માટે સજાઓ પણ એટલી જ સખત હતી. એક અંગ્રેજ લેખક કહે છે કે મુર્શિદાબાદની પાસે એક ઊંડી ખાઈ તૈયાર કરવામાં આવી હતી અને તેમાં દુર્ગધ મારતા પદાર્થો ભરવામાં આવ્યા હતા. જે કોઈ જમીનદાર કે ખેડૂત સમયસર રાજકર ન ભરે તેને એ ખાઈમાં ડુબાડવામાં Page #93 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૭૬ આવતો. મુસલમાન અમલદારો આ ખાઈને “હિંદુઓનું વૈકુંઠધામ” કહેતા. આ વૈકુંઠધામની શિક્ષામાંથી એક માત્ર જગશેઠ જ બચાવી શકતા. જમીનદારો વૈકુંઠધામનું નામ સાંભળતાં જ કંપી ઊઠતા. બંગાળના જમીનદારોમાં હિંદુઓ હતા, તેમ મુસલમાનો પણ હતા. ઢાકા, પુર્ણિયા, પટણા, રાજશાહી તથા બર્દવાનના પ્રતિનિધિઓ આ મંત્રણામાં ખાસ ભાગ લેવા મહિમાપુર આવ્યા હતા. મંત્રણા સંબંધી એક અક્ષર પણ બહાર ન જાય તે સારુ સંભાળપૂર્વક સાવચેતી રાખવામાં આવી હતી. મહિમાપુરનું વાતાવરણ ચિંતા અને ગાંભીર્યથી ઓતપ્રોત બન્યું હતું. “બંગાળના આજના નવાબ વિશે આપના વિચારો જાણવા મેં આપ સૌ ભાઈઓને અહીં આમંત્ર્યા છે. તકલીફ તો જરૂર પડી હશે, પણ હું મારા એકલાને શિરે જવાબદારી લેવા તૈયાર ન હતો. જમીનદારોનું હિત જળવાય, યતની શાંતિ અબાધિત રહે અને સૌને સામાન્ય એવી અડચણોનો ઉકેલ થાય તે સારુ આપણે એકવાર એકઠા થવાની જરૂર હતી.” જગશેઠે મંગલાચરણ કર્યું જમીનદારોના જીગરમાં, સરફરાજ સામેનો અસંતોષ ધુંધવાઈ રહ્યો હતો, તે હુતાશના રૂપમાં પ્રગટી નીકળ્યો. મહેસૂલ પણ માંડ માંડ ભરી શકીએ છીએ ને તે ઉપરાંત “નજરાણા મોકરબી, જારમાથટ, માથટ, ફીલખાના, આબવાબ ફોજદારી” જેવા ખાસ કરો ગરીબ રૈયતના બરડા ઉપર ચામડે મઢેલા ચાબૂકનું કામ કરે છે. જમીનદારોની ખાતરે નહીં તો મૂંગી રૈયત ખાતર બંગાળની ગાદી ઉપર દયાળુ નવાબને બેસાડવો જોઈએ.” ઢાકાના પ્રતિનિધિએ પોતાનો અભિપ્રાય ઉચ્ચાર્યો. Page #94 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ “એકલા દયાળુ નવાબથી નહિ ચાલે. બંગાળ ઉપર મરાઠાઓ તૂટી પડવાની તૈયારીઓ જ કરી રહ્યા છે. પરદેશીઓનો પગપેસારો પણ કંઈ ઉપેક્ષા કરવા જેવો નથી. નખની ફાંસ પણ જો બળવાન દેહને બિમાર બનાવી મૂકે તો પછી પરદેશીઓના ત્રિશૂલ જ્યારે બંગાળની છાતી વીંધશે ત્યારે કાચાપોચા નવાબથી આ બંગાળનું રક્ષણ નહીં થાય.'' બર્દવાનના રાજાએ વસ્તુસ્થિતિ વધુ સ્પષ્ટ કરતાં કહ્યું. સરફની નબળાઈ અને દુષ્ટતા વિશે કોઈને મતભેદ હોય એમ ન લાગ્યું. જગત્શેઠ પોતે સરફની વિરુદ્ધ છે, એમ સૌએ આગળથી જ માની લીધું હોય અથવા બીજું ગમે તે કારણ હોય, પણ સરફને પદભ્રષ્ટ કરવાની વાતમાં જગત્શેઠની સાથે સૌ એકમત થયા. ઇતિહાસ સરફને પદભ્રષ્ટ કરવા માટે એકલા જગત્શેઠને જ જવાબદાર માને છે, પણ બંગાળના જમીનદારોની સભામાં જ એ નિર્ણય થયો હતો, એની નોંધ એ જ ઇતિહાસમાં મળી આવે છે. જગત્શેઠનું સરફે અપમાન કર્યું હતું અને તેમના આશ્રયે રહેલી એક કન્યાને રંજાડી હતી, એ બાબત ભલે બહુ મતભેદ ન હોય, પણ બંગાળનું ભવિષ્ય સ્વતંત્ર પરીક્ષાની એરણ ઉપર ઘડાયું હતું એ નિઃસંદેહ છે. સરફરાજ અપ્રિય થઈ પડ્યો હતો. પરંતુ તેની જગ્યાએ કોને બેસાડવો એ વિશે જમીનદારો એટલી સહેલાઈથી એકમત થઈ શક્યા નહીં. બંગાળને આજે એક એવા અધિકારીની જરૂર હતી કે જે રૈયત ઉપરનો કરભાર ઓછો કરે, પ્રજાનું પુત્રવત્ પાલન કરે અને તે ઉપરાંત સમય આવ્યે કોઈની ઉપર આધાર ન રાખતાં, આક્રમણકારીઓની સામે તલવાર પકડી ઊભો રહે. Page #95 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ જમીનદારોમાં પણ કેટલાક એવા જોરાવર હતા કે સરફનું આસન ઝૂંટવી લેવું એ તેમને મન બહુ મોટી વાત ન હતી. પરંતુ તેઓ જગશેઠની ધાકને લીધે એ પ્રયોગ અજમાવવાનું સાહસ કરી શકતા નહીં. જગતુશેઠ, દિલ્હીની શહેનશાહતના પ્રતિનિધિરૂપ છે અને તેઓ મનમાં લે તો જ શહેનશાહનો પરવાનો મેળવી આપે એ વાતની સૌને ખાતરી થઈ ચૂકી હતી. પટણાનો હાજી મહમદ અને ઢાકાનો રાજવલ્લભ, બંગાળની મસનદ માટે ઉમેદવાર હતા. પણ નવાબની યોગ્યતાનો પ્રશ્ન ઉપસ્થિત થતાં તેઓ મૌન ધરી રહ્યા. બંગાળનો નવાબ મુસલમાન જ જોઈએ, એવો આગ્રહ હું નથી રાખતો. જો કોઈ હિંદુ વીર “મસનદ' માટે બહાર પડે તો તેનો પક્ષ લેવા હું તૈયાર છું.” જગતુશેઠે ઢાકાના રાજવલ્લભ સામે જોઈ આ શબ્દો ઉચ્ચાર્યા. હિંદુ જમીનદારો આથી ઉત્સાહમાં આવ્યા. રાજવલ્લભના પરિચયમાં આવનારા તેને એક કુશળ રાજપ્રકરણી પુરુષ તરીકે ઓળખતા, તે જેટલો કુશળ હતો, તેટલો જ ખેલાડી હતો. તે ક્યારે ફરી જાય અને દ્રોહ કરી બેસે, એ કંઈ કહી શકાય નહીં. રાજવલ્લભ પોતાની યોગ્યતા જગતુશેઠની રૂબરૂ સિદ્ધ કરતાં સંકોચાયો. એમ પણ હોય કે તેને પોતાની પ્રપંચકુશળતા ઉપર એટલી બધી શ્રદ્ધા હતી કે ખુલ્લી સભામાં ઉમેદવારી નોંધાવવી એ તેને ન રુચ્યું હોય. “અને આપણા અહમદ સાહેબને તો ઉત્કલ સિવાય બીજો પ્રદેશ પસંદ નહીં આવે.” જગડુશેઠે કટાક્ષ કરતાં કહ્યું, જમીનદારો આનો અર્થ સમજી ગયા અને સભ્યતા ખાતર પણ આવી સભામાં હસવું એ ઠીક નહીં, એમ માની પરાણે હોઠ દાવ્યા. હાજી અહમદની Page #96 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૭૯ નવાબ પદવીની આતુરતા એક પળમાં પીગળી ગઈ. જગડુશેઠ માત્ર કારભાર કરી જાણે, છુપી વાતોનાં મર્મ શું સમજે ? એ પ્રકારનો તેનો ભ્રમ ઊડી ગયો. બંગાળ ને ઉત્કલ ક્યાં જુદાં છે?” હાજી અહમદે શરમાતાં શરમાતાં કહ્યું. “ભલે જૂદાં ન હોય ? પણ એક રમણીની ખાતર ઉત્કલનાં અંતર ઉકાળનાર અમલદાર પાસેથી બંગાળની રૈયત ઈન્સાફની આશા શી રીતે રાખી શકે?” જગડુશેઠ ફતેહચંદની હૈયાતીમાં સીધી રીતે બંગાળની મસનદ મેળવવાનો હાજી અહમદનો આશાતંતુ એટલેથી જ તૂટી ગયો. ઉત્કલના એક ખૂણામાં ગુજરેલો જુલમ જગશેઠ સુધી પહોંચી શકે છે એ જાણી તેનું હોં ઊતરી ગયું. ‘નવાબ' પદને માટે નાલાયક ઉમેદવારોનો નિર્ણય તો થયો, પણ અજ્ઞાત મંડળમાંથી લાયક પુરુષને શોધી કાઢવાનું કામ આખરે જગડુશેઠ ઉપર આવી પડ્યું. કાચના ટુકડાઓમાંથી હીરો પારખી લેવો એ માત્ર જંગશેઠથી જ શક્ય બની શકે એમ સૌને લાગ્યું. “મારી નજરે એક માણસ ચડે છે. કેટલાકોને તો એ નામ તદન અપરિચિત હશે. તે જાતે મુસલમાન હોવા છતાં એક હિંદુ સંન્યાસીના સંસ્કારી વાતાવરણમાં ઉછર્યો છે. હિંદુ અને મુસલમાનને એક આંખે જોઈ શકે એવી તેનામાં શક્તિ છે. તેનું આજ સુધીનું ચરિત્ર એટલું જ નિષ્કલંક છે. શુજા-ઉદીન પણ તેના પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવતો. યુદ્ધમાં તે કોઈથી ગાંજ્યો જાય તેવો નથી.” અંધાર અટવીમાં દીપકનો પ્રકાશ પાડતા હોય એમ જગતુશેઠે પ્રસ્તાવના રચી. જમીનદારો અધરશ્વાસે એ પુરુષનું નામ સાંભળવા જગતુશેઠ Page #97 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૮૦ સામે મીટ માંડી રહ્યા.હાથણી કળશ ઢોળતી હોય એવી ઢબે તેમણે ધીમેથી ઉચ્ચાર્યું - “એનું નામ અલીવર્દી-ખાં.” હાજી અહમદનો એ સગો ભાઈ થતો હતો. આ નામ સાંભળતાં જ અહમદ ઉત્સાહમાં આવ્યો. રાજવલ્લભ અને તેના અનુરાગીઓને કંઈ ખાસ વિરોધ દર્શાવવાનું કારણ ન હતું. અલીવર્દી-ખાંને જેઓ ઓળખતા હતા, તેમને જગડુશેઠની પસંદગી ગમી અને જેઓ અપરિચિત હતા, તેમણે જગતુશેઠ ઉપર શ્રદ્ધા રાખી પોતાની સંમતિ આપી. સભાનો વિધિ એ રીતે સમાપ્ત થયો. અલીવર્દી-ખાંને બંગાળની ગાદી ઉપર બેસાડવાને, દિલ્હીશ્વરનો પરવાનો મેળવવાનો અને સરફરાજ જો તોફાન જગાવે તો તેને પહોંચી વળવાનો બધો ભાર જગતુશેઠને માથે આવી પડ્યો. વસ્તુત: લોકમત જાણવા સિવાય આવી સભાઓ બોલાવવાનો જગશેઠનો બીજો હેતુ ન હતો. દિલ્હીશ્વરે જગડુશેઠમાં જે વિશ્વાસ મૂક્યો હતો, તે અસ્થાને નથી એમ પૂર્વે પણ તેમણે ઘણીવાર સિદ્ધ કર્યું હતું. આજે પણ એવો જ એક પ્રસંગ હતો. નવાબો કે દીવાનો કરતાં બંગાળની રાજનીતિ ઘડવામાં જગશેઠ પોતાને વધુ જવાબદાર માનતા. રાજા અને પ્રજા વચ્ચે ઊભા રહી, બંનેને અકૃત્રિમ સ્નેહ-સાંકળથી જકડી રાખવા અને જમાનાએ સ્વીકારેલી નૈતિક મર્યાદાના બંધનમાંથી કોઈને પણ ચસકવા ન દેવા, એ તેમનું વ્યવહારસૂત્ર બન્યું હતું. અનિચ્છાએ-અલિપ્તભાવે તેમને આવી અનેક મંત્રણાઓમાં દોરાવું પડતું. પ્રતિભા, લાગવગ અને સમૃદ્ધિનું સંઘટિત બળ તેમને હંમેશા આવી જ યશકલગી પહેરાવતું. Page #98 -------------------------------------------------------------------------- ________________ જમશેઠ ક. ૧ 72 જગત્શેઠની એક ધારણા ખોટી પડી. તેમણે માનેલું કે મંત્રણાનો ભેદ છતો નહીં થાય, પરંતુ સરફરાજને કોઈએ ચેતવ્યો. જિંદગીમાં પહેલી જ વાર હાથમાં હથિયાર લઈ અલીવર્દી-ખાની સામે લડવા નીકળ્યો. ઘેરીઆના મેદાનમાં સરફ અને અલીવર્દી-ખાં લડ્યા. સરફ મરાયો. સરફની પાછળ કોઈએ આંસુનું ટીપું ન પાડ્યું. ૮૧ જગત્શેઠનો હાથ પકડી, અલીવર્દી-ખાં બંગાળની મસનદ ઉપર બેઠો. તે જ્યારે પટણામાં હતો ત્યારે એક સાધુજને, તેને બંગાળનું રાજ્ય મળશે, એવું ભવિષ્ય ભાખેલું. જગત્શેઠની અમીદૃષ્ટિ એ સ્વપ્નસિદ્ધિમાં નિમિત્તરૂપ બની. અલીવ અને બાપુદેવ શાસ્ત્રી નામના એ વખતના એક પ્રસિદ્ધ પંડિત વચ્ચે ગાઢ મિત્રાચારી હતી. એ શાસ્ત્રીના શિક્ષણના પ્રતાપે અલીવ હિંદુઓ અને મુસલમાનોમાં એક સરખો પ્રિય બની શક્યો. ઇતિહાસ ઉચ્ચારે છે કે અલીવર્દી-ખાંના ધાર્મિક જીવનના પ્રભાવે મુર્શિદાબાદનો રાજપ્રાસાદ પવિત્ર તપોવન જેવો બન્યો હતો. મસ્જિદે મસ્જિદે નમાજ અને મંદિરે મંદિરે યોગ્ય સમયે Page #99 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૮૨ પૂજાપાઠ થતાં. ગરીબોને છૂટથી અન્ન તથા વસ્ત્ર વહેચાતાં. અદાલતમાં ન્યાય અને નીતિનું જ પાલન થતું. અવકાશના સમયમાં મૌલવીઓ તથા શાસ્ત્રીઓને બોલાવી અલીવર્દી-ખાં શાસ્ત્રનું રહસ્ય સમજવાનો પ્રયત્ન કરતો. વેશ્યાઓ બારણાં પાસે ફરકી શકતી નહીં. નાચરંગને રાજકાર્યમાં કલંક લગાડવાનો તલમાત્ર અવકાશ મળી શકતો નહીં. એનું કુટુંબ મોટું હતું. ભાઈ, બહેન, બનેવી, પુત્રીઓ અને પુત્રીઓનાં સંતાનોને લીધે તેને ભાગ્યશાળી માનવાનું કોઈપણ ગૃહસ્થને મન થાય. અલીવર્દી-ખાં પોતે પણ વિસ્તૃત કુટુંબમાં અભિમાન લેતો. “સંસાર એ જ સાચું યુદ્ધક્ષેત્ર છે અને એ યુદ્ધભૂમિની અંદર જે માણસ સ્નેહીઓના અત્યાચાર સહન કરી શકે છે, તે જ ખરો વીરપુરુષ છે” એ તેનો મુદ્રાલેખ બન્યો હતો. બંગાળના કમનસીબે એ સૌભાગ્ય પલટો ખાધો. રાજલોભે સગાંઓની અંદર ફ્લેશની હોળી સળગાવી અને આખરે બંગાળની તથા ક્રમે ક્રમે સમસ્ત ભારતમૈયાની સ્વાધીનતાનું બલિદાન દેવાયું. અલીવર્દી-ખાં બંગાળની ગાદીએ આવ્યો કે તરત જ મરાઠા સૈન્યોનાં ઉપરાઉપરી આક્રમણ શરૂ થયાં. એક વરસ પૂરું નહીં થયું હોય એટલામાં સલ્તનતની પામર સ્થિતિનો લાભ લેવા એક તરફ બાલાજીએ અને બીજી તરફ રાઘોજીએ લૂંટફાટ શરૂ કરી દીધી. એ વખતે અલીવર્દી-ખાંની ઉંમર લગભગ પંચાવન વરસની હતી. એટલું છતાં આક્રમણ, વિગ્રહ કે બળવાના સમાચાર મળતાં, એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના લશ્કરને મોખરે આવી ઊભો રહેતો. પચીસ વરસ તે મસનદ ઉપર રહ્યો. પણ એક વરસ એવું ખાલી નહીં ગયું હોય, જેમાં અલીવર્દી-ખાંને શત્રુનો સામનો કરવો પડ્યો ન હોય. મરાઠાઓ જે વખતે મરાઠી સામ્રાજ્ય સ્થાપવા Page #100 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૮૩ સારાય ભારતવર્ષને ખુંદી રહ્યા હતા. તે વખતે બંગાળનો તારણહાર જો કોઈ હોય તો એક અલીવર્દી-ખાં. અલીવદ-ખાંને બંગાળનો આંતર વહીવટ સંભાળવાનો અવકાશ મળ્યો હોત તો કંપની સરકારનો ઈતિહાસ કંઈક જુદું જ સ્વરૂપ ધરત. એક તરફથી મરાઠાઓનો ઉપદ્રવ શરૂ થયો, બીજી તરફથી અંગ્રેજો-ફ્રેંચો અને ડચ વેપારીઓ પોતાનાં થાણાં જમાવવા માંડ્યા, ત્રીજી તરફ અલીવર્દી-ખાંના સગાસંબંધીઓ રાજલોભમાં ભાન ભૂલી અંદર અંદર આથડ્યા અને સૌથી ભયંકર અનિષ્ટ વાત તો એ બની કે અલીવર્દી-ખાં પોતાના ભાણેજ સિરાજ-ઉદ્-દૌલાનો મોહ કેમે મૂકી શક્યો નહીં. આ બધાં સામટાં અનિષ્ટોએ એક સામટો હલ્લો કર્યો. બંગાળની ગાદી તો રૂની જેમ પીંખાઈ, એટલું જ નહીં પણ વામન સ્વરૂપમાં દેખાતી કંપની સરકારે અહીંથી જ પોતાનું વિરાટ સ્વરૂપ પ્રકાશવા માંડ્યું. - બંગાળના ઇતિહાસમાં “બગનાં તોફાનો” ખાસ સ્થાન રોકે છે. બાદશાહ ઔરંગઝેબ જેમને પર્વતના ઉદરડા કહી અપમાનતો અને હજુરીઆઓ જેમને કીડીની માફક છુંદી નાખવાનું અભિમાન ધરતા હતા, તે જ મરાઠાઓ સમય જતાં કોકણના ડુંગરાઓની બહાર નીકળ્યા અને બરાબર ડુંગરાઓના પ્રબળ જલધોધની માફક બંગાળ, બિહાર અને ઓરિસામાં ફરી વળ્યા. દિલ્હીનો બાદશાહ સમ ખાવા પૂરતો રહ્યો હતો. હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાંથી “ચોથ” ઉઘરાવવાનું ફરમાન એ બાદશાહે જ મરાઠાઓને લખી આપ્યું. બાહુબળ વડે એ કર ઉઘરાવતા તેઓ બંગાળમાં આવી પહોંચ્યા. એમણે બંગાળમાં જે ખુવારી કરી, તે ‘બર્ગીના તોફાનના નામથી પ્રસિદ્ધ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ८४ ભાગીરથીનો પશ્ચિમ કિનારો હજી એ તોફાનોથી અણસ્પર્યો રહ્યો હતો. ઢાકા અને મુર્શિદાબાદ જેવી રાજધાનીમાં પગ મૂકવાની આ મરાઠી સૈન્ય હિંમત કરી શકતું નહીં. એટલામાં એક દિવસે પશ્ચિમ કિનારા ઉપર બંગાળીઓનું ગગનભેદી આકંદ સંભળાયું. મરાઠાઓ ભાગીરથીની આસપાસનાં ગામો લૂંટતા, ઘરો સળગાવતા, ઘોડાની ખરીઓથી ઊભો પાક છંદતા લગભગ મુર્શિદાબાદ પાસે આવી પહોંચ્યા. સ્ત્રી, પુરુષો, બાળકો અને વૃદ્ધોનાં ટોળેટોળાં ભાગીરથીના સામે કિનારે પહોંચવા અને હરકોઈ પ્રકારે જીવ બચાવવા દોડાદોડી કરી રહ્યા. અલીવર્દી-ખાંને જેવા એ સમાચાર મળ્યા કે તરત જ તે જગશેઠ ફતેહચંદની પાસે ગયો. ભૂખ્યા વરૂના ટોળા જેવા મરાઠા, પશ્ચિમ કિનારે આવ્યા છે. મુર્શિદાબાદને બહુ બીક નથી. છતાં તમે આપણાં કુટુંબોને કોઈ એક સલામત સ્થળે રાખી આવો.” અલીવર્દી-ખાં પોતાના સગા સ્નેહીઓ અને અસંખ્ય દાસ-દાસીઓ કરતાં પણ જગડુશેઠ ઉપર અધિક શ્રદ્ધા રાખતા. કુટુંબના રક્ષણના વિષયમાં આપ નિશ્ચિંત રહેશો. પણ મુર્શિદાબાદ કોને ભળશે ?' જગતુશેઠે પૂછયું. મીર હબીબની પાસે થોડું લશ્કર મૂકતો જઉં છું. તે બધાને પહોંચી વળશે.” નવાબે ઉતાવળે ઉત્તર વાળ્યો. - મીર હબીબની મુર્શિદાબાદમાં હાજરી હોય તો જગતુશેઠને બહાર નીકળવામાં કંઈ ચિંતા જેવું ન રહે એમ નવાબ માનતો. જગતુશેઠ પણ એને થોડે અંશે ઓળખતા. જગત્શેઠ બાદશાહી પરિવારને “ગોદાગાડી' નામના સહીસલામત સ્થળે મૂકી આવ્યા. આ તે જ સ્થળ છે કે જ્યાં મહાનંદા Page #102 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૮૫ અને પદ્માના બળવાન મોજાંઓ નિરંતર નિર્ભયતાના ઘેરા નાદ સુણાવે છે. બે મહાનદીઓનાં નીર જાણે કોઈ જન્મજન્માંતરના વિજોગી આત્માને આલિંગતાં હોય તેમ અભિન્ન બની મહાસાગરમાં સમાવા ઉતાવળા વહ્યાં જાય છે. અહીં એક નાનો સરખો કિલ્લો પણ હતો. જગડુશેઠને થયું કે આવો જ એક કિલ્લો મુર્શિદાબાદની આસપાસ હોય તો મુર્શિદાબાદ કેટલું નિર્ભય બને? અલીવર્દીખાંનો જમાઈ નવાજેસ મહંમદ અને જગશેઠ ગોદાગાડીમાં રહ્યા. અલીવર્દી-ખાં પોતે જબ્બર રણજોદ્ધો હતો. તેણે માનેલું કે મરાઠા-સૈન્યનો પરાભવ કરવામાં તેને બહુ બળ વાપરવું નહીં પડે અને મરાઠા-સૈન્યની સંખ્યા જોતાં અલીવર્દી-ખાં એવું અનુમાન કરવામાં વાજબી હતો. પણ આ મરાઠાઓ રાજ્યો જીતવા નહોતા નીકળ્યા. તેમને તો હરકોઈ પ્રકારે લૂંટ ચલાવવી હતી, લોકોનાં મકાન સળગાવવાં હતાં અને એ રીતે મરાઠી સૈન્યની ધાક બેસાડવી હતી. ડુંગરાઓમાં જે યુદ્ધનીતિને તેઓ અનુસરતા તે જ નીતિ આ સપાટ પ્રદેશમાં પણ તેમણે સ્વીકારી. અલીવર્દી-ખાંનું સૈન્ય જેવું સામે આવી ઊભું રહ્યું કે તરત જ મરાઠા સૈન્ય બે ભાગમાં વહેંચાઈ ગયું. એક ભાગ અલીવર્દીની સામે લડવામાં રોકાયો અને બીજો ભાગ ભૂખ્યા વરૂની જેમ મુર્શિદાબાદ તરફ ધસી ગયો. અલીવદ-ખાં એ બાજી તરત સમજી ગયો, પણ ભૂહમાંથી નીકળી છૂટવાની તેને કોઈ તક ન મળી. લૂંટફાટ ખાતર મુર્શિદાબાદમાં આવેલા મરાઠાઓને મીર હબીબે જો ધાર્યું હોત તો મારીને પાછા કાઢી શકત. પણ છેવટની ઘડીએ તે બેવફા નીવડ્યો. અલીવર્દીએ મૂકેલો વિશ્વાસ માત્ર આંધળા નેહમાંથી જન્મ્યો હતો, એમ તેણે પુરવાર કર્યું. મીર Page #103 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૮૬ હબીબ લૂંટમાં ભાગ મેળવવાની આશાએ મરાઠાઓ સાથે મળી ગયો. મુર્શિદાબાદ ગઢ વિનાનું ખુલ્લું પડ્યું હતું. મીરની શીખવણીથી મરાઠાઓ પહેલો જ હલ્લો જગતુશેઠની પેઢી ઉપર લઈ ગયા. આખો દેશ લૂંટવાથી તેમને જે સોનું-રૂપું ન મળી શકત તેટલું અહીં તેમને પ્રાપ્ત થયું. જગતુશેઠ અને તેમનો પરિવાર, બાદશાહી કુટુંબ સાથે હોવાથી મરાઠાઓની સામે બચાવ કરવા કોઈ બહાર ન પડ્યું. જગશેઠની પેઢી લૂંટાય છે અને મુર્શિદાબાદ ઉજજડ બન્યું છે, એ સમાચારથી વિહ્વળ બનેલો અલીવર્દી એકદમ મુર્શિદાબાદ તરફ દોડ્યો. પણ લૂંટવાની, નાસવાની અને છુપાવાની કળામાં પૂરા પાવરધા ગણાતા મરાઠાઓને તે યોગ્ય શાસન કરી શક્યો નહીં. જે જગતુશેઠ નવાબ-પરિવારનું રક્ષણ કરવા પોતાની પેઢી છોડીને ગયા હતા, તેમને જ ત્યાં આવી લૂંટ થયેલી જાણી નવાબ ઘણો ગુસ્સે થયો. જગતુશેઠ જ્યારે પૂછશે ત્યારે પોતે શું જવાબ આપશે ? તપાસ કરતાં મીર હબીબ પણ દેશ તજીને નાસી ગયો હોય એવી બાતમી મળી. બીજાં બધાં વેર ભૂલી જવાશે, પણ નવાબના આત્મીય જેવા જગશેઠની પેઢી લૂંટાઈ એ વૈર તો કોઈ કાળે પણ ન ભૂલવાની અને તેને યોગ્ય બદલો લેવાની અલીવર્દી-ખાંએ પોતાના મન સાથે મજબૂત ગાંઠ વાળી. - પુનઃ શાંતિ સ્થપાતાં અલીવદ-ખાં જગડુશેઠની જાણે માફી માગતા હોય તેમ પેઢી લૂંટાયાની વાત કરી. પણ એ વાત સાંભળી લીધા પછી જગતુશેઠના મોં ઉપર વિસ્મય, ચિંતા કે ખેદની એક પણ રેખા ન અંકાઈ. એ લૂંટ જગતનો એક અતિ સામાન્ય પ્રસંગ હોય એવી બેપરવાઈથી કહ્યું - “પાતાળ કૂવાનું પાણી, કોઈ દિવસ Page #104 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ તરસ્યા પીનારાઓ ખૂટાડી શક્યા છે ? પેઢી એક એવો કૂવો છે કે જેમાં ક્યાંથી કેટલી સર વહે છે, તેનું માપ હજી કોઈ કાઢી શક્યું નથી. મરાઠાઓ તો કૂવામાંથી નહીં, પણ કૂવા પાસેના ખાબોચિયામાંથી જ થોડું પાણી પીને નાસી ગયા ! એમાં અફસોસ કરવા જેવું શું છે ?” અલીવર્દી-ખાંને થયું કે પોતાને રીઝવવાને જ સારુ જગતુશેઠ આ પ્રમાણે બહારનો દેખાવ કરે છે. બાકી મહામહેનતે એકઠું કરેલું નાણું લૂંટાઈ જાય તો કોને આઘાત ન થાય? સમકાલીન મુતમ્મરીનનો લેખક કહે છે કે પેઢીની લૂંટ જગડુશેઠને મન એક નજીવી વાત હતી. લૂંટને બીજે જ દિવસે તેઓ દશ કરોડની દર્શની હૂંડી લખી આપવા શક્તિમાન હતા. જગતુશેઠની સમૃદ્ધિ, હિંદુસ્તાનમાંથી ચાલતી અસંખ્ય આશ્ચર્યકથાઓ પૈકીની એક કથાવસ્તુ બની હતી. મરાઠાઓની ધાડ પછી પણ જગતુશેઠનો વેપાર પહેલાંની જેમ જ ચાલતો. એ બનાવને એક વરસ વીત્યું નહીં હોય એટલામાં બે સબળ શત્રુઓ બંગાળ ઉપર ચડી આવ્યા. એક તરફ બાલાજી અને બીજી તરફ ભાસ્કર પંડિત. બે દુશ્મનોની સામે એકી સાથે શી રીતે લડવું એ મુંઝવણ ઊભી થઈ. બાલાજીને જો બંગાળની ચોથના બદલામાં દસ લાખ રૂપિયા આપવામાં આવે તો તે લડ્યા વિના પાછો જવા તૈયાર હતો. અલીવર્દી પાસે એટલું નાણું ન હતું. જમીનદારોનું કરજ કરીને પણ બાલાજીનું મન સંતોષ્ય. ૧. ક્લાઈવે પોતાની ઉપર મૂકાયેલા લાંચનાતહોમતનો પ્રતિકાર કરતાં ઉમરાવો સમક્ષ કહેલું કે “હું જ્યારે મુર્શિદાબાદમાં ગયો અને ત્યાં સોના-રૂપા તથા ઝવેરાના મોટા ગંજ જોયા ત્યારે હું મારા મનને કેવી રીતે કાબુમાં રાખી શક્યો એ માત્ર મારો અંતરાત્મા જાણે છે!” Page #105 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ભાસ્કર પંડિતને સમજાવી પાછા વાળવાની જવાબદારી જગત્શેઠ ઉપર આવી. માનકરાના મેદાનમાં, જ્યાં ભાસ્કર પંડિતનું સૈન્ય પડ્યું હતું, ત્યાં તેની સાથે વાટાઘાટ ચલાવવા જગત્શેઠ ગયા. અલીવર્દી-ખાં જુદી છાવણી જમાવી પરિણામની રાહ જોઈ રહ્યો. ભાસ્કર પંડિત, મરાઠા સૈન્યનો કોઈ કદાવર, વાઘ જેવો વિકરાળ અને મહા મુસદ્દી સેનાનાયક હશે, એમ જગત્શેઠે માનેલું. પણ તેને જોતાં જ જગત્શેઠની એ ભ્રમણા ભાંગી ગઈ. ભાસ્કરનું ખીલતું યૌવન, દક્ષિણના પહાડી સૌંદર્ય જેવું જ મનોરમ અને આકર્ષક હતું. વંશપરંપરાથી ઊતરતું ગૃહસ્થોચિત ગાંભીર્ય તેના મોં ઉપર તરવરતું. તેની આંખોમાં ગુણરાગને બદલે વિશેષે તો નિર્દોષતા જ નીતરતી હતી. દુશ્મનોને પણ પ્રિય થઈ પડે એવા આ યુવાનને એનાં મા-બાપે આટલે દૂર યુદ્ધના મેદાનમાં મોકલવાની હિંમત કયા હિસાબે કરી હશે ? જગત્શેઠને ભાસ્કર વિશે પોતાના સંતાન જેટલો જ અનુરાગ ઉદ્ભવ્યો. જે દેશ પોતાના આવા અમૂલ્ય ધનને, રમતના એક પાસા તરીકે મેદાનમાં ફેંકી શકે છે, તે પોતાનો ભગવો ઝુંડો સમસ્ત ભારત વર્ષ ઉપર ફરકાવવાના મહાભિલાષ કેમ ન રાખે ? આવા કંઈ કંઈ વિચારો જગત્શેઠના અંતરમાં રમણીય મુંઝવણ ઉપજાવી રહ્યા. ८८ જગત્શેઠ ભાસ્કર પંડિતને લાંચ આપી, પાછો રવાના કરવા આવ્યા હતા. પંડિત બંગાળના કાળરૂપે બંગાળની છાતી ઉપર ઊભો હતો. વાટાઘાટ પડી ભાંગે તો એ જ ભાસ્કર અસંખ્ય નારીઓને ઘરબાર વિનાની બનાવવા, બાળકોને નિર્દયપણે રઝળાવવા અને ગૃહસ્થોનું સત્યનાશ વાળવા તૈયાર હતો. આવા Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૯ જગશેઠ માતૃભૂમિના એક દુશ્મન તરફ થોડો પણ સ્નેહ દ્રવે એ શું નબળાઈનો એક પ્રકાર ન ગણાય ? ખરેખર, જગત્શેઠ એ જ ક્ષણિક નબળાઈના ભોગ બન્યા. તેઓ વયોવૃદ્ધ હતા. તેમને ત્યાં દીકરાના દીકરાઓ ખેલતા. ભાસ્કરને જોયા પછી તેમનું સ્નેહાળ અંત:કરણ અવશ બન્યું. તેમને થયું કે મારા પૌત્ર જો આ રીતે પરદેશમાં લડવા જવાની હઠ પકડે તો આ દુર્બળ હૃદય બીજી જ ક્ષણે ધબકતું બંધ પડી જાય. પરિવાર પ્રત્યેના ઉભરાતા નેહમાંથી જ આ નબળાઈ જન્મી હતી. ભાસ્કર સમજતો હતો કે જગડુશેઠ બંગાળના કર્તાહર્તા છે. અલીવાઁ કરતાં પણ જગશેઠનો મોભો ચડિયાતો છે. તેણે વિવેકપૂર્વક જગશેઠને સન્માન્યા અને પોતાના કોઈ આત્મીયને મળતો હોય તેટલા બહુમાનથી પોતાની પાસે બેસાડ્યા. નવાબના માણસો જગતુશેઠ પ્રત્યે જે અદબ રાખતા તે કરતાં ભાસ્કરના આ વિવેકમાં તેમને વધુ સ્વાભાવિકતા સમાયેલી હોય એમ લાગ્યું. “દક્ષિણના નવજુવાનોનાં લોહીથી બંગાળની ભૂમિ રંગાય એમ અમે નથી ઈચ્છતા. તમ જેવા જુવાનો માબાપોને મન વ્હાલા હોય તે કરતા બંગાળ માતને તમે વધુ વ્હાલા લાગો છો.” જગતુશેઠના હૈયામાં જે મનોભાવ હતા, તે હોઠે આવ્યા. અમારાં મા-બાપોને અમારાં શરીર વ્હાલાં નથી. અમારી રણભેરીના નાદ તેમને ઉન્મત્ત બનાવે છે. મરાઠી-સામ્રાજ્યના મનોરથ તેમને પુત્ર તથા પ્રાણ કરતાં પણ અધિક પ્રિય છે.” ભાસ્કર એની સ્વચ્છ દંતપંક્તિ સમું નિર્મળ હાસ્ય હસ્યો. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જગશેઠ શહેનશાહ પોતે જો મરાઠાઓની ચોથ મંજૂર રાખતા હોય તો પછી અમારાથી એની સામે શી રીતે વાંધો લઈ શકાય? બોલો, બંગાળ, બિહાર ને ઓરિસાની ચોથના બદલામાં આપ કેટલી રકમ લેવા તૈયાર છો?” જગતુશેઠે સમાધાનની શરૂઆત કરી. “બાલાજીને તમે દસ લાખ આપી પાછો કાઢ્યો, પણ રાઘોજીનો આ પ્રતિનિધિ એમ નહીં છેતરાય.” પિતામહની પાસે બાળક લાડ લડતો હોય એટલી મધુરતાથી ભાસ્કરે પોતાનો અસ્પષ્ટ નિશ્ચય દર્શાવ્યો. અમે તો સમજતા હતા કે અમારા બંગાળના જમાઈઓમાં જ આવી મનોદશા હશે.” જગતુશેઠે ધીમેથી ઉચ્ચાર્યું. એટલે ?” ભાસ્કરે આતુરતાથી પૂછ્યું. “એટલે એમ કે અમારા જમાઈઓ, સાસરાની ગરજ જોઈને એટલા પૈસા પડાવે છે કે સાસરો ઘરબાર વિનાનો થઈ જાય, કરજમાં ડૂબી જાય કે ભૂખે મરતો થઈ જાય તેની પણ તેમને દરકાર નથી હોતી. ત્રણ-ચાર કન્યાનો બાપ થયો એટલે અમારા બંગાળમાં કન્યાના બાપને ભીખ જ માગવી પડે !” જગત્શેઠે આડકતરી રીતે બંગાળની સ્થિતિ સમજાવવા માંડી. ભાસ્કર કંઈક સમજ્યો પણ ખરો, પરંતુ તે બંગાળની “ચોથ'ને કુબેરનો ભંડાર સમજતો હતો. તેણે કહ્યું, “તો કંઈ નહીં. બંગાળનાં બે સારાં શહેર લૂંટશું તો પણ દસ લાખ કરતાં વધુ માલ તો અવશ્ય મળી રહેશે.” લૂંટફાટ”નું નામ સાંભળતાં જ જગતુશેઠના કાન ચમક્યા. તેમનો ચહેરો ફિક્કો પડ્યો. Page #108 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૯૧ બંગાળને લૂંટશો અને છતાં મરાઠી-સામ્રાજ્ય સ્થાપવાના અભિલાષ રાખશો ? જગતમાં ક્યાંય લૂંટારાઓએ સામ્રાજય સ્થાપ્યાં જાણ્યાં છે ? શિવાજી મહારાજના ભગવા ઝુંડાને સમસ્ત ભારતવર્ષ નમે છે, પણ એ ઝુંડો આજે તમારી લૂંટફાટથી કલંકિત બન્યો છે. એવા ઝુંડાના આશરે ઊભું રહેવું તે કરતાં પરદેશીનો આશરો લોકો વધુ પસંદ કરશે.” મરાઠાઓનાં ઉપરાઉપરી આક્રમણોનું સ્મરણ થતાં જગડુશેઠ આવેશને વશ થયા. “બંગાળની દશા આજે તો તેના દુશ્મનોના દિલમાં પણ દયા આવે એવી છે. તેનું કોઈ ધણીધોરી નથી. દિલ્હીમાં બેઠો બેઠો શહેનશાહ દેશને લૂંટાવી રહ્યો છે. આજે બાલાજીને, કાલે રાઘોજીને, તો પરમ દિવસે અંગ્રેજ વેપારીને નવા નવા કરારો અને દસ્તાવેજો લખી આપે છે. બીજી તરફ જમીનદારો સ્વતંત્ર થતા જાય છે. નાના નાના સિપાઈઓ પણ જાણે સમ્રાટના સગા ભાઈ હોય એવા સ્વચ્છંદ માણે છે. બંગાળની જ વાત હું કહી રહ્યો છું. બંગાળ આજે ચારે કોરથી ચૂસાય છે. બંગાળના લોહીથી તમે મહારાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા માગો છો ? નિર્બળ બંગાળના નિશ્વાસ ઉપર તમારાં ઐશ્વર્ય શોભશે ? અને ચિરસ્થાયી રહેશે ?” ભાસ્કર પંડિત ઝંખવાયો. વૃદ્ધ વૈશ્યનું હૈયું માતૃભૂમિની કંગાલિયત જોઈ ભીતર ને ભીતર સળગી રહ્યું છે, એમ તે સ્પષ્ટ જોઈ શક્યો. થોડીવાર પહેલાના અને અત્યારના જગતુશેઠમાં જાણે જાદુઈ ફેરફાર થઈ ગયો હોય તેમ તેને લાગ્યું. ભાસ્કર બંગાળની ચોથમાંથી ઓછું કરવા તૈયાર થયો. પણ કેટલું ઓછું લેવું તેનો નિર્ણય ન કરી શક્યો. કહ્યું, “આવતી કાલે આપણે વધુ વિચાર કરશું-નવાબ અલીવદ-ખાં પણ ભલે આવે” Page #109 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૯૨ જગશેઠ સંમત થયા. તે દિવસ તો એમને એમ પસાર થઈ ગયો. વગર યુદ્ધ જો બંગાળની તિજોરીમાંથી થોડું ઓછું નાણું મળતું હોય તો તે લેવા ભાસ્કર પંડિત લલચાયો. જગડુશેઠની વાત સાંભળ્યા પછી તેનું હૃદય જરા કૂણું બન્યું હતું. બીજા દિવસનું પ્રભાત ઊગ્યું. માનકરાના મેદાનમાં સંપૂર્ણ શાંતિ પ્રસરી હતી. એ શાંતિ ઉપર અટ્ટહાસ્ય કરતી હોય તેમ તાલવૃક્ષોની પંક્તિ કંપતી ઊભી હતી. ભાસ્કર પંડિતનું સૈન્ય યુદ્ધની આશંકા વગર નિશ્ચિત હતું. જગશેઠ સાથે સંઘોની શરતો ઘડાયા છે, એ વાત કોઈથી છૂપી રહી ન હતી. પહોર કરતાં પણ કંઈક અધિક દિવસ ચડ્યો હશે. જગતુશેઠ અને અલીવદ-ખાં પોતાની છાવણીમાંથી બહાર નીકળ્યા. જગશેઠે અલીવદ-ખાં સામે જોયું. તેની આંખો નશાથી લાલ બની હોય અને સૂકા ઓઠને પળે પળે પીસતો હોય એમ લાગ્યું. યુદ્ધના મેદાનમાં રોજની શાંત નિદ્રા ન મળી હોય એવી જગતુશેઠે કલ્પના કરી. બંગાળના બંને ભાગ્યવિધાતા આગળ ચાલ્યા. પંડિતની છાવણી પાસે પહોંચ્યા. પહેરેગીરોએ જગતુશેઠને ઓળખ્યા અને સેનાપતિ પાસે જવાનો માર્ગ કરી આપ્યો. પંડિત પણ તૈયાર જ હતો. તેને અલીવર્દી-ખાં જેવા બંગાળના એક શાસકને નિહાળવાનો ઉમંગ હતો. જગતુશેઠ જેવો પુરુષ મધ્યસ્થ હોય ત્યાં સંધીની શરતો બંનેને અનુકૂળ જ નીવડે એવી તેને ગઈ કાલથી શ્રદ્ધા બંધાઈ હતી. યુદ્ધનું મેદાન યુદ્ધ પહેલાં અને પછી પણ સ્નેહ અને સ્વાગતમાં પ્રેમીઓના વિરલ વિહાર તથા સંકેતસ્થાન જેવું જ Page #110 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૯૩ હોય છે. આ જ ભૂમિ ઉપર વીરો પરસ્પર ભેટે છે અને અંતે ત્યાં જ સ્થાયી મૈત્રી બંધાય છે. ભાસ્કર પંડિત યુવાન હતો, વીરતાના સહજ ગુણો તેને વર્યા હતા. કેટલીક પ્રાસ્તાવિક વાતચીત પછી ભાસ્કર પંડિતને પેશ્વાના પ્રતિનિધિરૂપે બંગાળ કેટલી ચોથ ભરી શકે એ મૂળ પ્રશ્ન ઉપસ્થિત થયો. અલીવર્દી-ખાં આ બધો વખત કંઈ ઊંડા વિચારમાં નિમગ્ન હતો. રોજનો ઉલ્લાસ તેણે ગુમાવ્યો હતો. દશે દિશાઓ તેને ખાવા ધાતી હોય એવી ગભરામણ તેના મોં ઉપર પથરાઈ હતી. સંસારની ઉપાધિ, રાજ્યના પ્રપંચો અને માથાઝીકથી કંટાળીને જાણે જીવના છેલ્લા સૂત્રને તોડી નાખવા ઉતાવળો થયો હોય એવી કલ્પના થઈ શકે. - ભૂતના આવેશથી વિહ્વળ બનેલો પરવશ માણસ એકદમ ઊઠે તેમ અલીવર્દી-ખાં બેબાકળો ઊડ્યો અને વીજળીની ઝડપે ધ્યાનમાંથી શમશેર ખેંચી ભાસ્કર પંડિતનું માથું ધડથી જુદું કરી નાખ્યું ! એક પળવાર તો જગશેઠ કંઈ સમજી જ શક્યા નહીં. આકાશમાંથી વીજળી પડે અને માણસ મૂચ્છિત બની જાય તેમ જગતુશેઠના હોશકોશ ઊડી ગયા ! અલીવર્દી-ખાં જેવો સજ્જન માણસ આ પ્રકારનો વિશ્વાસઘાત કરે એવી તો તેણે સ્વપ્નમાં પણ કલ્પના કરી નહોતી. એને અત્યારે આ શું સૂઝયું ? અલીવર્દી-ખાં ? વિશ્વાસઘાત ?” પાતાળમાંથી કરુણ આક્રંદ આવતું હોય તેમ જગતુશેઠે કહ્યું. મરાઠાઓ મુર્શિદાબાદ લૂંટી ગયા તેની સજા !” અલીવર્દી અપરાધીની જેમ પોતાના મનની સાથે બબડ્યો. Page #111 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૯૪ આસપાસ બધે શાંતિ હતી. ભાસ્કરને એક ચીસ નાખવા જેટલો અવકાશ મળ્યો હોત તો પણ જગશેઠ કે અલીવર્દી-ખાં આટલા સહીસલામત ન રહેત. મરાઠી-સૈન્ય આ વિશ્વાસઘાતથી તદન અજ્ઞાત હતું અને તેથી જ સુખી હતું. સમાધાનની ક્ષણો ગણાતી હતી, તેટલામાં જ અલીવર્દી-ખાં દગો રમી ગયો. માનકરાના મેદાનમાં એ રીતે બંગાળના નવાબ અલીવર્દીખાંએ પોતાનો કલંક-સ્તંભ રોપ્યો. તેની આખી જિંદગીની સરળતાસાધુતા ઉપર પાણી ફર્યું ! આ ભયંકર વિશ્વાસઘાત જોયા પછી જગતુશેઠ ફતેહચંદનું હૈયું ચીરાઈ ગયું. અલીવર્દીની સામે ઊંચી આંખ કરીને જોવાની પણ હિંમત ન ચાલી. રાજપ્રકરણી કામકાજમાંથી તેમણે સદાને માટે મૌનવ્રત સ્વીકાર્યું. એમણે નિશ્ચય કર્યો કે - “બંગાળના બૂરા ભાગ્યે જ અલીવદ પાસે આ ભયાનક ભૂલ કરાવી છે. સારીય શહેનશાહતને તેનું ઝેર ચડ્યા વિના નહીં રહે. પ્રલયકાળના પડછાયા આ રીતે જ પડે !'' જગતુશેઠ એ બનાવ પછી વધુ સમય જીવી શક્યા નહીં. અલીવદ-ખાં તો એક રીતે માનકરાના મેદાનમાં જ મરી ગયો હતો. ભાસ્કર મરીને અમર થયો અને અલીવદ જીવતા મૃત્યુની યંત્રણા વેદી રહ્યો. ત્રણ-ચાર વરસના અંતરે બંગાળના એ ભાગ્યવિધાતા અનંતતામાં મળી ગયા. Page #112 -------------------------------------------------------------------------- ________________ જન્મશેઠ ૧૬ અલીવર્દીને ત્રણ પુત્રીઓ હતી, એકે પુત્ર ન હતો. અલીવર્દીના ભાઈ હાજી મહંમદને ત્રણ પુત્રો અને એક પુત્રી હતી. અલીવર્દીની ત્રણે પુત્રીઓ હાજી મહમદના પુત્રો સાથે પરણી હતી. એ ત્રણે જમાઈઓ અનુક્રમે પટણામાં પૂર્ણિયામાં અને ઢાકામાં નવાબ નિમાયા હતા. અલીવર્દીને એક બહેન હતી, તેના લગ્ન મીરજાફર સાથે થયા હતા અને મીરજાફર બંગાળનો સિપાહસાલાર હતો. હાજી અહમદની પુત્રી આતાઉલ્લા સાથે પરણી હતી. ૯૫ અલીવર્દીએ પોતાની હયાતીમાં જ, સિરાજ-ઉદ્-દૌલાને (પુત્રીના પુત્રને) પોતાના પોષ્યપુત્ર તરીકે ઉછેરી મોટો કર્યો હતો. અલીવર્દીએ તેને નાનપણથી જ એટલા લાડમાં રાખ્યો હતો કે જો સારી સોબત અને સંસ્કાર ન મળે તો બંગાળની મસનદ ઉપર તે વધુ સમય ટકી ન શકે, એમ રાજદ્વારીઓ પહેલેથી જ માનતા. એક વખતે, સિરાજ જ્યારે ચૌદ વરસનો હતો ત્યારે તેણે અલીવને – બંગાળના નવાબને, એક ઓરડામાં પૂરી પૂરા પાંચ લાખ રૂપિયા આપે તો જ ઓરડામાંથી બહાર કાઢવાનો દુરાગ્રહ દાખવ્યો હતો. અલીવર્દી પાસે ગજવામાં એટલા પૈસા - Page #113 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ક્યાંથી હોય ? જમીનદારો અને જગતુશેઠ એટલું નાણું આપવા કબૂલ થયા ત્યારે જ અલીવદ ઓરડાની બહાર આવી શક્યો. જમીનદારોએ પોતાના નવાબને છોડાવવા માટે જે પૈસા સિરાજને તે સમયે આપ્યા તેટલાથી તે સંતોષાયો નહીં. તેણે એક વધારાના કર તરીકે દર વરસે એટલા જ નાણાં જમીનદારો પાસેથી કઢાવવાનું નવું ધોરણ શરૂ કર્યું. આ તેના બાળપણનાં લાડ હતાં. અલીવદના ભાઈ હાજી અહમદે અજીમાબાદ અને પટણાની સૂબેદારી ભોગવી હતી. સરફરાજ પછી તેને મુર્શિદાબાદના સિંહાસન ઉપર બેસવાની હોંશ હતી. પણ તે ફળીભૂત ન થઈ. છતાં પોતાના ભાઈ ઉપર એ કળશ ઢળે છે અને પોતાનો પુત્ર, પુત્ર નહીં તો પૌત્ર બંગાળનો ભાવિ નવાબ બનશે, એવી આશા રાખી રહ્યો. અલીવર્દી-ખાં પોતાના સ્થાને સિરાજ-ઉદ્-દૌલાને સ્થાપવાના છે, એવી વાત ફેલાતાં સિરાજની માસીના પુત્રો, મીરજાફર, આતાઉલ્લા વગેરે વચ્ચચ બંગાળની ગાદી માટે હરીફાઈ ચાલી. સિરાજની રાજનીતિ અને તેના અંગત ચારિત્ર વિશે ઈતિહાસવિવેચકોમાં પુષ્કળ મતભેદ છે. કોઈ તેને અતિ કુશળ રાજદ્વારી પુરુષ તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કરે છે, તો કોઈ વળી તેને નરાધમ કહી વગોવે છે. કોઈ કહે છે કે સિરાજ અંગ્રેજોનો વિરોધી હતો, તેથી અંગ્રેજોએ તેને ભયંકર માણસ ચીતર્યો. કોઈ કહે છે કે જગશેઠ અને બીજા જમીનદારોના સ્વાર્થ ન સધાયા, તેથી તેમણે સિરાજની સ્વાભાવિક મહત્તા, અપવાદનાં ઘેરાં વાદળવતી ઘેરી રાખી. કોઈ કોઈ તો તેના દેખીતા દુર્ગુણોનો બચાવ કરવાની પણ ધૃષ્ટતા કરે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ એટલું છતાં તે પૂરો વિલાસી, સ્વચ્છંદી અને અભિમાની હતો એ વિશે બહુ મતભેદ નથી. સિરાજના દરેક દુર્ગુણનો બચાવ શોધનારાઓ પણ એ વાતની ના પાડી શક્યા નથી. સામાન્ય દિવસોમાં પ્રજા એ બધું નભાવી લેત. પરંતુ એ સંક્રાંતિનો કાળ હતો. ભારતીય સંસ્કૃતિ પ્રસૂતિની પીડા વેદી રહી હતી. એક તરફ અલીવર્દીનાં સગાઓ, સિરાજની માસીના પુત્રો, તેમના અધિકારીઓ, પોતપોતાની પસંદગીના નવાબ સ્થાપવાનાં કારસ્થાનો રચતા હતા, બીજી તરફ જગત્શેઠ, જમીનદારો અને વેપારીઓનાં દિલ, જુદાં જુદાં કારણોને લીધે બેચેન બન્યા હતા. એટલામાં સિરાજે ધોળે દહાડે, હુસેનકુલી-ખાં નામના એક સરદારનું મુર્શિદાબાદની શેરીમાં ખૂન કર્યું ! તેનું શબ બૂરે હાલે શેરીઓમાં રઝળાવ્યું ! પોતાના જ એક પ્રતિનિધિ-જાનકીરામનું તેણે છડેચોક અપમાન કર્યું ! મોહનલાલ નામના એક ગૃહસ્થની બહેન, બંગાળમાં જે સૌથી અધિક સુંદરી અને ક્ષીણાંગી મનાતી હતી, તેને પોતાના અંતઃપુરમાં આણી, મોહનલાલનું મોં લાલચથી બંધ કરી દીધું. રાણી ભવાની નામની એક બહુ જ પવિત્ર અને પૂજ્ય ગણાતી વિધવાની પુત્રી, તારાને સિરાજે પોતાની શય્યાસહચરી બનાવવાની પ્રપંચજાળ પાથરી ! તારા વિધવા હતી. તેને આ પ્રપંચની જાણ થતાં ગંગાકિનારે ચિતા સળગાવી, જીવતી બળી મૂઈ ! આ બધાં કારણોને લીધે સિરાજ બંગાળનું દિલ જીતી શક્યો નહીં. જગત્શેઠ ફત્તેહચંદના બે પૌત્રો મહતાબચંદ અને સરૂપચંદ, રાજપ્રપંચથી અલિપ્ત રહી પોતાના વેપાર તરફ અધિક લક્ષ આપતા હતા. જગત્શેઠ ફત્તેહચંદે જ પોતાના છેલ્લા દિવસોમાં મૃત્યુશય્યા ઉપર કહેલું કે “બંગાળના દુર્ભાગ્યે આડા હવે કોઈથી 62 Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જગશેઠ હાથ દઈ શકાય એમ નથી. બને ત્યાં સુધી કોઈ રાજપ્રપંચમાં માથું ન મારતા.” એ વખતે મોગલ સલ્તનતનો સૂર્ય અસ્તાચલની છેલ્લી ક્ષિતિજરેખા ઉપર થંભીને ઊભો હતો. મરણપથારીએ પડેલા માણસની દર્દભરી દૃષ્ટિ જેવો તેનો આછો પ્રકાશ, દિલ્હીની ચાર દીવાલો વચ્ચે પૂરાઈ રહ્યો હતો. અહમદશાહ અને આદીલશાહ, મોગલ સામ્રાજ્યનાં એવાં જ છેલ્લાં બે કિરણો હતા. અબ્દલ્લીની ઉપરાઉપરી સ્વારીઓને લીધે એ કિરણ પણ ઓલવાઈ ગયેલા અંગારા જેવાં બન્યાં હતાં. એટલું છતાં એ શહેનશાહો જગશેઠના પૌત્ર મહતાબચંદને જગતુશેઠની પદવીથી સન્માનવાનું ન ભૂલ્યા. મહતાબચંદ જગશેઠના પદે સ્થપાયા, એટલું જ નહીં, પણ તેમના ભાઈ સરૂપચંદ શહેનશાહની સ્વેચ્છાથી “મહારાજા' બન્યા. બંગાળના પ્રસિદ્ધ જૈન તીર્થ “પારસનાથ ટેકરી”નું સંપૂર્ણ સ્વામિત્વ પણ આ જ ભાઈઓને શહેનશાહી ફરમાનથી સોંપાયું હતું. જગતુશેઠ મહતાબચંદે ઉત્તર હિંદ જેટલી જ દક્ષિણ હિંદમાં પણ વ્યાપારી પ્રતિષ્ઠા મેળવી હોય એવા કેટલાક ઐતિહાસિક આધારો મળી આવે છે. ઈચ્છાએ કે અનિચ્છાએ પણ તેમને બંગાળના રાજપ્રકરણમાં તણાવું પડતું. સિરાજ-ઉદ્-દૌલાના સમયમાં, આપદ્ધર્મના આવા જ કેટલાક વિકટ પ્રસંગો વચ્ચેથી તેમને પસાર થવું પડ્યું. બંગમૈયાની સેવા કરવા જતાં તેમને કેવળ સંપત્તિનાં જ નહીં પણ દેહનાં ય બલિદાન ધરવા પડ્યાં. એક કાર કોક Page #116 -------------------------------------------------------------------------- ________________ જગત શેઠ ૧૪ સૌભાગ્ય અને સૌંદર્ય જે થોડાઘણાં નામોને ઇતિહાસમાં અમર કર્યા છે, તેમાં એક ‘મોતીઝીલ’નો પણ સમાવેશ થાય છે. ઢાકાના નવાબ નવાજેસ મહંમદે ખૂબ દ્રવ્ય ખર્ચી આ મહેલ બનાવ્યો હતો. મોગલ રાજદરબારીઓનો ઉદ્યાનવિલાસ જગજાહેર છે. નવાજેસે મોતીઝીલના મહેલ તથા ઉદ્યાન પાછળ ઢાકાનો રાજભંડાર ઠલવ્યો હતો. નવાજેસ કરતાં તેની બેગમ-ઘસીટા, ઘણી જ કલાપ્રિય અને ઉલ્લાસભરી હતી. ઘસીટા-બેગમની નારીહૃદયની કુમાશ આ મોતીઝીલમાં મૂર્તિમંત બની હતી. સારોયે મહેલ કાળા સંગેમરમરનો બન્યો હતો. ઉદ્યાનનાં નાનાં-મોટાં અસંખ્ય ઝરણો ઘડીનો પણ થાક લીધા વિના વર્ષાઋતુના સ્વાભાવિક સૂર આલાપતાં. કુંજો અને લતામંડપોમાં બારે માસ વસંત વિહરતી. રાત્રીએ જ્યારે ખંડૈ ખંડે દીપમાળ પ્રગટતી, સુગંધી ધૂપથી દશે દિશાઓ ઉભરાતી અને ઉદ્યાનમાંથી તાજાં ખીલેલાં પુષ્પોની સુવાસ બહેકતી ત્યારે ‘“મોતીઝીલ''માં માનવીનો વાસ હશે કે વાર્તામાંની પરીઓનું વિલાસર્ભવન હશે, એવો પ્રશ્ન ઉદ્ભવે. ૯૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ, ૧૦૦ નવાજેસ ઢાકાનો નવાબ હતો, પણ તે રાજવલ્લભ ઉપર કારભારનો બધો ભાર સોપી નિશ્ચિંત બન્યો હતો. નવાજેસ અને ઘસીટાનું મિલન, કુદરતનો એક અકસ્માતુ હતો. નવાજેસ ભગવાનનું માણસ હતો. રાજવલ્લભ ઢાકાથી જે રાજકર મોકલતો હતો, તેનો ઉપયોગ ગરીબ-ગરબાંઓને અન્ન, વસ્ત્ર પૂરા પાડવામાં તથા મંદિર કે મસ્જિદ બંધાવવામાં જ કરતો. ઘસીટા એ ધાર્મિક વૃત્તિને એક પ્રકારની ઘેલછા ગણી કાઢતી. યૌવનની ઉદામતા અને વૈભવનો ઘમંડ તેના વ્યવહારમાં તરી આવતાં. “મોતીઝીલ" એ રીતે સેવા અને વૈભવનું એક વિચિત્ર સંગમક્ષેત્ર બન્યું હતું. નવાસ જેટલો લોકપ્રિય હતો, તેટલી જ ઘસીટા-બેગમ લોકબત્રીસીએ ચડી હતી. એક રાત્રે મહિમાપુરની શેરીઓમાંથી એક બાદશાહી પાલખી પસાર થઈ અને ક્યાંય અટક્યા વિના સીધી મોતીઝીલ તરફ ચાલી ગઈ સિરાજના ‘હીરાઝીલ"ની જેમ અહીં હબસી કે તુરકીનો સશસ્ત્ર પહેરો ન હતો. નવાજેસના “મોતીઝીલ'માં ગરીબમાં ગરીબ ગણાતો ફકીર કે ભિખારી વગર પૂછળે જઈ શકતો. નવાજેસના બારણાં અહોનિશ સૌને માટે ખુલ્લાં જ રહેતાં. તેને કોઈનો ભય ન હતો, કારણ કે તેને એક પણ શત્રુ ન હતો. પાલખી તેના આરોહી સાથે મોતીઝીલના ઉદ્યાનને વીંધી, રંગભવન પાસે આવી પહોંચી. પાલખીમાંથી એક પુરુષ બહાર આવ્યો. ધીમે ધીમે સંકોચાતા દિલે તે પગથિયાં ચડ્યો. રંગભવનના સુગંધી તેલથી ભરેલા દીપકો પૂર્ણિમાની જ્યોન્ના સાથે સ્પર્ધા Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ જગશેઠ રમી રહ્યા હતા. પાલખી ઊંચકી લાવનારા ભૈયા તરત જ ઊંચી આંખ કર્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. પધારો, જગતુશેઠ !” વીણાના ઝંકાર જેવા શબ્દો સંભળાયા. મહતાબચંદે જોયું તો નવાજેસ મહમદની બેગમ-ઘસીટો પોતે અતિથિને આવકાર આપવા સામેથી ચાલી આવતી હતી. તેને દૂરથી જોતાં જ જગશેઠને થયું કે “મોતી-ઝીલ' જેવું ભવ્ય છે, તેવી જ તેની અધિષ્ઠાત્રી પણ જાજવલ્યમાન છે. ઘસીટા યૌવનની સીમા ઓળંગી ગઈ હતી, છતાં તેનો વિલાસ એ ઊણપ પૂરવા સતત મંથન કરતો. ઓલાતા અગ્નિને છૂટાંછવાયાં તરણાં સળગતો રાખે તેમ વિવિધ વસ્ત્રાલંકાર, ઘસીટાના રૂપરાશિને ઉછીનો ઉજાશ આપતાં. જે કેટલાક દમામ પ્રેક્ષકને જોતાં જ આઘાત કરે, તે આ બેગમમાં પૂરેપૂરું આધિપત્ય જમાવી રહ્યા હતા. જગશેઠ, પ્રયત્ન કરવા છતાં બેગમની સામે મીટ ન માંડી શક્યા. દષ્ટિવિષ સર્પની સામે આવી ઊભા હોય અને અંતરમાં આછી આગ અનુભવતા હોય તેવી બેચેની અનુભવી રહ્યા. ઘસીટા બેગમ અને જગશેઠનો આ પહેલો જ પરિચય હતો. બંનેએ એકબીજા વિશે ઘણું ઘણું સાંભળ્યું હતું. ઘસીટા માનતી કે મહતાબચંદ માત્ર વેપારી નથી, શહેનશાહ તેની સલાહ સાંભળે છે. મહતાબચંદ પણ બેગમના રાગરંગ અને વિલાસથી અજાણ્યા ન હતા. “જરૂરી કામ માટે મારે આપને અહીં બોલાવવા પડ્યા છે.” બેગમ સાહેબે એક સુશોભિત પાટ ઉપર બેસતાં કહ્યું અને તે સાથે જ સામેની તૈયાર બેઠક ઉપર બેસવાનું જગતુશેઠને હાથના ઇશારાથી સૂચવ્યું. Page #119 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૦૨ બંગાળના આપ એક હિતચિંતક છો, શહેનશાહતના પણ એક મહારથી છો, છતાં નજર સામે ગુજરતા અન્યાયો સાંખી લો. એને આશ્ચર્ય કહેવું કે કમનસીબી કહેવી એ સમજાતું નથી. બેગમ પ્રશંસાની સાથે સ્નેહમિશ્રિત ઠપકો આપતી હોય એમ બોલી. મહતાબચંદે બાદશાહી રંગમહેલનાં રહસ્યો માત્ર કાનેથી સાંભળ્યાં હતાં. આવા માયામંદિરોમાં આવતાં પહેલાં કેવાં અભેદ્ય કવચ પહેરવાં પડે તે તેમને સમજાયું. સ્નેહ, પ્રીતિ, પ્રશંસા અને ઠપકાના જે જે તીર છૂટે તે ઝીલવા તેઓ સવિશેષ સાવધ બન્યા. સિરાજની આ હેવાનિયત ક્યાં જઈ અટકશે તે કંઈ કહી શકશો ?” બેગમ જાણે પોતાના આત્મીય પાસેથી આગ્રહપૂર્વક જવાબ માગતી હોય તેમ મહતાબચંદ સામે તાકી રહી. એ બિચારો હજી નવો નિશાળિયો છે. અલીવર્દી-ખાંના ઉપદેશ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરે છે. પડતો, આખડતો પણ રાજધુરા ઊંચકશે અને આપના જેવા સગા-સ્નેહીઓની સહાય હશે તો કાલે બધું થાળે પડી જશે. હજી ગઈ કાલ સુધી જે માતામહના ખોળામાં બેસી લાડ જ લડ્યો છે, સ્વાર્થીઓના સહવાસે માત્ર મોજશોખ જ શીખ્યો છે, તેની પાસેથી આપણે વધુ શી આશા રાખી શકીએ ? સુધરવાની તક તો આપણે આપવી જોઈએ ને ?” જગતુશેઠ મહતાબચંદે નિષ્પક્ષભાવે ઉચ્ચાર્યું. “તમને અત્યારે આશાવાદ સૂઝે છે ! અને તમે જેને આવતી કાલ માનો છો તે એક મહિના પછી ઊગે કે એકસો વરસ પછી ઊગે તેની ચિંતા તમારે શા સારુ રાખવી જોઈએ ? તમારા કરોડોના વેપારમાં એક પાઈનીયે ખોટ જતી હોય અને Page #120 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ૧૦૩ આશાવાદના શિખર ઉપર આમ નિશ્ચિતપણે ઊભા રહો, તો હું તમને શાબાશ કહું ! ભલેને ભલભલી કુળવધૂઓની લાજ લૂંટાય, ભલે મુર્શિદાબાદની શેરીઓ વગર કારણે લોહીથી છંટાય, ભલે આકાશ-પાતાળ એકાકાર થઈ જાય, તમારી પેઢીઓ સહીસલામત રહે ત્યાં સુધી દેશની કે રાજ્યની તમને શું પડી હોય ? તમારા ઉપર દેશની શાંતિનો આધાર છે, એમ માનવામાં અમે જ ભૂલ કરી હતી, એમ જ ને ?”’ કુશળ નટને પણ શરમાવે એવી છટાથી ઘસીટા-બેગમે વ્યર્થ આક્રોશનો અભિનય શરૂ કર્યો. મહતાબચંદ કંઈક બોલવા જતા હતા, પણ ગમે તે કારણે ગળામાં શોષ પડ્યો. જે વખતે ચોતરફ નાની મોટી રાજ્યક્રાંતિઓ ચાલતી હતી, તે વખતે પણ જગત્શેઠની પેઢીની આબરૂ અખંડ રહી શકી હતી, એટલું જ નહીં પણ પરદેશી વેપારીઓ જગત્શેઠને વેપારીઓના એક ચક્રવર્તી જેવા જ સમજતા, એ વાતનો ઇન્કાર કરી શકાય એવી સ્થિતિ ન હતી. ઘસીટા-બેગમે જગત્શેઠના બરાબર મર્મભાગ ઉપર જ ઘા કર્યા હતા. એમને એ વખતે બે વિચાર આવ્યા : બેગમને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દેવું કે, ‘હું આ રાજકારણમાં મુદ્દલ ભાગ લેવા નથી માગતો’ અથવા તો ‘સિરાજ અને પેઢીના વ્યાપાર એ બે સ્વતંત્ર વસ્તુ છે' એવી મતલબનો ફોડ પાડવો, પણ બને ત્યાં સુધી મૌન રાખવાની વૃત્તિએ અંતે જોર કર્યું. જગત્શેઠને વિચારમુગ્ધ જોઈ ઘસીટા વધુ આશાવંત અને મક્કમ બની. સ્ત્રીયોચિત મૃદુતાની મદદ લેતાં તેણીએ કહ્યું, ‘‘સિરાજ અલીવ-ખાંનો સગો છે, તો શું અમે આકાશમાંથી પૂંછડિયા તારાની જેમ ધરતી ઉપર આવી પડ્યા છીએ ? હું પણ અલીવર્દી-ખાંની જ નાની અને લાડીલી પુત્રી હતી અને છું, હું Page #121 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૦૪ પુત્રીરૂપે જન્મી એ જ મારો વાંક અને એ વાંકની ખાતર સિરાજ અમારા ખજાના લૂંટે, અમારા માણસોને કૂતરાના મોતે રહેંસી નાખે અને એમ છતાં આપના જેવા સમર્થ પુરુષોના પેટનું પાણી પણ ન હાલે !” આટલું કહેતામાં બેગમની પાંપણો આંસુથી ભીંજાઈ. તેના પતિનો ભંડાર, સિરાજે પૈસાના લોભે લૂંટ્યો હતો અને બેગમના પોતાના એક વિશ્વાસુ કારભારીનો શિરચ્છેદ કર્યો હતો, એ બંને પ્રસંગોનું સ્મરણ થતાં તેને રોવું આવ્યું. આક્રોશ અને અભિમાન જ્યાં નિષ્ફળ નીવડ્યા ત્યાં આ આક્રદે વિજય વર્તાવ્યો ! મહતાબચંદની સહાનુભૂતિ પીગળવા લાગી. “નવાજેસને બંદગી, ખેરાત અને મૌન સેવાના ક્ષેત્રમાંથી ખેચી, બંગાળની મસનદ ઉપર બેસાડવો, એ તેની ઉપર જુલમ ગુજારવા જેવું નથી ? એવા ફકીર પુરુષથી અત્યારના વિકટ સંયોગોમાં ત્રણ મોટા પ્રાંતોનો કારભાર થઈ શકશે ? એનું હૃદય પુષ્પ જેવું કોમળ છે, પણ વજ જેવો હાથ જોઈએ તે ક્યાંથી લાવશો ?” મહતાબચંદ, ઘસીટા-બેગમના પતિ નવાજેસ મહમદને ઓળખતા હતા. એની ઉદારતા, આતિથ્યસેવા, ભદ્રિકતા અને શાંતિપ્રિયતા ઘેર ઘેર ગવાતી હતી. તે ઢાકાનું રાજતંત્ર પણ બરાબર ચલાવી શકતો નહીં, તેથી જ તે રાજધાની મુર્શિદાબાદમાં આવીને રહ્યો હતો. સાધુઓ, ફકીરો, ભિક્ષુકોની સેવાભક્તિમાં જ તે પોતાના દિવસો ગાળતો. “નવાબો જનમતા નથી, તમારા અને મારા જેવા જ તૈયાર કરે છે. દિલ્હીનું ફરમાન નવાજેસને મેળવી આપો અને જુઓ કે આજનો નવાજેસ અલીવર્દી કે મુર્શિદને ભુલાવે છે કે નહીં ? બેગમે જગતુશેઠને આટલી મોટી રાતે શા સારુ બોલાવ્યા હતા, Page #122 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૦૫ તે ભેદ ખુલ્લો થયો. મહતાબચંદ દિલ્હીના શહેનશાહને ભલામણ કરીને બંગાળની નવાબીનો પરવાનો મેળવી આપે એ સિવાય મંત્રણાનો બીજો કંઈ અર્થ ન હતો. “પૂર્ણિમાનો શૌકતજંગ પણ એ જ ખટપટ કરી રહ્યો છે, સિરાજ, શૌકત અને નવાજેસ એવા ત્રણ પક્ષો પડી જશે. દારૂડિયાના દાવ જેવી રમત મંડાશે. એમાં કોઈનું ભલું નહીં થાય.” મહતાબચંદે પોતાનો અભિપ્રાય આપ્યો. “ખરું, પક્ષોથી બીવાનું નથી.” દીવાલ પણ ન સાંભળી શકે એટલી ધીમાશથી બેગમે કહ્યું : “આપણો પક્ષ જેટલો બળવાન છે, તેટલો બીજા કોઈનો નથી. જાણો છો કે ઢાકાનો અમારો રાજવલ્લભ, છ છ મહિના થયા કેટલી અને કેવી તૈયારીઓ કરી રહ્યો છે ? એનો સગો ભાઈ આજે કલકત્તામાં જઈ વસ્યો છે, ત્યાં તે અંગ્રેજોની મદદ મેળવશે. સિરાજ એને પકડવા માંગે છે, પણ કૃષ્ણવલ્લભ પકડાતાં પહેલાં તો સિરાજ પોતે જ જંજીરોથી જકડાઈ અંધારા ભોયરામાં જઈ પડ્યો હશે !” સૂર્યનો પ્રકાશ ન પહોંચી શકે એવા એક અંતઃપુરમાં વસનારી બાઈ આટલા ઊંડા પાણીમાં રમે છે, એ જોઈ જગશેઠ મહતાબચંદ દિમૂઢ બન્યા. બંગાળની મસનદની આસપાસ કેટકેટલાં કાવતરાં રચાઈ રહ્યાં છે, તેનું તેમને ભાન થયું. “બોલો, તમે શું સાથ આપશો ? શહેનશાહનું ફરમાન લાવી આપશો ?” એટલું કહી ઘસીટા ચૂપ રહી. મહતાબચંદ મુંઝાયા. તેઓ સિરાજને માટે નહીં, પણ પૂર્ણિયાના શૌકતજંગ માટે નવાબીનો પરવાનો મેળવવાના Page #123 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ વિચારમાં હતા. ઘસીટા-બેગમ, કલકત્તાની કોઠીવાળા અંગ્રેજોની મદદ મેળવી રહી છે. એ જાણ્યા પછી શૌકત અને નવાજેસ વચ્ચે કોને પસંદગી આપવી, એ એક ગુંચવણ ઊભી થઈ. ‘એટલું બની શકે, હું સામે જઈને કોઈને માટે શહેનશાહને ભલામણ ન કરું.' સિરાજને માટે નહીં તેમ શૌકત માટે પણ નહીં. જગત્શેઠે વચલો તોડ કાઢ્યો. ૧૦૬ “તમારે અમને અંદર અંદર લડાવી મારવા છે, એમ જ કહી નાંખોને ?'' મોતીઝીલની અધિષ્ઠાત્રી જરા ભીષણ રૂપ ધરી રહી. મહતાબચંદ એ વિશે બેદરકાર રહ્યા. ખટપટનાં આટલાં ઊંડાં મૂળ ઊતર્યાં હોય ત્યાં આંતરવિગ્રહ અનિવાર્ય છે, એમ સમજવા છતાં તેમણે વાતને સહેજ પલટાવી. “પણ સબળ પક્ષને પરવાનાની પરવા શા સારુ હોય ? દિલ્હીની શહેનશાહત અને તેનો પરવાનો એ બધું પૂછવા કે જાણવા લોકો શું નવરા બેઠા છે ? સૌ સમજે છે કે શહેનશાહનો પરવાનો કેવળ કાગળને જ શોભાવવા પૂરતો છે. પ્રજાની પ્રસન્નતા જેની ઉપર ઊતરે તે વગર પરવાને પણ બંગાળનો નવાબ બની શકે છે.’’ “ઠીક છે. સિરાજને માટે પરવાનો નહીં મેળવો તો પણ અમારે મન તમે અમારા જ છો એમ માનશું.'' ઘસીટા કડવી દવા ગળા નીચે ઉતારતી હોય એમ બોલી અને અકળામણ તથા ઉકળાટને લીધે થાકી ગઈ હોય તેમ પાછળ રહેલા ઊંચા તકિયા ઉપર માથું નાખ્યું. દીપમાળાનાં સીધાં કિરણો તેના શ્રમિત વદન અને આભરણોને વધુ ઝલકદાર બનાવી રહ્યાં. Page #124 -------------------------------------------------------------------------- ________________ જગઠ ૧૦૭ જગત્શેઠ મતાબચંદ અને ઘસીટા-બેગમનો તે દિવસનો વાર્તાલાપ એ રીતે પૂરો થયો, પણ તે પછી જગશેઠ વધુ સાવધ થયા. દિવસો વહેતા ગયા તેમ તેમ અણકલ્પ્યા છુપા ભેદો તેમની પાસે પ્રગટ થવા લાગ્યા. શૌકતજંગ ખુલ્લી રીતે સિરાજ વિરુદ્ધ પડ્યો હતો. રાજવલ્લભ છુપી રીતે અંગ્રેજો સાથે મસલત કરતો હતો. મીરજાફર બહારથી વફાદારીનો દંભ રાખવા છતાં સિરાજનું સત્યાનાશ વાળવાનો નિશ્ચય કરીને જ બેઠો હતો. ફત્તેહચંદ જગત્શેઠ કહેતા હતા, તેમ સારા યે નવાબી રાજતંત્રની રગેરગમાં છૂપું કાતિલ ઝેર પ્રસરતું હતું. જમીનદારોની અકળામણ પણ વધતી જતી હતી. તેમને એક યા બીજા કારણે એકાદ પક્ષમાં ભળ્યા વિના છૂટકો ન હતો. જગત્શેઠનો અંગ્રેજ વેપારીઓ સાથેનો પરિચય વધતો જતો હતો. અંગ્રેજો અને ફ્રેંચો પણ નાણાંની જરૂર પડતી ત્યારે જગત્શેઠનાં પગથિયાં ઘસતા. રાજદ્વારી ખટપટ મહતાબચંદને પહેલેથી જ પસંદ ન હતી. વિદેશી વેપારીઓ સાથે વ્યાપારના સૂત્રથી બંધાવા છતાં રાજપ્રકરણી ચેપથી બચી શકાય એવો કોઈ ઇલાજ ન રહ્યો. રાજમહેલોમાં ઊછરેલી એ મહામારી જોતજોતામાં વેપારી પેઢીઓ અને જમીનદારોની કચેરીઓ સુધી વ્યાપક બની. માણસ શ્વાસોચ્છ્વાસથી બચી શકે તો જ બંગાળની અત્યારની ખટપટથી બચી શકે, એવી સ્થિતિ ઉત્પન્ન થઈ ! Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ - ', જગશેઠ થી તા. છે ' . એ દિવસોમાં એક સાંજે, કલકત્તા તરફથી એક હોડી મહિમાપુરના ઘાટ પાસે આવી ઊભી રહી. થોડીવારે અંદરથી એક માણસ ઊતર્યો. ઘાટ ઉપર બહુ ભીડ ન હતી. અંધકાર ઊતરતો હતો, તેમ ઘાટ ઉપરનાં સ્ત્રી-પુરુષો ઝટ ઝટ ઘર તરફ જવાની તૈયારી કરી રહ્યાં હતાં. આ નવા આવનારને જાણે કંઈ જ ઉતાવળ ન હોય એમ તે પાછો હોડી ઉપર ગયો અને ભૂલથી કોઈ વસ્તુ રહી ગઈ હોય તેમ પોતાનો સામાન તપાસવા બેઠો. ક્યાંય સુધી તેણે એકની એક ચીજ બે-ત્રણ વાર જોઈ. ઘાટ પ્રાયઃ નિર્જન થયો અને અંધારામાં દૂરથી કોઈ ઓળખી શકે નહીં એમ લાગ્યું ત્યારે તેણે ઘાટ ઉપર ફરીવાર પગ મૂક્યો અને સંકોચાતા દિલે આગળ વધ્યો. એ મુસાફર માનતો કે મહિમાપુરમાં કે મુર્શિદાબાદમાં તેને કોઈ ઓળખતું નહીં હોય, પણ લોકવાયકા એને જુદી જુદી રીતે ઓળખાવતી. કોઈ કહેતું કે “એ જાસૂસ છે, આઠ-પંદર દિવસે વેશ પલટીને આવે છે.” કોઈ નિશ્ચિત રૂપે કહેતું કે “એ મૂળ પંજાબી છે, Page #126 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૦૯ જગતુશેઠની કૃપાથી વેપારમાં પાંચ પૈસા કમાયો છે. જરા ખેપાની છે, એટલે લોકો વહેમાયા છે, એટલું જ.” કોઈ એમ પણ માનતું કે “સિરાજને ગાદી ઉપરથી ઉઠાડવા માટે જ તે આવ-જા કરે છે અને અંગ્રેજી પેઢીનો પગાર ખાય છે.” આજે તો એ અનિશ્ચિત અફવાઓનો ઉકેલ ઈતિહાસે કરી નાખ્યો છે. એ મુસાફરનું ખરું નામ ઉમાચરણ. નિશાળના વિદ્યાર્થીઓ તેને અમીચંદના નામે ઓળખે છે. મૂળ તો એ પંજાબનો વતની હતો. પણ વેપાર-ધંધાને લીધે કલકત્તામાં આવી વસ્યો હતો. કેટલાકોએ તેને જ જગતુશેઠ તરીકે ઓળખાવી જૈન જગતુશેઠમહતાબચંદ અને ફતેહચંદ વગેરેના નિર્મળ જીવન ઉપર મેશ ભૂસી છે. કેટલાકોએ “અમીચંદ”ના મિત્ર “માણેકચંદ"ને જગતુશેઠ માની જૈન જગતુશેઠ વિશે ખોટાં આળ ફેલાવ્યાં છે. આ માણેકચંદ વસ્તુતઃ અલીનગર (કલકત્તા)નો એક ફોજદાર હતો. પાછળથી તે અંગ્રેજોના પક્ષમાં જઈ મળ્યો હતો. એ માણેકચંદ જૂના ગ્રંથોના મહારાજ માણેકચંદ તરીકે પ્રસિદ્ધ થયો છે. ઉમાચરણ અથવા અમીચંદના સંબંધમાં જે પ્રમાણભૂત હકીકતો મળી આવી છે, તે જોતાં તેને રખડુ કે સામાન્ય વેપારી કહી શકાય નહીં. ફ્રેંચ મુસાફર ઓર્મ કહે છે કે તેનું વિશાળ મકાન એક રાજમહેલની ઉપમાને યોગ્ય હતું. તેની અંદર સેકડો ઓરડાઓ હતા. તેના પુષ્પોદ્યાનમાં ફૂલઝાડ પાર વિનાનાં ઊગતાં અને હથિયારબંધ પ્રહરીઓ તેના મકાનની આસપાસ અહોનિશ પહેરો ભરતા. અંગ્રેજોએ પણ શરૂઆતમાં તેને એક મહારાજા જ માનેલો. આ પ્રમાણે વૈભવ સંપન્ન હોવા છતાં તે અંગ્રેજોના આશ્રયે જઈ રહ્યો. અંગ્રેજોના અભ્યદયમાં પોતાનો અભ્યદય સમાયેલો છે, Page #127 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૧૦ એમ માનવા લલચાયો. “ધનની અપાર તૃષ્ણા” સિવાય એ વર્તનનો બીજી કોઈ રીતે બચાવ થઈ શકતો નથી. ઉમાચરણને આવતો જોઈ જગશેઠ સહેજ લેવાયા. અપ્રિય અતિથિને યોગ્ય ઠંડા આવકારના શબ્દો તેમના મોંમાંથી સરી પડ્યા. અમીચંદના સંદેશમાં લોહીઉકાળા વિના બીજું શું હોય, એમ તેમને થયું. પહેલાંની જેમ તે આજે નવાબના માણસોની નજર ન પડે એવી રીતે ચોરી છુપીથી આવ્યો હતો, તેમ તેનું ભયગ્રસ્ત માં કહી આપતું હતું. ક્લિપેટ્રીક સાહેબે કહેવડાવ્યું છે કે હવે બધો આધાર આપની ઉપર છે. નવાબને સમજાવી શાંત કરવા એ આપના વિના બીજા કોઈથી બની શકે એમ નથી.” અમીચંદે કોઈ પણ જાતની પ્રસ્તાવના વગર, કલકત્તાની કોઠીવાળા અંગ્રેજ અમલદારોનો સંદેશ સંભળાવ્યો. બે વરસ પહેલાં એમ હતું. ક્લિપેટ્રીક સાહેબને કહેજો કે હવે જગતુશેઠનું તો માત્ર ખોળિયું જ રહ્યું છે, અંદરનો આત્મા ઊડી ગયો છે. ખોજા વાલીદ કે મહારાજા માણેકચંદથી ન બન્યું તે જગતુશેઠથી બનવું અશક્ય છે. સિરાજ આજે ગવાયેલી સિંહણની જેમ છંછેડાયો છે. કલકત્તા અને કાસીમ બજારની વાત દૂર રહી, આવતી કાલે મુર્શિદાબાદ કે મહિમાપુરની શી દશા થશે તે પણ કોણ કહી શકે તેમ છે ? સિરાજને પાકો વહેમ ગયો છે કે અંગ્રેજો, સિરાજના દુશ્મનોને મદદ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં અંગ્રેજોની વકીલાત કરવી એ સિરાજનો ક્રોધ વિના કારણે વહોરી લેવા બરોબર છે.” જગતુશેઠે સાફ શબ્દોમાં સંભળાવી દીધું. અંગ્રેજો સાથે શત્રુતા દાખવી સિરાજ, બંગાળની મસનદ કેટલા દિવસ જાળવી શકશે?” અમીચંદે અંગ્રેજની વકીલાત આદરી. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૧ જગશેઠ શત્રુતા ? એની શરૂઆત કોણે કરી ? બર્દવાનના મહારાજા તિલોકચંદજીના મહેલને અંગ્રેજ અમલદારે તાળાં લગાડ્યાં અને તિલોકચંદજીએ બર્દવાન પ્રગણામાંથી અંગ્રેજ માત્રને હાંકી કાઢ્યા, ત્યારે અંગ્રેજોના પક્ષમાં ઊભા રહી તિલોકચંદજીને ઠપકો આપનાર કોણ હતું ? એ સિરાજ અંગ્રેજોને દુશ્મન શા સારુ બનાવે ?” મહતાબચંદ શેઠે ઊકળતા અંતરે ઉદ્ગાર કાઢ્યા. અમીચંદ બિચારો ચિઠ્ઠીનો ચાકર હતો. તેને પોતાના થોડા સ્વાર્થ સિવાય બીજી કંઈ લાંબી ગતાગમ ન હતી. બર્દવાનના મહારાજા તિલોકચંદજીવાળા પ્રકરણે વધતા-ઓછા અંશે બધા જમીનદારો અને વેપારીઓના દિલ ઉપર જુજવી અસર કરી હતી. ખરી રીતે મહારાજા તિલોકચંદજીનો કંઈ જ અપરાધ ન હતો. મહારાજાનો એક સાધારણ નોકર, અંગ્રેજ પેઢી સાથે વેપાર કરતાં ખોટમાં આવી પડ્યો, પેઢીના નોકરોને મુદતસર પૈસા ચૂકવી શક્યો નહીં. આથી અંગ્રેજ પેઢીના અમલદારો આઘોપાછો વિચાર કર્યા વિના મહારાજના મહેલ ઉપર જપતી લઈ ગયા. એ વખતે તિલોકચંદજી બર્દવાનમાં રહેતા હતા, મહેલ ખાલી પડ્યો હતો. પણ મહારાજાને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા અને બર્દવાનના પ્રગણામાં જ્યાં જ્યાં અંગ્રેજ પેઢીની દુકાન હોય ત્યાં ત્યાં તાળાં લગાડવાના ફરમાન છોડ્યાં. અંગ્રેજો મુંઝાયા. તેઓ બંગાળના નવાબ સિરાજના શરણે ગયા. સિરાજે અંગ્રેજોનો પક્ષ લીધો. તિલોકચંદજીને ઠપકો આપ્યો અને પેઢીની દુકાનો ખોલાવી. જમીનદારો આનો અર્થ સમજી શક્યા નહીં. તિલોકચંદજી દેખીતી રીતે નિર્દોષ હતા, છતાં અંગ્રેજોનો પક્ષ લઈ સિરાજે મહારાજને શા સારુ ધમકાવ્યા ? જમીનદારોને એ વાત ન રુચી. Page #129 -------------------------------------------------------------------------- ________________ જગતશેઠ ૧૧૨ પણ અમીચંદ કંઈ ન્યાય તોળવા નહોતો આવ્યો. એની દૃષ્ટિ આડે દ્રવ્યમોહનાં પડળ ફરી વળ્યાં હતાં. અંગ્રેજ પેઢીનો તે બચાવ કરી શક્યો નહીં. કહ્યું : ‘‘અંગ્રેજો વેપારીઓ છે. એમનું હિત જળવાશે તો આપણા વેપારઉદ્યોગ અધિક પ્રમાણમાં ખીલશે. આ નવાબો અને સૂબાઓનો શો ભરોસો રાખી શકાય ?’' અમીચંદે આખી વાતનો ગૂઢ મર્મ ઉકેલ્યો. “એ આંક હું નથી ભણ્યો. એક વેપારી બીજા વેપારીનું હિત ચિંતવે એ માત્ર મોઢાની વાતો છે અને વિદેશી વેપારીઓ આ દેશના વેપારીઓનું કલ્યાણ કરે એ તો કસાઈ કૂકડા કે બકરાનું કલ્યાણ ચિંતવે એના જેવું છે. પણ એ તો જોયું જશે, સૌના ભાગ્ય સૌની પાસે છે.’’ જગત્શેઠ મહતાબચંદ આજે ઘણા દિવસે પોતાનું યથાર્થ સ્વરૂપ દર્શાવતા હોય એમ અમીચંદને લાગ્યું. ઉદાસ, ચિંતાતુર અને તટસ્થ જેવા લાગતા જગત્શેઠે અકસ્માત આત્માનો અવાજ સાંભળ્યો હોય અને તેનો જ અનુવાદ કરતા હોય એવી તેની પર છાપ પડી. અમીચંદ બોલી ઊઠ્યો, ‘‘એ વાત બરાબર છે. પણ હું પ્રતિજ્ઞા ઉપર કહું છું કે અંગ્રેજો આપના પ્રત્યે બહુ જ માન અને શ્રદ્ધાની નજરે જુએ છે, વાતવાતમાં આપનું નામ બોલે છે, આપની ઉપર જ બધું નિર્ભર છે.’ “અમીચંદ ? હું તમને આટલું જ શીખવી રાખું છું કે શબ્દોની ઇન્દ્રજાળનો મોહ મૂકી દેજો. આપણે તો વસ્તુઓના વ્યાપાર કરીએ છીએ, પણ આ ગોરા વેપારીઓ વાક્યોના વેપાર કરી જાણે છે. તમે કહો છો, તેમ જો મારી ઉપર જ આધાર રાખતા હોય તો મારા પગ ઉપર જ પેઢીના અમલદારો કુહાડો ઉગામી રહ્યા છે, એ વાત માની શકશો ?’’ Page #130 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૧૩ જગતુશેઠના આ શબ્દો સાંભળી અમીચંદ ચમક્યો. “આપને કોઈએ ખોટી બાતમી આપી છે. અંગ્રેજો આપને પોતાના જ સમજે છે.” “તમે મને મોંમાં આંગળાં નાખીને બોલાવો છો, તમારા કલકત્તાના ગવર્નર હોલ્ટેલ સાહેબ મુર્શિદાબાદની અમારી ટંકશાળ તોડાવી, તેને બદલે પોતાની ટંકશાળ કલકત્તામાં સ્થાપવા દિલ્હીના શહેનશાહ સાથે સંદેશા ચલાવી રહ્યા છે. એમને એકલો વેપાર નથી વધારવો, નાણાં પણ પોતાનાં જ ચલાવવાં છે. આ તો ઠીક છે કે અમારા પૂર્વજોની પ્રતિષ્ઠા ઉપર આજે નભી રહ્યા છીએ, નહીંતર એમનું ચાલે તો સૌ પહેલાં આપણી જ હરરાજી બોલાવે. દિલ્હીના દરબારમા લાંચ-રૂશ્વત આપવા બે લાખ રૂપિયા તો એ લોકો વેરી ચૂક્યા છે.” અમીચંદ માટે આ વાત તદન નવી હતી. તે અંગ્રેજ વેપારીઓને દેવદૂત સમજતો. જગડુશેઠના શબ્દો વિશે તે શંકા કરી શક્યો નહીં તેમ બીજી તરફ ગોરા વેપારીઓ વિશે અશ્રદ્ધા પણ લાવી શક્યો નહીં. એક તરફ શ્રદ્ધા અને બીજી બાજુ સ્વાર્થ. અમીચંદની સ્થિતિ ત્રિશંકુ જેવી બની. “ત્યારે આપ શું અમને કોઈ પ્રકારની સહાય નહીં આપી શકો ?” અમીચંદે છેલ્લો પ્રશ્ન મૂક્યો. “એક શરતે મારું બધું વજન અંગ્રેજોના છાબડામાં મૂકવા તૈયાર છું.” જગશેઠે કહેવા માંડ્યું, “પહેલાં તો પેરીન નામનો કિલ્લો તોડી નાખવો, બીજું નવાબના દુશ્મનોને કલકત્તા કે કાસીમ બજારમાં આશ્રય ન આપવો અને ત્રીજું એ કે કંપનીના માણસો પરવાનાના નામે પ્રજાને છેતરે છે, ધમકાવે છે એ બંધ કરવું. આ Page #131 -------------------------------------------------------------------------- ________________ જગતશેઠ ૧૧૪ શરત કબૂલ હોય તો સિરાજને સમજાવવાનું સાહસ કરું.’’ જગત્શેઠે પોતાનો નિર્ણય સંભળાવ્યો. ‘“પણ સિરાજ કેટલા દિ ટકવાનો હતો ?'' અમીચંદે પાછળ જોયું. સદ્ભાગ્યે તેની વાત સાંભળનાર બીજું કોઈ ન હતું. ‘“એ ખટપટમાં હું પડવા નથી માગતો. બાકી તમે એમ માનતા હો કો સિરાજ ફૂંક ભેગો ઊડી જશે અને એને આ વાતની કંઈ જ ખબર નથી; તો એ તમારી ભૂલ છે. તેના જાસૂસો ઠેકઠેકાણે ફરે છે અને હમણાં હમણાં તો તે એટલો સાવચેત બની ગયો છે કે દારૂ ને ગાનતાનને પણ તિલાંજલી આપી બેઠો છે. તે પોતાની સ્થિતિ બરાબર સમજે છે.'' જગત્શેઠે પરિસ્થિતિનો કંઈક ખ્યાલ આપતાં કહ્યું. નિરાશ બનેલો અમીચંદ વધુ વાતચીત કરી શક્યો નહીં. પોતાના ગૌરાંગ દેવોને વસ્તુસ્થિતિ સમજાવવા તેજ રાત્રે કલકત્તા રવાના થયો. પણ બીજા દિવસથી જગત્શેઠની ઉપર રાહુની કરડી નજર પડી. સિરાજને ખટપટની ગંધ આવી. તેણે તત્કાળ જગત્શેઠને દરબારમાં બોલાવ્યા. સિરાજ આજે સળગતા દાવાનળની વચ્ચે બેઠો હતો. તેને કોઈ અંતરનું સગું ન હતું, તેમ કોઈ મિત્ર પણ ન હતો. અલીવર્દીખાંએ મૃત્યુશય્યા ઉપર સૂતાં જે સલાહ આપી હતી તે હજી તેના કાનમાં ગુંજી રહી હતી. કમનસીબે એ સલાહ પ્રમાણે ચાલવાનો તેને અવકાશ ન મળ્યો. સ્નેહીઓના જુલમ સહવા તે તૈયાર હતો, પણ એ સ્નેહીઓ સિરાજના લોહીના તરસ્યા હશે એમ તેને નહોતું Page #132 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ૧૧૫ સમજાયું. તેની માસીનો દિકરો ભાઈ શૌકત પૂર્ણિયામાં રહીને વિપ્લવ જગાવી રહ્યો હતો. સિરાજ એકલે હાથે આ બધા શત્રુઓની સામે શી રીતે થઈ શકે ? આજે તો તેણે નિશ્ચય કર્યો હતો કે “શકદાર માત્રને કાંટાની જેમ ઉખેડીને દૂર કરવા.'' ‘છ-છ મહિના થયા, દિલ્હીનો પરવાનો મેળવવાનો તમે કંઈ પ્રયત્ન નથી કર્યો.’' સિરાજને પરવાના વિના કંઈ અટકી રહ્યું ન હતું. પરવાના વિના પણ તે બંગાળનો નવાબ હતો. પરવાનામાં એવી કોઈ ગુપ્ત શક્તિ ન હતી કે સિરાજને દાવાનળમાંથી બચાવી લે; પરંતુ હવે તે મુસદી બનવા માગતો હતો. જગત્શેઠ ઉપર ખુલ્લો આક્ષેપ મૂકવાને બદલે આડકતરી રીતે તેમને અપરાધી ઠરાવવાની અને ન્યાયનું નાટક ભજવવાની યુક્તિ વાપરી. એ વખતે બીજો આલમગીર દિલ્હીની ગાદીએ હતો. પણ તે વૃદ્ધ અને નબળો હોવાથી મહમહશાહની વિધવા રાજતંત્ર ચલાવતી. યુવાન વજીરો જનાનખાનાની ખટપટનો ભોગ થઈ પડ્યા હતા. પંજાબ અને રોહિલાની રૈયત મરાઠા તેમજ અબ્દાલ્લીના જુલ્મોથી રિબાતી હતી. પાણિપતના યુદ્ધની ભૂમિકા ધીમે ધીમે તૈયાર થતી હતી. આ સ્થિતિમાં બાદશાહને બંગાળની શી પડી હોય ? જગત્શેઠ, સિરાજને શહેનશાહતની છિન્નભિન્ન સ્થિતિ સમજાવી પરવાનાના વિલંબ માટે બચાવ કરવા માગતા હતા, તેમણે કહ્યું, “આજે પરવાના ઉપર સહી કરવા જેટલો સમય શહેનશાહ પાસે નથી. જૂની પ્રણાલિકાઓ તૂટતી જાય છે. બળ અને બુદ્ધિ હોય તો પરવાનો પાણી ભરે !'' સિરાજ એ બધું સમજવા જેટલું ધૈર્ય ખોઈ બેઠો હતો. વસ્તુતઃ સમજવા પણ નહોતો માંગતો. ઘસીટા બેગમ, રાજવલ્લભ, Page #133 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૧૬ શૌકતજંગ અને અંગ્રેજોની હિલચાલના ભણકાર તે સાંભળી ચૂક્યો હતો. જગતુશેઠના ખુલાસાથી તેને સંતોષ ન થયો. હજી થોડા દિવસ ઉપર જ શૌકતઅંગે, પૂર્ણિયાથી એક પત્ર લખી સિરાજને કઠોર શબ્દોમાં સૂચવેલું કે - બાદશાહી સનદ મેળવી હું જ બંગાળ, બિહાર ને ઓરિસાનો નવાબ બનવાનો છું. તું મારો કુટુંબી છે, એટલે તને સાવચેત કરું છું. તારો જીવ લેવાની મને મુદલ ઈચ્છા નથી. પૂર્વબંગાળના કોઈ ગામડામાં શાંતિથી જીવવું હોય તો મારી ના નથી. તને અન્ન તથા કપડાં પૂરા પાડવા હું બંધાઉં છું. બાકી તિજોરીમાંથી એક પાઈ લીધા વિના, આ પત્ર વાંચી નાસી જજે. વખત વીતાવવાનો નથી. આંગણામાં ઘોડો હણહણે છે. પેગડામાં પગ મૂકું એટલી જ વાર છે.” શૌકતજંગને આવો પત્ર લખવા કોણે પ્રેર્યો અને તેને સનદની આશા કોણે આપી, એ જગડુશેઠ કે મંત્રીમંડળમાંથી કોઈ નક્કી કરી શક્યું નહીં. સિરાજે માની લીધું કે જગતુશેઠની સંમતિ વિના શૌકત એકલો આવું સાહસ ન કરી શકે. તેણે તત્કાળ આવેશમાં આવી જગતશેઠને ઉદેશી કહ્યું : “હું માનું છું કે તમે ઈરાદાપૂર્વક મારા માટે પરવાનો નથી મેળવ્યો. એ ઉદ્ધતાઈ બદલ હું તમારો ત્રણ કરોડ રૂપિયા દંડ કરું છું.” મંત્રીઓ અને જમીનદારો દંડનો આંકડો સાંભળતાં જ વજાત જેવા બની ગયા. જગતુશેઠ જેવા પુરુષોને જ્યાં આ રીતે સજા થાય ત્યાં પછી બીજું કોણ સુરક્ષિત રહી શકે ? જગતુશેઠને દંડની રકમ બંગાળની રૈયત પાસેથી જ મેળવવાની Page #134 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૧૭ હતી. જમીનદારોનું છેલ્લું ટીપું ચૂસવું પડે તો પણ સિરાજ સંમત હતો; છતાં જગતુશેઠે એ દંડનો પ્રતિકાર કર્યો. “મારો પોતાનો દેહ બચાવવા હું રાંક રૈયતને પીડવા નથી માગતો. મારો અપરાધ લાગતો હોય તો તેને માટે એકલો સજા સહન કરવા તૈયાર છું.” “દંડ ન ભરવો હોય તો તમે અત્યારથી જ મારા બંદીવાન છો.” જુગારીના છેલ્લા દાવની જેમ સિરાજ તાડુક્યો. મંત્રીઓ અને જમીનદારોની છેલ્લી આશા ઝાકળના બિંદુની જેમ અદશ્ય થઈ. સિરાજના પક્ષકારો પણ આ વાત સાંભળી કંપ્યા. જગતુશેઠને સજા એ સમસ્ત જમીનદારો અને પ્રતિષ્ઠિત વેપારીઓના નાક કાપવા જેવો ભયંકર પ્રસંગ હતો. હવે કોઈને શંકા ન રહી કે સિરાજ પોતે જ પોતાની કબર ખોદી રહ્યો છે. મીરજાફર આ વખતે મૌન બેસી રહ્યો હોત તો પલાસીના યુદ્ધની લીલા કદાચ મુર્શિદાબાદમાં જ ભજવાત. તેણે જોયું કે જગડુશેઠ અને જમીનદારો ઉપર ઉપકાર કરવાનો અને એ રીતે પોતાનું મહત્ત્વ સ્થાપવાનો આ લાગ જતો કરવા જેવો નથી. જગશેઠનો કારાવાસ બંગાળની પ્રજાને કેટલો સંક્ષુબ્ધ બનાવશે, તેની કલ્પના તે કરી શક્યો. જગતુશેઠ જો બંદીખાને પડતા હોય તો મીરજાફર સોગન ખાઈને કહે છે કે બંગાળના નવાબને આ હાથ કે આ શમશેર સ્વપ્નમાં પણ સહાય નહીં કરે.” મીરજાફરે કમરબંધ સહિત સમશેર સિરાજ પાસે ધરી દીધી. અણધારી દિશામાંથી ઝટકો પડ્યો હોય તેમ સિરાજ ચમક્યો. ફેંકાયેલો પાસો પાછો ખેંચવા તે વિમાસણમાં પડ્યો. પોતે નવાબ Page #135 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૧૮ છે અને નવાબનું ફરમાન વજલેપ જેવું જ રહેવું જોઈએ, એ આંટીનો ઉકેલ કરી શક્યો નહીં. મીરજાફર જેવા એક સગા અને સિપાહસાલારની ખાતર તે જગડુશેઠને જ નહીં, પણ બંદીખાનાના બધા કેદીઓને છોડવા તૈયાર હતો. પણ જો ભરદરબારમાં એમ કરે તો પોતે કેટલો પાછો પડે ? “સમશેર પાછી લ્યો. જગત્શેઠ મુસલમાન બનતા હોય તો હું તેમના બધા અપરાધો માફ કરી દઉં.” મીરજાફરને મનાવવા સિરાજે ઇસ્લામના ગૌરવની લાલચ આપી. જગતુશેઠ વગર શરતે છૂટવા જોઈએ. રાજપ્રકરણમાં મઝહબની વાત ન આવવી જોઈએ.” મીરજાફરે સિરાજની યુક્તિ અફળ બનાવી. દરબારીઓ મીરજાફર ઉપર નિઃશબ્દ સ્નેહ અને શ્રદ્ધા સિંચી રહ્યા. અત્યારે મારું ફરમાન રદ નહીં થાય. પાછળથી જોઈ લેવાશે.” કંટાળીને સિરાજે કહ્યું, તે દિવસનો દરબાર એ રીતે વિસર્જન થયો. જગશેઠને સિરાજે પોતાના મહેલમાં સુખપૂર્વક રાખ્યા. પણ મુર્શિદાબાદ, મહિમાપુર અને ઢાકામાંથી જે સમાચાર આવ્યા, તેથી સિરાજ નિરાંતે ઊંઘી શક્યો નહીં. જમીનદારો એકી સાથે કદાચ આવતી કાલે જ બળવો પોકારે એમ લાગ્યું. મધરાતે તેણે મીરજાફરને બોલાવવા માણસ મોકલ્યો. પણ મીરજાફર ન આવ્યો. તેણે કહેવડાવ્યું : “સિરાજનો શો વિશ્વાસ?” એટલું છતાં સિરાજ ક્રોધથી ગાંડો ન બન્યો. તેને બગડેલી બાજી સુધારવાની હોંશ હતી. “નવાબી”નું મિથ્યાભિમાન મૂકી તે એકલો Page #136 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ પાલખીમાં બેસી ‘‘જાફરાગંજ'માં ગયો. જાફરાગંજ મુર્શિદાબાદનો જ એક ભાગ હતો. “હીરાઝીલ”ની જેમ ‘જાફરાગંજ' પણ બંગાળના ઇતિહાસનું એક નામચીન અવશેષ છે. મીરજાફરે અહીં પુષ્કળ પૈસો ખર્ચી પોતાનો મહેલ બનાવ્યો હતો. મીરજાફરે જાણ્યું કે સિરાજ પોતાને ત્યાં વગર બોલાવ્યો આવ્યો છે, ત્યારે તેને સહેજ આશ્ચર્ય તો થયું. તેને લાગ્યું કે એમાં પણ કંઈક છૂપો ભેદ હશે. છતાં તેણે સિરાજનું યથાવિધ સ્વાગત કર્યું. ૧૧૯ બંને એક દીવાનખાનામાં ગયા. સિરાજ અત્યારે નવાબ નહીં, પણ એક બાળક બનીને પોતાના ફુવા પાસે આવ્યો હતો. તેની પાંપણ આંસુભીની બની. ગળગળા સ્વરે તે કહેવા લાગ્યો : જાફરઅલી-ખાં, સિરાજ આજે નિરાધાર છે.'' પવિત્ર કુરાનને નામે એક વાર કહી થો કે, “હું તમારો છું, અંગ્રેજો કે અન્ય કોઈનો નહીં થઉં.'' તો તમે કહો તે પ્રમાણે કરવા તૈયાર છું. ઇસ્લામના ગૌરવની ખાતર પણ મનમાંથી મેલ કાઢી નાખો અને મારી પડખે આવી ઊભા રહો.'' એક વખતનો ઉન્મત્ત, વિલાસી, વ્યસની સિરાજ આજે પગ નીચે છૂંદાતા તણખલા કરતાં પણ વધુ નમ્ર બન્યો હતો. મીરજાફર આ કરુણાભર્યું દૃશ્ય ન જોઈ શક્યો. સવારના અને રાતના સિરાજમાં જાણે જુગાંતર વહી ગયા હોય, એમ તેને લાગ્યું. પણ આંસુનાં બે-ચાર ટીપાંની ખાતર પાક કુરાનના નામે સોગન ખાતાં મીરજાફરનું દિલ બળવાખોર બન્યું. તેને પોતાની નબળાઈ વિશે ભાગ્યે જ કોઈ દિવસ વિચાર આવ્યો હશે. એક Page #137 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૨૦ તરફ સોગને અને બીજી તરફ બંગાલ, બિહાર અને ઓરિસાનું સામ્રાજ્ય ! બેમાંથી કોને વધુ પસંદગી આપવી ? મધ્યરાત્રીની મનોહર શાંતિ વિલસતી ન હોત, મીરજાફરની સામે સિરાજ આંસુભીનો ઊભો ન હોત, તો અમે ખાતરીથી કહીએ છીએ કે સોગનની નહીં પણ સામ્રાજ્યની જ જીત થાત ! પણ અત્યારે તો મીરજાફર એના જીવનની નબળી પળોમાંથી પસાર થઈ રહ્યો હતો. બાળક સિરાજને ખુશ કરવા સોગન લેવા પડતા હોય તો એકવાર નહીં, બે વાર સોગન લેવા તૈયાર થયો. સોગન લીધા પછી. સોગનના ભોગે સિંહાસન ઉપર બેસનારા ઘણા અધિકારીઓનાં જીવન તેણે અનુભવ્યા હતાં. જગતુ સોગનને નહીં, પણ સામ્રાજ્યને, સત્તાને, વૈભવને જ માને છે, પૂજે છે એમ તે અંત:કરણના ઊંડાણમાં માનતો થયો હતો. સોગન જેવા રમકડાથી સિરાજ રીઝતો હોય તો શા સારુ વિલંબ કરવો ? તે જ રાત્રે મીરજાફરે નિર્ણય સંભળાવ્યો : “પાક કુરાનના નામે હું તમારો જ રહીશ.” સિરાજ સ્નેહથી મીરજાફરને ભેટી પડ્યો. બીજે જ દિવસે જગશેઠને માનપૂર્વક મુક્ત કરવામાં આવ્યા. સિરાજનો ફરીથી આત્મીય બનેલો મીરજાફર સિરાજના જમણા હાથ રૂપે બંગાળનું રાજતંત્ર ચલાવવા લાગ્યો. મીરજાફરની વફાદારીના પ્રતાપે જ પૂર્ણિયાનો શૌકત પરાભવ પામ્યો. સિરાજ-ઉદ્-દૌલા જાણે પુનર્જન્મ પામ્યો હોય, એટલો ઉલ્લાસ અનુભવી રહ્યો. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૧ જશેઠ જગશેઠ છૂટીને ઘેર આવ્યા. મીરજાફરે મૈત્રીનો સ્વાંગ પહેર્યો. શૌકતજંગ પૂર્ણિયાના મેદાનમાં શરાબ ને સંગીતની સોડમાં સદાને માટે સૂતો. ઘસીટા-બેગમ સિરાજની મા પાસે અંતઃપુરમાં આવી વૈધવ્ય પાળી રહી. એ રીતે પ્રલય જગવનારાં તોફાની વાદળાં એક પછી એક વિખરાતાં ચાલ્યાં, સિરાજની શઢવિહોણી નૌકા મધદરિયે ડૂબવાને બદલે અનુકૂળ પવનના યોગે કિનારે પહોચે, એવી આશા બંધાઈ. પણ આ બધું સીધી ગતિએ, ગણિતના દાખલાની જેમ ચાલે તો ઈતિહાસ કેવો નીરસ ને શુષ્ક બને ? એટલે જ ભારતની ભાગ્યવિધાત્રીએ ધીમે ધીમે ચાલતાં ઘટનાચક્રોમાં વીજળીનો વેગ પૂર્યો. અઢારમી સદીનો અંત જેમ જેમ નજીક આવતો ગયો, તેમ તેમ મધ્યયુગના અંધકારને ઉલેચી નાખવા તે કમર કસીને કામ કરવા મંડી ગઈ ! પ્રકૃતિની એ ભીષણ લીલામાં સિરાજ સપડાયો. તેણે સરદારો, સૂબાઓ, અંગ્રેજી, ફ્રેંચો અને વેપારીઓ સામે સમાધાની અને સંધી કરવાના તનતોડ પ્રયત્નો કર્યા. પણ કરુણાંત નાટકનો આરંભ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જગશેઠ ક્યારનો યે થઈ ચૂક્યો હતો. સિરાજની આસપાસ ક્લાઈવ, વોટસ, મોં. લો, અમીચંદ, માણેકચંદ આદિ પાત્રો ખેંચાઈ આવ્યા. ઈ.સ.૧૭૫૭ના જૂન માસની તા.૨૩મીએ પલાસીના મેદાન ઉપર છેલ્લું દૃશ્ય ભજવાયું. એ દશ્ય “પલાસીનું યુદ્ધ" નામે પ્રસિદ્ધ થયું. એ યુદ્ધના અંગ્રેજ વિજેતા ક્લાઈવનાં યશગાન અંગ્રેજ લેખકોએ લલકારી લલકારીને ગાયાં છે. પણ પહેલેથી જ મીરજાફરે અને અમીચંદે ક્લાઈવને સિરાજનો વિશ્વાસઘાત કરવાની ખાતરી ન આપી હોત તો પલાસીનો આજનો અંગ્રેજ વીર પલાસીના મેદાનમાં પગ મૂકવાની પણ હિંમત ન કરી શક્યો હોત. મીરજાફર ને રાયદુર્લભના સૈન્યની પરવા કર્યા વિના, સિરાજનો એક માત્ર વિશ્વાસુ સરદાર મીરમદન જ્યારે અંગ્રેજ સેના સામે તોપના ગોળા છોડી રહ્યો હતો, ત્યારે પણ લાખો આંબાઓથી છવાયેલી આમ્રઘટામાં છુપાયેલો ક્લાઈવ પ્રૂજતો હતો. મીરજાફરે તેને સ્પષ્ટ શબ્દોમાં કહી રાખ્યું હતું કે “અમે તો માત્ર યુદ્ધનો દેખાવ જ કરશું, તમારે કોઈ રીતે ગભરાવાનું નથી, છતાં તેનું વૈર્ય પીગળતું હતું. આજે તેના વીરત્વની યશગાથા ગવાય છે, કીર્તિસ્તંભો સ્થપાય છે. સિરાજ કાયર અને ભીરુ મનાય છે. પરંતુ સ્વતંત્ર ભારતનો ઇતિહાસ રચાશે ત્યારે ક્લાઈવનાં ગીત કંઈક જુદા જ રાગમાં ગવાશે. પ્લાસીના યુદ્ધ પછી પહેલી સભા જગશેઠને ત્યાં મળી. ક્લાઈવ અને મીરજાફર જગત્શેઠ પ્રત્યે બહુમાન રાખતા, પણ બહારના ભપકા કે વાગાડંબરથી જગતુશેઠ છેતરાઈ જાય એવો સંભવ ન હતો. સિરાજ પણ, છેલ્લા એક અપવાદ સિવાય, જગશેઠનું માન બરાબર જાળવતો. અંગ્રેજ અમલદારો તો “જગતુશેઠની સલાહ લીધા વિના કોઈ પણ કાર્ય ન થવું જોઈએ” Page #140 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૨૩ એવી દરેક પ્રસંગે આગ્રહયુક્ત ભલામણ કરતા અને પૈસા સંબંધી લેણ-દેણમાં તો જગતુશેઠની દરમ્યાનગીરી હોવી જ જોઈએ, એમ તેઓ વારંવાર કહેતા. એટલું છતાં એ અંગ્રેજ અમલદારો જ જગતુશેઠની ટંકશાળ બંધ કરાવવા અને પોતાની ટંકશાળ ચાલુ કરવા છૂપા પ્રયત્નો કરી રહ્યા હતા, એ વાત જગશેઠના લક્ષ બહાર ન હતી. સિરાજ-ઉદ્-દૌલા જ્યારે જ્યારે મોટી લડાઈઓ લડ્યો છે, ત્યારે ત્યારે તે પણ જગડુશેઠ અને તેમના સૈન્યની સહાય લીધા વિના નથી રહ્યો. બહારના આ બધા વિવેક અને વાહ-વાહના બારીક પડદા પાછળ કેવી કૂટનીતિ ક્રીડા કરતી હોય છે, તે જગતુશેઠ સ્વાનુભવથી જોઈ શક્યા હતા. સિરાજ પછી મીરજાફર જ મસનદ ઉપર આવવો જોઈએ, એમ સૌ માનતા. કારણ કે મીરજાફરે જ જગશેઠને કારાગ્રહના બંધનમાંથી માનપૂર્વક છોડાવ્યા હતા. મીરજાફરની આખી જિંદગીમાં જો કોઈ સારો ભાગ હોય તો એટલો જ. એ એક જ કર્તવ્ય તેણે એવું કર્યું કે જેથી તે બંગાળના દિલમાં થોડું પણ સ્થાન મેળવી શક્યો. અલીવર્દી-ખાંના સમયમાં એક-બે વાર મીરજાફરની કસોટી થઈ હતી અને તેમાં કંચનને બદલે કથીર રૂપે જ પુરવાર થયો હતો. મેદિનીપુરના મેદાનમાં, મરાઠાઓ જ્યારે બંગાળી સૈન્યમાં હાહાકાર વર્તાવી રહ્યા હતા, ત્યારે આ સિપાહસોલાર-મીરજાફર, વિલાસના તરંગમાં તણાતા હતા. આતા ઉલ્લા અને મીરજાફરે મળી અલીવર્દી સામે કાવતરું રચેલું, એ વાત પણ બંગાળના રાજદ્વારીઓથી અજાણી ન હતી. પલાસીનું યુદ્ધ પતી ગયા પછી ઉપરાઉપરી ત્રણ દિવસ, જગતુશેઠના મહિમાપુર-ભવનમાં મંત્રણા ચાલી. જગતુશેઠે પ્રસંગોપાત કહી દીધું : Page #141 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ૧૨૪ “જે રાજનીતિ સાથે અસંખ્ય માણસોનાં જાન-માલ અને સુખ-દુ:ખ સંકળાયેલાં હોય તેનો નિર્ણય કરતી વખતે વ્યક્તિગત ઉપકાર કે અપકારની વાત એક કોરે જ રાખી મૂકવી જોઈએ. સિરાજ હજી મરી ગયો નથી, બંગાળની જનતા કોને માથે રાજમુગટ મૂકવા માગે છે, તે નક્કી કરવાની જવાબદારી આપણી ઉપર આવી પડી છે.’’ જમીનદારો માનતા કે જગત્શેઠ પોતે જ મીરજાફરને માટે આગ્રહ કરશે અને જગત્શેઠના અવાજમાં બીજાના અવાજ ડૂબી જશે, પણ એમની એ ધારણા ખોટી પડી. જગત્શેઠ મધ્યસ્થતામાંથી એક તસુ પણ ન ખસ્યા. પહેલા દિવસની સભા મુલતવી રહી. બીજે દિવસે પણ ખૂબ ચર્ચા ચાલી. નદીયાના મહારાજા કૃષ્ણચંદ્રે પોતાના દીવાન કાલિપ્રસાદસિંહને ખાસ આ મંત્રણામાં ભાગ લેવા ૨વાના કર્યા. પરંતુ કોકડું એટલું બધું ગુંચવાયું હતું કે દીવાન કાલીપ્રસાદસિંહ પણ કંઈ ચોક્કસ નિર્ણય આપી શક્યા નહીં. ત્રીજે દિવસે મહારાજા કૃષ્ણચંદ્ર પોતે આવ્યા. રાજશાહીની મહારાણી ભવાની કે જે અર્ધ-બંગેશ્વરી તરીકે સારાય બંગાળમાં પૂજાતી, તેમણે પણ પોતાનો સંદેશ પાઠવ્યો. એ સંદેશો આજે પણ ઇતિહાસમાં અમર રહી ગયો છે. ‘‘બંગાળનું ભાગ્ય વિદેશી વેપા૨ીઓના હાથમાં મૂકવાની જો કોઈ ભલામણ કરે તો તેને આ સાથે મોકલેલું સિંદુર, ચુંદડી અને બંગડી મારા વતી આપજો. "" Page #142 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ૧૨૫ મંત્રણાના ત્રણ દિવસો વરસ જેવા વીત્યા. એટલું છતાં સભા કંઈ નિશ્ચય કરી શકે એમ ન લાગ્યું. આખરે મહારાજા કૃષ્ણચંદ્રે કંટાળીને કહ્યું : “જે સભામાં મીરજાફર જેવા માણસો હોય એ સભામાં નવાબીનો અંત આણવાની ચર્ચા થઈ શકે નહીં. જે સભામાં રાયદુર્લભ ને અમીચંદ જેવા માણસો હોય ત્યાં અંગત મહત્ત્વાકાંક્ષા આડે આવ્યા વિના ન રહે. આ સ્થિતિમાં મીરજાફરને જ બંગાળની મસનદ સોંપવી એ ઠીક છે. ' ક્લાઈવ અને મીરજાફરને આ નિર્ણય સાંભળી સંતોષ થયો. પણ કેટલી મુશ્કેલી પછી, કેવા વિલક્ષણ સંયોગોમાં આ નિર્ણય થવા પામ્યો, તે પણ તેમની જાણ બહાર ન રહ્યું. મીરજાફર જો ડાહ્યો હોત તો મસનદ મળ્યા પછી કંઈક વધુ સાવધ અથવા વિચારશીલ બનવાનો પ્રયત્ન કરત; પણ એના નસીબમાં ‘‘ક્લાઈવના ગધેડા‘’’ બનવાનું સર્જાયેલું તે શી રીતે મિથ્યા થાય? ૧. મીરજાફરના દરબારમાં મીરજા-શમશેર-ઉદીન નામનો એક ઉમરાવ હતો. તે સ્વતંત્ર મીજાજનો અને મશ્કરો હતો. એકવાર તેને ક્લાઈવના એક ગોરા અમલદાર સાથે ઝઘડો થયો. મીરજાફરને એ વાતની જાણ થતાં તેણે તરતજ મીરજા સાહેબને બોલાવ્યા અને કહ્યું :- “તમે લૉર્ડ ક્લાઈવના માણસનું અપમાન કરો છો ? તમને ખબર છે એ ક્લાઈવ કોણ છે ?'' મીરજા-શમશેર-ઉદ્દીને જવાબ આપ્યો :- “આપ શું બોલો છો ? હું ક્લાઈવને ન ઓળખું એમ બને ? ક્લાઈવને તો શું પણ ક્લાઈવના ગધેડાને પણ હું રોજ ત્રણવાર સલામ ભરું છું.'' મીરજા-શમશેર, મીરજાફરને રોજ જે ત્રણ સલામ ભરતો તે બંગાળના નવાબ મીરજાફરને નહીં, પણ ક્લાઈવના ગધેડા મીરજાફરને જ ભરતો એમ તેણે પ્રકારાંતરથી કહી નાખ્યું. તે દિવસથી મીરજાફર ઈતિહાસના પાના ઉપર ક્લાઈવના ગર્દભ’ તરીકે પ્રસિદ્ધ થયો. Page #143 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૨૬ મીરજાફરના ક્લાઈવ સાથેનાં છુપા કારનામાં પણ એ જ સમયે ખુલ્લાં થયાં. જગતુશેઠને ત્યાં જ બંગાળનો દ્રવ્યભંડાર ધોળે દિવસે લૂંટાયો. ક્લાઈવે પોતાનો વીસ લાખનો ફાળો જુદો તારવી કાઢ્યો. એ જ પ્રમાણે વૉટ્સ, ક્લિપેટ્રીક, મેનીંગહામ, બિચર, વૉલ્સ, સ્ટ્રેટન, ગ્રાંટ તથા કાઉન્સીલના બીજા છ મેમ્બરોએ મળી એકંદરે છ કરોડની લૂંટ વહેંચી લીધી. અભાગી અમીચંદ એમાંથી એક પાઈ પણ ન મેળવી શક્યો. અંતે તે ગાંડો થઈને મૂવો. એ રીતે છૂપા કરારો, ભીષણ દ્રવ્યલાલસા અને ખોટા દસ્તાવેજો ઉપર અંગ્રેજી સલ્તનતનો મૂળ પાયો પડ્યો. મુર્શિદાબાદનો રાજભંડાર તળિયાઝાટક - સાફ થયો; પણ અંગ્રેજ વેપારીઓની સુધા ન શમી. મીરજાફરે માનેલું કે થોડા ઈધણ નાખવાથી એ આગ ઓલવાઈ જશે, પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ એ આગ વધુ ને વધુ ઉગ્ર રૂપ ધરી રહી. જગડુશેઠ પાસે નાણાંની ઉપરાઉપરી માગણીઓ થવા લાગી; પરંતુ જગતુશેઠ કંઈ કુબેરભંડારી ન હતા. વહીવટની અવ્યવસ્થાને લીધે હવે પૂરું મહેસૂલ પણ વસૂલ થઈ શકતું નહીં. બીજી તરફ નિયમિત પગાર નહીં મળવાથી રાજ્યના નોકરો અને સિપાઈઓ પણ ધૂંધવાઈ રહ્યા હતા. - મીરજાફર હાર્યો જુગારીની જેમ આંખો મીંચીને દાવ ફેંકી રહ્યો. ક્લાઈવ વગેરે ગોરા અધિકારીઓને તૃપ્ત કરવા તેણે જાગીરો, પ્રગણા અને હક્કપત્રોના પરવાના ઉપર સહીઓ મૂકવા માંડી. એક પરવાનામાં તો તેણે એટલે સુધી જાહેર કરી દીધું કે “આ પરથી હુગલી વિભાગના જમીનદારો, ચોધરીઓ અને બીજા બધાને જણાવવામાં આવે છે કે તમે હવે અંગ્રેજ કંપનીના Page #144 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૨૭ તાબામાં ગયા છો, કંપની તમારી સામે ગમે તે રીતે વર્તે તો પણ તમારે જરા પણ બબડવું નહીં. અમારી ખુદની એ જાતની આજ્ઞા છે.” | બિચારો મીરજાફર શું સમજે કે પોતાની રાંક રૈયતને વિદેશી વેપારીઓના હાથમાં વેચવા જતાં તે પોતે જ પોતાની હરરાજી બોલાવી રહ્યો હતો. તે પછી તરત જ તેણે બીજો દાવ ફેંક્યો અને અંગ્રેજો લાખો રૂપિયા વેરવા પછી પણ જે હક્ક મેળવી શક્યા ન હતા, તે તેમને મીરજાફર પાસેથી સહેજે મળી ગયા. બંગાળના આ નામના નવાબે લખી આપ્યું - કલકત્તામાં એક ટંકશાળ ખોલવાની અને ત્યાં સોના-રૂપાના સિક્કા ઢાળવાની આથી અંગ્રેજ કંપનીને પરવાનગી આપવામાં આવે છે. અંગ્રેજ કંપની મુર્શિદાબાદની ટંકશાળના જેવા જ માપ અને વજનના સિક્કા “કલકત્તા”ની છાપવાળા હવેથી પાડી શકશે. બંગાળી, બિહાર અને ઓરીસામાં તેનું ચલણ રહેશે. ખજાનામાં પણ તેનું ભરણું થઈ શકશે. અંગ્રેજ પેઢીના સિક્કા બદલ જો કોઈ કસર અથવા વટાવ લેશે તો તે સજાને પાત્ર થશે.” આ ઘા જગતુશેઠની પેઢી ઉપર પડ્યો. તે દિવસથી જગશેઠનો વૈભવસૂર્ય અસ્તાચળ તરફ ઢળ્યો. મીરજાફરની મૂર્ખતાએ બંગાળના બીજા અસંખ્ય વેપારો એ જ રીતે બરબાદ કર્યા. અંગ્રેજ વેપારીઓએ કુલમુખત્યારી મેળવી, નાની નાની ચીજોના વેપાર પણ એકહથ્થુ કરવા મંડી ગયા. મૂળ પાયામાં જ કુટિલ નીતિ ધરબી હોય ત્યાં બીજી આશા શી રીતે રાખી શકાય ? Page #145 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૨૮ એ વખતે કલકત્તામાં હોલ્વલ નામનો પેઢીનો મુખ્ય મહેતો હતો. તેણે જગતુશેઠ પાસેથી રૂપિયા માગ્યા. જગતુશેઠ કંપનીનાં કારસ્થાનો સારી રીતે સમજતા. તેમણે હોલ્વેલને ચોખ્ખી ના પરખાવી. આથી હેલ્વેલ સાહેબનો મિજાજ ગયો. ગુસ્સામાં ને ગુસ્સામાં જ તે બોલી ઊઠ્યો : ભવિષ્યમાં જગશેઠના વંશનું સત્યાનાશ ન વાળું તો હું હોલ્વલ નહીં !” શંખણીના શાપની જગતુશેઠ જેવા સજ્જને પરવા ન કરી. હોલ્વલ વધુ ઉશ્કેરાયો. તેણે મુર્શિદાબાદમાં વોરન હેસ્ટિંગ્સને તા. ૭મી મે, ૧૭૬૦ના રોજ એક પત્ર લખ્યો : "A time may come when they stand in need of the Company's protection, in which case they may be assured, they shall be left to satan to be buffeted." જે અંગ્રેજ અમલદારો પ્રારંભમાં જગતુશેઠની સલાહ વિના એક ડગલું પણ ભરવાની ના કહેતા તે જ અમલદારો, અધિકાર અને પ્રતાપની પળોમાં કેટલા મદોન્મત્ત બની શકે છે, તે આટલા ઉપરથી જ જગશેઠે આબાદ જોઈ લીધું. આ પ્રકારની માણસના મનને મુંઝવી નાખનારી અનેકવિધ ઉપાધિઓમાંથી છૂટવા જગશેઠ મહતાબચંદે તીર્થયાત્રાનો નિર્દોષ અને પવિત્ર માર્ગ પકડ્યો. મોટા સમારોહ સાથે તેઓ શ્રી સમેતશિખર તરફ ચાલી નીકળ્યા. એમના સીધા આધિપત્ય નીચેનું બે હજાર સિપાઈઓનું સૈન્ય પણ તેમણે સાથે લીધું. : : ૧. “એવો પણ વખત આવશે કે જ્યારે જગશેઠને કંપનીનો આશ્રય લેવો પડશે. તે વખતે તેમને શયતાનના હાથમાં સપડાવું પડશે, અને ભારે પીડા ભોગવવી પડશે.” (જે.એલ. હોલ્વેલનો વોર્ન હેસ્ટીંગ્સ ઉપરનો પત્ર) Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ OLEPIC! ૧૭ જગડુશેઠ અથવા તેમનું કુટુંબ હોલ્વલ સાહેબના શાપે, શૈતાનના પંજામાં સપડાય ત્યારે ખરું, પણ મીરજાફર તો શૈતાનની સેના વડે ચોતરફથી ઘેરાયો હતો, એ વાત પ્રત્યેક ઇતિહાસલેખકે સમસ્વરે સ્વીકારી છે. જગતુશેઠ યાત્રાએ ગયા અને મીરજાફરે પૂરા અઢી વરસ પણ ભાગ્યે જ નવાબી ભોગવી હશે, એટલામાં તો બંગાળની મસનદ ઉપરથી નીચે ગબડી પડ્યો. ઇતિહાસની એ કાજળઘેરી અમાવસ્યા હતી. નાની શી સૂબેદારી, વજીરી, દીવાની, જમીનદારી કે નવાબી માટે વિશ્વાસઘાત કરવો, સગાં-સ્નેહીઓનાં લોહી રેડવાં કે નિર્દોષોને રીબાવવા એ એક સામાન્ય વાત હતી. નીતિનાં સૂત્રો અને ઉપદેશો પાનામાં જ સમાયાં હતાં. કુદરતનો કોરડો પણ એટલા જ જોરથી ફરતો. કર્મોના વિપાકની એ ભયંકર ઋતુ હતી. અલીવર્દી-ખાં ભાસ્કર પંડિત સાથે દગો રચ્યો અને મરતાં મરતાં પાપનું પ્રાયશ્ચિત્ત કરતો હોય તેમ રાતા પાણીએ રોયો ! સિરાજને સંબોધી તેણે આખરે કહેલું – અરેરે ! મેં આ બધું Page #147 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૩૦ કોને માટે કર્યું? કુટિલ નીતિને અવલંબી આ રાજયનું રક્ષણ કર્યું તે કોને માટે ? મેં કેટલી દુર્ગતિ વહોરી ?” સિરાજ, હુસેનકુલી-ખાનું ખૂન કરીને સુખી થઈ શક્યો નહીં. મહંમદી બેગ જ્યારે તેનો વધ કરવા તલવાર લઈ સામે આવ્યો ત્યારે સિરાજને સૌ પહેલાં હુસેનકુલી યાદ આવ્યો ને બોલી ઊઠ્યોઃ હુસેનકુલી! મેં જ તને મારી નાખ્યો છે. તેના પ્રાયશ્ચિત્ત તરીકે આ જીવન ભલે અર્થેથી જ સંકેલાય!” લોહીથી ખરડાયેલા શરીરે જ્યારે તે તરફડતો હતો, ત્યારે પણ તેના મોંમાં એ જ શબ્દો હતા બસ! બસ! હુસેનકુલી! તારો આત્મા હવે જરૂર સંતોષાશે! મીરજાફરના પાપનું વિષવૃક્ષ પણ તરત જ ફળ્યું ! બંગાળની મસનદ ઉપર બેસતાં જ તેનો હાલો પુત્ર-મીરાણ કડકડતી વીજળી પડવાથી ઓચિંતો મૃત્યુ પામ્યો ! વૃદ્ધ મીરજાફરનો દેહ અપંગ બન્યો! ભૂતાવળની જેમ લેણદારો રાતદિવસ તેની સામે તાંડવનૃત્ય ખેલી રહ્યા. મીરજાફરનો જમાઈ મીરકાસીમ, મીરજાફરને પદભ્રષ્ટ કરવા કટિબદ્ધ થયો. અપંગ મીરજાફર અણચિંતવી આપત્તિઓને લીધે અકળાતો હતો. અંગ્રેજોને મુદતસર હપ્તા ભરી શક્યો નહીં. ઉપરાઉપરી ઉઘરાણીઓ થવા લાગી. અંગ્રેજના નિરંકુશ વેપારને લીધે જકાત આવતી બંધ પડી. ઢાકાના મહેસૂલમાંથી રાતી પાઈ ન મળી. મહિનાઓ સુધી પગાર ન મળવાથી સિપાઈઓ બળવો કરવા તૈયાર થઈ રહ્યા. જગતુશેઠ જાત્રાએ ગયા હતા. મૂર્ખ મીરજાફર, જમાઈ ઉપર આધાર રાખી બેસી રહ્યો. એ જમાઈ આખરે 1. Enough ! Enough ! Hussin Cooly ? Thou are revenged ! Page #148 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૩૧ સાસરાના જ પગલે ચાલ્યો. તેણે વેન્સીટાર્ટને અઠ્ઠાવન હજાર, હોલ્વેલને ત્રીસ હજાર, સુમેરને અઠાવીશ હજાર અને બાકીના સાત મેમ્બરોમાં કોઈને પંદર હજાર, કોઈને વીસ અને કોઈને પાંચ હજાર અશરફીઓ આપવાનું કબૂલી બંગાળનો તાજ ખરીદ્યો. એ વખતની મીરજાફરની મનોદશા ચિત્રપટમાં આ રીતે ઉતારી શકાય. પલાસીના મેદાનમાં સિપાહસાલાર મીરજાફર ઊભો છે, તેના કદમમાં માથું ઝુકાવી સિરાજ આંસુ વહાવી રહ્યો છે. મીરજાફર ધર્મ અને ઈશ્વરના નામે તેનું સિંહાસન બચાવવા પ્રતિજ્ઞા કરે છે. તરત જ બીજું ચિત્ર ખડું થાય છે. પથ્થરની પ્રતિમા જેવો મીરજાફર સ્થિર ઊભો છે. અંગ્રેજો તરફથી તોપના ગોળા વરસે છે. મીરજાફરનું રૂંવાડું પણ નથી ફરકતું. મુર્શિદાબાદની રાજલક્ષ્મી કોઈ માયાવિની ડાકણની જેમ તેને મોહમુગ્ધ બનાવી રહી છે. જે ઉપાયે, જે કિંમતે, જે દુકાનમાં તેણે સિરાજને વેચ્યો એ જ ઉપાય, એ જ કિંમતે, એ જ દુકાનમાં જાણે પોતે પોતાના જ જમાઈના હાથે વેચાતો હોય, હૃદય ચીરાતું હોય અને ધીમે ધીમે પડતો સરતો હોય એ એનું છેલ્લું દૃશ્ય ! મીરકાસીમ યુવાન હતો. તેણે બંગાળની ગાદી ઉપર આવતાં જ જોઈ લીધું કે ખજાનો ખાલી થઈ ગયો છે, સિપાઈઓ બળવો જગાવવાની ઘડી-પળ ગણી રહ્યા છે. અંગ્રેજ વેપારીઓ પરવાનાના નામે દેશી વેપારીઓને દબાવી રહ્યા છે. મીરકાસીમે મજબૂત હાથે કામ લેવાનો નિશ્ચય કર્યો. અંગત ખર્ચ ઓછા કરી, સિપાઈઓને સંતોષ્યા. આરામ અને વિલાસને Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જગશેઠ * બાજુએ મૂકી જાતે વહીવટ સંભાળવા લાગ્યો. દેશી સિપાઈઓને અંગ્રેજ અને ફ્રેંચ સૈન્યની પદ્ધતિએ કેળવવાનું શરૂ કર્યું. અઠવાડિયામાં બે દિવસ દરબારમાં બેસી જાય ચૂકવવા લાગ્યો. અંગ્રેજ વેપારીઓ સાથે સાવચેતીથી કામ લેવામાં ન આવે તો દિવસ જતાં તેઓ બંગાળના સ્વામી બની બેસી જાય, એ વિશે તેને કોઈ જાતની શંકા ન પડી. મીરકાસીમની આ બધી તૈયારીઓ જોતાં, તેને જે નિષ્ફળતા મળી એમાં વિધિનો જ છુપો હાથ હોય એમ લાગે છે અથવા તો બાદશાહી રાજતંત્રમાં જ તેના વિનાશના સૂક્ષ્મ અણુ ભર્યા હોય એવું અનુમાન કાઢી શકાય. છતાં વિપાકની વેળાને પાછી વાળવા મીરકાસીમ પોતાની બધી શક્તિ, બુદ્ધિ અને વીરતા વાપરવા તૈયાર થયો. તેનો થનથનાટ જોતાં એમ થાય કે “કમનસીબ કાસીમ! તું દસ વરસ વહેલો જભ્યો હોત તો કદાચ મુસ્લીમ મહારાજય સ્થાપવાના તારાં સ્વપ્ન સિદ્ધ કરી શક્યો હોત !” યુગ પલટાતો હતો. કાસીમે એ કાળચક્રને પાછું ઠેલવા તપ આદર્યું. પણ શહેનશાહતનાં જૂનાં પાપ પોકારી રહ્યાં હતાં. એ પાપને લીધે જ તે સીધો રાહ ભૂલ્યો. જગતુશેઠને યાત્રાએ જતાં અટકાવવાનું તેણે ફરમાન છોડ્યું. પરંતુ જગતુશેઠે તેનો અનાદર કર્યો. તેઓ સમજતા હતા કે બંગાળનો નવાબ પૈસા સંબંધી મોટી મુશ્કેલીમાં આવી પડ્યો છે. વેપાર અને મહેસૂલ જે રાજ્યમાં બરબાદ થઈ રહ્યા હોય, ત્યાં જશેઠ પણ નવાબને કંઈ સહાય આપી શકે એમ ન હતું. તેમણે પોતાની સેનાના બળે મીરકાસીમની સામે થઈને પણ યાત્રા પૂરી કરી. Page #150 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૩૩ એ વખતે તો મીરકાસીમ ગમ ખાઈ ગયો, પણ ડંખ ન ભૂલ્યો. એ જ વખતે દુર્ભાગ્યે બમણું બળ કર્યું. એક તો અંગ્રેજી પેઢીના સ્વચ્છેદથી તે ગુંગળાતો હતો. એટલામાં શાહજાદો શાહઆલમ નિરાધારની જેમ રઝળતો રઝળતો બંગાળમાં આવ્યો અને અંગ્રેજોના શરણે ગયો. મીરકાસીમે માન્યું કે શાહજાદો બંગાલ, બિહાર અને ઓરીસા અંગ્રેજ પેઢીના ચરણમાં ધરી દે અને અંગ્રેજોની મદદથી દિલ્હીની ગુમાવેલી ગાદી મેળવે તો પોતાને માટે ક્યાંય સ્થાન ન રહે. બંગાળની દીવાની જો શાહજાદો પોતે અંગ્રેજોને સોપે તો પછી મીરકાસીમને તો ભીખ જ માગવી પડે. તેણે અંગ્રેજોની સામે હવે ખુલ્લા દુશ્મનાવટ બતાવવા માંડી. જે કોઈ વેપારી, અધિકારી કે જમીનદાર સીધી યા આડકતરી રીતે અંગ્રેજોને મદદ કરતો હોય તેની ઉપર તેણે રાજદંડ ઉગામવાનો નિશ્ચય કર્યો. પોતાના અને પરાયાનો ભેદ તે ભૂલી ગયો. ભીડને વખતે આડા ધરી શકાય એવા માણસોને તેણે એક માત્ર સંદેહને વશ થઈ બંદીખાને નાખવા માંડ્યા. રાજવલ્લભ અને કૃષ્ણચંદ્ર જેવા પુરુષો બંદીવાન બન્યા. અંગ્રેજો સાથે લડતાં, કટવાના મેદાનમાં મીરકાસીમ હાર્યો. ઘેરીયાના મેદાનમાં પણ વિજય મળે એવાં કંઈ ચિહ્ન ન હતાં. મુર્શિદાબાદ અંગ્રેજો સર કરી બેઠા હતા. મીરકાસીમ માંગીરમાં પડાવ નાખી પડ્યો હતો. મીરકાસીમે, વીરભોમના ફોજદાર મહંમદ તકીખને હુકમ કર્યો: “જગતુશેઠ મહતાબચંદ અને મહારાજ સ્વરૂપચંદને તાકીદે માંગીરમાં હાજર કરો.” Page #151 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૩૪ અંગ્રેજોની સાથે લડાઈમાં ગુંથાયેલો નવાબ આવા હુકમ છોડે તેનો અર્થ જગતુશેઠ અને બીજાઓ પણ સમજી ગયા. ફોજદાર તકી-ખાંએ પૂરેપૂરા સન્માન સાથે મહતાબચંદ અને સ્વરૂપચંદને “મોતીઝીલ"માં આમંત્ર્યા અને ત્યાંથી સીધા માંગીર મોકલી દીધા. જગશેઠ અને મહારાજ સ્વરૂપચંદ પણ રાજવલ્લભ અને કૃષ્ણચંદ્રની જ દશાને પામશે, એવી લોકવાયકા ચાલી. ઘણા મહિના પછી જગશેઠે મીરકાસીમને આ બીજી વાર જોયો. સતત પ્રવૃત્તિ અને ઉદ્વેગને લીધે તેનું પ્રથમનું સ્વાથ્ય તે ખોઈ બેઠો હતો. છતાં તેની દૃષ્ટિમાં કંઈ ઓર ચમક તેઓ જોઈ શક્યા. નવાબીના વૈભવની જડતા લોપ પામી હતી, તેને સ્થાને કર્મધીરનું ચૈતન્ય તેનામાં અભિષેકાયું હતું. જગશેઠને થયું કે બંગાળના નવાબોમાં જો કોઈને વ્યક્તિત્વ હોય તો આ મીરકાસીમ માટે જ નિર્ણાયું હતું. આ જ માણસ કદાચ મુસ્લિમ સત્તાને મરતી બચાવી શકે. વિનય અને વિવેકમાં પણ તે પહેલા કરતાં કંઈક અધિક કેળવાયો હતો. જગતુશેઠને કાસીમે માનપૂર્વક આસન ઉપર બેસાડ્યા. સિરાજ કે મીરજાફર હોય તો પહેલી વાત પૈસાની જ કાઢે. પણ કાસીમ એવી ભૂલ કરે એવો માણસ ન હતો. થોડા અનુભવે તેને રાજનીતિ અને રાજરીતનો કક્કો શીખવી દીધો હતો. - “આપને જાત્રાએ જતાં રોકવાનો મને કંઈ જ અધિકાર ન હતો. આપે મારી ભૂલ સુધારી લીધી, એ બહુ ઠીક કર્યું.” મીરકાસીમે, મુરબ્બીની પાસે માફી માગતો હોય એવો દેખાવ કર્યો. Page #152 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૩૫ “બંગાળનો સ્વામી, અધિકારની મર્યાદા બાંધે એ ન શોભે. પણ મેં તો નિશ્ચય જ કર્યો હતો કે આસમાનમાંથી અંગારા વરસે તોયે શિખરજીની યાત્રા તો કરવી જ. જિંદગીનો શો ભરોસો? યથાશક્તિ દાનપુણ્ય કે તીર્થયાત્રા કર્યા હોય તો પરમાધામીનો ભય ઓછો.” શાંતિથી જગતુશેઠ મહતાબચંદે ઉત્તર આપ્યો. “એ વાત નથી માનતો. બંગ-જનનીને દુશ્મનોની દયા ઉપર છોડીને તીર્થ કરવા નીકળવું અને પરલોકને સુધારવાનું અભિમાન લેવું એ વાત હજી મારે ગળે ઊતરતી નથી. તીર્થના રક્ષણ માટે જો તમે કોઈ દુશ્મન સામે દોડી ગયા હોત તો હું તેની મોટી કિંમત આંકત.” મીરકાસીમે પોતાના વિષયને યોગ્ય ભૂમિકા તૈયાર કરવા માંડી. જગશેઠ મીરકાસીમને મદદ કરવાના ખરા અવસરે ખસી ગયા અને તીર્થયાત્રાના અવસરમાં જ બંગાળનું રાજતંત્ર ગુંચવાયું, એમ તે સૂચવવા માગતો હતો. વસ્તુત: બંગાળના વ્યાપાર તથા રાજતંત્રની સ્થિતિ જગડુશેઠ બરાબર સમજતા હતા. તેઓ સેવાથી કંટાળીને નહીં પણ પ્રપંચોમાં ભાગીદાર બનવાની અનિચ્છાથી યાત્રાએ ગયા હતા. મીરકાસીમને એ વાત શી રીતે સમજાવવી? કેટલાક પ્રસંગો એવા પણ આવે કે જે વખતે અપવાદને માથાનો મુગટ માની લેવો પડે. એવા પણ અવસર સંભવે કે જે વખતે મન ઉપર સંયમ રાખી શાંત બેસી રહેનાર, રાજ્યની ભારે ભક્તિ કરી રહ્યો હોય. ક્યારે કઈ નીતિ સ્વીકારવી એ વિશે સૌ સ્વતંત્ર હોય છે.” જગતુશેઠે મીરકાસીમની વાતને તોડ્યા વિના, સીધી રીતે પોતાની નીતિનું પ્રતિપાદન કર્યું. Page #153 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ૧૩૬ ‘અંગ્રેજ વેપારીઓ સાથે મળી જનાર અને ઉપરથી તટસ્થપણાનો દેખાવ કરનાર, બંગાળનો હિતચિંતક હોઈ શકે એમ જ કહેવા માગો છો, ખરું ને ?' મીરકાસીમે નવાબી નીતિનું પ્રદર્શન કર્યું. જગત્શેઠને યુદ્ધનું આ સ્પષ્ટ આહ્વાન ગમ્યું. મીરકાસીમ માત્ર વહેમને વશ બની, પોતાના જ પગ ઉપર કુહાડો મારી રહ્યો છે, એ હકીકત સૌ કોઈ જાણતું હતું. પણ નવાબના ખોફના ભયથી કોઈ સ્પષ્ટ વાત કહેવાની હિંમત કરી શકતું નહીં. જગત્શેઠ એ સાહસ ખેડવા તૈયાર થયા. “આજે અંગ્રેજો આપને દુશ્મન જેવા દેખાય છે. એમની સાથે નામનો પણ સંબંધ ધરાવનારને આપ દંડો છો, પણ એ રીતે આપ અનિષ્ટને આગળ વધતું નહીં અટકાવી શકો. એ લોકો વેપારી છે. આપણે જ એમને લાંચ-રૂશ્વત ને લાલચ આપી કર્તાહર્તા બનાવ્યા છે. આપણા અંદર-અંદરના વિરોધે જ તેમને બળવાન બનાવ્યા છે. જો એમને આપણે વેપારી જ રાખી શક્યા હોત અથવા હજીપણ વેપારી રાખી શકીએ તો એમની સાથેના સંબંધથી આપણને કોઈ જાતનો ભય ન રહે. ત્રણ પેઢીની ભૂલ હજી પણ સુધરી શકે.'' જગત્શેઠના શબ્દે શબ્દને પી જતો હોય એટલી આતુરતાથી મીરકાસીમ સાંભળી રહ્યો. ‘‘શાહજાદાની નવી આફત આવી ન હોત તો ગમે તે રસ્તે નિકાલ કરી લેત.'' મીરકાસીમ નિરાશભાવે બોલ્યો. ‘શાહજાદો બે દિવસ પછી ચાલ્યો જશે. અંગ્રેજ વેપારીઓને એ ગમે તેવા હક્ક આપે, પણ એમને નવાબોની સાથે જ કામ Page #154 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૩૭ લેવું પડશે. બહુ બહુ તો ગોરા વેપારીઓને વગર જકાતે વેપાર કરવાની છૂટ મળશે; પણ ધીમે ધીમે નવાબ, આ દેશના વેપારીઓને એવા હક્ક આપવા સ્વતંત્ર છે. અંગ્રેજો તેની સામે વાંધો લઈ શકે નહીં અને એક વખતે રોગ પરખાયો એટલે તેના ઉપચાર પણ મળી આવશે.” જગશેઠે વણિકની વાણિજ્યનીતિ સમજાવવા માંડી. ઘેરીઆમાં વાંદલી નાલા પાસે આપણું સૈન્ય પડ્યું છે. એક જમાદાર ઘવાયાના ખબર મળ્યા છે. મારી મુખ્ય આશા એની ઉપર હતી. ત્યાં પણ જો ન ફાવીએ તો છેલ્લી ઉધૂયાનાલાની એક લડાઈ લડી લેવી અને તે દરમિયાન આપે કહ્યું તેમ અત્યારથી જ વગર પરવાને બધા વેપારીઓને વેપાર ચલાવવાની છૂટ આપવી, એમ બંને બાજુથી દુશ્મનને હંફાવવો.” મીરકાસીમ એકીસાથે બધા ઈલાજ અજમાવવા ઉતાવળો થયો. લડાઈની વાતમાં મારો અભિપ્રાય નકામો ગણાય. એનો અર્થ એ નથી કે યુદ્ધમાં હું અશ્રદ્ધા ધરાવું છું. એમ હોત તો મેં મારા બે હજાર સૈનિકોને ક્યારના યે છૂટા કરી દીધા હોત. પણ હકીકત એવી છે કે આજે કોની ઉપર વિશ્વાસ મૂકવો એ જ નથી સૂઝતું. સેનાપતિ કે ફોજદાર, અણીને વખતે ફરી બેસે તો લાભને બદલે હજારગણી વધુ હાનિ વહોરવી પડે ! છેલ્લાં વીસ વરસમાં એવું એક પણ યુદ્ધ બતાવશો કે જેમાં અંગ્રેજી સૈન્ય, આપણા માણસોને ફોડ્યા વિના, કેવળ બાહુબળથી વિજય વર્તાવ્યો હોય?” જગડુશેઠે ક્રમે ક્રમે એક એક વિષય ચર્ચવા માંડ્યો. કઠોર સત્ય સંભળાવવાનો પ્રસંગ પાસે આવ્યો હોય તેમ તેમણે વિશેષમાં કહ્યું પણ એમાં એ બિચારા સેનાપતિઓ કે ફોજદારોનો વાંક Page #155 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૩૮ આપણે કઈ રીતે કાઢી શકીએ ? આપણે પોતે જ જો એ કુટિલ નીતિને અનુસરીએ તો પછી બીજા માણસો તેનું અનુકરણ કેમ ન કરે ? ન છૂટકે યુદ્ધ કરવું પડે એ જુદી વાત. પણ યુદ્ધના વિજય ઉપર બંગાળની સ્વતંત્રતાનો આધાર રાખવો હવે નકામો છે.” મીરકાસીમને જગતુશેઠની સલાહ માનવાનું મન થયું. છતાં પોતે જ ઉપજાવેલા નવાબીના વહેમી વાતાવરણથી પર જઈ શક્યો નહીં. છૂપા કરારો, છૂપી મંત્રણા, છૂપા પ્રપંચો, છૂપા જાસુસો, એ પ્રમાણે છૂપાપણાને લીધે બધું જ વિષમય બન્યું હતું. જગતુશેઠ છૂપી રીતે અંગ્રેજો સાથે મળી ગયા હોય અને ખોટે રસ્તે દોરતા હોય તો શું થાય ? મીરકાસીમને કમળાના રોગને લીધે જગતુશેઠ પણ પીળા રંગના દેખાતા હોય એવી શંકા ઉપજી. મને આપની સલાહની વખતોવખત જરૂર પડશે. શાંતિ થતાં સુધી આપ મુંગેરમાં રહો, એવી મારી ઇચ્છા છે.” મીરકાસીમે જગશેઠની કસોટી કરવા દરબારી ભાષામાં દરખાસ્ત મૂકી. પેઢી મુર્શિદાબાદમાં રહે અને અમે અહીં રહીએ એ કેમ બને?” “મુર્શિદાબાદ જેવી જ પેઢી અહીં સ્થાપી શકો અને રાજીખુશીથી નહીં રહો તો મારે તમને પરાણે અહીં રોકવા પડશે.” મીરકાસીમે દૃઢતાથી જવાબ આપ્યો. પરાણે રોકવા"નો અર્થ જગતુશેઠ સમજી ગયા. તે દિવસથી જગતુશેઠ મહતાબચંદ અને સ્વરૂપચંદ મહારાજ, મીરકાસીમના ‘નજરબંદી બન્યા. મોંગીરની સીમમાંથી એક પગલું આઘે ન જાય એ માટે જાસૂસો રોકવામાં આવ્યા. જગશેઠની જરૂરિયાતો ઉપર નવાબ જાતે ધ્યાન આપવા લાગ્યો. Page #156 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૩૯ એક અઠવાડિયું વીત્યું નહીં ત્યાં તો ઘેરીઆના મેદાનમાં મીરકાસીમનું સૈન્ય હાર્યું. એ સમાચાર સાંભળતાં જ મીરકાસીમે, જગશેઠની પ્રથમની સલાહ પ્રમાણે એક જાહેરનામું બહાર પાડ્યું: - “અમને એવી પાકે પાયે ખબર મળી છે કે આ દેશના વેપારીઓનો મોટો ભાગ ભારે ખોટમાં આવી પડ્યો છે. વેપારધંધો નાશ પામતો જાય છે અને લોકો નિરુદ્યોગી તેમજ આળસુ બની બેઠા છે. એટલા માટે લોકોના ભલાને સારુ બધી જાતના કર, વેરા, જકાત, ચોકીદારીના ઉઘરાણાં બે વરસ સુધી માફ કરવામાં આવે છે.” અંગ્રેજ વેપારીઓને આ જાહેરનામું તોપના ગોળા કરતાં પણ વધુ ભયંકર લાગ્યું. યુદ્ધમાં રચ્યોપચ્યો રહેનાર મીરકાસીમ પોતે વેપારી નીતિમાં આટલી કુશળતા બતાવે એ તેમને અસંભવિત લાગ્યું. અંગ્રેજ વેપારીઓ પરવાનાના બળે અથવા તો બનાવટી પરવાનાના જોરે વગર જકાતે વેપાર ચલાવી શકતા અને તેથી દેશી વેપારીઓનો તથા કારીગરોનો બેવડો મરો થતો. તેની સામે મીરકાસીમ બમણી ખોટ વેઠીને પણ આ પ્રમાણે પોતાનો બચાવ કરશે, એમ કોઈ અંગ્રેજ વેપારી માની શક્યો નહીં. તેમને આ જાહેરનામામાં જગડુશેઠની બુદ્ધિનો પ્રતાપ હોય એવી ખાતરી થઈ સ્વાભાવિક રીતે જ ગોરા વેપારીઓ મીરકાસીમના છેલ્લા જાહેરનામાથી ખૂબ ખીજાયા. તેમણે મીરકાસીમને પદભ્રષ્ટ કરવા અને તેમ ન બને તો જગતુશેઠથી છૂટા પાડવાનો નિશ્ચય કર્યો. મીરકાસીમ પણ છેલ્લા પરિણામ માટે તૈયાર થઈ રહ્યો હતો. તે “ઉધૂયાનાલા” ઉપર મોટો આધાર રાખતો અને યુદ્ધનીતિના અનુભવીઓ કહે છે કે એ સ્થાન લડાઈ માટે પસંદ કરવામાં Page #157 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૪૦ મીરકાસીમે ભારે કુશળતા બતાવી હતી. પલાસીની જેમ આ ‘ઉદ્યાનાલા” પણ બંગાળના ઈતિહાસમાં અમર બન્યું છે. હિંદુસ્તાનના ભાગ્યપલટાનાં થોડાં યુદ્ધક્ષેત્રોમાં આ “ઉધૂયાનાલા” એક અગ્રસ્થાન રોકે છે. અંગ્રેજ સેનાપતિ મેજર એડમ્સના પાંચ હજાર સિપાઈઓએ, નવાબ મીરકાસીમના ચાલીસ હજાર સિપાઈઓને શી રીતે હરાવ્યા, એ જેમ એક આશ્ચર્યકથા છે, તે જ પ્રમાણે એક શરમકથા છે. ચોવીસ કરતાં પણ વધુ દિવસો નીકળી ગયા. અંગ્રેજ સૈન્ય પોતાની પ્રચંડ તોપો વતી કિલ્લાની એકેક કાંકરી ખોરવી શક્યું નહીં. અંગ્રેજોનો ઉત્સાહ નરમ પડતો હતો. બીજી તરફ નવાબી સૈન્ય નાચ-રંગમાં મશગૂલ બન્યું હતું. આખરે એક જાણભેદુ ફૂટ્યો. મીરકાસીમના સૈન્યમાંથી છાનોમાનો નીકળી અંગ્રેજો ભેગો મળી ગયો. તેણે કહ્યું : કિલ્લાની આસપાસનું કાદવનું સરોવર બધે સ્થળે સરખું ઊંડું નથી. એક ઠેકાણેથી આબાદ ઓળંગી શકાય એમ છે.” ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અંગ્રેજ સેના કાદવ ખૂંદી, કિલ્લા પાસે પહોંચી અને નવાબના પહેરગીરોને મારી, પાણીના પૂરની જેમ કિલ્લામાં પેઠી ! નવાબસેના નશામાંથી જાગી અને જોયું તો એકેએક સિપાઈ કાળની ચક્કીમાં પીસાઈ રહ્યો હતો. મીરકાસીમની છેલ્લી આશા પણ પરપોટાની જેમ ફૂટી ગઈ! એક જણનો વિશ્વાસઘાત એટલે બંગાળની મુસ્લીમ રાજસત્તાનો સંહાર. ત્રિપુરારિની જેમ તેને ત્રીજું લોચન હોત તો તે અત્યારે સારી સૃષ્ટિમાં પ્રલયની આગ વરસાવત ! તેને માણસ માત્રમાં Page #158 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૪૧ ખુદાઈ નૂરને બદલે શયતાનિયતનો જ વાસ હોય એમ લાગ્યું. જગડુશેઠનાં ઉપદેશવાક્યો તેને યાદ આવ્યાં : “આ કાળમાં વિશ્વાસ મૂકવાના અને લડાઈઓ લડવાના દિવસો વીતી ગયા છે.” તેને બીજો તર્ક ફુર્યો : “જગતુશેઠ આટલા નિશ્ચયથી લડાઈનું પરિણામ જોઈ શક્યા, એમાં કંઈ છુપો ભેદ નહીં હોય ?” એ જ સંકલના લંબાતી ચાલી : જો એમ ન હોય તો કલકત્તાનો ગવર્નર વેન્સીટાર્ટ, જગતુશેઠને માંગીરમાંથી છોડાવવા આટલું બધું દબાણ શા માટે કરી રહ્યો હશે ?” પણ મોંગીરમાં આવ્યા પછી જગડુશેઠનું જે વર્તન મીરકાસીમે જોયું, તે ઉપરથી તેને જરા પણ શક ન રહ્યો કે “જગતુશેઠ કોઈના પક્ષમાં નથી. જોનારની આંખમાં જે રંગ હોય તે જ રંગ જગતુશેઠમાં દેખાય, એવી તેમનામાં કંઈક વિશેષતા છે.” “ઉદ્યાનાલાની હાર પછી મીરકાસીમ દુનિયામાં માં બતાવી શકે એમ ન રહ્યું. તેણે એકદમ પટણા ઉપર થાપો મારવાનો નિશ્ચય કર્યો અને બને તેટલા અંગ્રેજ સૈનિકોનાં લોહીથી વેરની તૃષા છીપાવી, અસહ્ય થઈ પડેલી જિંદગીનો અંત આણવો એવો નિશ્ચય કર્યો. પણ જગડુશેઠનું શું કરવું ? મુર્શિદાબાદ પાછા મોકલવા ? અંગ્રેજોને સોંપવા ? પટણાના તોફાનમાં સાથે લેવા કે બંગાળની નવાબી પાછળ બીજાની જેમ એમનું યે બલિદાન દઈ દેવું ? અંધારી નિર્જન અટવીમાં મીરકાસીમ ભૂલો પડ્યો હોય એવી મનોદશા અનુભવી રહ્યો. વેર, વહેમ, મહત્ત્વાકાંક્ષા, વિશ્વાસઘાત, Page #159 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૪૨ નિરાશા, એ બધાં સત્ત્વો પોતપોતાની ભાષામાં મીરકાસીમને જુદે જુદે માર્ગે ખેંચી રહ્યા. થોડા દિવસો થયા બુદ્ધિ અને હૃદયનું બળ તે ખોઈ બેઠો હતો. આત્માનો અવાજ સંભળાતો બંધ થયો. અંતરમાંથી વેરની વાસનાનો એક ધ્વનિ નીકળ્યો. તરત જ મીરકાસીમે જગત્શેઠને પોતાની રૂબરૂ બોલાવ્યા. “જગતુશેઠ ! મીરકાસીમ હવે છેલ્લી રજા લે છે. મુસ્લીમ સામ્રાજ્ય સ્થાપવાના મોહે મેં પાપ કરતાં પાછું વાળીને નથી જોયું. હજી પણ કેટલાંય પાપ આ ખૂની હાથની રાહ જોઈ રહ્યાં હશે.” વીંધાયેલા વાઘની જેમ મીરકાસીમ વિકરાળ બન્યો. અંતરના તોફાનને શમાવવા તે બે ઘડી શાંત રહ્યો. હવે તો દુનિયાભરનું મહારાજય મળતું હોય તો પણ મને નહીં જોઈએ ! મરી ખૂટવાની પ્રતિજ્ઞા સાથે આજે જ મોંગીર મૂકું છું. ખરેખર મને મારા સિપાઈઓના વિશ્વાસઘાત ઉપર આંસુ પાડવાનો કંઈ જ અધિકાર નથી. નવાબ ન હતો ત્યારે હું કેટલો સુખી હતો ? નવાબીની મૃગતૃષ્ણા પાછળ દોડ્યો-ભાન ભૂલીને દોડ્યો, એનું પરિણામ જે આવવું જોઈતું હતું, તે જ આવ્યું. પણ હું પશ્ચાત્તાપ નહીં કરું. આ હૃદય ચીરીને જોશો તો જણાશે કે ત્યાં વેરની આગ સળગી રહી છે, બળું છું અને બીજાને પણ બાળીશ ત્યારે જ આ હૃદય કંઈક શાંતિ પામશે.” જગશેઠ બોલવા જતા હતા : “નવાબ–” બસ, નવાબ અને નવાબીનો આજથી જ અંત આવે છે. મને હવે કોઈની સલાહની જરૂર નથી. સલાહ લઈને હવે હું શું કરી શકવાનો હતો ? બંગાળની નવાબીને બહુ બહુ તો બે દિવસની Page #160 -------------------------------------------------------------------------- ________________ જગઠ ૧૪૩ વધુ જિંદગી આપી શકું એટલું જ. એને બચાવવાનો પ્રયત્ન ન કરશો. કુદરતી નિર્માણને એના સીધા માર્ગે જવા દો. તમે પણ વચમાંથી ખસી જાઓ અને હું પણ ખસી જઉં... પણ મારે માથે હજી એક કરજ છે. મારે મારા શત્રુઓના લોહીમાં ડૂબવું છે. તમને એકવાર મારી નજર સામે આ ભાગીરથીમાં ડૂબતાં જોઉં...'' મીરકાસીમ અતિશય આવેગને લીધે આગળ બોલી શક્યો નહીં. “મૃત્યુની બધી તૈયારી કરીને જ આવ્યો છું. શા સારુ સંકોચાઓ છો ? બંગમૈયાનાં લાખો સંતાન, માત્ર મારા ખસી જવાથી સુખી થતાં હોય તો આ તુચ્છ જીવનનું સમર્પણ એ કઈ મોટી વાત છે ? આપની ખાતર નહીં, તેમ મારી ખાતર નહીં, માતૃભૂમિના કલ્યાણની ખાતર અભિમાનથી-સુખથી અને ઉલ્લાસથી મરીશ. નિર્માણની વચમાં અમારાં જીવન આડાં આવતાં હોય તો મૃત્યુ પણ અમારે મન મનોહર બનશે. પુનર્જન્મને વિશે જેને પૂર્ણ વિશ્વાસ છે, આત્માની અમરતા અને ઊર્ધ્વગતિને વિશે જેને સંપૂર્ણ શ્રદ્ધા છે, તે શું મૃત્યુથી બી જશે ? તુચ્છ જીવન ખાતર ભિખારીની જેમ કરગરશે ? બંગાળનો નવાબ નજરોનજર જોઈ શકશે કે જે જગત્શેઠો પોતાના ભંડાર ઉદારતાથી ઉડાવી જાણે છે, તે પોતાનાં જીવન પણ એટલી જ સહેલાઈથી સમર્પી શકે છે !'' જગત્શેઠે ભાગીરથીના શાંત વહેતા જળ સામે જોયું. જીવનની છેલ્લી સાર્થકતા સધાતી હોય તેમ તેમના ચહેરા ઉપર પ્રફુલ્લતા પથરાઈ. “એમ ન સમજતા કે તમને જળશય્યામાં સુવાડી હું નવાબીનો વૈભવ માણવા જીવતો રહીશ. હું પણ તમારી પાછળ જ આવું છું. નવાબીતંત્ર પણ તમારા બલિદાનથી એટલું બધું ભારે બનશે Page #161 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૪૪ કે તે પણ આપની સાથે જ તળિયે પહોંચી સદાને માટે વિરામ લેશે.” મીરકાસીમે ગળગળા અવાજે કહ્યું. બંગાળના બે વીરો એ વખતે મૃત્યુના કાંઠે આવી ઊભા હતા. જગડુશેઠ મહતાબચંદ અને મહારાજ સ્વરૂપચંદ, મીરકાસીમની નજર સામે, દેવમંદિરમાં પ્રવેશતા હોય એટલા જ ઉત્સાહથી ભાગીરથીના ઊંડા જળમાં ઊતર્યા. ચુની નામનો એક નોકર તેમની પાછળ બૂડી મરવા તૈયાર થયો. પણ મીરકાસીમે તેને અટકાવ્યો. જગતુશેઠથી એક પળનો પણ વિયોગ તે સહી શક્યો નહીં. ત્યાં ને ત્યાં જ તે એક ઊંચી ટેકરી ઉપર ચડ્યો અને સૌની સામે તેણે પોતાનો દેહ ઝંપલાવ્યો. મીરકાસીમે માન્યું કે હવે પોતે નિશ્ચિત મને બંગાળનો ત્યાગ કરી શકશે. જગતુશેઠ જેવો બુદ્ધિ અને લક્ષ્મીનો ભંડાર, દુશ્મનોને માટે ખુલ્લો રહે અને તેઓ તેનો ઉપભોગ કરે એ કરતાં તો પોતાની નજર સામે જ સાગરના અનંત જળમાં સમાઈ જાય એ શું ખોટું ? રજપૂતો પોતાના અંતઃપુરમાં આગ મૂક્યા પછી રણમેદાને ઝૂકતા, એમાં ક્રૂરતા કરતાં પણ અધિક તો સહીસલામતી અને સર્વસ્વનો ત્યાગ સમાયેલાં હોય એમ તેને લાગ્યું. એ રીતે બુદ્ધિને છેતરવા છતાં મીરકાસીમના અંતરનો વિપ્લવ ન શમ્યો. વેરની વાસના આઘે ઊભી રહી. જાણે અટ્ટહાસ્ય કરતી હોય એમ બોલી : “આ જ જગતુશેઠ, એક વાર તારા ફરમાનની સામે થઈ જાત્રા કરવા જતા હતા તે યાદ છે ? એની ઉપર દયા કે મમતા સિંચતાં તું શરમાતો નથી ? કેટલો બુદ્ધિહીન છે ?” મીરકાસીમ વ્યાકુળ ચિત્તે આસપાસ જોઈ રહ્યો ! વૃક્ષો કંપતાં Page #162 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ૧૪૫ હતાં, વાયુના અણુ અણુમાં ભયંકર ઔદાસીન્ય ભર્યું હતું. તેણે પોતાની નજર પાછી વાળી લીધી. પણ તરત જ એક સાથે અસંખ્ય માયાવિનીઓ, મીરકાસીમને વીંટળાઈ વળી હોય એમ તેને થયું ! તેનું વજકઠોર હૈયું હમણાં જ ભાંગીને ભુક્કો થઈ જશે એમ લાગ્યું. તેણે બે હાથ વતી જોરથી માથું ટાળ્યું. પૃથ્વી ફરતી હતી, આકાશ પણ જાણે તૂટી પડવાની અણી ઉપર આવી ઊભું હતું. એક માયાવિનીએ, આત્મીયની જેમ બરાબર કાનમાં કહેવા માંડ્યું - “જગતુશેઠને માટે ખેદ કરવો મૂકી દે ! આ જગતમાં કોઈ કોઈનું નથી. તું જેને તારા માને છે, તે જ તારા આહારમાં ઝેર નહીં ભેળવતા હોય તેની શી ખાતરી ?” મીરકાસીમને આ અદેશ્ય વાણીએ સહેજ સ્વસ્થ અને ઉત્તેજિત કર્યો. પણ તે હવે વધુ વખત ત્યાં ઊભો રહી શક્યો નહીં. જગશેઠ અને મહારાજા સરૂપચંદને છેલ્લી વાર તેણે જોયા અને તેની લાલચોળ લાગતી આંખમાંથી આંસુનાં બે ટીપાં સરી પડ્યાં ! બસ, હવે બંગાળ ભલે સ્મશાનભૂમિ બને ! અંગ્રેજો પણ ધનધાન્યને બદલે ભલે રાખની બે મૂઠી ભરી રાજી થાય ! મીરકાસીમ મનમાં બબડ્યો અને અર્ધગાંડાની જેમ વિજયનો મદ માણતો, ઝપાટાભેર ત્યાંથી ચાલી નીકળ્યો.” જગતુશેઠ મહતાબચંદ, મહારાજા સરૂપચંદ અને ચુનીનાં આત્મસમર્પણ નિહાળી ભાગીરથીનાં જળ ખળભળ્યાં. આજે પણ ભાગીરથીની દૈવી વાણી સમજનારા સંતો અને કવિઓ કહે છે કે, “ભાગીરથીના સંગીતમાં જગત્શેઠના આત્મસમર્પણનો જ મહિમા સંભળાય છે.” Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જગત્શેઠ જગશેઠ જતાં બંગાળની અંધારી રાતનું એક ઉજજવળ નક્ષત્ર આથમી ગયું. બંગાળનાં લાખો સ્ત્રી-પુરુષોએ તે દિવસે અન્ન ત્યજ્યાં. બંગાળના મોટા શહેરથી માંડી નાનાં નાનાં ગામડાં સુધી શોકનું એક મોટું મોજું ફરી વળ્યું. મરવાને માટે જ મોંગીરથી નીકળેલો મીરકાસીમ, જગતુશેઠની પાછળ શી રીતે પહોંચ્યો તે કોઈ કહી શક્યું નથી. માત્ર એટલું જ મળી આવે છે કે પટણામાં અંગ્રેજોના લોહીથી નાહ્યા પછી અચાનક એક દિવસે દિલ્હીના પાદરમાં એક તૂટીફૂટી ઝૂંપડી પાસે અજાણ્યા પુરુષનું શબ ધૂળમાં રગદોળાતું મળી આવ્યું. તેને કબરમાં દાટવા જેટલી સામગ્રી પણ એ ઝૂંપડીમાં ન હતી. બહુ તપાસ કરતાં ઝૂંપડીમાંથી એક જૂની ગંધાતી શાલ મળી. તે વેચી જે કંઈ ઊપજયું, તેનાથી શબને દાટવાની ક્રિયા દિલ્હીના નાગરિકોએ પૂરી કરી. દાટતી વખતે એકાએક કોઈ રડી પડ્યું. રડતાં રડતાં તેનાથી બોલાઈ જવાયું કે “અરેરે ! આ તે જ મીરકાસીમ !” આ આર્તનાદ પણ આકાશમાં મળી ગયો ! કાર છે : Page #164 -------------------------------------------------------------------------- ________________ જગત્ોઠ ૧૮ જગત્શેઠ મહતાબચંદ અને મહારાજા સરૂપચંદ જતાં જ જગત્શેઠના વૈભવ અને પ્રતાપ ઝંખવાતા ચાલ્યા. બાદશાહ શાહઆલમના સમયમાં એ કુટુંબની પ્રતિષ્ઠા બરાબર જળવાઈ, પણ પ્રથમનું ઓજસ ઊડી ગયું. મધ્યાહ્નના નમતા પહોરની જેમ, બધું પૂર્વવત્ ચાલવા છતાં એની ગતિ બદલાઈ ચૂકી હતી. ૧૪૭ મહતાબચંદના જ્યેષ્ઠ પુત્ર ખુશાલચંદને અને મહારાજા સરૂપચંદના જ્યેષ્ઠ પુત્ર ઉદાયતચંદને બાદશાહ શાહઆલમે, અનુક્રમે જગત્શેઠ અને મહારાજાના પદથી સન્માન્યા. બંને ભાઈઓ સાથે મળીને પેઢીનો કારભાર કરવા લાગ્યા. પણ પેઢીનો કસ ઊડી ગયો હતો. અયોધ્યાના વજીરે એકવાર મોટી લાલચ આપી તેમને પોતાની પાસે બોલાવ્યા. પણ વજીરનો સ્વાર્થ ન સધાયો. મુર્શિદાબાદ છોડીને અયોધ્યામાં રહેવાનું તેમણે ન સ્વીકાર્યું. નવાબ-વજીરે ખૂબ દ્રવ્ય ચૂસી એ બે ભાઈઓને છોડી દીધા. મીરજાફરનો પુત્ર નજુમ-ઉદ્-દૌલા, અંગ્રેજોની મહેરબાનીથી મુર્શિદાબાદની મસનદ ઉપર આવ્યો. કંપનીના નોકરોની દ્રવ્યલાલસા Page #165 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૪૮ પહેલા કરતાં અધિક પ્રમાણમાં બળવતી બની હતી. કાઉન્સિલના સભ્યો-જોનસ્ટન, મીડલટન અને લેસેસ્ટરે નજુમ-ઉદ્-દૌલા પાસે એક લાખ ને પચીસ હજાર રૂપિયાની માગણી કરી. જગતુશેઠે તે કબૂલ્યા તો ખરા, પણ સમયસર આપી શક્યા નહીં. આથી એ ગોરા દેવો કોપાયમાન થયા અને બળજબરીથી રકમ વસૂલ કરી. નજુમ-ઉદ્-દૌલાએ પહેલાં મહમદ રેજા-ખાંને નાયબ-સૂબો નીમ્યો હતો. પણ ક્લાઈવે બીજીવાર હિંદુસ્તાનમાં પગ મૂક્યો કે તરત જ તેણે એ વ્યવસ્થા નામંજૂર કરી અને નજુમને રાજકાજમાંથી તેમજ સૈન્ય સંબંધી વ્યવસ્થામાંથી રાજીનામું આપી છૂટા થવાની ફરજ પાડી. માત્ર નામની કેટલીક સત્તા રહેવા દીધી, તેમાં પણ મહમદ રેજા-ખાં, રાજા દુર્લભરામ અને જગતુશેઠની સલાહ વિના કંઈ કામ ન કરવાનું દબાણ થયું.' એ સ્થિતિ પણ ૧૭૬૫માં પલટાઈ ગઈ. કંપની સરકારે બંગાળની દીવાની પોતાના અધિકારમાં લીધી અને તે દિવસથી કંપની દેશમાં કર્તાહતા બની. ક્લાઈવે જગડુશેઠ ખુશાલચંદને કંપનીની શરાફી સોંપી. ખુશાલચંદ બહુ નાની ઉંમરના હતા, ભાગ્યે જ અઢાર વરસ થયા હશે. જગશેઠના કુટુંબની પૂરેપૂરી પડતી અહીંથી આરંભાઈ. જગશેઠ ખુશાલચંદે, એ અરસામાં, ક્લાઈવને એક પત્ર લખી પોતાની કેટલીક મુશ્કેલીઓ નિવેદી. પણ ક્લાઈવે સભ્યતાપૂર્વક તેનો જવાબ વાળવાને બદલે જાણે જૂનું વેર વાળતો હોય તેમ કઠોર વાણીમાં સંભળાવી દીધું કે : 1. Burk's Impeochment of W.H. (Bohn) Vol. I P. 246 Page #166 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૪૯ તમારા પિતા સાથેના વ્યવહારમાં હું કેટલી મહેરબાની રાખતો અને કેવી મદદ કરતો તે તમારી જાણ બહાર નહીં હોય. તમારી અને તમારા પરિવારની સાથે પણ એવો જ આંતરિક સંબંધ ધરાવી રહ્યો છું. છતાં ખેદની વાત છે કે તમે તમારી પ્રતિષ્ઠાનો અને જવાબદારીનો કંઈ ખ્યાલ નથી રાખતા. પહેલાં આપણી વચ્ચે એવી સમજૂતી થઈ હતી કે તિજોરીની ત્રણ ચાવીઓ જુદે જુદે ઠેકાણે રાખવી, પણ તેમ કરવાને બદલે તમે એકલા તમારી પાસે જ બધા પૈસા રાખી લો છો. ઈજારા પણ તમે બની શકે તેટલા ઓછા દરે આપો છો, રાજ્યનું કરજ પહેલાં વસૂલ કરવું જોઈએ તેમ ન કરતાં તમે તમારું લેણું, જમીનદારો પાસેથી પહેલું પતાવો છો, એવા સમાચાર મને મળ્યા છે. તમારી આ વર્તણૂંકનો કોઈ રીતે બચાવ થઈ શકતો નથી. હજી પણ તમે પ્રથમના જેટલા જ પૈસાદાર છો. વધારે લોભને લીધે તમને અસંતોષ રહેતો હશે, પણ તમે તમારી જવાબદારીથી નીચે પડતા જાઓ છો અને અમારો તમારા પ્રત્યેનો વિશ્વાસ ઊઠતો જાય છે.” આ પત્રમાં ક્લાઈવનો હુંકાર ગર્જી રહ્યો છે. ખોટા દસ્તાવેજ બનાવી પોતાના આશ્રિતોના નિ:શ્વાસ લેતાં જેને જરાય અરેકાર ન થયો, તેની પાસેથી જગતુશેઠના પુત્રોને આવો ઉદ્ધત જવાબ મળે, એ વિશે કોઈને આશ્ચર્ય ન થાય. - ૧૭૬૬ના એપ્રિલ મહિનામાં જગતુશેઠે, કંપની પાસે પોતાના લેણા ૫૦ થી ૬૦ લાખ રૂપિયાની ઉઘરાણી કરી. જગડુશેઠે એ રૂપિયામાંથી ૩૦ લાખ જમીનદારોને અને ૨૧ લાખ મીરજાફર તથા અંગ્રેજોને સૈન્યના નિભાવને અંગે ધીર્યા હતા. ૧૪મી એપ્રિલે કંપનીની કાઉન્સિલે ઠરાવ્યું : 1. Hunter's Statistical Account of Murshidabad P. 263 Page #167 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧પ૦ જમીનદારોના દેણા માટે આપણે જવાબદાર નથી. બાકીના ૨૧ લાખ, કંપની અને નવાબ સરખે ભાગે, દસ વરસની અંદર ભરી દેશે.” તે પછી કંપનીની સત્તા અને આવક વધતી ચાલી. ક્લાઈવને થયું કે રાજકારભારમાં જગતુશેઠની મુદલ દરમ્યાનગીરી શા સારુ હોવી જોઈએ ? તેને જગશેઠ નડતરરૂપ લાગ્યા. જગતુશેઠને તેણે કહેવડાવ્યું : “જો વરસ દિવસે ત્રણ લાખ રૂપિયા લઈ છુટા થવા માગતા હો તો અમે એટલું વર્ષાસન બાંધી આપવા તૈયાર છીએ.” જગતુશેઠ ખુશાલચંદે એ માંગણી ન સ્વીકારી. તેમણે જવાબ આપ્યો કે “ઓછામાં ઓછું ખર્ચ કરું તો પણ ત્રણ લાખ રૂપિયા મને ઓછા પડે.” વોરન હેસ્ટીંગ્ટના અમલમાં ખુશાલચંદની સ્થિતિ વધુ બગડી. રાજવહીવટનાં કેટલાંક ખાતાં મુર્શિદાબાદથી કલકત્તા ગયાં. આથી જગતુશેઠ મોટી મુશ્કેલીમાં આવી પડ્યા. તેમણે તે વિશે ટેસ્ટીંગ્સને એક પત્ર લખ્યો અને પરાપૂર્વથી જે વહીવટ પેઢી સંભાળતી તે પાછો પેઢીને સોંપવા અરજ કરી. હેસ્ટીંગ્ઝ એ વખતે રાજધાનીથી બહુ દૂર હતો. તેણે રાજધાનીમાં આવ્યા પછી એ વિશે સંતોષકારક નિવેડો લાવવાની પોતાની ઈચ્છા દર્શાવી. કમનસીબે હેસ્ટીંઝે પાછો આવે તે પહેલાં જ અકસ્માતુ ખુશાલચંદ ગુજરી ગયા. સમેતશિખર ઉપર તેમણે જ કેટલાંક જૈન મંદિરો બંધાવ્યાં હતાં. બાદશાહ મહમદશાહના વખતથી શિખરજીની સઘળી તીર્થભૂમિ જગતુશેઠના કુટુંબને વગર કરે સુપ્રત કરવામાં આવી હતી. શિખરજી ઉપરનાં મંદિરોમાં ઘણેખરે સ્થળે શિલાલેખોમાં જગતુશેઠ ખુશાલચંદના નામનો ઉલ્લેખો છે. 1. Long's Selection P. 437 Page #168 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૫૧ તે ઉપરાંત ખુશાલચંદે સાર્વજનિક હિતનાં પણ ઘણાં કાર્યો કર્યા હતાં. એમ કહેવાય છે કે જે જગતુશેઠે લગભગ ૧૦૮ જેટલાં તળાવ બંધાવ્યા હતાં, તે આ ખુશાલચંદજી જ હોવા જોઈએ. જગતુશેઠના રહેવાના મકાન પાસે આજે એક ભાગ છે, તેનું નામ “ખુશાલબાગ” છે, તે પણ એમણે જ નિર્યો હશે. લોકવાયકા તો એવી છે કે ખુશાલચંદજીએ પોતાની ઘણીખરી સંપત્તિ જમીનમાં દાટી રાખી હતી. પરંતુ તેમનું અકસ્માત મૃત્યુ થવાથી અને વાચા બંધ પડી જવાથી એ વિશે કોઈને કંઈ કહી શક્યા નહીં. ખુશાલચંદજીને સંતાન ન હતું. તેમણે પોતાના ભત્રીજા હરખચંદજીને ખોળે લીધા. વોરન હેસ્ટઝને પણ ખુશાલચંદજીના મૃત્યુથી બહુ ખેદ થયો. ઉત્તરોત્તર ચાલી આવતી રીત પ્રમાણે હેસ્ટીંગ્સ હરખચંદને જગત્ શેઠની પદવી આપી. કંપનીના ઇતિહાસમાં પદવી આપવાનો આ પ્રસંગ પહેલવહેલો બન્યો. હેસ્ટીંગ્સ કહેવડાવ્યું કે “હરખચંદજી ઉંમરલાયક થશે ત્યારે ખુશાલચંદજીની અરજનો અમલ કરવામાં આવશે.” પણ તે પછી તરત જ તેને વિલાયત જવું પડ્યું. જગતુશેઠના કુટુંબની દુર્દશા દિવસે દિવસે વધુ શોચનીય બની. આવકનાં બધાં દ્વાર બંધ થવાથી જગડુશેઠ હરખચંદને પગલે પગલે મુંઝવણ થવા લાગી. ઘણું ધન તો ખુશાલચંદજીની હયાતીમાં જ ખર્ચાઈ ગયું હતું. હરખચંદજીના સમયમાં, જગતુશેઠનું ધાર્મિક વલણ બદલાયું. એમ કહેવાય છે કે હરખચંદને કોઈ સંતાન ન હતું. તેથી તે હંમેશાં ઉદાસ રહ્યા કરતો. એક વૈષ્ણવ સંન્યાસીએ સંતાનની લાલચ આપી, વૈષ્ણવ ધર્મમાં દીક્ષિત કર્યો. તેણે એક વિષ્ણુ મંદિર પણ પોતાના ઘર પાસે બંધાવ્યું. આ રીતે ધમતર કરવા છતાં Page #169 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ઉપર જગતુશેઠના પરિવારમાં આજે પણ જૈન આચાર-વિચારનું જ પ્રાધાન્ય જળવાઈ રહ્યું છે. હરખચંદજી પછી ઈદ્રચંદ અને બિશનચંદે બે ભાગમાં માલમિલકત વહેંચી લીધી. રાજકારભારને લગતો સઘળો સંબંધ સદાને માટે બંધ થયો. અંગ્રેજ સરકારે ઈદ્રચંદને પણ જગતુશેઠની ઉપાધિથી નવાયા; પણ હવે પૂરતી આવક વિના ઉપાધિ એ ખરેખર ઉપાધિરૂપ બની ! સરકારે પણ તે પછી એ પદવી આપવી બંધ કરી. ઇતિહાસના પાના ઉપર ઈદ્રચંદે “જગતુશેઠ”ની છેલ્લી પદવી કેવળ શોભા પૂરતી દીપાવી. - ઈદ્રચંદ પછી ગોવિંદચંદ જગશેઠની ગાદીએ આવ્યો. પણ તે એટલો બધો ઉડાઉ હતો કે તેણે બાકી રહેલાં ઘરેણાં અને વસ્ત્રો પણ વેચી નાખ્યાં. આખરે આજીવિકાનો સવાલ ઊભો થયો ત્યારે તેણે અંગ્રેજ સરકારનું શરણું લીધું કેટલીય માથાકૂટ પછી મહામહેનતે સરકારે માસિક ૧૨૦૦ રૂપિયા જીવનપર્યત આપવાનું ઠરાવ્યું. - પછી તો દીનતા પોતાની સાથે જે ગૃહફ્લેશ લેતી આવે છે, તેણે પોતાનો અધિકાર જમાવ્યો. એક જ કુટુંબની જુદી જુદી શાખાએ વર્ષાસન વિશે જુદા જુદા દાવા નોંધાવ્યા. સરકારે પણ તેના એવા જ ઉડાઉ જવાબ વાળ્યા. પરંતુ “જગતુશેઠ”ના ઇતિહાસ સાથે એને કંઈ સંબંધ નથી. ટૂંકામાં, એટલું કહી શકાય કે જે સ્થળે પ્રતાપ, વૈભવ ને અધિકારનો પ્રખર સૂર્ય પોતાનાં હજારો કિરણો ફેંકી રહ્યો હતો, ત્યાં આજે કોડિયાના દીવાનો અતિ સામાન્ય પ્રકાશ પણ નથી રહ્યો. એટલું છતાં જગત્શેઠના નામ સાથે જે અતીત ગૌરવ અને ભવ્યતા સંકળાયાં છે, તેને કરાળ કાળ ભૂંસી શક્યો નથી. વ્યક્તિ શુદ્ર છે, તેનું બળ વ્યક્તિ કરતાં પણ મહાન છે, ચિરારાધ્ય છે, અજર-અમર છે ! Page #170 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૫૩ જગશેઠ ઃ વંશવૃક્ષ સિંઘરાજ અખયરાજ કરમચંદ શાહ હીરાનંદ વિદ નોમન પદ્ધ . એ અપી. તપ, ધનબાઈ ગુલાબચંદ ગોરધનચંદ મલેકચંદ સદાનંદ દીપચંદ ધનબાઈ શેઠ અમીચંદ માણેકચંદ (૧) માણેકદેવી (૨) સોહાગદેવી (૧) જગશેઠ ફત્તેચંદ (દત્તક) ||(૧) સુપર દેવી શેઠ આણંદચંદ શેઠ દયાચંદ (૨) જગઠ મહતાબચંદ (૧) શ્રીનગર દેવી મહારાજ સરૂપચંદ મહારાજ ઉદાયતચંદ અભયચંદ મિહીરચંદ શેઠ સુમેરચંદ (૩) જગશેઠ ખુશાલચંદ જગદીદ્ર શેઠ ગુલાબચંદ સુખલાલચંદ હરખચંદ (૪) જગશેઠ હરખચંદ (દત્તક) (૫) જગશેઠ ઇંદ્રચંદ (૬) જગશેઠ ગોવિંદચંદ મહારાજા ગોપાલચંદ (દત્તક) જગશેઠ ગુલાબચંદ (દત્તક) જગશેઠ ફતેહચંદ Page #171 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૫૪ જગશેઠ ઃ વંશવૃક્ષ (૨) શાહ હીરાનંદ પુત્રી-ધનબાઈ શોભાચંદ ફત્તેહચંદ (દત્તક ગયા). અમરચંદ રાજા દાલચંદ રાજા ઉત્તમચંદ ગોપીચંદ રાજા શિવપ્રસાદ સી.એસ.આઈ. રાજા સચિતપ્રસાદ રાજા આનંદ પ્રસાદ રાજા નિત્યાનંદપ્રસાદ રાજા સત્યાનંદપ્રસાદ કુમાર પ્રિયનંદ કુમાર કૃષ્ણાનંદ Page #172 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૫૫ (ફરમાનની બીજી બાજુ) જે આ મહામાનવંતા રાજયના મુખ્ય આધારરૂપ છે, સલ્તનતના જેઓ વિશ્વાસપાત્ર છે, ખાનદાન કુળના છે, ઊંચા પદના છે, શક્તિશાળી છે, રાજ્ય અને ધન સંબંધી સારી વ્યવસ્થા કરી જાણે છે, જે કલમ અને તલવાર વાપરવામાં કુશળ છે, ધજાને ફરકતી રાખે છે, સારામાં સારા નિષ્પક્ષપાત વજીર છે, સલ્તનતની મુશ્કેલીમાં આધારરૂપ છે, વજીરોમાં પણ જે બહુ જ વિશ્વાસપાત્ર અને મિત્ર છે, તે મિનુદૌલા બહાદુર જાફરજંગ સિપાહસોલાર સેનાનિવેશની રૂબરૂમાં. (મહોર) મહમ્મદ ફરૂખ શાનું બાદશાહ ગાઝી ખાલા દૂલ્લાહ શેપાસાલાર ઈયાર બાવા ફિદારી કૂતબલ મુલ્ક અમિનુદ્દૌલા સૈયદ આબદ ખાં બાહાદૂર જાફરજંગ Page #173 -------------------------------------------------------------------------- ________________ જશેઠ ૧૫૬ જગશેઠ મહતાબચંદનું ફરમાન પરમેશ્વરનું નામ (લાલ શાહીમાં) (ગોળ મહોર) ઈશ્વરનું નામ ૧૩ ૧૨ પુત્ર મીરનશાહ પુત્ર અમીર તૈમુર સાહેબ કેરાન પુત્ર જહાનશાહ દસ્તખત (લાલ શાહીમાં) પુત્ર સુલતાન મહંમદ શાહ બાદશાહ શાહઆલમ પુત્ર અહમદશાહ બહાદુર, પુત્ર મહંમદશાહ, મઝાહેદીન સાહેબે કેરાન, શાની બાદશાહ ગાઝી સુલતાન આબૂસૈયદ શાહ ૧૦ અહમ્મદશાહ બહાદુર, પુત્ર મહંમદશાહ, આબૂલ નાસીર મઝાહેદીન સાહેબે કેરાન, શાની બાદશાહ ગાઝી સન એક. બાદશાહ આલમગીરી બાદશાહ શાહજહાન s ઉમરશેખ શાહ all Bh anકે કેfe all apc! k kh k આ શુભ અને આનંદના અવસરે આ ચિરસ્થાયી સામ્રાજ્યના જગત્માન્ય અને જગતને તાબે કરનારા ફરમાનવતી, મહતાબરાય-વિશ્વાસ અને ગૌરવના મૂળ ધનરૂપ જગતશેઠનો ખિતાબ મેળવે છે. અમારા તાબાના રાજ્યમાં દરેક હૈયાત તથા હવે પછી થનારા હાકીમો, અમલદારો તથા મુસદીઓ વગેરેએ તેમનું જગશેઠ મહતાબરાય નામ લખવું. આ બાબતમાં ખાસ કાળજી અને કોશિષ કરવી. તારીખ ૨૧ જેલહજ્જ આ ફરમાનની પાછળની બાજુ ઢંકાઈ જવાથી વાંચી શકાતી નથી. (મુર્શિદાબાદ-કાહિણી) Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ જગશેઠ માણિકદેવી (માણિકદેવીજી રાસના આધારે) માણિકદેવીના પિતા શાહજાદપુરમાં રહેતા, તેમનું નામ પૂરણમલ્લા હતું અને ઓસવાલ વંશના હતા. તેમની પત્નીનું નામ ગુલાબબાઈ “મધ્ય દેશ મેદિપતિ, વત્સ દેશ અતિ ચંગા રે, નગરી કોસંબી ભલી, નદી વહે જહાં ગંગા રે. ચંદનબાલિકા જહાં ભઈ સતીયાંમેં સિરદારી રે; નામ જયંતી શ્રાવિકા, મૃગાવતી સુખકારી રે. સાધુ અનાથી જિહાં હુઆ, શ્રાવક સાધ પવિત્રો રે; પદમપ્રભુ જિહાં જનમીયા, કહાં લગી કહું ચરિત્રો રે. તસ નગરી પાસે ભલો, સાહિજાદપુર સારો રે; નિકટ વહે ગંગા નદી, વસે વરન અઢારો રે. સુરપુરવરકી ઉપમા, નગર નિરૂપમ દેખો રે; વાત ચોરાસી જહાં વસે, ઉસવાલ સુવિસેખો રે. પૂરણમલ પુણ્યાત્મા, શ્રાવક પરમ સુજ્ઞાની રે; ગોત્ર બીરાંણી પરગડા, ધર્મવંત અતિ દાની રે. તસું ઘરણીવરણી સતી, ગુલોબ હુઈ તિ નામે રે; જૈન ભગતિ દોઉં આદરે, દિનદિન ચઢત પ્રણામે રે. તાસ કુખસે ઉપની સ્વર્ગલોકથી આઈ રે; સંવત સત્તરસે તીસમે, શ્રાવણ માસ ઉદારો રે; કૃષ્ણપક્ષ એકાદશી જનમ ભયો સુવિકારો રે. Page #175 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૫૮ માણિકદેવીના શ્વસુર તથા પતિ એ વખતે પટણામાં રહેતા અને બહુ જ ધનવાન હતા : નગર સુવસ પટણે વસે, ઉસવંસ સિરદાર; ગોત્ર ગહિલડા જગ પ્રગટ, દોલતવંત દાતાર. હીરાનંદ નરિંદ સમ, માને સહુ કોઈ આણ; સાત પુત્ર તેહને પ્રગટ, અદભુત ગુણમણિખાણ. માણિકચંદ નરિંદ્ર સમ, ચૌદે વિદ્યા ભંડાર; લંછન અંગ બતીસ તસુ, કામણો અવતાર. પુરણમલ્લની પુત્રી કિશોરકુંવરી, માણેકચંદને ત્યાં માણિકદેવીના નામે ઓળખાઈ તેનાં પગલાંથી હિરાનંદને ત્યાં લક્ષ્મી વધતી ચાલી. પુણ્યવંતને પગપરવેશ, કીરત વાધી દેશોદેશ; વાધે પુત્ર પોત્ર પરિવાર, વાધી લછમી બહુત ભંડાર. નરદેહી ધરી આઈ વહુ, પરત છલછલી ભાખે સહુ; માણિકદેવી દીન્હા નામ, અદ્ભુત રૂપવંત અભિરામ. પટણાથી માણિકચંદ મુર્શિદાબાદમાં આવ્યા. મુર્શિદાબાદના વૈભવનું વર્ણન કવિ આ પ્રમાણે આપે છે : રાજા પરજા અરૂ ઉમરાવ, ફોજદાર સુબા નવાબ; સહુ કોઈ માને હુકમ પ્રમાન, દિલીપતિ દે અતિ સન્માન. બાદસ્યાહ શ્રી ફારૂકશાહ, શેઠ પદસ્થ દીયો ઉછાહ; માણિકચંદ શેઠ ભએ નામ, ફિરી દુહાઈ ઠામઠામ. Page #176 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૫૯ દેશ બંગાલ કેરે ધની, દિનદિન સંતતી સંપ્રતિ ઘણી; જાકે પુત્ર સુરેંદ્ર સમાન, પ્રગટે ફત્તેચંદ સુજ્ઞાન, દિલ્લી જાય દિલીપતિ ભેટ, નામ ખિતાબ ભયો જગતશેઠ. સંવત-૧૭૭૧નાં માઘ માસની દશમી ને ગુરુવારે માણેકચંદ શેઠ સારો પુત્ર-પૌત્રાદિ પરિવાર મૂકી સ્વર્ગવાસ પામ્યા. જગતશેઠ ફતેહચંદે, માતાની શ્રી શિખરજીએ યાત્રા જવાની ઈચ્છા સાંભળી મોટા પાયા ઉપર તીર્થયાત્રાની તૈયારી કરવા માંડી. મનસુબા માતાતણા જાણ્યા શ્રી જગતશેઠ; કરી સજાઈ સંઘની, ભેજે લોક પચેટ. ઘાટ વાટ સબ સજી કરો, સંઘ આવે જીહ રાહ; હુકૂમ સુણત સબ ભૂપતિ, લાગે કરન ઉછાહ. દેશ વિદેશ પટ્ટઈ, પત્રી પરમ હુલાસ; ચોવીહ સંઘ બુલાઈયા, ખરચી ભેજી ખાસ. અસવારી વાહન દીએ, જીહ જીહ માંગી તેમ; ડેરા તંબૂ પાલ ભલા, દીન્હા સબકો તેમ. સંઘ સહુ એકઠા થયા, મૂલુક મૂલુક સો આય; તુરત બોલાયા જોતષી, મુહરત દીયા બતાય. સંઘની તૈયારી અર્થે કર્ણાટકી લાલ બનાતના તંબુ, ઐરાવત જેવા હાથી, તેજી ઘોડા અને ફોજ તથા સામંતોનું વર્ણન આપ્યા પછી કવિએ વર્ધમાન નગરી અને ચંપાપુરીની સ્પર્શનાનો આનંદ વર્ણવ્યો છે. શિખરજી પહોંચ્યા પછી ત્રણ દિવસ અને ત્રણ રાત ગિરિશિખર ઉપર રહ્યાં અને સ્નાત્ર, પૂજા તથા આંગી વગેરે ખૂબ ધામધૂમથી કરાવ્યાં. Page #177 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૬) શિખરજીની યાત્રા કરી આવ્યા પછી માતા માણિકદેવીએ મુખ્યતાએ ધર્મકરણીમાં જ ચિત્ત પરોવ્યું : જિનમંદિર રૂપાતણા, ગૃહમેં સરસ બનાય; પ્રતિમા સોના રજતની, થાપી શ્રી જિનરાય. પહર એક પૂજા કરે, જપે મંત્ર નવકાર; દાન દેહી જવ હાથસો, તવ હી કરે આહાર. છઠ છઠ અરૂ પારણો, જો કહું તિમ બઢ જાય; તબતેલા નિહએ, કરે, એક ટેક ન મીટાય. દોય પહર શાસ્ત્ર સુણે, સંઝા કરે તૃકાલ; પોસહ અષ્ટમી ચૌદસી, પડિકમણા બીહુ કાળ. સચિત્ત વસ્તુ છુએ નહીં, દીન હીન પ્રતિ દાન; કુણ સરભર તેહની કરે, સકે ન રાજા રાણ. દેશ બંગાલે નહિ હુતા, દેહરા અરૂ પોસાલ; પુણ્ય પ્રસાદ માતાતણે, ઘર ઘર થયા વિલાસ. જૈની હોતે નગ્રમે, આગે ઘર દોય ચાર; સો પ્રાસાદ માતાતણે, શ્રાવક ભએ હજાર. ક્રમે ક્રમે માતા માણિકદેવીએ ખૂબ ઉગ્ર તપશ્ચર્યાઓ આદરી. ઉપરાઉપરી તપશ્ચર્યાથી તેમનું શરીર હાડપિંજર જેવું બની ગયું. છતાં વ્રત-પચ્ચકખાણ ન તજ્યાં. તપશ્ચર્યાની જેમ દાનમાં પણ તેઓ એટલાં જ મુક્તહસ્ત હતાં : લાખો દાન દીયા સતી રે લોલાખ કીયા ઉપગાર રે... Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ જગશેઠ લાખ જીવ પ્રતિપાળીયા રેલાખો ભેજ સંસાર રે... મોહ નહીં મમતા નહીં રે લોરાગ નહીં કહુ રોસ રે... ક્ષમા દયા સમતા ભરી રે હરખ નહીં અપસોસ રે.. તપસ્વિની માતાનો પુત્ર પણ કેટલો માતૃભક્ત હતો ? હુકુમ કબહુ મટે નહીં, માતતણો જગતુશેઠ; તીને વાર દિન પ્રતિ કરે, ચરણકમલકી ભેટ. શત માગે નવસહસ દીએ, સહસ્ત્ર કહે લક્ષ; માતાને માને સદા, પરમેશ્વર પ્રતક્ષ. મૃત્યુને એક વરસ બાકી હતું, તે વખતે મેઘની જેમ માતા માણિકદેવીએ દાન વરસાવ્યાં, વખતો વખત લ્હાણીઓ કરી અને કવિ કહે છે કે આવી ધરમકરણી તો “દૂર્જ કિણહી ન કીન'ભાગ્યે જ બીજા કોઈએ કરી હશે. પુત્ર પૌત્રાદિને બોલાવી આશીર્વાદ આપ્યા અને છેવટે પોતાના શ્રીમુખથી અણશણ વ્રત ઉચર્યા અને અંતે “સૂણતા સુગુરૂ વખાણ-સવસો કીન્હો ખામણાં; કરિ પ્રભુજીનો ધ્યાન, માણિકદેવી માતા સતી પહૂતી અમરવિમાન.” સ્વર્ગવાસની સંવત, માસ, પક્ષ, તિથિ, વાર ને નક્ષત્ર આ પ્રમાણે : સંવત સત્રે અઠાવૈ, પોસ કૃષ્ણ રવિવાર; પડિવા પુષ્ય નક્ષત્રમૈ, પહુતા સ્વર્ગમઝાર. Page #179 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૬ ૨ કવિ કહે છે કે મહાસતી ચંદનબાળા, મૃગાવતી અને સુભદ્રાદેવીએ જ જાણે પંચમકાળમાં અવતાર લીધો હોય એટલી માતા માણિકદેવીએ શાસનની પ્રભાવના કરી અને પોતાનો જન્મ સાર્થક કર્યો. સાધ્વી-સતીઓનાં ચરિત્ર આજ સુધી માત્ર શાસ્ત્રોમાં જ વાંચ્યાં હતાં, પણ કવિ પોતાને માણિકદેવીના દર્શનથી કૃતાર્થ માનતા હોય તેમ ઉલ્લાસથી ઉચ્ચારે છે કે – શાસ્ત્રમાંહી સુણતા હતા રે, સાધ સતીની વાત રે; પરતખ દેખી ખીસો રે, માણિકદેવી માત રે... આ રાસ પાર્જચંદ્ર ગચ્છના મુનિ નિહાલચંદજીએ, માણિકદેવીના સ્વર્ગવાસ સમયે અર્થાત્ ૧૭૯૮માં જ, મુર્શિદાબાદ મુકામે રચ્યો છે. રાસકારના પોતાના શબ્દોમાં કહીએ તો – પાસચંદ્ર ગચ્છ પરગડા રે, વાચક શ્રી હર્ષચંદ તાસ અનુજ જસ ઉચરે રે, નામ મુનિ નિહાલચંદ. સંવત સત્તરે અઠાણવે રે, પોષ કૃષ્ણપક્ષ સાર રે; તિથ તેરસ જસ જંપીયો રે, મગજુદાબાદ મઝાર રે. Page #180 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૬૩ * (Firman of Emperor Ahmedashah 1752) In the name of the purest, Highest in Station (Seal) Be it known to the Officers and Managers of the present and future affairs of the province of Bengal and the other provinces under dominion that Jugut Sett Mahtaub Roy represented to us, the high in dignity, that mountain Paresnathjee, situate in the country of Bengal, the place of worship according to the Jain Setamburee religion; also the Cotee at station Mudhooban on a rent-free (lakheraj) ground butted and bounded by four boundaries belong (to the followers of) the Jain Setamburee religion and that he, the devoted supplicant is a follower of the Jain Setamburee religion, he therefore, is hopeful of the royal bounty that the mountain and the Cotee aforesaid be bestowed by the resplendent Huzoor on that obedient supplicant, so that, composed in mind, he may devote himself to pray according to that religion. Whereas the person aforesaid deserves Royal favour and bounty, also as it appears that the property he asks for has a particular connection with him, and (as) it appeared on inquiry instituted by this High in Dignity that mountain Paresnath and the Cotee aforesaid have from a long time appertained to the (followers of the) Jain Setamburee religion, therefore the whole of the mountain and Cotee at Mudhoobun butted and bounded by four boundaries, are bestowed by the Royal Court on the aforesaid person. It is required that he should always devote to pray himself for the welfare and prosperity of the state; and no one should offer opposition respecting the mountain Pareshnath and the Cotee at Mudhoobun. *. શ્રીયુત્ બાબૂ પૂરણચંદ નાહર અને શ્રી કૃષ્ણચંદ ઘોસના “એપીટોમ ઓફ Orll054" hiell : Page #181 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૬૪ Knowing this to be very urgent matter let them act as directed The whole of mountain Paresnath situate in the country of Bengal. Three hundred and one Beeghas of Lakheraj land of Mudhoobun, situate in the country of Bengal, butted and bounded by four boundaries specified below : On the west : The water course of Joypariah alias Jaynugger. On the east : The old water course (nala). On the north: The koond or reservoir (called) Julhurrey prepared by the (followers of the) Jain Setamburee religion. On the South : The base of mountain Paresnath. Written on the 27th day of the month of Jemadeeoolawal, the fifth year of the king's reign. On the back The Khan of Khans Kumirooddeen Khan Bahadur, Victorious in War, the Vizier of Territories, Manager of affairs, Noblest of Nobles, the Head of the country, Commanderin-chief, a faithful friend and servant of the King Ahmud Shah, the Hero. (True translation of the persian document.) (Sd.) Shamacharan Sircar The 19 March Chief Interpreter and Translator 1868 High Court, Original Jurisdiction. Page #182 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૬૫ (અહમદશાહ બાદશાહનું ૧૭૫રનું ફરમાન) (સિક્કો) (પાક-પરવરદિગારની રાહબરીમાં) સલ્તનત નીચેના બંગાળ તથા બીજા પ્રાંતોના હાલના તથા ભવિષ્યના રાજયકારભાર ચલાવતા અમલદારો તથા તહસીલદારોને માલુમ થાય કે – બંગાલ દેશમાં આવેલ જૈને શ્વેતાંબર ધર્મ અનુસાર તીર્થસ્થળવાળો પારસનાથજીનો પર્વત તથા મધુવન પાસેની ચાર સીમાડાબંધ મહેસૂલ-માફ જમીન (લાખેરાજ) ઉપર આવેલી કોઠી જૈન શ્વેતાંબર ધર્મના અનુયાયીઓને તાબે હોવાનું તથા તે રાજયનિષ્ઠ અરજદાર જૈન શ્વેતાંબર ધર્મના અનુયાયી હોવાનું જગતશેઠ મહતાબરાયે અમો નેકનામદાર પાસે નિવેદન કરેલ છે અને તે આશા રાખે છે કે બહાદુર નામવર હજુરના હાથે ઉપર કહેલ પર્વત તથા કોઠી સદરહુ આજ્ઞાધીન અરજદારને બક્ષિસ કરવામાં આવે કે જેથી તે નિશ્ચિંત અને સદરહુ ધર્માનુસાર પ્રાર્થના વગેરે કરે. સદરહુ શખ બાદશાહની કૃપા તથા બક્ષીસને લાયક હોવાથી તથા જે મિલ્કતની તે માગણી કરે છે તેની સાથે પોતાને ખાસ સંબંધ છે, તેમ જણાયાથી તથા નેકનામદાર તરફથી તપાસ કરવામાં આવતાં, ઉપર દર્શાવેલ પારસનાથનો પર્વત તથા કોઠી સાથે લાંબા વખતથી જૈન શ્વેતાંબર ધર્મના અનુયાયીઓને સંબંધ હોવાનું જણાયાથી સમગ્ર પર્વત તથા ચાર સીમાડાબંધ મધુવન પાસેની કોઠી બાદશાહ હજુરથી સદરહુ શપ્સને ભેટ આપવામાં આવે છે. એ જરૂરનું છે કે રાજ્યના હિત તથા આબાદી માટે તેણે હંમેશાં પ્રાર્થના કરવી અને કોઈએ પણ પારસનાથના પર્વત તથા મધુવન પાસેની કોઠી સંબંધે વિરોધ Page #183 -------------------------------------------------------------------------- ________________ જગત્શેઠ ૧૬૬ કરવો નહિ. આ ઘણી અગત્યની બાબત સમજીને તેઓએ સૂચનાનુસાર વર્તન રાખવું. બંગાળ દેશમાં આવેલો પારસનાથનો પર્વત બંગાળ દેશમાં આવેલ નીચે દર્શાવ્યા મુજબ ચાર સીમાડાબંધ મધુવનની ત્રણસો એક વિઘા લાખેરાજ જમીન : પશ્ચિમ દિશાએ જયપારીયા અથવા જયનગરનું નાળું. પૂર્વ દિશાએ પ્રાચીન નાળું. ઉત્તર દિશાએ જૈન શ્વેતાંબર ધર્મના અનુયાયીઓએ તૈયાર કરેલ જલહુરીના નામથી કહેવાતો ફંડ અથવા ટાંકુ. દક્ષિણ દિશાએ પારસનાથ ડુંગરની તળેટી. બાદશાહના રાજ્યના પાંચમા વર્ષમાં જમાદીલવાલ માસના ૨૭ના રોજ લખવામાં આવ્યું. પાછળનો ભાગ શૂરવીર બાદશાહ અહમદશાહનો નિમકહલાલ મિત્ર તથા સેવક, સેનાધિપતિ, દેશાધિકારી અમીરોનો અમીર, રાજ્યકારોબારનો વ્યવસ્થાપક રાજ્ય મુલકનો વઝીર, લડાઈમાં યશસ્વી ખાનખાના કમરૂદીનખાન બહાદુર. (પર્શીયન ભાષાના દસ્તાવેજનું ખરું ભાષાંતર) (સહી) શામાચરણ સરકાર ૧૯-માર્ચ, ૧૮૬૮, મુખ્ય દુભાષિયો તથા ભાષાંતરકાર અસલ હકુમત હાઈકોર્ટ Page #184 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧ ૬ ૭ (Sunnud of Aboo Alikhan Bahadur, dated the third year of reign) Aboo Ali khan Bahadur Emperor and Champion of Faith (Seal) To, The Motsuddees of the present time and of future of Pergunnah Bissoonpore Pachrookhy in the province of Behar. Take notice that, Since Mouzah Palgunge in the aforesaid Purgunhah has been as heretofore exempted from all liabilities in the name of Raja Padmansingh as a charitable endowment to all the temples of Pareshnath made by Juggut Sett, the same is therefore upheld and confirmed in the year 1169 fusli (1755 A.D.). You shall raise no objection and offer no opposition in any way whatever in respect of the said Mouzah and shall release and leave it to the use and possession of the above named Rajah so that he may apply the profits therefore to necessary purposes and continue to pray for the welfare of the empire to last for ever. Written on the 27th day of Jamadi-us-sani in the third year of reign. 21-1-89 (True translation) Sd/- Iswaree Prasad. Page #185 -------------------------------------------------------------------------- ________________ જગશેઠ ૧૬૮ અબુ અલીખાન બહાદુરના રાજ્યના ત્રીજા વર્ષની સનદ બાદશાહ તથા ધર્મરક્ષક અબુઅલીખાન બહાદુર (સિક્કો) બિહાર પ્રાંતના બીસનપુર પાચરૂખી પરગણાના હાલના તથા ભવિષ્યના મુત્સદીઓ જોગ માલુમ થાય કે ઉપર દર્શાવેલ પરગણામાં પાલગંજ ગામ તે રાજા પદમનસિંહના નામે જગતુશેઠનાં બનાવેલાં પારસનાથનાં સર્વ મંદિરોને ધાર્મિક સખાવત તરીકે બધા કરવેરામાંથી મુક્ત કરવામાં આવ્યું છે. તેથી તેનો સ્વીકાર કરી ફઝલી-૧૧૬૯ (ઈ.સ.૧૭પપ)ની સાલમાં મંજુર કરવામાં આવે છે. તમો સદરહુ ગામ બાબત કોઈપણ જાતનો વાંધો વિરોધ નહિ કરતાં ઉપર દર્શાવેલ રાજાના કબજા ભોગવટા માટે તે ખુલ્લું રાખશો કે જેથી તે જરૂરી બાબત માટે તેમાંની આવકનો ઉપયોગ કરી શકે અને કાયમ ચાલુ રહેનાર સલ્તનતના હિત માટે પ્રાર્થના કરે. રાજ્યના ત્રીજા વર્ષમાં જમાદીઉસ-સાની તા. ૨૭ના રોજ લખવામાં આવ્યું. ૨૧-૨-૮૯ (ખરું ભાષાંતર) (સહી) ઈશ્વરીપ્રસાદ Page #186 -------------------------------------------------------------------------- ________________ :21 શેઠલનો વૈભૂવ જ મરૌ5cની પાસે દોલત તો એટલી બધી ( -રો કે છે કે જે તે હિંદુ માં ci[.માં - 3 : દે છે દ કેકાર ને નમ્બ ની જોડી . માં હાર મોટો પણ હમેં જ. આ શકે છે. બધા શાર! કાં તો તેનું ૨ARડતિયાં મને કાં તો તે ને રાગી ઉતા . કારમો (19 દg Ad, મીર હુc રક લો જ મૅરોળી કે એમi૨ વો કરકે રોકડદ સિક્કા ઉ૯૯ વી ગયો, એટલી દgs : રકમ . લૂંટાવું તો Y55 ! ભાઈને રૃનું. તો જાણે. Eladળા બે તે ગયો હોય ટીમ જ લિાગ્યું છેરી લૂંટ પછી પહેલી ફિલ.ની જે 8: તેઓ દિલ્હીની સરકારને દરની હુંડી બંઘી એક ઝપાટે દ ક કરોડ રૂપ્તિ 2 સિટી ઉકd, ટુંકમાં શેઠનાં વૈભવની Clicતું જરા તો ોિઈને પણ અતિશયોક્તિ લાગ્યા વિના નૈ રહે. 'કોઈવે તો દંડdજલ્લા જેવું પડ્યું લાગે. 25 પૈકી 'નોકરી કરનારાટનો પણ મોટી જબ્બીર-જમી દરીદી શકતી. રાઇને અદા અને માર્સે ખિી viecu doia &zladi. (સેટ-દારી કઈ જી. બિકાનેર બિSJ-, . ૨૨-રો ફ9;