________________
S
જગશેઠ
ઔરંગઝેબ પછી તેના પુત્રો વચ્ચે સમશેર ચાલી. ત્રણ ભાઈઓને મારી ચોથો પુત્ર બહાદુરશાહ ગાદીએ આવ્યો. તેના પુત્રો પણ પિતાના પગલે ચાલ્યા અને જહાંદરશાહે પોતાના ત્રણ ભાઈઓના ખૂનથી રંગાયેલા હાથે રાજદંડ દીધો. એક વરસમાં જ તેના ભત્રીજાએ એ રાજદંડ આંચકી લીધો અને જહાંદેર તથા ઝુલફીકારખાંના લોહીથી મોગલ મહેલ રંગાયો. જહાંદરના એ ભત્રીજાનું નામ ફરૂખસીયર. ફરૂખસીયર પણ સુખ કે શાંતિનું જીવન જીવી શક્યો નહીં. બે સૈયદ ભાઈઓએ તેને ઉખેડીને ફેંકી દીધો. તે પછી રંગભૂમિ ઉપર સૂત્રધારની દોરીથી હાલતા-ચાલતા પૂતળા જેવા બાદશાહો આવ્યા અને માત્ર નામનિશાન મૂકી ચાલતા થયા. આખરે મહમદશાહ સત્તર વરસની વયે ગાદીએ આવ્યો. તેણે ઓગણીસ વરસ લગી રાજમુકુટ પહેર્યો, પણ એ મુકુટમાંના કાંટાની વેદનાથી બચી શક્યો નહીં. આત્મા વિનાના દેહની જેમ મોગલ સામ્રાજ્યના અંગોપાંગ સડતા, પડતા અને વિખેરાતા જોવાનું દુર્ભાગ્યે જ તેના લલાટે લખાયું હતું.
માણેકચંદ શેઠ ને મુર્શિદ-ખાં જીવ્યા ત્યાં સુધી બંગાળ, બિહાર ને ઓરીસાનું રાજતંત્ર, જવાળામુખીના ઉત્પાત અને ધરતીકંપના આંચકા વચ્ચે પણ નિષ્કપ રહી શક્યું. બંગાળના નામધારી નવાબને બદલે મુર્શિદ-ખાં સાચો નવાબ બન્યો હતો. એ વખતે દિલ્હીના તખ્તને વફાદાર કહેવરાવનારા વજીરો અને નવાબો વ્યવહારમાં વિરુદ્ધતા દાખવી રહ્યા હતા, તે વખતે માત્ર બંગાળ નિયમિતપણે મહેસૂલનો મોટો ભાગ શહેનશાહની સેવામાં ધરી જૂનો સંબંધ જાળવી રહ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org