________________
જગશેઠ
૪૪
ફરૂખસીયરનો માણેકચંદ શેઠ પ્રત્યે ખુલ્લો અનુરાગ અથવા પક્ષપાત હતો. શેઠે પોતે જ જ્યારે આગ્રહપૂર્વક બંગાળની નવાબી સ્વીકારવાની સાફ ના પાડી અને મુર્શિદ-ખાંની મહત્તા માન્ય કરી, ત્યારે એ પક્ષપાતમાં સભાવ અને સન્માન ઉમેરાયા. માણેકચંદ શેઠની સલાહ તેને અમૂલ્ય લાગી.
શહેનશાહ મહંમદશાહે પણ એ હકીકત જાણી અને તેણે સમ્રાટ તરીકે માણેકચંદ શેઠને ““જગશેઠ”ના બિરુદથી બીજીવાર અભિનંદ્યા. ઈતિહાસ લેખકો માને છે કે મોગલ દરબારે સૌથી પહેલાં જગતુશેઠને આ પ્રમાણે બાદશાહી પદવીથી નવાજ્યા અને તે પછી ઈલ્કાબ આપવાની પ્રણાલિકા ગોઠવાઈ “જગતુશેઠ”ની પદવી ઉપરાંત તેમને નવાબની ગાદી પાસે ડાબી બાજુ બેસવાનો હક્ક મળ્યો. જગતુશેઠને એ જમાનાની રાજરીત પ્રમાણે મોતીનાં કુંડલ, હાથી અને પાલખી પણ સલ્તનત તરફથી પહોંચાડવામાં આવ્યાં. ઉલ્લેખયોગ્ય વિશેષતા તો એ છે કે બંગાળના નવાબને વખતો વખત સમ્રાટ તરફથી ભારપૂર્વક ફરમાવવામાં આવતું કે જગતુશેઠની સલાહ અથવા અનુમતિ વિના રાજશાસનનું કોઈ પણ મહત્ત્વનું કામ ન થવું જોઈએ. જગતુશેઠ સ્વતંત્ર રહેવા છતાં આ રીતે શહેનશાહતના હૃદયરૂપ બની રહ્યા. | મુર્શિદ-ખાંના મૃત્યુ પછી તેનો જમાઈ શુજાઉદીન બંગાળની ગાદી ઉપર આવ્યો. શુજાને મુર્શિદ-ખાંએ પોતાની હયાતી દરમ્યાન જુદા જુદા પ્રાંતોમાં મોકલી રાજવહીવટ શીખવ્યો હતો. મયનાના પ્રેમમાં તેનું સ્વર્ગ સમાયું હતું. મયના પોતે જ બંગાળની ભાગ્યલક્ષ્મી હતી. શુજા અને મયના જગશેઠનું ગૌરવ સમજતાં. જગતુશેઠ પણ તેમને પુત્રવતું માનતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org