________________
જગશેઠ
૪૫ પરંતુ પંદર વરસ વીત્યાં ન વીત્યાં એટલામાં બંગાળના ઈતિહાસનો ક્રમ પલટાયો. મુર્શિદ-ખાં અને માણેકચંદ થોડે થોડે અંતરે કાળની આજ્ઞાને આધીન થયા. માણેકચંદ શેઠની ગાદીએ તેમનો ભાણેજ ફત્તેહચંદ શેઠ આવ્યો અને શુજાઉદીન પછી તેનો પુત્ર સરફખાં બંગાળના સિંહાસને બેઠો. મયના અને શુજા જેવા પ્રેમી દંપતીના લાડમાં ઊછરેલો સરફ વિવેક, નીતિ અને પૂર્વસંબંધને વીસરી ગયો. રાજક્રાંતિનું પ્રલયચક્ર ચારે કોર મહાવેગથી ઘૂમી રહ્યું હતું, તેનું તેને ભાન ન રહ્યું.
જબ્બર જહાજ દરિયામાં ડૂબે અને આસપાસ પર્વત પ્રમાણ મોજાં ઊછળે તેમ દિલ્હીની ડૂબતી શહેનશાહત દેશભરમાં તોફાનનાં મોટાં મોજાં ઉપજાવ્યાં હતાં. બંગાળ પણ સરફના બેવકૂફીને લીધે એ વમળમાં વહેલું સપડાયું. જગતુશેઠ સાથે ફ્લેશ કરી, તેણે બંગાળનો વિનાશ વહોરી લીધો. બંગાળના પગમાં પરતંત્રતાની જંજીરો પહેરાવવાનો પ્રસંગ નજીક આવ્યો.
મુર્શિદ-કુલી-ખાંનો ભય તદન અસ્થાને ન હતો, એમ સરફઉદીને સિદ્ધ કર્યું. મુર્શિદ ભલે વિચિત્ર સંયોગોમાં મુસલમાન બન્યો હોય, પણ તેનું હિંદુ હૃદય ઘણીવાર આક્રંદ કરતું : “મારાં જ સંતાનો આવતી કાલે પોતાને પરદેશી માની આ દેશનાં દુર્બળ નર-નારીઓને પજવશે, એમની દર્દભરી ચીસો સાંભળી આમોદ અનુભવશે, જેમનાં બહુમાન થવાં ઘટે તેમને અપમાનિત કરશે.” એ જ ચિંતા મુર્શિદ ખાને કેટલીયે વાર ઉદાસ અને બેચેન બનાવી મૂકતી. પોતાની પુત્રી માટે પૂરી પરીક્ષા પછી શુજાઉદીન પાત્ર પસંદ કર્યું હતું. મુર્શિદ-ખાં જીવ્યા ત્યાં સુધી સર્ભાગ્યના બળે તેમણે એક બેસૂરો અવાજ ન સાંભળ્યો, તેમનો આત્મા સંતોષાયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org