________________
જગત્શેઠ
૪૬
પણ શુજા-ઉદીનની જીવનલીલા સંકેલાતાં જ ભયના પડઘા ગુંજી રહ્યા. શુજા પોતે મુર્શિદ-ખાંના સહવાસમાં સંસ્કાર પામ્યો હતો અને વધુમાં મયનાના નિર્મલ સ્નેહે તેના હૃદયના દિવ્ય તાર ઝણઝણાવ્યા હતા. પરંતુ એક જ પડદો ઊંચકીએ તો શુજાના પિતા સાદત-ખાંનું ચરિત્ર સાંભળતાં કોઈને પણ શરમથી માથું નમાવી દેવું પડે. સરફ-ખાં પિતાના ગુણનો અધિકારી ન થયો, પણ વિધિની કોઈ અજબ લીલાથી સાદતના દુર્ગુણોનો ઉત્તરાધિકારી બન્યો. તેના જેવો મિજાજી, વિષયી, વિલાસી અને વ્યસની નવાબ બંગાળની મસનદ ઉપર ભાગ્યે જ કોઈ આવ્યો હશે !
સરફની વિષયવાસના અને પામરતાએ બંગાળ ઉપર અરાજકતાનાં ઘેરાં વાદળ ઉતાર્યાં. બીજી તરફ એ વાદળને વિખેરવામાં જગત્શેઠે જે સામર્થ્ય વાપર્યું, તેનું મૂલ્ય પણ કંઈ જેવું તેવું નથી. જગત્શેઠ ફત્તેહચંદે એ અંધકાર યુગમાં પણ પોતાની જ્યોત જાળવી રાખી અને માર્ગ ભૂલેલાઓને સાચો રાહ બતાવ્યો. બંગાળના ઇતિહાસમાં જગત્શેઠનું નામ એક જ્યોતિર્ધરરૂપે મહાજનોની મોખરે આજે પણ ઝળકી રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org