________________
૪૭.
QLEDICE
11
જગડુશેઠનું મકાન બંગાળના જમીનદારો અને અમલદારોનું મંત્રણાગૃહ બન્યું હતું. બંગાળ, બિહાર અને ઓરિસાનું ભાગ્ય જગતુશેઠને ત્યાં ઘડાતું. આજે તો એ મકાન ગંગાના ગર્ભમાં મળી ગયું છે અને જે ખંડેરો હયાત છે, તે પણ ઝાડ અને વેલાઓથી ઢંકાઈ ગયાં છે. પ્રવાસીઓ કહે છે કે એ સ્થાને પગ મૂકતાં જ આંસુ ખાળી શકાતાં નથી. આજે બસો વરસ પછી પણ જાણે એ પ્રતિષ્ઠા અને વૈભવમાંથી વિષાદનો ઉષ્ણ વાયુ વહેતો આપણે અનુભવીએ છીએ. એ ઐશ્વર્ય કોઈના મંત્રબળે રેતીના થરની માફક ઊડી ગયું છે. મહિમાપુરનો એ ઉજ્જવલ મહિમા પણ કોણ જાણે કોના શાપને લીધે આજે વિકટ મૂર્તિ ધરી રહ્યો છે. જે રાજભવનનમાં રત્નખચિત દીપમાળ પ્રકાશ રેલાવતી ત્યાં આજે સાધારણ દીવો કરનાર પણ કોઈ નથી.
નાદીરશાહનું લશ્કર જ્યારે તીડના ટોળાની જેમ દિલ્હીની આબરૂ અને ઐશ્વર્ય શોષી રહ્યું હતું, ત્યારે બંગાળના જમીનદારો જગડુશેઠના ભુવનમાં એકત્ર થઈ બંગાળને બચાવવા મંત્રણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org