________________
જગશેઠ
૪૮ ચલાવી રહ્યા હતા. બર્દવાનના મહારાજા તિલોકચંદજી, ઢાકાનો નવાબ રાજવલ્લભ, રાય આલમચંદ તથા હાજી અહમદ પણ એ મંત્રણામાં સામેલ હતા.
નાદીરશાહ દિલ્હીથી પાછો વળે એ માની શકાય નહીં. ઈરાન જેટલા દૂર દેશમાં બેઠા જેણે દિલ્હીની સમૃદ્ધિની કલ્પના કરી, તે બંગાળ ને બિહારની દોલતથી છેક જ અજાણ્યો રહેશે ? અને શહેનશાહનું સમ્મિલિત બળ જેની સામે રોધ ન કરી શક્યું તેની સામે આપણું સૈન્ય ઊભું રહી શકશે ?” હાજી મહંમદના ચહેરા ઉપર ચિંતા અને ગ્લાનિની પ્લાન છાયા પથરાઈ. દિલ્હીના લૂંટાયેલા ભંડાર અને ખુનામરકીએ તેને શોકસાગરમાં ધકેલ્યો હતો. જમીનદારો કરતાં પણ તેને અધિક ગુમાવવાનું હતું. નાદીરશાહ સામે નિષ્ફળ નીવડે તો તે આખી જિંદગી હારી જાય એવી સ્થિતિ હતી.
એક તો મરાઠાઓ બંગાળને છૂટાછવાયા છુંદી રહ્યા છે, સરહદનાં ગામડાં તેમના ત્રાસને લીધે ઉજ્જડ બનતાં જાય છે. પૂરી મહેસૂલ પણ મળી શકતી નથી. આવી સ્થિતિમાં નાદીરશાહનો એક જ દિવસનો મુકામ, સારાય બંગાળને વેરાન બનાવી મૂકશે.” બર્દવાનના મહારાણા તિલોકચંદજીએ જમીનદારોના પ્રતિનિધિ રૂપે પોતાનું દુ:ખ નિવેડ્યું.
રાજવલ્લભ આવી કંઈ અવ્યવસ્થા અથવા રાજ્યક્રાંતિ થાય તો પોતાને વધુ લાભ થાય, એમ માનતો હતો. તે ઢાકાનો કાયમી નવાબ ન હતો. તેને પોતાની શક્તિ અને નિપુણતા બતાવવાના કોડ હતા. તેણે કહ્યું, “જે બનવાનું હોય તે બને, આપણે તો આપણી સૈન્ય સંબંધી તૈયારી કરી વાળવી જોઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org