________________
જગશેઠ
૪૯ રાય આલમચંદ મૌન રહ્યો, તેને જગતુશેઠ ઉપર શ્રદ્ધા હતી. સૌની શોકકથા સાંભળ્યા પછી તેણે ફત્તેહચંદ સામે નિહાળ્યું. જગતુશેઠ કંઈ માર્ગ બતાવે છે કે નહીં તે જાણવા સૌ આતુર બન્યા.
કાં તો લડી લેવું અને નહીં તો રાજીખુશીથી લૂંટાવું, એ સિવાય બીજો માર્ગ દેખાતો નથી.” જગશેઠ ન છૂટકે બોલ્યા.
“લૂંટાવું અને તે રાજીખુશીથી ?” જગતુશેઠ જેવો જવાબદાર માણસ આમ બોલે ત્યારે કોને દુઃખ ન થાય ? હાજી અહમદની નજર બંગાળની મસનદ ઉપર ઠરી હતી. તેના હૃદયમાં જગતુશેઠના આ ઠંડા જવાબથી ખંજર ભોકાયું.
“બંગાળને લૂંટાવું એમાં કંઈ નવીનતા નથી. દરરોજ લૂંટાય છે, મહિને મહિને છુંદાય છે. નાદીરશાહ આવીને ભલે બંગાળનું હાડપિંજર ચૂસી જાય !” રાજા તિલોકચંદજીનો અવાજ આવેશથી ધ્રુજી રહ્યો. સૌને પોતાની નબળાઈનું પૂરેપૂરું ભાન હતું. બંગાળના ગણ્યાગાંઠયા જમીનદારો અને સૂબેદારો સિવાય નાદીરની સામે છાતી કાઢીને ઊભા રહેવા કોઈ તૈયાર ન હતું. જગતુશેઠ સૌની શક્તિનું માપ કાઢવા માગતા હતા.
બંગાળની ભૂમિ ઉપર નાદીર આવે તો સૌ પહેલાં ઢાકામાંથી જ હું બે હજાર સિપાઈઓ સાથે સામનો કરવા તૈયાર છું. બીજા જમીનદારો મને શું મદદ કરશે, એ મારે જાણી લેવું જોઈએ.” રાજવલ્લભે મૂળ મુદ્દાની વાત શરૂ કરી.
રાજવલ્લભ ! તમે હજુ બંગાળીઓ, તામિલો અને મરાઠાઓનાં જ યુદ્ધ જોયાં છે. પંજાબની પેલી પારના પહાડી, જમદૂત જેવા ખખડધજના પ્રલય નથી જોયા. એટલે જ બે હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org