________________
જગશેઠ
૫)
માણસ સાથે મેદાનમાં પડવાનું સૂઝે છે. શહેનશાહ પાસે લશ્કર ઓછું હતું ? છતાં તે કેમ હાર્યો ?” હાજી અહમદના આ સ્પષ્ટ ખુ લાસાથી રાજવલ્લભ શરમાયો. અનુભવી અને પીઢ રાજદ્વારીઓની વચમાં આ પ્રકારનું સાહસ કરવા બદલ તેને મનમાં પશ્ચાત્તાપ પણ થયો.
હાજી અહમદની સ્થિતિ કઢંગી હતી. તેને લડી લેવું પાલવે તેમ ન હતું. મુર્શિદાબાદની નવાબી મળે તો લઈ લેવા ઉત્સુક હતો અને તે માટે લોહી રેડવાં પડે તો પણ તેને વાંધો ન હતો. પણ નાદીરશાહ સાથે લડતાં મરવું, એ તેના અંત:કરણને અનુકૂળ ન હતું.
જગડુશેઠે જોઈ લીધું કે આ રીતે ચર્ચાનો પાર આવે એમ નથી. દિલ્હીનો ખજાનો લૂંટ્યા પછી નાદીરશાહનો આત્મા તૃપ્તિ પામે એ અશક્ય વાત હતી. એટલે વહેલું, મોડું, મને યા કમને પણ બંગાળને થોડો ભોગ આપવો પડશે. પણ એ તો ભવિષ્યમાં જોઈ લેવાશે. તે એમ પણ સમજતા કે જેઓ આજે નાદીરશાહની સામે થતાં સંકોચાય છે, તેઓ વખત આવશે ત્યારે શરમ કે આબરૂના માર્યા મ્યાનમાંથી શમશેર ખેંચ્યા વિના નહીં રહે અને એટલું છતાં હારશે તો સંઘરી રાખેલાં ધનધાન્ય લૂંટાશે, એ પણ દીવા જેવી વાત હતી.
એ રીતે વર્તમાન સ્થિતિનો આંક નીકળ્યા પછી જાણે બધી રકમોનો સરવાળો કરતા હોય, તેમ એકત્ર થયેલા મુત્સદીઓને સંબોધી કહ્યું
આપણે રાજીખુશીથી લૂંટાવું નથી, તેમ સામે જઈને નાદીરશાહને યુદ્ધનું આમંત્રણ પણ આપવું નથી. વખત આવ્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org