________________
૫૧
જગશેઠ બધું જોઈ લેવાશે. છતાં જો મારા જેવા એક વેપારી ઉપર આપની શ્રદ્ધા હોય તો સલામતીનો એક રસ્તો સૂચવું.” જગશેઠને પોતાના અધિકારના વિષયમાં પણ આવી નમ્રતા બતાવવાની ટેવ હતી, જમીનદારોએ એને બહુ મહત્ત્વ ન આપ્યું. સલામતીનો રસ્તો જાણવા સૌની નજર પુનઃ જગતુશેઠ પર પડી.
“આ વેપારીનો રસ્તો છે. પૂરું સાંભળ્યા વિના કોઈએ ઉતાવળ ન કરવી. સૌને રુચે તો જ આપણે એ માર્ગે જઈશું.” જગતુશેઠ સહેજ થંભ્યા. સૌના મોં ઉપરની રેખાઓ ઉકેલી. “નાદીરશાહ નાણાંનો ભૂખ્યો છે. તેને રાજ કે તાજ સાથે કંઈ સંબંધ નથી. હું એમ માનું છું કે જો બંગાળ ઈચ્છાપૂર્વક એક લાખ જેટલી સોનામહોર સામે જઈને ધરે તો એને આટલે સુધી આવવાની જરૂર ન રહે. એક તો એનું લશ્કર થાકેલું છે. છેલ્લી કલમાં તેના ઘણા માણસો કપાઈ મૂઆ છે અને ઘણું કરીને બાદશાહ મહંમદ સાથે તેને કંઈ વૈર નથી. એક લાખ સોનામહોર બંગાળના રાજભંડાર માટે બહુ મોટી વાત નથી.”
જમીનદારોની સભા કંઈ નિર્ણય આપે તે પહેલાં જ રાય આલમચંદ સહેજ ઉશ્કેરાઈને બોલ્યા : “આ બધી વાણિયાશાહી છે. એ તો વાઘને સામે જઈને પોતાનું લોહી ચખાડવા બરાબર છે. માણસના લોહીનો સ્વાદ લીધા પછી વાઘ જો સંતોષાય તો જ બંગાળની લાંચથી નાદીરશાહની ભૂખ ભાંગે. આવી વાતો કરવામાં આપણે બુદ્ધિનું જ લીલામ કરીએ છીએ.”
લાલચ આપી નાદીરને બંગાળમાં આવતો અટકાવવો એ વાત કયા વીરને રુચે? જગતુશેઠ પણ એ વાત ઉચ્ચારતાં સંકોચાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org