________________
જગશેઠ
૫૨ હતા. લાલચ એ યુદ્ધનું આજે છેલ્લામાં છેલ્લું શસ્ત્ર હતું. તેનો ઉપયોગ કરી છૂટવાની તેમની ધારણા હતી.
હા, પણ એક વાત કહેવાની રહી જાય છે.” જગતુશેઠે જૂનો તાર સાંધતા કહ્યું : “એક લાખ સોનામહોર મારી ટંકશાળમાં જ ઢળશે અને તેની ઉપર નાદીરશાનું નામ તથા સ્કોરું રહેશે.”
એનો અર્થ એ જ કે અમે આપને અમારા શહેનશાહ તરીકે સ્વીકારીએ છીએ, એમ આડકતરી રીતે નાદીરશાહને જાહેર કરવું અને તેના ગયા પછી જેમ અત્યારે ચાલે છે, તેમ ચલાવવું. વખત જોઈને પીઠ ફેરવવાની વિદ્યા વૈશ્ય સિવાય કોને વરી છે ?” હજી અહમદ જગશેઠ ઉપર આફરીન થતા હોય તેમ તેની વિકરાળ દેખાતી આંખોમાં આનંદની પ્રભા પથરાઈ.
રાય આલમચંદ અને રાજવલ્લભ ઉંધા ન ઊતરે એટલા સારું જગશેઠે ઉમેર્યું: “આ વૈશ્યનો માર્ગ છે. યુદ્ધવીરના માર્ગ નિરાળા હોય છે.”
“યુદ્ધવીર હોય અને વૈશ્યવીર ન હોય ? આપનો માર્ગ વૈશ્યવીરનો માર્ગ છે અને આજે કંગાળ બંગાળને મરતું બચાવવાને એ જ ઔષધની જરૂર છે.” રાજા તિલોકચંદજી પણ જગતુશેઠને સંમત થયા.
મારી એક બીજી પણ દરખાસ્ત છે.” હાજી અહમદે ઉચ્ચાર્યું. સોનામહોર સાથે એક બીજી અરજ ગુજારવી, બંદગીમાં આ દેશના બાદશાહ તરીકે આપનું જ નામ ઉચ્ચારાય છે, એમ નાદીરશાહને જણાવવું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org