________________
જગશેઠ
પ૩ રાજવલ્લભને એ ન ગમ્યું. પણ આજે તો હરકોઈ રસ્તે આત્મરક્ષણ કરવાનું હતું, બંદગીમાં નાદીરશાહનું નામ રહે કે મહંમદશાહનું, એની સાથે કોઈને લાંબી નિસ્બત ન હતી.
વિદાયગીરીના દરબારી વિવેક તરીકે જગત્શેઠ હાજી અહમદની સામે પાનદાન ધર્યું. રાજા તિલોકચંદજી અને જમીનદારો પણ ઉઠવાની તૈયારીમાં જ હતા. રાત્રીના બીજા પહોરનો અમલ શરૂ થઈ ચૂક્યો હતો. જગશેઠના મહેલમાં જે પ્રકાશ હતો, તેની સ્પર્ધામાં મહેલ બહારનો અંધકાર પોતાનું જોર જમાવતો હતો. ભાગીરથીનો નાદ, કોઈ યોગીશ્વરના મુખથી ઉચ્ચારાતા ૩ૐકારનું સ્મરણ કરાવતો.
એટલામાં મહોલ્લાનાં નર-નારીઓની, આકાશ અને અંધકારની છાતી વીંધતી હોય એવી કારમી કીકીઆરી સંભળાઈ નિરાંતે સૂતેલા પંખીના માળામાં કોઈ પારધી હાથ નાખે અને ઉંઘમાંથી ઝબકેલાં નિર્દોષ પંખીડાં એકાએક ચીચીઆરી કરતાં પાંખ ફફડાવી અંધારામાં પણ ઊડવાનો પ્રયત્ન કરે તેમ આખો દિવસ મહેનત-મજૂરી કરી શાંતિથી ઉઘતાં મહિમાપુરનાં નરનારીઓએ એકાએક ઘરની બહાર નીકળી, જાણે કોઈ મોટો અકસ્માતુ થયો હોય એવો કોલાહલ કરી મૂક્યો. કોઈ કોઈ વાર મહોલ્લાઓમાં આવા પ્રસંગો બનતા. એ વખતે રુદન જ જેનું બળ છે, એવાં સ્ત્રી-પુરુષો ઘરની બહાર નીકળી પોતાની નબળાઈનું પ્રદર્શન કરાવતાં.
ઘડીનો પણ વિલંબ કર્યા વિના જગતુશેઠ સભાવાળા ઘરની બહાર આવ્યા. જગતુશેઠને જતાં જોઈ હાજી અહમદ પણ તેમની પાછળ પાછળ ચાલ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org