________________
જગશેઠ
૫૪ - થોડે દૂર ગયા નહીં. એટલામાં જગતુશેઠનો એક નોકર સામે દોડતો આવ્યો અને શેઠને કાનમાં કંઈક કહ્યું. હાજી અહમદ આવે હોવાથી તે કંઈ સાંભળી શક્યો નહીં. પણ નોકરની વાત સાંભળ્યા પછી જગતુશેઠનું મો ક્રોધથી ઉગ્ર બનેલું તે બરાબર જોઈ રહ્યો.
જાણે કંઈ જ ન બન્યું હોય તેમ જગતુશેઠે પોતાના મન ઉપર સંયમ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. પણ તેમાં તેઓ નિષ્ફળ નીવડ્યા. જે વાત સાંભળી રોમેરોમમાં પ્રકોપની ઝાળ સળગી ઊઠે તેને મનુષ્ય ક્યાં સુધી દબાવી શકે ? શબ્દોચ્ચાર કરે તો જ માણસ પોતાના અંતરના ભાવ સમજાવી શકે એમ હંમેશાં નથી બનતું. જગત્ શેઠનો વાણી ઉપરનો સંયમ હૃદયની જવાળાને બુઝાવી તો ન શક્યો, પણ બીજી અનેક રીતે તેણે પોતાનો માર્ગ શોધી કાઢ્યો. કોઈ જમીનદારે જગશેઠનું આવું ગંભીર અને ભીષણ રૂપ નહીં નિહાળ્યું હોય.
ક્યાંય આગ લાગી હશે કેમ ?” જગતુશેઠ સામે જોઈ રાય આલમચંદે પૂછ્યું. આ પ્રશ્ન સંયમનો એક બંધ તોડ્યો.
“હા, આગ લાગી છે, પણ ક્યાં લાગી છે અને કેટલી વિનાશકારક નીવડશે તેની કલ્પના થઈ શકતી નથી. એ આગને હવે તો ગંગાનું પાણી પણ ઓછું પડશે. કદાચ એ આગમાં આખું બંગાળ હોમાઈ જશે, મારા તમારા જેવા એ આગમાં એવા તો બળી જશે કે આખરે રાખનો પણ પત્તો નહીં મળે.” જગતુશેઠનો આ પ્રકારનો આવેશ કદાચ સંયમનાં બધાં બંધનો તોડી નાંખત. પણ હાજી અહમદ વચમાં જ બોલી ઊઠચો :
પણ ખરી વાત શું છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org