________________
જગશેઠ
ખરી વાત એ છે કે જેને માટે આપણે રાતના ઉજાગરા કરીએ છીએ, જેને બચાવવા આપણાં લોહી રેડવા તૈયાર થયા છીએ, એ જ માણસ આજે મનુષ્ય મટી હેવાનથી પણ બદતર બનતો જાય છે. પેલો નીચ સરફ ?’' જગત્શેઠ એથી વધુ કંઈ બોલી શક્યા નહીં. આટલું પણ અસાવધ દશામાં બોલાઈ જવાયું હોય એમ મૌન રહ્યા.
સરફરાજને બધા ઓળખતા હતા. તેનું નામ જ તેના અત્યાચાર માટે બસ હતું.
૫૫
આપ સૌ જઈ શકો છો. આપને તકલીફ પડી હોય તો દરગુજર ચાહું છું. સભ્યોની સામે વિનયપૂર્વક હાથ જોડી જગત્શેઠે વિદાય માગી અને ‘લતીફ-ખાંને કહો કે બસો ઘોડેસ્વાર સાથે તૈયાર થાય !'' પોતાના એક અનુચરને આજ્ઞા કરી. જગત્શેઠ સૌને મુખ્ય દરવાજા સુધી વળાવી પાછા ફર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org