________________
જગત્શેઠ
નારીનું એક પ્રકારનું રૂપ વિષયાંધ કોઈ દિવસ જોઈ શકતો નથી. જેને અમૃત માની ઓઢે લગાડવા જાય છે, તે જ તેની અધમતાના સ્પર્શે હળાહળ ઝેર બને છે, જેને સ્વર્ગની દિવ્યતા સમજી ગ્રહવા મથે છે, તે જ તેના પડછાયા માત્રથી અભડાઈ નારકીના રૂપમાં પલટાઈ જાય છે.
૫૬
સરફરાજે તો કેવળ તે ચૌદ વરસની બાળાની ખુશામતીઆઓના મુખથી સૌંદર્યકીર્તિ સાંભળી હતી. એ બિચારાને સૌંદર્ય સમજવાનો કદી અવસર પણ નહોતો મળ્યો. રૂપજીવી વેશ્યાઓના હાવભાવ, મદિરાના મોહક ફુવારા અને વાસનાના વમળ વચ્ચે તે પામર જીવન ગાળતો. શિકારી તાજા લોહીની શોધમાં રઝળે તેમ તેની વાસના નિત્ય નવી ઉત્તેજના શોધતી. તેના આશ્રિતો ને સ્વાર્થીઓ પાપની બને તેટલી સામગ્રી એકઠી કરી સરફના આ સદા સળગતા અગ્નિકુંડમાં હોમતા.
એ અકર્મીએ એક વાર પણ ઊંચી આંખ કરીને આ અબળા સામે ન જોયું. આવી અબળાઓને સરફ, રાત્રી વીત્યા પછી ફેંકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org