________________
પ૭
જગશેઠ દેવાતા ફૂલહાર જેવી જ સમજતો. તેની આંખો અત્યારે મદિરાના ઘેનથી ઘેરાતી હતી. યમદૂત જેવા ચાર સિપાઈઓ ચિત્રની જેમ સ્તબ્ધ બની થોડે અંતરે ઊભા હતા. જગતુશેઠના મહોલ્લામાંથી એક અબળાને ઉપાડી અહીં લઈ આવનાર આ જ પિશાચો હતા. ઈનામની મોટી આશાએ કોઈપણ પ્રકારનું અપકર્મ કરવાને તેઓ ટેવાયેલા હતા.
નિષ્કપ દીપશિખાની જેમ નીરૂ સરફની સન્મુખ ઊભી રહી. આરંભમાં તેણીએ પોતાના બચાવ સારું વલખાં મારી જોયાં. પણ હવે તે બરાબર સમજી કે આ માણસ જેવા દેખાતા પશુના પંજામાંથી છૂટવું એ સહજ નથી અને પશુની સામે લજજા કે સંકોચ પણ શા કામનાં ?
નીરૂનું દુર્ભાગ્ય માત્ર એટલું જ કે તેને પરમાત્માએ સૌંદર્ય અને લાવણ્ય પૂરા પ્રમાણમાં આપ્યું હતું. કોઈ શ્રીમંતને ત્યાં જન્મીને મોટી થઈ હોત તો કદાચ અંતઃપુરની ચાર દીવાલો વચ્ચે વિધવિધ વર્ણની આવી આછી પાતળી રેખાઓ તેની મુખમુદ્રા ઉપર ન અંકાત. સ્વર્ગીય પટ ઉપર સંસાર રાતદિવસ અવિશ્રાંતપણે જે પીંછી ફેરવે છે, તેનું મૂલ્ય નીરૂને નથી જોઈ તે કદી નહીં સમજી શકે.
સરફ સાવધ હોત તો દેવતાએ દીધેલા નારી-સૌદર્યમાં સંસારનું દૈન્ય કેટલી કઠિનતા ઉપજાવે છે, તે જોઈ શકત. સ્વાવલંબનના આતાપ નીચે ઊછરતી અબળાના આત્મામાં કેટલી નિર્ભયતા ને અડગતા ભરી હોય છે, તે જોઈ શકત. કમનસીબ સરસ ! તારા પાપનો પ્યાલો ભરચક ભરાયો હશે, નહીંતર તું અવળે માર્ગે ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org