________________
જગત્શેઠ
ઊતર્યો હોત અને નવાબીના તેમજ જુવાનીના મદમાં કદાચિત્ આડે માર્ગે ઊતરી ગયો હોત તો પણ તપ તેજથી મઢેલી આવી એક અબળાનો આગ ઝરતો દૃષ્ટિપાત તારે માટે બસ થાત. તને ભાન હોત તો તું આ સુકુમાર નિર્દોષ પવિત્રતાના પુંજ પાસે મસ્તક નમાવી, બીજે જ દિવસે મુર્શિદ-ખાંના કુળને દીપાવવા ઉદ્યત થાત. પણ તું શું કરે ? વિધાતાની જ એ વિડંબના કે શુજા અને મયના જેવા પ્રેમીયુગલને ત્યાં અવતરવા છતાં તું આટલો વાસનાવશ અને સ્વચ્છંદી નીવડ્યો ! બંગાળનું જ એ દુદૈવ કે તારો સ્વેચ્છાચાર આટલા દિવસ નભાવી લીધો અને વધુ દુઃખની વાત તો એ કે તારા સિંહાસનની પાસે બેસનાર, સામ્રાજ્યના સ્તંભરૂપ, રાજમાન્ય પુરુષ જગત્શેઠના સાગર સમા અંતઃકરણને તેં આજે સંક્ષુબ્ધ કર્યું !
થાકીને લોથ થયેલા ઘોડાને ચાબૂક મારી સતેજ કરવામાં આવે તેમ થોડી પળોમાં સરફે મહામહેનતે તેની મૂર્છિત પશુપ્રકૃતિને ઉત્તેજિત કરી. સહેજ ઊભા થવાનો પ્રયત્ન કરતાં તેણે પૂછ્યું.
“તારૂં જ નામ નીરૂ ?'
નીરૂ મૌન રહી. રૈયતનો રક્ષકં ગણાતો યુવાન નવાબ આટલો નિર્લજ્જ અને દુષ્ટ હશે એવી તો તેણીને કલ્પના પણ ક્યાંથી હોય ? જે માણસ આ રીતે લાલસાની ધગધગતી આગમાં પોતાની માણસાઈ હોમી રહ્યો હોય, તેને જવાબ પણ કઈ ભાષામાં વાળવો?
૫૮
‘‘સાંભળ્યું છે કે નવાબનો કર તમે આ વખતે નથી ભર્યો.' મેંઢાનું લોહી પીવા વરૂ જે યુક્તિ વાપરે તેનું અનુકરણ કરતો હોય એમ એક યમદૂત બોલ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org