________________
જગત્શેઠ
૫૯
“અમે ગરીબ માણસ છીએ. જગત્શેઠના આશરે ગુજરાન કરીએ છીએ. હવે હું જઉં છું.'' જરાય સંકોચ કે ભય વિના દૃઢતાપૂર્વક નીરૂએ ઉત્તર આપ્યો અને આ નરકાગારમાંથી છૂટવા
બે ડગલાં પાછી ફરી.
સરફનો પાળેલો એક પીશાચ નીરૂની આડે આવી ઊભો રહ્યો. લોઢાના મજબૂત સળિયા વચ્ચે સપડાયેલો શિકાર કદાચ છટકી શકે, પણ આ પાપભૂમિમાં એક વાર પગ મૂક્યા પછી કોઈ સ્ત્રી સહીસલામત ન રહે, એમ તે જુદી રીતે સૂચવવા માગતો હતો.
“જગત્શેઠના આશરે રહે કે નવાબના અંતઃપુરમાં રહે એમાં કંઈ તફાવત નથી. નવાબની સેંકડો બેગમો સાથે તારું સ્થાન પણ થઈ જશે.'' નવાબના પ્રતિનિધિ રૂપે પેલા કાળમુખાએ મૂળ વાત કહી.
નીરૂએ આસપાસ નિહાળ્યું. સરફે અને તેના નોકરોએ વિચાર્યું કે જાળમાં ફસાયેલું હરણ હવે હતાશ થવાની તૈયારીમાં છે. નીરૂ વિચારવા લાગી કે, “હું અહીં રકઝક કરવા જઉં તો મારું કોણ?’’ એટલામાં અચાનક તેની નજર સરફના ઓશીકા ઉપર પડી. નીરૂની ક્ષીણ થતી આશામાં વીજળીનો તરંગ વહ્યો.
જાણે કે જેને શોધતી હોય તે સામે આવીને હાજર થતું હોય તેમ તે સંભાળપૂર્વક શય્યા પાસે ગઈ અને ત્યાં જ સરફના માથા પાસે બેસી ગઈ. પાસવાનોનાં મોંમાંથી વિકટ હાસ્ય છૂટ્યું. નીરૂ આટલી સહેલાઈથી વશ થશે અને સરફની શય્યાસહચરી બનશે. એમ કોઈએ નહોતું માન્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org