________________
જગશેઠ
૬૦ સરફને તો હથેલીમાં ચાંદ મેળવ્યા જેટલો આનંદ થયો. તેની પીળી પડી ગયેલી, નિસ્તેજ મુખમુદ્રા ઉપર લાલિમા રેલાઈ પણ નીરૂનો સ્પર્શ કરવા તે પોતાનો હાથ પસારે તે પહેલાં જ આંખના એક પલકારામાં સરફના ઓશીકા નીચે છુપાયેલી છરી નીરૂએ ખેંચી સરફની આંખ સામે ધરી.
નીરૂનો દેહ ફૂંફાડા મારતી ઝેરી નાગણની જેમ થરથરી ઊઠ્યો. સરફરાજે આજ સુધીમાં રમણીઓ, કામિનીઓ અને કોમલાંગીઓ જ જોઈ હતી. અબળાનું ચંડીરૂપ તેના નિત્યના અનુભવ બહારની વસ્તુ હતી. સંસાર આજે તેને જુદા જ સ્વરૂપમાં દેખાયો.
નવાબના ગુલામો જો આ પળે નીરૂની પાસે ધસી આવ્યા ન હોત તો સરફના લોહીથી બંગાળની સનદ ઉપરનું કલંક કદાચ ધોવાઈ જાત. દારૂ અને દુરાચારના દરિયામાં ગળફાં ખાતો એક દુષ્ટ નવાબ, નીરૂના હાથે વહેલો સદ્ગતિ પામત. પણ નીરૂ જરા ઉતાવળી થઈ ગઈ. આઘે ઊભેલા સિપાઈઓની હાજરી ભૂલી ગઈ
સરફનો નશો એ જ પળે ઊતરી ગયો. સિપાઈઓએ દોડી આવી નીરૂના હાથમાંથી છરી ખૂંચવી લીધી અને એક જણે એવો ઝટકો માર્યો કે તે પડતાં પડતાં સહેજમાં બચી.
નીરને બચવાનો હવે કોઈ ઉપાય ન રહ્યો. દુર્બળો ઉપર સીતમ ગુજારીને રીઢા થઈ ગયેલા આ નરાધમોએ કોણ જાણે નીરૂ ઉપર કેટલો ય અત્યાચાર કર્યો હોત. પણ નીરૂના સભાગ્યે જોર કર્યું. સરફ અને તેના સિપાઈઓ સ્વસ્થ બને તે પહેલાં જ રંગભુવનનાં પગથિયા ઉપર કોઈના પગ પડતા સંભળાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org