________________
જન્મશેઠ
Jain Education International
છ
ઔરંગઝેબે સુરંગો ખોદી રાખી હતી, અંદર દારૂગોળો પણ ભરપૂર ભર્યો હતો. માત્ર એક ચિનગારીની જ રાહ જોવાતી હતી. ઔરંગઝેબનું મૃત્યુ થતાં ભરતખંડની ચારે દિશામાં જ્વાલામુખી ફાટી નીકળ્યો. મયૂરાસન તો સહીસલામત ન રહ્યું, પણ વજીરો, સૂબેદારો ને નવાબોના પગ નીચેની ધરતી પણ ધ્રૂજી ઊઠી. અઢારમા સૈકાનું પ્રભાત જ રક્તરંગી હશે ! એ વિગ્રહો ખુલ્લા અને સકારણ હોત તો ઇતિહાસનાં પાનાં આટલાં કલંકથી રંગાયાં ન હોત. ભાઈ-ભાઈની વચ્ચે, પિતા-પુત્રની વચ્ચે, આશ્રિત ને આશ્રયદાતાની વચ્ચે છૂપાં કાવતરાં રચાયાં અને અનેકોનાં અણધાર્યાં બલિદાન લેવાયા. એ સૈકાના સ્કૂલ ઇતિહાસને નીચોવીએ તો આજે પણ તેમાંથી લોહીનાં બે ટીપાં નીતરે. પૃથ્વી માર્ગ દે અને રસ્તે જતો પ્રવાસી અંદર સમાઈ જાય, તેમ કેટલાય મુકુટધારીઓ, વજીરો, નવાબો, દીવાનો, સૂબાઓ, શરાફો અને સિપાહસાલારો જોતજોતામાં એ ભીષણ ક્રાંતિના ભોગ થયા.
For Private & Personal Use Only
૪૨
www.jainelibrary.org