________________
જગશેઠ
૪૧ હમણા તો કોઈ ઊચું માથું કરી શકે એમ નથી. બંગાળના પ્રતાપ પાસે તેમને નમવા સિવાય છૂટકો જ નથી.” શુજાની કીર્તિ અને શક્તિ વિશે જગડુશેઠે પહેલાં પણ સાંભળ્યું હતું. તેમને શુજાનો આ ઉત્તર કેવળ નિરભિમાન લાગ્યો.
આ શુભ સંવાદ મુર્શિદ-ખાને પહોંચાડવા જગશેઠ શુજાને લઈ તેમની પાસે ગયા. શુજાને જોતાં જ મુર્શિદ-ખાંનો ચહેરો સતેજ બન્યો.
“બેટા શુજા ! ઠીક થયું કે તું આવી પહોંચ્યો. હવે કદાચ મોત આવશે તો હું ખુશીથી આત્મસમર્પણ કરી દઈશ.” જગતુશેઠ તરફ જોઈ ઉચ્ચાર્યું - “મારી બધી આશા આ યુવાન ઉપર અવલંબી રહી છે.”
જગતુશેઠ મુર્શિદ-ખાંની સ્નેહદુર્બળ સ્થિતિ બરાબર સમજી ગયા હતા. એમની આશા અને શ્રદ્ધા એ બધું એમની એક પુત્રીમાં જ સમાય છે. એ વાત પણ તેમણે હમણાં જ મુર્શિદ-ખાં પાસેથી જાણી હતી. તેમને ખાતરી થઈ કે મુર્શિદ-ખાંની પસંદગી કોઈ અપાત્ર ઉપર નથી ઊતરી. મયનાનો પતિ થવાને જેમ તે યોગ્ય છે, તેમ જો સારા સલાહકારો મળે તો અયોધ્યા અને બંગાળનો સ્વતંત્ર શાસક પણ બની શકે એવું પાણી આ યુવાનમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org