________________
જગશેઠ
૪૦ તો તે મયનાની સ્નેહશક્તિનો જ પ્રતાપ છે. તેનું નારીહૃદય આથી જરા વધુ અભિમાની બન્યું.
એટલામાં એક દાસી સુવર્ણપાત્રમાં શરબત જેવું કંઈક લઈ આવી. મયનાએ તે પાત્ર પોતાના હાથમાં લઈ શુજા પાસે ધર્યું અને કહ્યું :
“અયોધ્યામાં આવું શરબત હશે, પણ આટલો મમતાળુ હાથ નહીં હોય. લે !” શુજાને લાગ્યું કે મયના માત્ર ગંભીર જ નથી બની, થોડી નિષ્ફર પણ બની છે. આના કરતાં ખુરાસાનમાં હોત તો કેટલો સુખી હોત ? કેટલી સહેલાઈથી રમણીનો સ્નેહ જીતી શક્યો હોત ? આવતી કાલે મુર્શિદ-ખાંની આંખો મીંચાય તો અહીં મારું કોણ ? મયના જો ન મળે તો જીવનમાં શૂન્ય સિવાય બીજું શું રહે ? તેનો ચહેરો પ્લાન બન્યો. હતાશ હૃદયમાંથી એક દર્દભરી આહ છૂટી.
મયના ચમકી ઊઠી. તે કંઈક બોલવા જતી હતી, એટલામાં ત્યાં કોઈકનાં પગલાંનો અવાજ સંભળાયો. બંનેનાં આતુર નેત્રો તે તરફ વળ્યાં. જોયું તો માણેકચંદ શેઠ તેમની તરફ જ આવતા હતા. શુજા વિનયપૂર્વક તેમની સામે ગયો. મયના સંકોચને લીધે એક તરફ ઊભી રહી.
અયોધ્યાના શું સમાચાર છે ? જાગીરદારો પણ નવાબના માથાના મળ્યા છે, ખરું ને ?” જગતુશેઠે શુજાની પીઠ ઉપર હાથ ફેરવ્યો અને જાણે મુર્શિદ-ખાંનો પોતાનો બાળક હોય તેમ સ્નેહથી અભિનંદ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org