________________
જગશેઠ
૩૯ વળી અયોધ્યાને તીર્થભૂમિ માનવા જેટલા સંસ્કાર ગુજામાં ન હતા. તે પાકો મુસલમાન હતો. મુર્શિદ-ખાંના સહવાસે તેનામાં ઉદારતા અને ગુણાનુરાગ ખીલવ્યા હતા. મયનાની સાથે રહેવાનું થાય તો પોતે પણ સારો સંસ્કારી અને અભ્યાસી બની શકે, એમ તે માનતો. કમનસીબે તેમને અચાનક છુટું પડવું પડ્યું. અયોધ્યામાં કોઈ વિશ્વાસપાત્ર અમલદાર ન હોવાથી મુર્શિદ-ખાંએ તેને તત્કાળ ત્યાં મોકલી દીધો. અયોધ્યામાં તેણે બે વરસ શી રીતે ગાળ્યાં, તે તેનો અંતરાત્મા જાણે છે. મુર્શિદાબાદ અને મયના હવે તેની સાધનાનો વિષય બન્યો હતો.
“જો તું પાછી હતી તેવી બાલિકા બને તો હું તને અયોધ્યા લઈ જવા તૈયાર છું” એમ તેને કહેવાનું મન થયું. પણ શુજા પોતાની સ્થિતિ સમજતો હતો. માલિકની કન્યાને લોભાવવામાં કેટલો અનર્થ છે, તેની કલ્પના તે કરી શક્યો. - “અયોધ્યા મુર્શિદાબાદ જેટલું સુંદર ન લાગ્યું. આ આરામ, આ વિનોદ અને વૈભવે ત્યાં ન હતાં અને સાચું કહું તો મયના! મને ત્યાં કોઈ માણસ હૈયાવાળું ન લાગ્યું. જ્યાં જઉં ત્યાં માત્ર સ્વાર્થની જ ગડમથલ ચાલતી. બાપુ જો નાખુશ ન થાય તો હું હવે ત્યાં મુદ્દલ જવા નથી માગતો. બાપુની બિમારીનું બહાનું મળતાં તરત જ આ તરફ દોડી આવ્યો.”
શુજા ભલે પોતાના મનોભાવ છુપાવે, પણ મયના સમજતી હતી કે અયોધ્યા કરતાં મુર્શિદાબાદને સુંદર માનવામાં એક સબળ કારણ છે અને અયોધ્યાનાં નરનારી તેને હૈયાસૂનાં લાગ્યાં હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org