________________
જગશેઠ
૩૮ વગરના પ્રશ્નો ઉપરા ઉપરી પૂછશે કે કેવળ હાસ્ય સિવાય તેનો બીજો કોઈ ઉત્તર ન સંભવે. અયોધ્યાનાં પરાક્રમો એક પછી એક વર્ણવવાની પણ તેણે ગોઠવણ કરી રાખી હતી. પરંતુ મયનાના ગાંભીર્ય અને અડગ ધેર્યું તેની મનોરથ સૃષ્ટિમાં પ્રલયકાળ આણ્યો.
શુજા ? બાપુ બે અઠવાડિયા થયા બિમાર છે. તું કેમ કંઈ બોલતો નથી ?” મયના કંઈક વધુ ઉત્સુક દેખાઈ
“હમણાં જ ત્યાં જઈ આવ્યો. જગતુશેઠની સાથે વાત ચાલતી હતી, એટલે મેં તેમાં વિક્ષેપ ન નાખ્યો. સીધો અહીં આવી તમારી રાહ જોતો બેસી રહ્યો.” શુજાની નિરાશા તેની વાણીમાં વધુ સ્પષ્ટ બની.
“ઠીકચાલ, જરા સ્વસ્થ થા. બહુ થાકી ગયો જણાય છે. પણ હા, તને અયોધ્યા કેવી લાગી ? જનક, રામ અને સીતાની એ લીલાભૂમિ ખરેખર રમણીય હશે. એક દાસી રોજ મને થોડું થોડું રામાયણ સંભળાવે છે. તું તો એ અયોધ્યામાં જ વસે છે. તારા ભાગ્યની કોને ઈર્ષ્યા ન આવે ?”
શુજા આ કુટુંબમાં જ નાનેથી મોટો થયો હતો. મયના અને શુજાએ નિર્દોષ બાલ્યાવસ્થાના સોનેરી દિવસો એક સાથે રમીને ગાળ્યા છે. પણ તે આજે મયનાને કેવી રીતે કહી શકે કે અયોધ્યાની તીર્થભૂમિ મયના વિના તેને નિર્જન જેવી ભાસતી ? ગમે તેમ પણ તે મુર્શિદ-ખાંનો આશ્રિત હતો. ખોરાસાનને ભૂલી મુર્શિદાબાદને જ પોતાનું વતન માનતો થયો હતો. મુર્શિદનો આશરો ન હોય તો શુજા માર્ગના એક ભિખારી કરતાં વધુ સારી સ્થિતિમાં ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org