________________
૩૭
દીવાનખાનામાં જોયું તો મુર્શિદ-ખાં અને માણેકચંદ શેઠ વાત કરતા બેઠા હતા. તરત જ તે ત્યાંથી પાછો ફર્યો. જરા થંભ્યો. કંઈક વિચાર કર્યો અને પ્રમોદભવનના પાછલા ભાગમાં જ્યાં અહોનિશ ગંગાનો કલકલ નાદ ગુંજતો અને પુષ્પોની સુગંધ સતત વહેતી, ત્યાં આવી સંગેમરમરની એક બેઠક ઉપર બેઠો. આ સ્થાન તેનું અતિ પરિચિત હોય એમ તેની રીતભાત પરથી કોઈને પણ લાગ્યા વિના ન રહે.
જગત્શેઠ
ક્યાંય સુધી તે ત્યાંને ત્યાં જ બેસી રહ્યો. રાત્રી પડતી હતી અને દિશાઓમાં અંધકાર વ્યાપતો હતો, પણ તેની આ યુવાનને ઝાઝી પરવા હોય એમ ન લાગ્યું. સાધકની દશા અને યુવાનની અત્યારની સ્થિતિ લગભગ સમાન હતી.
“કોણ શુજા ? તું અહીં ક્યારે આવ્યો ? અયોધ્યા છોચે કેટલા દિવસ થયા ? બાપુને મળ્યો ?'' ઇષ્ટદેવનો સાક્ષાત્કાર થતાં ભક્તજન ગદ્ગદ્ ચિત્તે અનિમેષ નેત્રે નિહાળી રહે તેમ શુજાએ ઊંચુ જોયું. તેની સામે બંગાળના નવાબની માનીતી કન્યામયના ઊભી હતી. યુવાન નિરુત્તર રહ્યો.
વીજળીના વેગ જેટલી ત્વરાથી તેને કેટલાક તરંગો આવ્યા અને ઊડી ગયા. બે વરસ પહેલાં જે મયનાને જોઈ હતી, તેમાં અને આજે સામે ઊભેલી મયનામાં આકાશ-પાતાળ જેટલું અંતર પડી ગયું હતું. મયના કિશોરી મટી યુવતી બની હતી. જેને નયન ભરીને નિહાળવા તે આટલો વ્યગ્ર હતો તેનામાં ચાંચલ્ય કે ચપળતાને બદલે ગાંભીર્ય અને સહજ સંયમ આરોપાયા હતા. તે માનતો હતો કે મયના પાસે આવતાં જ હર્ષોન્મત્ત બની, હાથ પકડી પહેલાંની જેમ ભવનની અંદર તાણી જશે અને એવા અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org