________________
જગશેઠ
૮૩ સારાય ભારતવર્ષને ખુંદી રહ્યા હતા. તે વખતે બંગાળનો તારણહાર જો કોઈ હોય તો એક અલીવર્દી-ખાં.
અલીવદ-ખાંને બંગાળનો આંતર વહીવટ સંભાળવાનો અવકાશ મળ્યો હોત તો કંપની સરકારનો ઈતિહાસ કંઈક જુદું જ સ્વરૂપ ધરત. એક તરફથી મરાઠાઓનો ઉપદ્રવ શરૂ થયો, બીજી તરફથી અંગ્રેજો-ફ્રેંચો અને ડચ વેપારીઓ પોતાનાં થાણાં જમાવવા માંડ્યા, ત્રીજી તરફ અલીવર્દી-ખાંના સગાસંબંધીઓ રાજલોભમાં ભાન ભૂલી અંદર અંદર આથડ્યા અને સૌથી ભયંકર અનિષ્ટ વાત તો એ બની કે અલીવર્દી-ખાં પોતાના ભાણેજ સિરાજ-ઉદ્-દૌલાનો મોહ કેમે મૂકી શક્યો નહીં. આ બધાં સામટાં અનિષ્ટોએ એક સામટો હલ્લો કર્યો. બંગાળની ગાદી તો રૂની જેમ પીંખાઈ, એટલું જ નહીં પણ વામન સ્વરૂપમાં દેખાતી કંપની સરકારે અહીંથી જ પોતાનું વિરાટ સ્વરૂપ પ્રકાશવા માંડ્યું. - બંગાળના ઇતિહાસમાં “બગનાં તોફાનો” ખાસ સ્થાન રોકે છે. બાદશાહ ઔરંગઝેબ જેમને પર્વતના ઉદરડા કહી અપમાનતો અને હજુરીઆઓ જેમને કીડીની માફક છુંદી નાખવાનું અભિમાન ધરતા હતા, તે જ મરાઠાઓ સમય જતાં કોકણના ડુંગરાઓની બહાર નીકળ્યા અને બરાબર ડુંગરાઓના પ્રબળ જલધોધની માફક બંગાળ, બિહાર અને ઓરિસામાં ફરી વળ્યા. દિલ્હીનો બાદશાહ સમ ખાવા પૂરતો રહ્યો હતો. હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાંથી “ચોથ” ઉઘરાવવાનું ફરમાન એ બાદશાહે જ મરાઠાઓને લખી આપ્યું. બાહુબળ વડે એ કર ઉઘરાવતા તેઓ બંગાળમાં આવી પહોંચ્યા. એમણે બંગાળમાં જે ખુવારી કરી, તે ‘બર્ગીના તોફાનના નામથી પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org