________________
જગશેઠ
૮૨ પૂજાપાઠ થતાં. ગરીબોને છૂટથી અન્ન તથા વસ્ત્ર વહેચાતાં. અદાલતમાં ન્યાય અને નીતિનું જ પાલન થતું. અવકાશના સમયમાં મૌલવીઓ તથા શાસ્ત્રીઓને બોલાવી અલીવર્દી-ખાં શાસ્ત્રનું રહસ્ય સમજવાનો પ્રયત્ન કરતો. વેશ્યાઓ બારણાં પાસે ફરકી શકતી નહીં. નાચરંગને રાજકાર્યમાં કલંક લગાડવાનો તલમાત્ર અવકાશ મળી શકતો નહીં. એનું કુટુંબ મોટું હતું. ભાઈ, બહેન, બનેવી, પુત્રીઓ અને પુત્રીઓનાં સંતાનોને લીધે તેને ભાગ્યશાળી માનવાનું કોઈપણ ગૃહસ્થને મન થાય. અલીવર્દી-ખાં પોતે પણ વિસ્તૃત કુટુંબમાં અભિમાન લેતો. “સંસાર એ જ સાચું યુદ્ધક્ષેત્ર છે અને એ યુદ્ધભૂમિની અંદર જે માણસ સ્નેહીઓના અત્યાચાર સહન કરી શકે છે, તે જ ખરો વીરપુરુષ છે” એ તેનો મુદ્રાલેખ બન્યો હતો. બંગાળના કમનસીબે એ સૌભાગ્ય પલટો ખાધો. રાજલોભે સગાંઓની અંદર ફ્લેશની હોળી સળગાવી અને આખરે બંગાળની તથા ક્રમે ક્રમે સમસ્ત ભારતમૈયાની સ્વાધીનતાનું બલિદાન દેવાયું.
અલીવર્દી-ખાં બંગાળની ગાદીએ આવ્યો કે તરત જ મરાઠા સૈન્યોનાં ઉપરાઉપરી આક્રમણ શરૂ થયાં. એક વરસ પૂરું નહીં થયું હોય એટલામાં સલ્તનતની પામર સ્થિતિનો લાભ લેવા એક તરફ બાલાજીએ અને બીજી તરફ રાઘોજીએ લૂંટફાટ શરૂ કરી દીધી. એ વખતે અલીવર્દી-ખાંની ઉંમર લગભગ પંચાવન વરસની હતી. એટલું છતાં આક્રમણ, વિગ્રહ કે બળવાના સમાચાર મળતાં, એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના લશ્કરને મોખરે આવી ઊભો રહેતો. પચીસ વરસ તે મસનદ ઉપર રહ્યો. પણ એક વરસ એવું ખાલી નહીં ગયું હોય, જેમાં અલીવર્દી-ખાંને શત્રુનો સામનો કરવો પડ્યો ન હોય. મરાઠાઓ જે વખતે મરાઠી સામ્રાજ્ય સ્થાપવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org