________________
જગશેઠ
८४ ભાગીરથીનો પશ્ચિમ કિનારો હજી એ તોફાનોથી અણસ્પર્યો રહ્યો હતો. ઢાકા અને મુર્શિદાબાદ જેવી રાજધાનીમાં પગ મૂકવાની આ મરાઠી સૈન્ય હિંમત કરી શકતું નહીં. એટલામાં એક દિવસે પશ્ચિમ કિનારા ઉપર બંગાળીઓનું ગગનભેદી આકંદ સંભળાયું. મરાઠાઓ ભાગીરથીની આસપાસનાં ગામો લૂંટતા, ઘરો સળગાવતા, ઘોડાની ખરીઓથી ઊભો પાક છંદતા લગભગ મુર્શિદાબાદ પાસે આવી પહોંચ્યા. સ્ત્રી, પુરુષો, બાળકો અને વૃદ્ધોનાં ટોળેટોળાં ભાગીરથીના સામે કિનારે પહોંચવા અને હરકોઈ પ્રકારે જીવ બચાવવા દોડાદોડી કરી રહ્યા. અલીવર્દી-ખાંને જેવા એ સમાચાર મળ્યા કે તરત જ તે જગશેઠ ફતેહચંદની પાસે ગયો.
ભૂખ્યા વરૂના ટોળા જેવા મરાઠા, પશ્ચિમ કિનારે આવ્યા છે. મુર્શિદાબાદને બહુ બીક નથી. છતાં તમે આપણાં કુટુંબોને કોઈ એક સલામત સ્થળે રાખી આવો.” અલીવર્દી-ખાં પોતાના સગા સ્નેહીઓ અને અસંખ્ય દાસ-દાસીઓ કરતાં પણ જગડુશેઠ ઉપર અધિક શ્રદ્ધા રાખતા.
કુટુંબના રક્ષણના વિષયમાં આપ નિશ્ચિંત રહેશો. પણ મુર્શિદાબાદ કોને ભળશે ?' જગતુશેઠે પૂછયું.
મીર હબીબની પાસે થોડું લશ્કર મૂકતો જઉં છું. તે બધાને પહોંચી વળશે.” નવાબે ઉતાવળે ઉત્તર વાળ્યો. - મીર હબીબની મુર્શિદાબાદમાં હાજરી હોય તો જગતુશેઠને બહાર નીકળવામાં કંઈ ચિંતા જેવું ન રહે એમ નવાબ માનતો. જગતુશેઠ પણ એને થોડે અંશે ઓળખતા.
જગત્શેઠ બાદશાહી પરિવારને “ગોદાગાડી' નામના સહીસલામત સ્થળે મૂકી આવ્યા. આ તે જ સ્થળ છે કે જ્યાં મહાનંદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org