________________
જગશેઠ
૮૫ અને પદ્માના બળવાન મોજાંઓ નિરંતર નિર્ભયતાના ઘેરા નાદ સુણાવે છે. બે મહાનદીઓનાં નીર જાણે કોઈ જન્મજન્માંતરના વિજોગી આત્માને આલિંગતાં હોય તેમ અભિન્ન બની મહાસાગરમાં સમાવા ઉતાવળા વહ્યાં જાય છે. અહીં એક નાનો સરખો કિલ્લો પણ હતો. જગડુશેઠને થયું કે આવો જ એક કિલ્લો મુર્શિદાબાદની આસપાસ હોય તો મુર્શિદાબાદ કેટલું નિર્ભય બને? અલીવર્દીખાંનો જમાઈ નવાજેસ મહંમદ અને જગશેઠ ગોદાગાડીમાં રહ્યા.
અલીવર્દી-ખાં પોતે જબ્બર રણજોદ્ધો હતો. તેણે માનેલું કે મરાઠા-સૈન્યનો પરાભવ કરવામાં તેને બહુ બળ વાપરવું નહીં પડે અને મરાઠા-સૈન્યની સંખ્યા જોતાં અલીવર્દી-ખાં એવું અનુમાન કરવામાં વાજબી હતો. પણ આ મરાઠાઓ રાજ્યો જીતવા નહોતા નીકળ્યા. તેમને તો હરકોઈ પ્રકારે લૂંટ ચલાવવી હતી, લોકોનાં મકાન સળગાવવાં હતાં અને એ રીતે મરાઠી સૈન્યની ધાક બેસાડવી હતી. ડુંગરાઓમાં જે યુદ્ધનીતિને તેઓ અનુસરતા તે જ નીતિ આ સપાટ પ્રદેશમાં પણ તેમણે સ્વીકારી. અલીવર્દી-ખાંનું સૈન્ય જેવું સામે આવી ઊભું રહ્યું કે તરત જ મરાઠા સૈન્ય બે ભાગમાં વહેંચાઈ ગયું. એક ભાગ અલીવર્દીની સામે લડવામાં રોકાયો અને બીજો ભાગ ભૂખ્યા વરૂની જેમ મુર્શિદાબાદ તરફ ધસી ગયો. અલીવદ-ખાં એ બાજી તરત સમજી ગયો, પણ ભૂહમાંથી નીકળી છૂટવાની તેને કોઈ તક ન મળી.
લૂંટફાટ ખાતર મુર્શિદાબાદમાં આવેલા મરાઠાઓને મીર હબીબે જો ધાર્યું હોત તો મારીને પાછા કાઢી શકત. પણ છેવટની ઘડીએ તે બેવફા નીવડ્યો. અલીવર્દીએ મૂકેલો વિશ્વાસ માત્ર આંધળા નેહમાંથી જન્મ્યો હતો, એમ તેણે પુરવાર કર્યું. મીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org