________________
જગશેઠ
૮૬ હબીબ લૂંટમાં ભાગ મેળવવાની આશાએ મરાઠાઓ સાથે મળી ગયો. મુર્શિદાબાદ ગઢ વિનાનું ખુલ્લું પડ્યું હતું. મીરની શીખવણીથી મરાઠાઓ પહેલો જ હલ્લો જગતુશેઠની પેઢી ઉપર લઈ ગયા. આખો દેશ લૂંટવાથી તેમને જે સોનું-રૂપું ન મળી શકત તેટલું અહીં તેમને પ્રાપ્ત થયું. જગતુશેઠ અને તેમનો પરિવાર, બાદશાહી કુટુંબ સાથે હોવાથી મરાઠાઓની સામે બચાવ કરવા કોઈ બહાર ન પડ્યું.
જગશેઠની પેઢી લૂંટાય છે અને મુર્શિદાબાદ ઉજજડ બન્યું છે, એ સમાચારથી વિહ્વળ બનેલો અલીવર્દી એકદમ મુર્શિદાબાદ તરફ દોડ્યો. પણ લૂંટવાની, નાસવાની અને છુપાવાની કળામાં પૂરા પાવરધા ગણાતા મરાઠાઓને તે યોગ્ય શાસન કરી શક્યો નહીં. જે જગતુશેઠ નવાબ-પરિવારનું રક્ષણ કરવા પોતાની પેઢી છોડીને ગયા હતા, તેમને જ ત્યાં આવી લૂંટ થયેલી જાણી નવાબ ઘણો ગુસ્સે થયો. જગતુશેઠ જ્યારે પૂછશે ત્યારે પોતે શું જવાબ આપશે ? તપાસ કરતાં મીર હબીબ પણ દેશ તજીને નાસી ગયો હોય એવી બાતમી મળી. બીજાં બધાં વેર ભૂલી જવાશે, પણ નવાબના આત્મીય જેવા જગશેઠની પેઢી લૂંટાઈ એ વૈર તો કોઈ કાળે પણ ન ભૂલવાની અને તેને યોગ્ય બદલો લેવાની અલીવર્દી-ખાંએ પોતાના મન સાથે મજબૂત ગાંઠ વાળી. - પુનઃ શાંતિ સ્થપાતાં અલીવદ-ખાં જગડુશેઠની જાણે માફી માગતા હોય તેમ પેઢી લૂંટાયાની વાત કરી. પણ એ વાત સાંભળી લીધા પછી જગતુશેઠના મોં ઉપર વિસ્મય, ચિંતા કે ખેદની એક પણ રેખા ન અંકાઈ. એ લૂંટ જગતનો એક અતિ સામાન્ય પ્રસંગ હોય એવી બેપરવાઈથી કહ્યું - “પાતાળ કૂવાનું પાણી, કોઈ દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org