________________
જગશેઠ તરસ્યા પીનારાઓ ખૂટાડી શક્યા છે ? પેઢી એક એવો કૂવો છે કે જેમાં ક્યાંથી કેટલી સર વહે છે, તેનું માપ હજી કોઈ કાઢી શક્યું નથી. મરાઠાઓ તો કૂવામાંથી નહીં, પણ કૂવા પાસેના ખાબોચિયામાંથી જ થોડું પાણી પીને નાસી ગયા ! એમાં અફસોસ કરવા જેવું શું છે ?” અલીવર્દી-ખાંને થયું કે પોતાને રીઝવવાને જ સારુ જગતુશેઠ આ પ્રમાણે બહારનો દેખાવ કરે છે. બાકી મહામહેનતે એકઠું કરેલું નાણું લૂંટાઈ જાય તો કોને આઘાત ન થાય?
સમકાલીન મુતમ્મરીનનો લેખક કહે છે કે પેઢીની લૂંટ જગડુશેઠને મન એક નજીવી વાત હતી. લૂંટને બીજે જ દિવસે તેઓ દશ કરોડની દર્શની હૂંડી લખી આપવા શક્તિમાન હતા. જગતુશેઠની સમૃદ્ધિ, હિંદુસ્તાનમાંથી ચાલતી અસંખ્ય આશ્ચર્યકથાઓ પૈકીની એક કથાવસ્તુ બની હતી. મરાઠાઓની ધાડ પછી પણ જગતુશેઠનો વેપાર પહેલાંની જેમ જ ચાલતો.
એ બનાવને એક વરસ વીત્યું નહીં હોય એટલામાં બે સબળ શત્રુઓ બંગાળ ઉપર ચડી આવ્યા. એક તરફ બાલાજી અને બીજી તરફ ભાસ્કર પંડિત. બે દુશ્મનોની સામે એકી સાથે શી રીતે લડવું એ મુંઝવણ ઊભી થઈ. બાલાજીને જો બંગાળની ચોથના બદલામાં દસ લાખ રૂપિયા આપવામાં આવે તો તે લડ્યા વિના પાછો જવા તૈયાર હતો. અલીવર્દી પાસે એટલું નાણું ન હતું. જમીનદારોનું કરજ કરીને પણ બાલાજીનું મન સંતોષ્ય.
૧. ક્લાઈવે પોતાની ઉપર મૂકાયેલા લાંચનાતહોમતનો પ્રતિકાર કરતાં
ઉમરાવો સમક્ષ કહેલું કે “હું જ્યારે મુર્શિદાબાદમાં ગયો અને ત્યાં સોના-રૂપા તથા ઝવેરાના મોટા ગંજ જોયા ત્યારે હું મારા મનને કેવી રીતે કાબુમાં રાખી શક્યો એ માત્ર મારો અંતરાત્મા જાણે છે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org