________________
જગત્શેઠ
ભાસ્કર પંડિતને સમજાવી પાછા વાળવાની જવાબદારી જગત્શેઠ ઉપર આવી. માનકરાના મેદાનમાં, જ્યાં ભાસ્કર પંડિતનું સૈન્ય પડ્યું હતું, ત્યાં તેની સાથે વાટાઘાટ ચલાવવા જગત્શેઠ ગયા. અલીવર્દી-ખાં જુદી છાવણી જમાવી પરિણામની રાહ જોઈ રહ્યો.
ભાસ્કર પંડિત, મરાઠા સૈન્યનો કોઈ કદાવર, વાઘ જેવો વિકરાળ અને મહા મુસદ્દી સેનાનાયક હશે, એમ જગત્શેઠે માનેલું. પણ તેને જોતાં જ જગત્શેઠની એ ભ્રમણા ભાંગી ગઈ. ભાસ્કરનું ખીલતું યૌવન, દક્ષિણના પહાડી સૌંદર્ય જેવું જ મનોરમ અને આકર્ષક હતું. વંશપરંપરાથી ઊતરતું ગૃહસ્થોચિત ગાંભીર્ય તેના મોં ઉપર તરવરતું. તેની આંખોમાં ગુણરાગને બદલે વિશેષે તો નિર્દોષતા જ નીતરતી હતી. દુશ્મનોને પણ પ્રિય થઈ પડે એવા
આ યુવાનને એનાં મા-બાપે આટલે દૂર યુદ્ધના મેદાનમાં મોકલવાની હિંમત કયા હિસાબે કરી હશે ? જગત્શેઠને ભાસ્કર વિશે પોતાના સંતાન જેટલો જ અનુરાગ ઉદ્ભવ્યો. જે દેશ પોતાના આવા અમૂલ્ય ધનને, રમતના એક પાસા તરીકે મેદાનમાં ફેંકી શકે છે, તે પોતાનો ભગવો ઝુંડો સમસ્ત ભારત વર્ષ ઉપર ફરકાવવાના મહાભિલાષ કેમ ન રાખે ? આવા કંઈ કંઈ વિચારો જગત્શેઠના અંતરમાં રમણીય મુંઝવણ ઉપજાવી રહ્યા.
८८
જગત્શેઠ ભાસ્કર પંડિતને લાંચ આપી, પાછો રવાના કરવા આવ્યા હતા. પંડિત બંગાળના કાળરૂપે બંગાળની છાતી ઉપર ઊભો હતો. વાટાઘાટ પડી ભાંગે તો એ જ ભાસ્કર અસંખ્ય નારીઓને ઘરબાર વિનાની બનાવવા, બાળકોને નિર્દયપણે રઝળાવવા અને ગૃહસ્થોનું સત્યનાશ વાળવા તૈયાર હતો. આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org