________________
૮૯
જગશેઠ માતૃભૂમિના એક દુશ્મન તરફ થોડો પણ સ્નેહ દ્રવે એ શું નબળાઈનો એક પ્રકાર ન ગણાય ?
ખરેખર, જગત્શેઠ એ જ ક્ષણિક નબળાઈના ભોગ બન્યા. તેઓ વયોવૃદ્ધ હતા. તેમને ત્યાં દીકરાના દીકરાઓ ખેલતા. ભાસ્કરને જોયા પછી તેમનું સ્નેહાળ અંત:કરણ અવશ બન્યું. તેમને થયું કે મારા પૌત્ર જો આ રીતે પરદેશમાં લડવા જવાની હઠ પકડે તો આ દુર્બળ હૃદય બીજી જ ક્ષણે ધબકતું બંધ પડી જાય. પરિવાર પ્રત્યેના ઉભરાતા નેહમાંથી જ આ નબળાઈ જન્મી હતી.
ભાસ્કર સમજતો હતો કે જગડુશેઠ બંગાળના કર્તાહર્તા છે. અલીવાઁ કરતાં પણ જગશેઠનો મોભો ચડિયાતો છે. તેણે વિવેકપૂર્વક જગશેઠને સન્માન્યા અને પોતાના કોઈ આત્મીયને મળતો હોય તેટલા બહુમાનથી પોતાની પાસે બેસાડ્યા. નવાબના માણસો જગતુશેઠ પ્રત્યે જે અદબ રાખતા તે કરતાં ભાસ્કરના આ વિવેકમાં તેમને વધુ સ્વાભાવિકતા સમાયેલી હોય એમ લાગ્યું.
“દક્ષિણના નવજુવાનોનાં લોહીથી બંગાળની ભૂમિ રંગાય એમ અમે નથી ઈચ્છતા. તમ જેવા જુવાનો માબાપોને મન વ્હાલા હોય તે કરતા બંગાળ માતને તમે વધુ વ્હાલા લાગો છો.” જગતુશેઠના હૈયામાં જે મનોભાવ હતા, તે હોઠે આવ્યા.
અમારાં મા-બાપોને અમારાં શરીર વ્હાલાં નથી. અમારી રણભેરીના નાદ તેમને ઉન્મત્ત બનાવે છે. મરાઠી-સામ્રાજ્યના મનોરથ તેમને પુત્ર તથા પ્રાણ કરતાં પણ અધિક પ્રિય છે.” ભાસ્કર એની સ્વચ્છ દંતપંક્તિ સમું નિર્મળ હાસ્ય હસ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org