________________
૯૦
જગશેઠ
શહેનશાહ પોતે જો મરાઠાઓની ચોથ મંજૂર રાખતા હોય તો પછી અમારાથી એની સામે શી રીતે વાંધો લઈ શકાય? બોલો, બંગાળ, બિહાર ને ઓરિસાની ચોથના બદલામાં આપ કેટલી રકમ લેવા તૈયાર છો?” જગતુશેઠે સમાધાનની શરૂઆત કરી.
“બાલાજીને તમે દસ લાખ આપી પાછો કાઢ્યો, પણ રાઘોજીનો આ પ્રતિનિધિ એમ નહીં છેતરાય.” પિતામહની પાસે બાળક લાડ લડતો હોય એટલી મધુરતાથી ભાસ્કરે પોતાનો અસ્પષ્ટ નિશ્ચય દર્શાવ્યો.
અમે તો સમજતા હતા કે અમારા બંગાળના જમાઈઓમાં જ આવી મનોદશા હશે.” જગતુશેઠે ધીમેથી ઉચ્ચાર્યું.
એટલે ?” ભાસ્કરે આતુરતાથી પૂછ્યું. “એટલે એમ કે અમારા જમાઈઓ, સાસરાની ગરજ જોઈને એટલા પૈસા પડાવે છે કે સાસરો ઘરબાર વિનાનો થઈ જાય, કરજમાં ડૂબી જાય કે ભૂખે મરતો થઈ જાય તેની પણ તેમને દરકાર નથી હોતી. ત્રણ-ચાર કન્યાનો બાપ થયો એટલે અમારા બંગાળમાં કન્યાના બાપને ભીખ જ માગવી પડે !” જગત્શેઠે આડકતરી રીતે બંગાળની સ્થિતિ સમજાવવા માંડી.
ભાસ્કર કંઈક સમજ્યો પણ ખરો, પરંતુ તે બંગાળની “ચોથ'ને કુબેરનો ભંડાર સમજતો હતો. તેણે કહ્યું, “તો કંઈ નહીં. બંગાળનાં બે સારાં શહેર લૂંટશું તો પણ દસ લાખ કરતાં વધુ માલ તો અવશ્ય મળી રહેશે.”
લૂંટફાટ”નું નામ સાંભળતાં જ જગતુશેઠના કાન ચમક્યા. તેમનો ચહેરો ફિક્કો પડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org