________________
જગત્શેઠ
માણસનું મૂલ્ય માત્ર નામનું છે. બંગાળની ગાદી ઉપર અજીમુશાન હોય કે મુર્શિદ-ખાં હોય એ બધું સરખું જ છે.’’ મુર્શિદ-કુલીખાંની મુસદ્દી આંખ અસ્વાભાવિક આવેગથી વધુ તેજસ્વી બની. માણેકચંદ શેઠ એનો અર્થ સમજી ગયા.
“નવાબનું નામ-નિશાન મિટાવી દેવું એ તમારા જેવા લશ્કરી માણસને રમત જેવું છે. પણ એકવાર તેનાં પરિણામનો વિચાર કરો. નવાબની ગાદી પડાવ્યા પછી તે સહીસલામત રાખી શકશો? દિ ઊગ્યે ભારતવર્ષના ઉત્તર, દક્ષિણ પ્રદેશોમાંથી જે સમાચારો મળે છે, તે જ શું એમ બતાવવાને બસ નથી કે એક મોટો ધરતીકંપ ચાલી રહ્યો છે ?''
૯
“એ ધરતીકંપની અસરમાંથી તમે કે હું થોડા જ મુક્ત રહી શકવાના હતા ? ઓછામાં ઓછી હાનિ અને વધારેમાં વધારે લાભ મળતો હોય તો પછી શા માટે ન મેળવી લેવો ? અને તમે કહો છો તેમ નવાબના દરબારમાં અને બહાર પણ કેવળ નરપશુઓ જ વસે છે. મારો એક જ ઉગ્ર દૃષ્ટિપાત અને આ તલવાર શું તેમના માટે બસ નથી ?”
માણેકચંદ શેઠ મુર્શિદ-કુલી-ખાંનો રાજલોભ જોઈ શક્યા અને છેલ્લાં થોડાં વર્ષો થયા બંગાળની ગાદી માટે જે જાતનો જુગાર ખેલાતો હતો, તે જોતાં માણેકચંદ શેઠને માટે આ વાત તદ્દન નવીન કે આશ્ચર્યજનક ન હતી. દરેકે દરેક મુસલમાન સરદાર, પોતાને શહેનશાહનો સમોવડયો સમજે છે અને તક મળતાં કોઈ પણ પ્રાંત કે પ્રગણું ગળી જવા માગે છે, એ બધી ઉઘાડી રમત હતી. બાદશાહ ઔરંગઝેબનો માનીતો અને તેની જ રાજનીતિમાં ઊછરેલો મુર્શિદકુલી-ખાં જેવો દીવાન તલવારના જોરે બંગાળની ગાદી પચાવી પાડવા તૈયાર થાય, એ માણેકચંદ શેઠને બહુ સ્વાભાવિક લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org