________________
જગશેઠ મૂર્તિરૂપ હતો.
હૈદરાબાદના મુખ્ય દીવાન તરીકે મુર્શિદ-કુલી-ખાંએ જે કુશળતા અને સાહસ બતાવ્યાં હતાં, તેને લીધે દિલ્હીના શહેનશાહ
ઔરંગઝેબે તેને બંગાળનો દીવાન નીમ્યો હતો. અજીમુશાન એ વખતે બંગાળનો નવાબ હતો. નવાબ અને મુર્શિદ-કુલી-ખાં વચ્ચે વારંવાર વિચારભેદ થતો.
કોણ જાણે કેમ, પણ મુર્શિદ-કુલી-ખાંએ ઢાકામાં આવતાં જ માણેકચંદ શેઠનું ઉદાર અને સ્નેહાળ અંતર પરખી લીધું. નવાબના અસંખ્ય દરબારીઓ વચ્ચે માણેકચંદ અને મુર્શિદ-કુલી-ખાં જુદા તરી આવતા. રંગરાગ અને આમોદના ઊછળતા તરંગો વચ્ચે પણ તેઓ નિર્લેપ રહી શકતા. આમોદના બહારથી દેખાતા મોહક પ્રવાહો નીચે છેક તળિયે કારસ્થાન, દાવપેચ અને ખટપટ પોતાની ભૂમિકા તૈયાર કરી રહ્યા હતાં. કોઈ દરબારી કે અધિકારીનું ખૂન એ વખતે મામૂલી વાત મનાતી. જે સિંહાસનના પાયામાં જ આવાં કપટ અને પશુતા ભર્યા હોય ત્યાં પ્રામાણિક કે નીતિપરાયણ રહેવાની હિંમત કોણ કરે ? | મુર્શિદ-ખાં અને માણેકચંદ શેઠ આ બધી પાપલીલા નજરે નિહાળતા અને મનમાં સમજી શાંત બેસી રહેતા. એકાંત મળતાં. તેઓ પોતાના અનુભવ સરખાવતા, માર્ગ પણ શોધતા. - આજનો પ્રસંગ એવા જ પ્રકારનો હતો. મુર્શિદ-ફુલી-ખાં, કોઈ દિવસ નહીં અનુભવેલી આ ખટપટથી ગળે આવ્યો હતો. નવાબની ચંચળતા અને ઇન્દ્રિયાસક્તિ જોઈ તેણે નવાબને સુધારવાની બધી આશા મૂકી દીધી હતી.
ઘણી વખત એમ થાય છે કે અજીમુશાનને બંગાળની ગાદી ઉપરથી ઉખેડીને ફેંકી દઉં. દિલ્હીની શહેનશાહત પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org